________________
નેધ –અવચૂરિ તથા ટીકા અને તેને અર્થ શા
માટે અહીં આપ્યાં તેનું આ અવતરણ છે
મારી દષ્ટિએ હકીકતમાં વિવાદાસ્પદ લાગતી ન હોવા છતાં વીતરાગસ્તોત્ર કલેક–ટકા છેલ્લા સૈકામાં કંઈક વિવાદાસ્પદ બની ગયાં છે. સવળાં-અવળાં છત્રમાં સાચું શું? તે મારે ભગવાન મહાવીરનાં ચિત્ર બનાવવાનાં હેવાથી નિર્ણય કરવાને હતો એટલે મેં એક લેખ લખે. પૂ. આચાર્યાદિ ઉપર મેકલી આપે. સલાહ-સૂચને માંગ્યાં, જે સત્ય હોય તે જણાવવા પણ જણાવ્યું. તેના જવાબમાં સમાજમાંથી અગ્રણી નામાંકિત ત્રણેય ફિરકાના મોટાભાગના આચાર્યોએ સવળાં છત્રની મારી જે વાત છે તેને ચર્ચા કર્યા વિના સંમતિ આપી. છતાં સમાજમાં કેટલીક વ્યક્તિએ કલેક અને ટીકાને અર્થ એમની રીતે કરીને અવળાં છત્રની વાતને સ્વીકારે છે. અહીંયા ટીકા ઉપરથી અવળાં છત્રને અર્થ કેવી રીતે તેઓ કરે છે તે અવળાં છત્રને જાણીને હિમાયતી બનીને નીચે જણાવું છું. જો કે વીતરાગસ્તાત્રને મૂલ કલેક અને ટીકાની શબ્દરચના જ એવી છે કે ઊંડા અભ્યાસ વિના કેઈપણ સામાન્ય વ્યક્તિ અર્થ કરવા જાય તે છેત્રે અવળાં જ છે તે અર્થ કરી બેસે એ એક સહજ બાબત છે. * ત્રણ છત્રની બાબતમાં ૨૫ વરસ પહેલાં પણ જૈનપત્રમાં પ્રશ્નો પૂજ્યા હતા.
છત્ર ૧