________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
૮૧
મુનિરાજોની ભક્તિ કરવા વડે અને યતિ ધર્મના અનુરાગ વડે ચારિત્ર ધર્મની આરાધના કરે છે.
भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं बने। तथापि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ।।
અર્થ-ભૂમિ ઉપર શયન, ભિક્ષાથી મેળવેલ ભોજન, જીર્ણ વસ્ત્ર અને વનમાં વાસ હોય તો પણ નિઃસ્પૃહી મુનિને ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ હોય છે. (યશોવિજયજી, જ્ઞાનસાર)
।। ૐ હ્રીં નમો ચારિત્તસ્સા એ પદનો જાપ.
॥ શ્રી.તપ પદા ૫૦ ગુણ મોતી શ્વેતવર્ણ ચોખા
આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિ કાળથી લાગેલા છે. તે કર્મપુદ્ગલોને તપાવી આત્મપ્રદેશોથી છુટા પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિર્જરા તત્ત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે.
બાહ્ય તપના છ ભેદ-૧ અણસણ, ૨ ઉણોદર, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ ૨સત્યાગ, ૫ કાયક્લેશ અને ૬ સંલીનતા. અત્યંતર તપના છ ભેદ-૧ પ્રાયશ્ચિત્ત, ૨ વિનય, ૩ વૈયાવચ્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કાયોત્સર્ગ।।
જે તપ કરવાથી દુર્ધ્યાન ન થાય. મન વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇંદ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય એવી રીતે તપ કરવાનો છે.
आसंसाइविरहियं, बाहिरमब्भितरं तवो कम्मं ।
जहसत्तीइ कुणतो, सुद्धतवाराहणं कुणई ।।
અર્થ-આ લોક અને પરલોકમાં સુખ, સંપત્તિ અને કીર્તિની ઇચ્છા વિના, નવ પ્રકારના નિયાણા વિના, અને સમતા ભાવ-પૂર્વક તપ કરવાથી જ તેની આરાધના કરે છે. અને એ રીતે આરાધના કરવાથી આત્માને મહાન લાભ થાય છે આત્માની સાથે સંબંધ વિષય અને કષાયને તપાવનાર હોય તો તે તપ જ છે.
વીરમતીના ભવમાં તપને આરાધનાર દમયંતી પ્રકર્ષ પુણ્યવતી થઇ.
શ્રુત કેવલી ભગવાન શય્યભવ સૂરિ મહારાજે ‘દશવૈકાલિક’ સૂત્રની પ્રથમ ગાથાનાં બીજા પાદમાં ‘અહિંસા સંજમો તો’ આ ક્રમે તપને સ્થાપી તેનો સુંદર મહિમા
For Private And Personal Use Only