________________
[૪]. સ્થાનક્વાસી તેમજ તેરાપથી સંપ્રદાયના અગ્રણે અનેક આચાર્ય'પ્રવરેએ મુનિરાજેએ હાર્દિક સંમતિ આપી તે અમારા માટે ગૌરવને વિષય છે. પૂજ્ય ગુરુદેવ પ્રત્યે તમામ ગચ્છના અને સંપ્રદાયના આચાર્યોએ દર્શાવેલી સદ્ભાવના અને લાગણું એ આચાર્યશ્રીજીની વિનયશીલતા, વિવેક અને નમ્રતાને આભારી છે. સ્વસંપ્રદાય અને અન્ય ગચ્છ-સંપ્રદાયના પૂને લેખક્ષી પ્રત્યે કેવા આદરમાન છે, તેનું આ પ્રતિબિંબ છે. પૂ. ગુરુદેવ માટે પણ ઘણું જ મહત્ત્વની ઉત્સાહવર્ધક સિદ્ધિ છે. અમે સંમતિ આપનારા સહુ પૂજ્યના ખૂબ ખૂબ આભારી છીએ.
આ ગ્રન્થમાં ત્રણ લેખે મુખ્ય છે. ૧, તીર્થંકરદેવની મૂર્તિ ઉપર દેવો ત્રણ છત્ર રચે છે તે કેવાં ક્રમે હોય છે? ૨. તીર્થંકરદેવના મસ્તક ઉપર દીક્ષા વખતને વેચ કર્યા પછી વાળની વૃદ્ધિ થાય છે ખરી ? અને ૩. અશોકવૃક્ષ અને આસોપાલવનું વૃક્ષ એ બંને જુદાં છે કે એક જ વૃક્ષનાં બે નામ છે ? આ ત્રણેય લેખને પ્રત્યેના અનેક પુરાવા સાથે વિસ્તારથી સર્વાગ સંપૂર્ણ કહી શકાય તે રીતે લખાયા છે. આ પુસ્તકમાં ત્રણ છત્રને લેખ અનેખી રીતે લખાય છે. ત્રણ છત્રમાં એક જ સવળો પ્રકાર છે વિકલ્પ નથી તે શાસ્ત્રના પાઠોના અનોખી રીતે અર્થ લગાડીને સિદ્ધ કર્યું છે. '
સહુ કોઈ તટસ્થભાવે, ગુણગ્રાહી દષ્ટિએ અદ્વેષભાવે લેખ વાંચે.
આ પુસ્તકનું મેટર લખવામાં, પૂરે જેવા વગેરેમાં પૂ. વિનયશીલા સાધ્વી શ્રી પુનિતયશાશ્રીજી આદિએ અને પૂ. મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી તથા પૂ. મુનિશ્રી જયભદ્રવિજ્યજી તથા શ્રી રોહિતભાઈ તેમજ કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈન આદિએ પણ જે સહકાર આપે છે તે સહુને આભાર માનીએ છીએ. પ્રકાશકો