________________
લેટ નં. ૩માં આપેલાં છત્રોને પરિચય અહીં આપેલાં ચિત્રોમાં જે છ આપ્યાં છે તે ખૂબ જ સુંદર, મેટાં, કલાત્મક, વિશાળ અને ઘણું જ ભવ્ય છે. પ્રાયઃ દક્ષિણ ભારતની દિગમ્બર મૂતિઓ ઉપરનાં આ છત્રો છે. ચોથા નંબરમાં છત્રો મૂર્તિ સાથે બતાવ્યાં છે. આ મૂતિ ક્ષત્રિયકુંડ તીર્થના મૂલનાયકની છે. આ ભવ્ય મૂર્તિ ઉપર બહુ જ સુંદર અને સ્પષ્ટ સવળાં ત્રણ છત્ર મૂર્તિ ઘડતી વખતે કરવામાં આવ્યાં છે. આ મૂર્તિ ઘણું જ પુરાણું છે.
પ્લેટ નં. ૧ અને ૨ માં છાપેલાં ફેટા આઠમા સૈકાથી લઈને સત્તરમા સૈકા સુધીનો છે.
બે હજાર વર્ષ જૂની પ્રતિમાઓનાં છત્ર સાથેના ફોટા આપવા હતા પણ આપી શકાયા નથી.
ખાસ વાંચે પાલનપુરથી ૩૬ કિ. મી. દૂર ગુજરાત-રાજસ્થાનની સરહદે ચદ્રાવતી નદીના કિનારે વસેલી પ્રાચીન ચંદ્રાવતી નગરીના મૂર્તિશિલ્પનાં જે નમૂના અને જે ખંડિત અવશેષ મળી આવ્યા છે તેમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની અંદર અતિભવ્ય, ઘણું જ આકર્ષક ત્રણ છત્રો પ્રાચીન માન્યતા મુજબ જ ઉપસાવેલાં છે. આ માટે મુંબઈ સમાચારના તા. ૧-૪-૯૧માં આવેલો ફેટે જુઓ.
–રાજસ્થાનમાં લાડનૂ ગામથી દૂર અતિ આકર્ષક અને વિશિષ્ટ શિલ્પવાળી મૂતિ બે વર્ષ પહેલાં જમીનમાંથી ઉપલબ્ધ થઈ છે. એ મૂર્તિમાં પણ ત્રણ છત્ર આપણી નકકી કરેલી માન્યતા મુજબનાં જ છે.