________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
श्री सिद्धचक्र महापूजन विधि ધર્મને ધર્મ તરીકે માની, સમકિતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી-મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત અંગીકાર કરવું. તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું-ઇત્યાદિથી આ પદનું આરાધન થઇ શકે છે. સમ્યકત્વ સહિત વ્રત અને અનુષ્ઠાનો આત્માને હિતકર્તા થાય છે.આ પદ મોક્ષ પ્રાપ્તિમાં બીજ રૂપ છે. એટલું જ નહિ પણ સમ્યક્ત પ્રાપ્ત કરનારનો સંસાર ભ્રમણકાળ મર્યાદિત થઇ જાય છે. એટલે કે વધારેમાં વધારે અર્ધપલ પરાવર્ત કાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યક્ત પામ્યા પછી જ જીવની ભવ ગણના થાય છે.
દર્શનપદની આરાધના કરનાર વ્યક્તિ મોહના ક્ષયોપશમથી શમ સંવેગ વિગેરે શુભલક્ષણવાળા અને ઉત્તમ પરિણામવાળા એવા પોતાના આત્માને જ દર્શન રૂપ જાણે છે.
શાસ્ત્રકાર જેને હેય કહે છે, તેને હેય-ત્યાગ કરવા લાયક માનવું નથી. અને શાસ્ત્રકાર જેને ઉપાદેય કહે તેને ઉપાદેય આદરવા લાયક માનવું નથી તો પછી દર્શન ગુણ-સમ્યક્ત કેવી રીતે પ્રગટ થાય?
ઢળ શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે દર્શન તે હી જ આતમા, શું હોય નામ ધરાવે રે
અર્થ-મોહનીય કર્મના ક્ષય ઉપશમથી સમતા સંવેગાદિક ગુણો જે પ્રગટે છે તે સમ્ય દર્શન એ જ આત્મા છે. ખાલી સમીતી નામ ધારણ કરવાથી શું સફળતા છે? લોકા લોકના ભાવ જે, કેવલિ ભાષિત જેઠા. સત્ય કરી અવધારતો, નમો દર્શન તેહી
નાગસારથીની પત્ની સુલસા શ્રાવિકા, સ્ત્રી હોવા છતાં પ્રભુ મહાવીરની પ્રશંસા પામી અને તે આગળ ઉપર તીર્થકર થશે.
रहजत्ता करणेणं, सुतित्थजत्ताहिं संघपूआहिं। सासण पभावणाहिं सुदंसणाराहणं कुणई।।
અર્થ-રથયાત્રા, તીર્થયાત્રા, સંઘપૂજા, શાસન પ્રભાવનવડેદર્શનપદની આરાધના કરે છે. સમકિતી અડપવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય અર્ધ પુદ્ગલ પરાવર્તમાં સકલકર્મમલ જાયll સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાયા સમકિતવિણ સંસારમાં, અરહો પરહો અથડાયll
For Private And Personal Use Only