________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
श्री सिद्धचक्र महापूजन विधि પણ જન્માભિષેક કરવાના છીએ. તેમાં તમારી પ્રેરણાથી મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરવાવાળા થઇએ.
૩. યમનું વર્ણન :- ધર્માધર્મનો વિચાર કરવાવાળા, દક્ષિણ દિશાના અધિપતિ, ચામડાના જેવા વર્ણ વાળા, મહિષના વાહનવાળા જેમના હાથમાં દંડનું આયુધ છે. પ્રભુ જન્માભિષેક વખતે હાજર રહી રક્ષા કર્મમાં આપનો વિનિયોગ છે. જો કે અરિહંતોના પ્રભાવથી જ વિઘ્નોનો નાશ થાય છે. છતાં પોતાની ફરજ જાણીને જે કાર્ય કરે છે તે યમદેવ રક્ષા કર્મની શક્તિ પ્રભુના અભિષેક વખતે અમને આપો.
૪ નૈઋત દિશાના દેવ નું વર્ણન:- ધૂમ્ર વર્ણવાળા, નૈઋત દિશાના અધિષ્ઠાયક, વ્યાધ્ર ચર્મને ધારણ કરવા વાળા, જેમના હાથમાં તલવાર છે. જેમને શિવમૃતકનું વાહન છે. એવા નૈઋત દેવ આપ નહિ માનતા કે નૈઋત દિશાજ ઉપદ્રવ રહિત છે. પરંતુ આ જિન અભિષેક દશે દિશાને ઉપદ્રવ રહિત કરે છે. અમારા વડે કરાતા જન્માભિષેક વખતે દિશાઓને ઉપદ્રવ રહિત કરો.
૫ વરૂણ દેવનું વર્ણન :- મેઘ જેવા વર્ણવાળા, સમુદ્રમાં વાસ કરનારા, પીતાંબર ને ધારણ કરવાવાળા, પાશ આયુધ જેના હાથમાં છે એવા, મકર વાહનવાળા, પશ્ચિમ દિશાના અધિષ્ઠાયક, પ્રભુના અભિષેક વખતે આપ ભાગ લીધો છે. અને આપની વારાંગનાઓ જેના કંદોરા તથા નુપૂરની ઘૂઘરીઓનાં અવાજ અને જેનું રૂ૫ લાવણ્ય બધાને આકર્ષણ કરે છે. એવા વરૂણદેવ અમારા વડે કરાતા અભિષેકમાં સહાય કરો.
૬ વાયુદેવનું વર્ણન :- જેના શરીરનો વર્ણ ધૂસર ધૂમાડા જેવો છે. રાતા વસ્ત્રને ધારણ કરનાર, હરિણ જેમનું વાહન છે. હાથમાં ધ્વજા ધારણ કરનાર છે. વાયવ્ય દિશાના અધિપતિ તમે જિનાભિષેક થયે છતે વિવિધ પુષ્પોને ભગવંતના શરીર ઉપરથી વિસર્જન કરતાં મિથ્યાત્વરૂપ રજને દૂર કરો.
૭. કુબેરનું વર્ણન:- સુવર્ણ જેવા વર્ણવાળા, સફેદ વસ્ત્ર ધારણ કરનાર, નરનું વાહન છે. જેમના હાથમાં રત્નની ગદા છે. સર્વ યક્ષમાં ઇશ્વર છે. કૈલાસમાં નિવાસ કરનારા છે. અલકાપુરીમાં રહેવાવાળા ઇંદ્રના ખજાનાના અધ્યક્ષ, ઉત્તર દિશાના અધિષ્ઠાયક ભગવંતના અભિષેકના ઉત્સવો જ દરિદ્રને શ્રીમાન કરે છે. રોગીને નીરોગી કરે છે. વિપદુ પામેલાને આપદ્ રહિત કરે છે. અને ભવને ભેદનાર થાય છે. છતાં ભગવંતના અભિષેક કરનારને દરિદ્રતા દૂર કરી પરમ ઐશ્વર્યવાળા કરો છો એવા કુબેર ભંડારી તમે પ્રભુના અભિષેક કરનારનું દુઃખ દરિદ્ર દૂર કરવા વાળા થાવ.
For Private And Personal Use Only