________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७४
પાંચે ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર પાંચ સમિતિ સમિતા રહે, વંદુ તે અણગાર
વળી બાહ્ય અત્યંતર ગ્રંથી ટાળી, હોય મુક્તિને યોગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટાંગ યોગે ૨મે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી,
કરે સેવના સૂરિવાચક ગણિની, કરૂં વર્ણના તેહની શી મુનિની સમતા સદા પંચ સમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્તે નહિ મભોગેષુ લિપ્તા।।
સાધુ સંજમ ધારતાં દયા તણા ભંડાર ઇંદ્રિય દમ યુત સંજમી, નમો નમો હિતકાર
બાહ્ય અત્યંતર તપ તપે, સોડહં પદ કરે જાપા તે મુનિવરને વાંદતાં, પલકમાં જાવે પાપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
ચૌદ અત્યંતર ગ્રંથી તજીને, જે થયા નિગ્રંથા અશરણ શરણ તરણ તારણ, મુનિ ચલવે શિવપુર પંથરે
મુનિ—જગના તત્ત્વોનું મનન કરે, મૌન પણે સંયમને ધારણ કરે તે મુનિ.
‘જેણે એ ઋષિનું શરણ કર્યું તેણે, પાણી પહેલાં બાંધી પાળ‘ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે’.
પાંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા રાત્રિભોજનનો ત્યાગ એ મુનિના મહાવ્રતો છે. સાધુના સત્તાવીશ ગુણો તથા ચરણસિત્તર અને કરણ સિત્તરિનાં ગુણો પ્રાપ્ત ક૨વાને તેઓ સદા ઉદ્યમવંત હોય છે. જેઓ ચારિત્રના નિર્મળ આરાધન માટે બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરનારા હોય છે. એવા જિનાજ્ઞાપાલક સાધુમહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઇ શકે છે.
મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, નિગ્રંથ, સર્વવિરતિવાન્ એ બધા સાધુ શબ્દના પર્યાયો છે.
For Private And Personal Use Only
દાન, શિયલ, તપ અને ભાવ આ ચારેની આરાધના સાધુઓજ સારી રીતે કરી શકે છે. જેઓ ક્રોધ, માન, માયા લોભ, એ ચાર કષાયોથી દૂર રહે છે. રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રીકથાને પાપકથા માને છે. અને તેનો ત્યાગ કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે.