________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि કરનારી શ્રી કુરુકુલ્લા દેવી (૧૫) શ્રી અંબિકા દેવી (૧૬) શ્રી કુબેર દેવતા અને (૧૭) શ્રી કુલ દેવતા.
આ રીતે અધિષ્ઠાયક દેવતાના પૂજન પછી જયાદિ આઠ દેવીઓના પૂજનનું છઠું વલય આવે છે. તેઓનાં નામ અનુક્રમે શ્રી જયા દેવી, શ્રી વિજયા દેવી, શ્રી જયન્તી દેવી શ્રી અપરાજિતા દેવી-શ્રી જંબાદેવી, શ્રી ખંભાદેવી, શ્રી મોહા દેવી અને શ્રી બધા દેવી આ પ્રમાણે છે. નારંગીના ફળથી તેઓની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સાતમાં વલયમાં શ્રી સોળ વિદ્યાદેવીઓનું પૂજન આવે છે. જે વિદ્યાદેવીઓનું શાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
(૧) શ્રી રોહિણી દેવીનો ધવલવર્ણ છે. તેનું ગાય વાહન છે. તેના ચાર હાથો પૈકી જમણા બે હાથો માળા અને બાણથી અલંકૃત છે. તથા ડાબા બે હાથો શંખ અને ધનુષ્યથી શોભે છે.
(૨) શ્રી પ્રજ્ઞપ્તિ દેવીનો વર્ણ શ્વેત છે. વાહન મયૂરનું છે. ચાર ભૂજા જેમાં જમણા બે હાથો શક્તિ નામના શસ્ત્રથી તથા વરદથી વિભૂષિત છે. જ્યારે ડાબા બે હાથમાં બીજોરું તથા શક્તિ શોભે છે.
(૩) શ્રી વજ શૃંખલા દેવી શંખના જેવા ઉજ્જવળ વર્ણ વાળી છે. તેમને કમળનું વાહન છે. તેના જમણા બે હાથમાં કમલ અને શંખલા છે. ડાબા હાથમાં વરદ અને ગદા છે.
(૪) શ્રી વજાકશી દેવીનો સુવર્ણ જેવો વર્ણ છે. તેમને હાથીનું વાહન છે. તેમના જમણા બે હાથમાં વરદતથા વજ શોભે છે. જ્યારે ડાબા બે હાથ બીજોરું તથા અંકુશથી વિભૂષિત છે.
(૫) શ્રી અપ્રતિચકા દેવીનો વર્ણ વિજળીના જેવો છે. વાહન ગરૂડનું છે. અને તેના ચારે હાથો ચક્રથી વિભૂષિત છે.
(ક) શ્રી પુરૂષદત્તાદેવીનો વર્ણ સુવર્ણના જેવો છે. તેમને ભેંસનું વાહન છે. તથા ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં વરદ અને તલવાર શોભે છે. જ્યારે ડાબા બે હાથમાં બીજોરૂ અને ઢાળથી અલંકૃત છે.
(૭) શ્રી કાલીદેવીનો વર્ણ શ્યામ છે. તેમને કમળનું આસન છે. તેમના ચાર હાથો, પૈકી જમણા બે હાથમાં જયમાલા અને ગદા શોભે છે. તથા ડાબા બે હાથ વજ અને અભયથી વિભૂષિત છે.
For Private And Personal Use Only