________________
છે, એટલે આપણે અનેક સંધને માટે નવો જ ખ્યાલ આપતું આ ચિત્ર જરૂરી સમજીને અહીં છાપ્યું છે. | તીર્થંકરદેવોનું શરીર સર્વોચ્ચકોટિનું, સંપૂર્ણ સુલક્ષણો અને કેટલીક વિશિષ્ટતાઓથી યુક્ત હોય છે. તેમાં આપણી નજર સામે જોઈ શકીએ એવી બે વિશેષતાઓ ખાસ સમજવા જેવી છે. એક છે છાતીના કેન્દ્રમાં વર્તતો જમણી બાજુએ વળાંક લેતા એ વાળનો સઘન ગુછો, જે રીતસર ઊંચે જ હોય છે અને જેને ઓળખવા માટે શાસ્ત્રીય ભાષામાં શ્રીવત્સ (પ્રાકૃતમાં સિરિવચ૭) શબ્દ જાય છે. એટલે આ એક વિશેષતા.
અને બીજી વિશેષતા એ છે કે તીર્થકરનું માથું કપાળના અગ્રભાગથી લઈ ઉપર ધીમે ધીમે વધતું વધતું વચલી ટેચવાળી જગ્યાએ ઘણું ઊંચું થઈ જાય છે. ( જે આ ચિત્રમાં તેની તમને કઈક ઝાંખી થશે.) આ જે ભાગ ઊંચો જાય છે તે શરીર સાથે વૃદ્ધિ પામતો ભાગ છે. એનો અર્થ એ કે તીર્થકર ભગવાનની બધી શરીરનામકર્મની પુણ્યપ્રકૃતિમાં સર્વોચ્ચકેટિની હોય છે.
જન્માંતરમાં બાંધેલી તીર્થકર નામકર્મ એ નામની સર્વ શ્રેષ્ઠ પુણ્યપ્રકૃતિના કોઈ વિરલ પ્રભાવે તીર્થકરનો વચલે ટોચ સહિત માથાનો ભાગ ભિન્ન પ્રકારે આકાર પકડે છે. એટલે તે વચ્ચે સુંદર રીતે શિખરની જેમ થોડું ઊંચું થઈ જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં જેને માટે ઉષ્ણીષ શબ્દ વપરાય છે. મનુષ્ય તરીકે સૌથી ભિન્ન અને આશ્ચર્યકારી આ માથાની વાત–રચના સામાન્ય મનુષ્યને ગળે ન ઉતરે તેવી હોવા છતાં તીર્થકર એ લોકોત્તર વ્યક્તિ છે, એટલે જગતની અનેક રીતે ભિન્નતા ધરાવતી વ્યક્તિ છે એટલે એને માટે બધું જ શક્ય છે.
આ બે વિશેષતા તીર્થકરો માટે ખાસ હોય છે. અને આ મૂતિમાં શિપીએ માથાની વિશેષતા બહુ સુંદર રીતે અને મુક્ત રીતે સ્પષ્ટ ઉપસાવી છે. ભારતમાં બહુ જ ઓછી મૂર્તિઓ આવી છે. -