________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
श्री सिद्धचक्र महापूजन विधि હરિકેશી મુનિ રાજિયો, ઉપન્યો કુળ ચંડાળા. પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાળા
અર્થ-ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા છતાં ચારિત્ર ગુણના પ્રભાવથી હરિકેશી મુનિની દેવતાઓ હંમેશા સેવા કરતા હતા. ચારિત્ર ધર્મ નમો હવે, જે કરે કર્મ નિરોધ ચારિત્ર ધર્મ જ મન વસ્યો, સફળો તસ અવબોધી
કલિકાલ સર્વજ્ઞ મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ કહે છે કેयतिधर्मानुरक्तानां, देशतः स्याद् अगारिणाम्
સાધુ ધર્મ ઉપર આસક્તિવાળા ગૃહસ્થોને દેશથી વિરતિચારિત્ર હોય છે. દેશ વિરતિપણું તેનું નામ છે કે જે સર્વવિરતિને લક્ષ્યમાં રાખીને જ, સર્વ વિરતિની પ્રાપ્તિ માટે ભાવના હોય, અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે વં પુલ્વે વ દોર્યું સન્મત્ત આત્મા ચારિત્ર સાથે જ સમ્યક્તની પ્રાપ્તિ કરી લે છે. કોઇ ભવ્યાત્માને સમ્યક્ત પહેલાં મળે છે. તો કેટલાકને ચારિત્ર અને સમ્યક્ત સાથે મળે છે.
પ્રશમરતિ પ્રકરણમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજા ફરમાવે છે કેनैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य। यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।।
અર્થ-લોક વ્યાપાર રહિત સાધુને જે સુખ અહીં છે તે સુખ રાજાઓના રાજાને કે દેવોના રાજા ઇંદ્રને પણ હોતું નથી.
ચય” એટલે આઠ કર્મનો સંચય તેને જ રિક્ત-ખાલી કરે તે ચારિત્ર. સકલ જન્મ પૂરણ કરે, નહિ વિરોધ લેશો આરાધક ચારિત્ર કો, એ જિનવર ઉપદેશll ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહા ચારિત્રભાનું નિર્યુક્તિએ, તે વંદગુણગેહી
वय नियम पालणेणं, विरइक्कपराण भत्तिकरणेणं । जइधम्मानुरागेणं चारित्ताराहणं कुणई ।। અર્થઆરાધક આત્મા વ્રત નિયમના પાલન વડે વિરતિમાં લીન એવા
For Private And Personal Use Only