________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८६
श्री सिद्धचक्र महापूजन विधि
(૮) શ્રી મહાકાલીદેવીનો તમાલના જેવો શ્યામ વર્ણ છે. પુરૂષનું વાહન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વજ્ર તથા ડાબા બે હાથમાં અભય અને ધ્વજા શોભે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શ્રી ગૌરીદેવીનો વર્ણ ગૌર કનકના જેવો છે. ગોધો એમનું વાહન છે. તે ચાર હાથવાળી છે. જેમાંના જમણા બે હાથ વરદ અને મૂશલથી અલંકૃત છે. જ્યારે ડાબા બે હાથમાં જયમાલા અને કમલ શોભે છે.
(૧૦) શ્રી ગાંધારી દેવી નીલવર્ણવાળી છે. કમલનું આસન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથમાં અભય અને વજ્ર શોભે છે. ડાબા હાથમાં વરદ-ત્રિશૂળ છે.
(૧૧) શ્રી સર્વસ્ત્રામહાજ્વાલા દેવીનો ધવલ વર્ણ છે. વરાહનું વાહન છે. તથા તેમના હાથમાં અસંખ્ય અસ્ત્રો રહેલા છે.
(૧૨) શ્રી માનવી દેવીનો શ્યામ વર્ણ છે. કમલનું આસન છે. ચાર હાથ પૈકી જમણા બે હાથો વ૨દ અને પાશથી અલંકૃત છે. જ્યારે ડાબા બે હાથમાં જયમાલા અને વૃક્ષની શાખા શોભે છે.
(૧૩) શ્રી વૈરોટ્યા દેવીનો શ્યામ વર્ણ છે. અજગરનું વાહન છે. તથા ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં તલવાર અને સર્પ છે. જ્યારે ડાબા બે હાથ ઢાલ તથા સર્પથી વિભૂષિત છે.
(૧૪) અચ્છુપ્તાદેવીનો વર્ણ વીજળીના જેવો છે. ઘોડાનું વાહન છે. ચાર ભૂજા છે. તેમાં જમણા બે હાથ તલવાર અને બાણથી શોભે છે. જ્યારે ડાબા બે હાથમાં ખેટક તથા બાણ શોભે છે.
(૧૫) શ્રી માનસી દેવીનો ધવલ વર્ણ છે. હંસનું વાહન છે. ચાર હાથ છે. જેમાં જમણા બે હાથમાં વરદ તથા વજ શોભે છે. અને ડાબા બે હાથ જયમાલા અને વજ્રથી વિભૂષિત છે.
(૧૬) શ્રી મહામાનસી દેવીનો ધવલ વર્ણ છે. સિંહનું વાહન છે ચાર ભુજા છે. એમાં જમણા બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે. જ્યારે ડાબા બે હાથ કુંડિકુટ અને ઢાલથી અલંકૃત છે.
આ પ્રમાણે સોળ વિદ્યાદેવીના પૂજન પછી સોળમાં વલયમાં શ્રી રૂષભદેવ ભગવાનથી લઇને શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીના ચોવીશે તીર્થંકર દેવોના ૨૪ યક્ષ અને ૨૪ યક્ષિણીનું પૂજન ક૨વામાં આવે છે. તેઓ તે તે તીર્થંકર પ્રભુના શાસનના
For Private And Personal Use Only