________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि सिद्धांत सत्थ पुत्थय, कारावण रक्खण अच्चणाहिं | सज्झाय भावणाइहिं, नाणापयाराहणं कुणई ।।
અર્થ-સિદ્ધાંત, શાસ્ત્ર, પુસ્તક લખાવવા, રક્ષણ કરવું. પૂજા કરવી. સ્વાધ્યાય કરવો તથા ભણનારને સહાય કરવી અને સ્વાધ્યાયની ભાવના ભાવવા વડે જ્ઞાનપદની આરાધના કરે છે.
| 36 શ્રીં નમો નાણસ્સા એ પદનો જાપ
શ્રી ચારિત્રપદી ૭૦-ગુણો ચોખા(મોતી) ચારિત્રએ સજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિને તરી જવાને ચારિત્ર એ ઉત્તમ પ્રવહણ સમાન છે. જેનાં પ્રભાવથી રંક જીવો પણ દ્વાદશાંગી રૂપ શ્રત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબલ સાધન ચારિત્ર છે. છ ખંડની ઋદ્ધિના ભોક્તા ચક્રવર્તીઓ પણ જેને અંગીકાર કરે છે તેવા, અને આઠ કર્મોને નિર્મળ કરવાનો અત્યંત સમર્થ એવા ચારિત્રપદની આરાધના તેનાં શુદ્ધ પાલન મા સેવનથી થઇ શકે છે. ગૃહસ્થ દેશ વિરતિ ચારિત્રની આરાધના કરે છે. બાર માસના ચારિત્ર પર્યાયવાળા સાધુ અનુત્તર વિમાન વાસી દેવોનાં સુખથી પણ અધિક સુખ (સમતા સુખ) ના અનુભવ કરી શકે છે. રત્નત્રયી વિગું સાધના, નિષ્ફળ કહી દેવી ભાવ રણનું નિધાન છે, જય જય સંજમ જીવો
શ્રી હરિભદ્રસૂરિએ ધર્મ બિન્દુ માં લખ્યું છે કેउक्तं मासादि पर्याय-वृद्ध्या द्वादशभिः परम्। तेजः प्राप्नोति चारित्री, सर्व देवेभ्य उत्तमम्।।
અર્થ-એક માસથી માંડીને બાર માસ સુધીનાં ચારિત્ર પર્યાય વાળો સાધુ સર્વ દેવો કરતાં પણ અધિક તેજ પામે છે. જાણ ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમતો રે લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતોરા
અર્થ-પોતાના સ્વભાવમાં રમણ કરતો, શુદ્ધ લેગ્યાથી સુશોભિત, મોહરૂપી જંગલમાં નહિ ભટકતો એવો આત્મા તે જ ચારિત્ર જાણો.
For Private And Personal Use Only