________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
श्री सिद्धचक्र महापूजन वधि અર્થ-દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ગુણો છે. એટલે એ ત્રણ મય આત્મા શરીરમાં રહે છે.
આત્મવ જ્ઞાનમ્ અર્થાત્ ધર્મનો આત્મા-પ્રાણ જ જ્ઞાન છે. અને જ્ઞાન વડે જ પ્રથમ જડ-ચેતનનો ભેદ સમજાય છે. ક્રમે ક્રમે તે ઉચ્ચ કોટિવાળું થતાં આત્મા અને જ્ઞાનનો અભેદ અનુભવાય છે. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરો તો હુએ એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાયરા
અર્થ-જ્ઞાનાવરણીય રૂ૫ જે કર્મ છે. તેના ક્ષયોપશમ અથવા ક્ષય થાય છે. ત્યારે આત્મા જ્ઞાનરૂપ થાય છે. જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવભય ભીતિ સત્ય ધર્મ જ્ઞાન છે નમો નમો જ્ઞાનની રીતિ
અર્થ-આધ્યાત્મિક જ્ઞાનથી ભવભ્રમણનો ભય ઘટે છે. સત્યધર્મ એજ જ્ઞાન છે. જ્ઞાનની રીતિને વારંવાર નમસ્કાર.”
જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષ: જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે. જ્ઞાન વિનાની ક્રિયા કષ્ટ આપે છે. અને જ્ઞાન સહિતની ક્રિયા તારે છે. આગમનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં થાય છે. ના સ્વભાવ જે જીવનો સ્વપર પ્રકાશક તેહા તેમના દીપક સમું પ્રણામો ધર્મ સ્નેહી બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહા સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહીયા તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કેમ રહી
આ બધા વચનો દ્વારા જ્ઞાનનો અપૂર્વ મહિમા ગાયો છે. આત્મકલ્યાણ સાધવામાં આ જ્ઞાન જ સૌ પ્રથમ આવશ્યક છે. સમ્યજ્ઞાન નિર્જરાનું પરમ સાધન છે. જ્ઞાનપદની આરાધના કરનાર વ્યક્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યથાસ્થિત તત્ત્વોનો જે અવબોધ તેને જ જ્ઞાન કહેવાય છે.
For Private And Personal Use Only