________________
[ ૧૪ ] છત્ર અવળાં છે કે સવળાં અથવા કોઈ વળી ત્રીજા પ્રકારનાં કરવાનું પણ કહે છે તેની સામે ભારે કશું કહેવાનું નથી, જેને જેમ નિર્ચ કરવો હોય તેમ કરે પણ હજાર વરસથી ચાલી આવતી સવળાં છત્રની અક્ષુણુ પરંપરા અખંડ ટકી રહે, એને ટેકે આપતા અર્થ અને પુરાવાઓ મળતા હોય તે પ્રયત્ન કરવો તેમ કતવ્ય સમજી ત્રણ છત્ર ઉપર વિસ્તારથી લેખ રજૂ કર્યો છે, અને એ લેખ દ્વારા ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર સવળાં જ છે, અવળાંને કોઈ પ્રકાર જ નથી તે વાત સિદ્ધ કરી બતાવી છે. - અહીંયા ત્રણ છત્રનો પ્રશ્ન શા માટે ચર્ચ પડયો? તે અષ્ટમહાપ્રાતિહાયમાં નંબર ચારનું પ્રાતિહાર્ય ત્રણ છત્રનું છે. એ ત્રણ છ સવળાં કે અવળાં સમજવાં? - આ ત્રણ છત્ર દેશભરમાં આરસ કે ધાતુની મૂર્તિઓમાં મૂર્તિ ઘડતી વખતે જે અંદર બનાવવામાં આવ્યાં છે તે બધાં સવળાં વિદ્યમાન છે, પરંતુ વીતરાગસ્તોત્ર, તેની ટીકા અને લખાણ એવા પ્રકારનું છે કે ભલભલા વિદ્વાને એક્વાર વાંચીને ભગવાન ઉપર અવળાં જ છ લગાડવાં જોઈએ એવો અર્થ કરી બેસે ચતુર્વિધસંધમાં આજે કેણુ ઊંડું વિચારે છે? અપેક્ષાએ જોઈએ તે આ નાની બાબત લાગે, એટલે એ દિશા જ લગભગ સહુની શૂન્ય હોય એટલે વીતરાગસ્તોત્રને શ્લોક વાંચીને આગળ પડતી વિદ્વાન વ્યક્તિઓ જે અર્થ કરે, નીચેનાં સહુ કઈ તેને અનુસરે. આના કારણે કઈ કઈ સ્થળે અવળાં છત્રનું સર્જન કરી નાંખે તે સ્વાભાવિક છે, પરંતુ મને મારા અભ્યાસ, વ્યાપક સંશોધન અને મધનને અને મારી દષ્ટિએ એમ સમજાયું છે કે અવળાં