________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
श्री सिद्धचक्र महापूजन विधि
અધિષ્ઠાયક દેવ-દેવી છે. શાસનની ભક્તિ રક્ષા વિ. કાર્ય કરવામાં તેઓ સતત જાગૃત
રહે છે.
એ પછી નવમાં વલયમાં ચાર દ્વારપાલ અને ચાર વીરોનું પૂજન કરવામાં આવે છે. દ્વારપાળના નામ અનુક્રમે શ્રી કુમુદદેવ, શ્રી અંજન દેવ, શ્રી વામન દેવ, શ્રીપુષ્પદંત શ્રીમણિભદ્રવી૨, શ્રી પૂર્ણભદ્રવીર, શ્રી કપિલવીર અને શ્રી પિંગલવીર છે.
દ્વારપાળની પૂજા ચણાના લાડુથી અને વીરની પૂજા તલવટના લાડુથી કરવામાં આવે છે, ત્યાર પછી દશે દિશાઓના અધિપતિ દશ દિક્પાલોનું પૂજન કરવામાં આવે છે. જે દિક્પાલોનું સ્વરૂપ આ પ્રમાણે શાસ્ત્રમાં આવે છે.
દશ દિક્પાલ વર્ણન
૧ ઇંદ્રનું વર્ણન- પ્રથમ ઇંદ્ર મહારાજ જેમની કાયા તપેલા સોનાના જેવી પીળા વર્ણવાળી છે. જે પીતાંબરને ધારણ કરનાર છે. ઐરાવણ હાથી જેમનું વાહન છે. હજાર નેત્રવાળા છે. ૩૨ લાખ વિમાનના અધિપતિ છે. વજ્ર આયુધ જેમના હાથમાં છે, એકાવતારી છે. એવા ઇન્દ્ર મહારાજ કે જેમણે ભગવંતના જન્માભિષેક વખતે અગ્રભાગ લીધો છે. પોતાનું સિંહાસન કંપાયમાન થવાથી ઉપયોગ મૂકવાથી પરમાત્માનો જન્મ થયેલો જાણી પ્રથમ ઇંદ્રાસન ઉપરથી ઉઠી સાત આઠ ડગલાં સામે જઇ પ્રભુને નમસ્કાર કરી શક્રસ્તવથી સ્તુતિ કરી સુઘોષા ઘંટ વગડાવી, ૩૨ લાખ વિમાનનાં દેવોને પ્રભુનાં જન્મ મહોત્સવમાં આવવાનું આમંત્રણ આપી માતા પાસે આવી, આજ્ઞા માંગી પ્રભુને અભિષેક માટે પોતે પાંચ રૂપ કરી લઇને માતાને પરિવાર સાથે અવસ્યાપિની નિદ્રા આપી, પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી મેરૂ પર્વત ઉપર પાંડુક વનમાં મહાપાંડુ કંબલા શિલા ઉપર લઇ જાય છે. અને ત્યાં જન્માભિષેકનો વિધિ બરાબર વ્યવસ્થા પૂર્વક કરાવે છે. અને પછી પ્રભુને માતાને સોંપી અવસ્વાપિની નિદ્રા સંહરી બત્રીસ કોડી સુવર્ણની વૃષ્ટિ કરી, જન્માભિષેક નિમિત્તે અટ્ઠાઇ મહોત્સવ ક૨વા નંદીશ્વર દ્વીપે જાય છે, એવા ઇંદ્ર મહારાજાએ જે વ્યવસ્થાએ પ્રભુ ભક્તિ કરી તેવી શક્તિ-પ્રેરણા હવે પછી અમો જે પ્રભુનો અભિષેક કરવાના છીએ તે સમયે આપો.
૨. અગ્નિનું વર્ણન- જેમના શરીરનો વર્ણ કપિલ છે. નીલ વસ્ત્રને જે ધારણ કરવા વાળા છે. મેઘનું વાહન છે. જે અતિ તેજસ્વી રૂપવાળા છે. જે સર્વ દેવ મુખ છે. જેમના હાથમાં શક્તિ નામનું આયુધ છે. એવા અગ્નિદેવે જેમ પ્રભુના જન્માભિષેક વખતે મેરૂપર્વત ઉપર હાજર રહી અત્યંત ફેલાયેલા અંધકાર રાશિનો નાશ કરી, જગતને પ્રકાશિત કરેલ છે. જેથી તમારા સાન્નિધ્યથી પ્રસન્નતાનું વાતાવરણ કરેલ છે. અમો
For Private And Personal Use Only