________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
०६
श्री सिद्धचक्र महापूजन विधि तीव्रानलादुपलभावमपास्य लोके। चामीकरत्वमचिरादिव धातुभेदाः ।।१।।
(કલ્યાણમંદિર) હે જિનેશ્વર દેવ! જેમ લોકમાં તીવ્ર અગ્નિના સંયોગથી સોનું આદિ ધાતુઓ માટીનું મિશ્રિત પણું છોડી દઇ શુદ્ધ બને છે. તેમ ભવ્ય પ્રાણિઓ તમારા ધ્યાનથી ક્ષણવારમાં શરીર ને છોડી દઇને પરમાત્મદશાને પામે છે. અર્થાત્ ભક્તિ વિના મુક્તિ નથી.
(સિદ્ધસેન દિવાકર સૂરિ) भत्तिए जिणवराणं, परमाए खीणपिज्जदोसाणं। आरोग्ग बोहिलाभं, समाहिमरणं च पावेंति।।
જેમના રાગ દ્વેષ રૂપી દોષો ક્ષીણ થઇ ગયા છે એવા વીતરાગ દેવની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય, સમ્યગુ દર્શનનો લાભ, અને સમાધિ મરણ પામી શકાય છે.
‘તૃપિ નિ નવ નામ સુરો અને સુરેન્દ્રો પરમાત્માની ભક્તિમાં અપૂર્વ આહ્વાદ અનુભવે છે. ત્યારે સ્વર્ગને તણખલા સમાન પણ ગણતા નથી.
यास्याम्यायतनं जिनस्य लभते, ध्यानाच्चतुर्थफलं। षष्ठं चोत्थित प्रस्थितोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि। श्रद्धालु दर्शनं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं । मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलं ।।१।।
હું દેરાસર જઇશ એવા વિચારથી એક ઉપવાસનું, ઉભા થતાં બે ઉપવાસનું, ચાલતાં ત્રણ, શ્રદ્ધા સહિત માર્ગમાં જતાં ચાર ઉપવાસનું, જિનમંદિર પાસે આવતાં પાંચ ઉપવાસનું દેરાસરના મધ્યે જતાં પંદર ઉપવાસનું, અને શ્રી પરમાત્માના દર્શન કરતા એક માસના ઉપવાસનું ફળ મેળવે છે.
દ્રષ્ટાન્ન-નંદ મણિયાર દેડકાનો જીવ મહાવીર પ્રભુના દર્શનની ભાવના ભાવતાં, રસ્તામાં જતાં શ્રેણિક રાજાના ઘોડાનો પગ તેના પર આવતાં સદ્ગતિ સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ, દર્શનની ભાવના પણ સદ્ગતિમાં લઈ જાય છે. તો તેમની પૂજા અને ભાવનામાં આત્મા લીન બને તો કેવલ જ્ઞાન મેળવે.
For Private And Personal Use Only