________________
પ્રસ્તાવના દ્વારા પુસ્તક પરિચય યોગ્ય રીતે રજૂ કરવો જોઈએ, જેથી પુસ્તક શું કહે છે તેને ખ્યાલ વાચકને મળી રહે, અને એમાંથી કંઈક નવું પણ જાણવા મળે. વળી નાના-મોટા સહુને ભાગ્યેજ જાણવા મળે એવાં વરસો બાદ પહેલીવાર ચર્ચાતા અને આખરી નિર્ણય આપતા એવાં આ પુસ્તકના અભૂતપૂર્વ ત્રણ લેખના વિષયની કંઈક ઝાંખી થાય.
પ્રસ્તાવનામાં હું જે કહેવાને છું તે આ પુસ્તકમાં અંકિત થઈ ગયું છે, પરંતુ અમારા સાધુ ભગવંતે, સાધ્વીજી મહારાજે તથા વિદ્વાને, શિક્ષકોને આ બાબત સ્પષ્ટ ખ્યાલમાં આવે તેથી આ પુસ્તકમાંની જ વાત સરળતાથી અહીં રજૂ કરૂં છું.
આ પુસ્તકમાં ત્રણ લેખે પ્રગટ કરવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે. ૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છ કયા કામે લટકાવવા
જોઈએ તે અંગેની વિશદ વિચારણા ૨. તીર્થકરવાની કેશ (વાળ) મીમાંસા. ૩. અશોકવૃક્ષ આસોપાલવ જ ચૈત્યક્ષ,
- આ ત્રણેય લેખ તીર્થકર ભગવાન સદેહે જીવતા હોય છે ત્યારે તેમની સાથે સંબંધ ધરાવતા છે.
પહેલે લેખ તીર્થંકરદેવ ઉપર રહેતાં ત્રણ છત્રને લગતો છે, બીજે લેખ તીર્થકરદેવના વાળ બાબતને છે અને ત્રીજો લેખ તીર્થંકરદેવના મસ્તક ઉપર રહેતું અશોકવૃક્ષ તે આસોપાલવ છે કે અશોકવૃક્ષ જુદું જ છે અને ચૈત્યક્ષ શું છે ? તેને લગતા છે.