________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
८३
બાર-પ્રકા૨ના તપને યથાશક્તિ અનુસાર કરવા પૂર્વક તપ પદની આરાધના કરે છે.
વિશુદ્ધ અવધિજ્ઞાનથી તેજ ભવમાં પોતાનું નિર્વાણ થવાનું છે એવું જાણવા છતાં પણ ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ અખંડ તપનું આચરણ કર્યું એજ વસ્તુ કર્મક્ષય માટે તપની અનિવાર્યતા સિદ્ધ કરે છે.
‘યોગ અસંખ્ય છે જિન કહ્યાં, નવપદ મુખ્ય તે જાણો રે। એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે
દશમા પૂર્વથી ઉધર્યો, સિદ્ધચક્ર શુભ યંત્ર એહની તુલનામાં નહીં, મંત્ર તંત્ર કોઇ યંત્ર પરમ તત્ત્વ જિન ધર્મમાં, શાસનનું સર્વસ્વ મુક્તિપદ દાયક ભવિક, નમો નમો ચિત્ત એકત્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૐ હ્નિ નમો તવસ્સ II એ પદનો જાપ
(યશોવિજયજી)
અરિહંતાદિ પદોના પૂજન પછી ૪૯ અક્ષ૨ોના બનેલા અ વર્ગ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, ૫ વર્ગ, ય વર્ગ અને શ વર્ગ એ આઠ વર્ગોનું પૂજન કરવામાં આવે છે. એના પૂજનથી મંત્રમાત્રનું પૂજન થાય છે. કારણ કે મંત્ર માત્ર વર્ણમય છે. અક્ષર દીઠ દ્રાક્ષા વડે એનું પૂજન કરાય છે. આના પછી અનાહત દેવોનું પૂજન કરવામાં આવે છે.
શ્રી જિનપ્રણીત સર્વવિરતિધર્મ આરાધતાં એવાં મુનિઓને લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ લબ્ધિઓ તો અનન્ત છે. કેવલજ્ઞાનને પણ લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. એ લબ્ધિઓના મુખ્ય ૪૮ ભેદોમાં બીજા ભેદોનો અન્તર્ભાવ કરીને અહીં ત્રીજા વલયમાં લબ્ધિપોનું પૂજન કરવામાં આવે છે. ગુણગુણિનો૨લેદાતુ-એ ન્યાયે લબ્ધિ ધારીના પૂજનમાં લબ્ધિનું જ પૂજન થયેલું ગણાય છે. એ લબ્ધિધારી મુનિઓ શાસનની પ્રભાવનાદિ કા૨ણે જ એનો ઉપયોગ કરે પણ પોતાના સુખમાટે નહીં-એ લબ્ધિપદોનું સ્તોત્ર ઘણું પ્રભાવક છે.
એ પછી ચોથું વલય આવે છે ગુરૂપાદુકાનું. ધર્મની આરાધનામાં ગુરૂનું ઘણું જ મહત્ત્વ છે. અરિહંત વિ. એમ તો દેવ છે જ . પણ અપેક્ષાએ એઓ ગુરૂ પણ છે. તેથી એવા આઠ ગુરૂઓની પાદુકાનું અહીં પૂજન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
अवद्यमुक्ते पथि यः प्रवर्त्तते, प्रवर्त्तयत्यन्यजनं च निस्पृहः । स एव सेव्यः स्वहितैषिणा, गुरुः स्वयं तरंस्तारयितुं परं क्षमः ।।