________________
ocescencescaresecenciscorso કે વિશિષ્ટ દષ્ટિકોણથી લખેલા છત્રાતિછત્રના હું
લેખ અંગે કંઈક ૪૪૦૧૦૮૪૦ ૪૦૪૦Z૪૦૪૦૪
આજથી પાંચેક વર્ષ પહેલાં કલ્યાણ વગેરે પત્રમાં ત્રણ છત્ર ઉપર એક વિસ્તૃત લેખ લખ્યો હતો. પ્રસ્તુત લેખ, તે ઉપરાંત કેશમીમાંસા અને અશક અને આસપાલવ એ બંને વૃક્ષ એક છે કે જુદાં તે અંગેના બે લેખ, એમ ત્રણેય લેખ પુસ્તિકરૂપે પ્રગટ થવા જ જોઈએ એવી અનેકની માગણું જોરદાર હતી. લેખન અને મુદ્રણની અન્ય પ્રવૃત્તિ વચ્ચે એ દિશામાં આગળ વધી શકાયું નહિ. એ દરમિયાન અવસરે અવસરે એ અંગે વિશેષ વિચારણું ક્યારેક ક્યારેક કરતે હતો, અને એક વખત એ અંગે બે ત્રણ રીતે ગંભીર વિચારણું કરતા અર્થ અંગે નવા નવા વિચારે ફલિત થયા, એટલે માસિકમાં આપેલા ભૂતકાલીન લેખની રજૂઆતને બદલવાનું નક્કી કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યજીને શ્લેક, તેની ટીકા અને આગમ વગેરે શાસ્ત્રોમાં છત્ર અંગે આપેલા પાઠ, એ બધાયને સમન્વય સધાય એ રીતે જે અર્થની સંગતિ કરી શકાય તે સારૂં, એ બેયને ધ્યાનમાં રાખીને સમગ્ર લેખને ઢાંચે બદલીને પ્રસ્તુત લેખ લખે છે. વીતરાગસ્તોત્રના છત્રના શ્લોકની ટીકાને જુદી જ રીતે ધટાવી છે. એની પાછળનું કારણ માત્ર એક જ છે કે કોઈપણ હિસાબે વિચાર અને અભિપ્રાયનું એક્ય જે ઊભું થાય તો સવળાં ત્રણ છત્રની માન્યતાને સહુ આદર કરે.