________________
Shri Mahavir Jain Aradhana Kendra
९०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
કુંભવાળા, એવા હે ચન્દ્ર! સકળ સંઘની શાન્તિને કરનારા થાઓ.
(૩) મંગળ-દક્ષિણ દિશાના સ્વામી, પરવાળા જેવા વર્ણવાળા, લાલ વસ્ત્રવાળા, ભૂમિ ઉપર રહેલા, હાથમાં કોદાળો છે એવા હે મંગળ!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૪)બુધ-ઉત્તર દિશાના સ્વામી, લીલાવસ્ત્ર વાળા, હંસના વાહનવાળા, હાથમાં પુસ્તકવાળા, એવા હે બુધ! સકળ સંઘની શાન્તિને કરનારા થાઓ.
(૫) ગુરુ-ઇશાન દિશાના સ્વામી, સર્વ દેવોના આચાર્ય, સર્વ ગ્રહો કરતાં વિશેષ બળવાન, સુવર્ણ જેવા વર્ણવાળા, પીળા વસ્ત્રવાળા, હાથમાં પુસ્તકને ધારણ કરવાવાળા, હંસના વાહનવાળા એવા હે બૃહસ્પતિ (ગુરુ)! સકળ સંધની શાન્તિ કરનારા થાઓ.
(૭) શુક્ર-દૈત્યના આચાર્ય, અગ્નિદિશાના અધિપતિ, સ્ફટીક જેવા ઉજ્વલ, સફેદ વસ્ત્રવાળા, હાથમાં કુંભવાળા, ઘોડાના વાહનવાળા, એવા હે શુક્ર!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૭) શનિ-પશ્ચિમ દિશાના અધિપતિ, નીલવર્ણના શરીરવાળા, નીલવસ્ત્રવાળા પરશુને ધારણ કરવાવાળા, કમલ વાહન વાળા એવા હે શનિશ્ચર!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
(૮) રાહુ-નૈઋત્ય દિશાના અધિપતિ, કાજળ જેવા વસ્ત્ર વાળા, પરશુને ધારણ કરનારા, સિંહના વાહનવાળા, એવા હે રાહુ! સકળ સંધની શાન્તિ કરનારા થાઓ.
(૯) કેતુ-રાહુના પડછાયા રૂપ, શ્યામ અંગ વાળા, શ્યામ વસ્ત્રવાળા, સર્પના વાહન વાળા, હાથમાં સર્પને ધારણ કરનારા, એવા હે કેતુ દેવતા!સકળ સંઘની શાન્તિ કરનારા થાઓ.
નવગ્રહ પૂજન સમાપ્ત
ત્યાર પછી નવનિધિનું પૂજન કરવામાં આવે છે. આ નિધિના પૂજન દ્વારા આરાધક આત્મા દુન્યવી નિધાન-સંપત્તિને જ નહીં પણ આત્માના શાશ્વત નિધિ રૂપ શ્રી જ્ઞાન-દર્શન- ચારિત્રને પ્રાપ્ત કરી પરમપદને પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે.
For Private And Personal Use Only
આ રીતે પૂજન વિધિ થયા પછી ભૂતબલિનું વિધાન કરવામાં આવે છે.
ભૂમિની અંદર આકાશમાં તેમજ તિર્ધ્વલોકમાં રહેલા દેવોને બલિપૂજાનો સ્વીકાર કરીને સંઘની શાન્તિ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.