________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
આરાધકે જોયા નથી પણ તેમનું ગુરુપણું આરાધકને હિતપ્રેરક છે તેમની છે. ભૂતકાળના એવા અનન્ત ગુરઓની પાદુકા સાતમી છે અને આઠમી ભવિષ્યકાળના અનન્તાનન્ત ગુરુઓની છે.
અહિ સુધી યંત્રનો એક મહત્ત્વનો ભાગ પૂર્ણ થાય છે. આને આન્તરિક ભાગ અથવા આરાધ્ય ભાગરૂપે ઓળખાવી શકાય. આ ભાગને “અમૃત-મંડળ' કહે છે. અન્ય સ્થળે અમૃતકુંભ વગેરે શબ્દો પણ આને માટે ઉપયોગમાં લેવાયા છે. એટલે અહીં સુધીનો ભાગ એ અમૃત છે અને તે કળશમાં રહે છેમાટે જ અહીંથી રેખાયના વેદનપૂર્વક કળશાકૃતિ દોરવામાં આવે છે. અહપ્રધાન આ મંત્રનું આરાધન શાન્તિકકર્મ માટે વિશેષ ઉપયુક્ત છે એ માટે જળમંડળ-જળ તત્ત્વ ઉજ્વળ વર્ણ આવશ્યક છે. કુંભાકૃતિ આ સર્વનું ઉદ્બોધન કરે છે. રેખાયનું ગૂંથણ કરીને કળશાકારનું આલેખન અનેક પ્રકારે જોવાય છે. એ સમ્બન્ધી ચોક્કસ ધોરણ હજુ નિશ્ચિત થયું નથી, અહીં કળશનો આકાર ઉઠાવામાં આવે એ રીતે તેનું આલેખન રેખાદ્વયથી કર્યું છે. આ વેષ્ટને પછીથી અધિષ્ઠાયકાદિ દેવતાઓનો વિભાગ શરૂ થાય છે. તેમાં જયાદિચાર દેવીઓ પૂર્વાદિ દિશામાં અને જંભાદિ ચાર દેવીઓ ચાર કોણમાં સ્થાપન કરવાની છે. પ્રસ્તુત યંત્રમાં કળશાકાર જળવાઈ રહે અને અમૃત-મંડળમાં જયાદેવીનું સ્થાપન નથી એવું સ્પષ્ટ સમજાય એટલા માટે (પૂ.) કરીને તેને એક બાજુ સ્થાપન કરવામાં આવેલ છે.
અહિંથી આગળ પૂજન વિધિમાં સોળ વિદ્યાદેવીઓનું પૂજન આવે છે પણ સિરિસિરિવાલકામાં અધિષ્ઠાયક વલયનો ઉલ્લેખ છે માટે યંત્રમાં એ વલય પ્રથમ આલેખ્યું છે ને વિદ્યાદેવીનું વલય પછીથી રાખ્યું છે. એ પછી યક્ષ-યક્ષિણીનું વલય છે. ત્યારબાદ ચાર દિશામાં ચાર દ્વારપાલ અને ચાર વીરનું સ્થાપન છે. દશ દિશામાં દશદિક્યાલો, નીચે નવગ્રહો અને કળશના કંઠસ્થાને નવનિધિની સ્થાપના છે, આ સર્વ અક્ષરમય-ન્યાસથી આનું પ્રથમ ધ્યાન છે. પછીથી આ યંત્રને પુરુષાકાર માનીને અથવા પોતાના દેશમાં આ યંત્રનું કાલ્પનિક સ્થાપન કરીને ધ્યાન કરવામાં આવે ત્યારે પિંડWધ્યાન થાય છે. અને તેથી આ યંત્રમાં બે આંખો મૂકવામાં આવે છે. આગળ વધતાં અહેતુ પુરુષાકાર-સમવસરણસ્થિત વિચારીને આનું ધ્યાન કરવાથી રૂપસ્થ ધ્યાન થાય છે. એ સ્થિતિમાં ચક્ષુરુન્મીલન થાય છે. એ ભાવ પણ સમ-સ્થિર બન્ને ચક્ષુઓથી સમજાય છે. છેવટે રૂપાતીત ધ્યાન ધરીને આત્મા સિદ્ધસ્વરૂપ બને છે.
આ કળશાકાર સ્થિર રહે અને તેમાં રહેલું અમૃતમંડલ સુવ્યવસ્થિત રહે તે માટે
For Private And Personal Use Only