________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि માન સદંત કથા મા વિ સમ્રમ્ ા નવતત્ત્વ પ્રકરણ.
નવતત્ત્વોનું સ્વરૂપ જાણતો ન હોય છતાં ભાવથી શ્રદ્ધા કરનારને પણ સમ્યક્ત હોય છે. સડસઠ બોલે જે અલંકરિઓ, જ્ઞાન ચારિત્ર તણુ મૂલા સમકિત દર્શન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂલર
હ્રીં નમો દંસણસ્સી એ પદનો જાપ.
શ્રી જ્ઞાનપદ
૫૧-ગુણ મોતી ચોખા વર્ણ ઉજ્વલ. શ્રી સર્વજ્ઞ પ્રણીત આગમમાં વર્ણવેલા તત્ત્વોનો જે શુદ્ધ અવબોધ તે પાંચ પ્રકારનું સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજનોએ જ્ઞાનાચારના નિરતિચાર પણે પાલન પૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે એવી કોઇ પણ યોગ્ય પ્રવૃત્તિ કરવી. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. ઇત્યાદિથી જ્ઞાનપદની ભક્તિ થઇ શકે છે. જ્ઞાન એ દીપક સમાન છે.
જ્ઞાનJ Bri વિરતિ નંદિસૂત્રમાં જ્ઞાનને મંગલ કહ્યું છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં નાણે તેઓ દયા એટલે પ્રથમ જ્ઞાન અને પછી દયા. જ્ઞાન વિના દયા શી રીતે પાળી શકાય?
મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ ભેદે જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાનથી સાચું અને ખોટું જણાય છે. એટલે જ્ઞાન થયા પછી ખોટાનો ત્યાગ અને સાચાનો સ્વીકાર કરવો, એનું નામ વિરતિ છે.
જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વિષય પ્રતિભાસ (૨) આત્મ પરિણિતરૂપ અને (૩) તત્ત્વસંવેદનરૂ૫. જ્ઞાન વગરની એકલી ક્રિયા અર્થ સાધક બનતી નથી જ્યારે જ્ઞાનપૂર્વકની નાની પણ ક્રિયા અપૂર્વ કર્મ નિર્જરા કરનારી થાય છે.
आत्मैव दर्शन-ज्ञान-चारित्राण्यथवा यतेः। यत्तदात्मक एवैष, शरीरमधितिष्टति।।
હેમચંદ્રાચાર્યજી-યોગશાસ્ત્ર
For Private And Personal Use Only