________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
श्री सिद्धचक्र महापूजन विधि એક ઉત્તમ વિધિકારક તરીકે જાણીતા હતા. તેમની પાસે જ તૈયાર થયેલા શ્રી સંજયભાઇ પાઇપવાળા પણ તેમની જેમ પ્રતિષ્ઠા અંજનશલાકાથી લઇ ને વિવિધ પૂજનો ભણાવવામાં કુશળ છે. નાની ઉમરમાં ઉત્સાહથી તેઓ વિધિવિધાન કરાવે છે. તેઓમાં ઉત્તરોત્તર શુદ્ધિ-ભાવોલ્લાસ અને શ્રદ્ધા વધુ ને વધુ વૃદ્ધિ પામે તે શુભેચ્છા.
લિ.
પ્રધુમ્ન સૂરિ.
નમ્રવિજ્ઞપ્તિ (૧) પૂજન ભણાવનાર વિધિકારક ભાઇએ ગુરુભગવંત પાસે બેસી પૂજનના મંત્રો વિગેરે ધારવા જોઇએ. (૨) પૂજન, વિધિના જાણકાર વિધિકારક પાસે બેસી ક્રિયા કરાવવાનો અનુભવ મેળવી લેવો, અન્યથા ભૂલો થવાનો સંભવ છે. ક્રિયા અન્યથા થવાથી દોષના ભાગી થવાય અને ઉત્તમ ક્રિયા પણ કર્મબંધના કારણભૂત થાય. તેથી અત્યંત સાવધાની રાખી ઉપયોગ પૂર્વક પૂજન ભણાવવું જેથી સ્વ-પરને પૂજનનું વિધાન લાભદાયક અને કર્મનિર્જરાનું કારણભૂત બને. (૩) મન-વચન-કાયાની વિશુદ્ધતા પૂર્વક કરેલી ક્રિયા અને ભક્તિ મુક્તિમાર્ગની પ્રાપ્તિનો પરમહેતુ છે. (૪) અને અનેક બીજી યોગ્ય શુદ્ધિઓ ક્રિયાકારકો રાખશે તો તેમનો પણ ભાગ્યોદય વધશે અને શ્રીસંઘનું કલ્યાણ થશે. (૫) શ્રી જિનભક્તિ સ્વ-પર આત્મ કલ્યાણ કરનારી બનો એજ આંતરીક અભિલાષા. વિધિકારક શાહ સંજયભાઈ (પાઇપવાળાના)
પ્રણામ
For Private And Personal Use Only