________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
અર્થ-જેઓ નિર્મળ નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે. કોઇ પણ જાતના સ્વાર્થ સિવાય અન્ય મનુષ્યને પણ જેઓ તેવા હિતકર માર્ગમાં જોડે છે. જેઓ પોતે સંસાર સમુદ્રથી તરે છે. અને બીજાને તારવાને સમર્થ છે. એજ ગુરૂ પોતાના હિતને ઇચ્છનાર વ્યક્તિએ સેવવા જોઇએ.
જેવો કેવળ બીજાને ઉપદેશ જ આપે છે. અને તે પણ સ્વાર્થ સાધન પૂર્વક તેઓ ગુરૂપદને યોગ્ય બનતા નથી.
ચોથા વલય પછીનો વિભાગ એ સિદ્ધચક્રની આરાધના કરનાર અને આરાધકને સહાય કરનાર એવા અધિષ્ઠાયક દેવ દેવીઓનો આવે છે.
શરૂઆતમાં તેઓને આ પૂજનમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
શ્રી અરિહંત વિ. પદોથી અલંકૃત એવા સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન વગેરે સમ્યગુદૃષ્ટિ દેવો-દેવીઓ દિશાનું રક્ષણ કરનારા દિક્પાલ દેવો અને ગ્રહદેવતાઓ આપ સર્વે આ ઉત્સવમાં પધારો.
આ રીતે આહ્વાન કર્યા પછી, તેઓને તેમના આસન ઉપર બેસવા માટે કહેવામાં આવે છે. તે સ્થાપન, ત્યાર પછી જ્યાં સુધી આ પૂજનવિધાન ચાલે ત્યાં સુધી અહી રહો-એ જણાવવા રૂપ સન્નિરોધ-પછી અન્યથી અદૃશ્ય રહેવાનું કહેવા રૂપ અવગુંઠન અને છેલ્લે-મારા વડે અહીં કરવામાં આવેલી પૂજાનો આપ સ્વીકાર કરો એમ કહેવારૂપ-પૂજન-આ છએ વિધાનોને તે તે મુદ્રાઓ દ્વારા કરવામાં આવે છે.
અધિષ્ઠાયકના વલયમાં ૧૮ અધિષ્ઠાયક દેવતાઓનું પૂજન કરાય છે. તેમાં સૌ પ્રથમ આ સિદ્ધચક્રના અધિષ્ઠાયક શ્રી વિમલવાહન દેવનું પૂજન થાય છે. જેઓ સિદ્ધચક્રના આરાધકના સઘળા મનોવાંછિત પૂર્ણ કરી તેની આરાધનામાં સહાય કરવા સદા તૈયાર રહે છે. ત્યાર પછી શ્રી ચકેશ્વરી દેવી (૩) સિદ્ધચક્રજીના અપ્રસિદ્ધ અધિષ્ઠાયક દેવ.(૪) શ્રી જિન પ્રવચનના અધિષ્ઠાયક શ્રી ગણિપિટક યક્ષરાજ (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર દેવ () તરણ તારણ શ્રી શત્રુંજયગિરિરાજની રક્ષા કરવામાં સદા તત્પર શ્રી કપર્દી યક્ષરાજ (૭) ચુતની અધિષ્ઠાયિકા શ્રી શારદા દેવી (૮) શાન્તિ સ્નાત્રાદિક વિધાનોમાં જેમનું ખાસ સ્થાપનાદિ થાય છે. તે શ્રી શાન્તિ દેવતા (૯) શ્રી અપ્રતિચક્રાદેવી (૧૦) શ્રી જ્વાલામાલિની દેવી (૧૧) સુરિમંત્રના બીજા સૌભાગ્ય પ્રસ્થાનની અધિષ્ઠાત્રી શ્રી ત્રિભુવન સ્વામિની દેવી (૧૨) સૂરિમંત્રના ત્રીજા પ્રસ્થાનની અધિષ્ઠાત્રી શ્રી શ્રીદેવતા (૧૩) શ્રી વૈરોટ્યાદેવી (૧૪) શ્રી પદ્માવતી દેવી (૧૫) દુઃસ્વપ્નાદિક દોષોને દૂર
For Private And Personal Use Only