________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
પણ નામાત્ત૨રૂપ છે એટલે તેમાં કોઇ વ્યામોહ કરવા જેવું નથી.
આ યંત્રનું વિધિપૂર્વક ભૂપૃષ્ઠ પર અક્ષતથી આલેખન કરીને તેનું પૂજન કરવાનું છે. પૂજન કઇ રીતે કરવું તેનો વિધિ વ્યવસ્થિત ઘણાં સમયથી અપ્રાપ્ય હતો. એ વિધિના પાનાં પ્રાપ્ત થયાં પછી તે સારી રીતે વ્યાપક થયેલ છે.
५९
સંવત્ ૨૦૦૭ ની સાલમાં સાઇક્લોસ્ટાઇલથી આ પૂજનવિધિની નકલો કાઢવામાં આવી હતી-તે સમયે તેના ઉપક્રમમાં નીચે પ્રમાણે આ પૂજનવિધિ અંગે જણાવેલ છે.
· ‘તે મંત્રોદ્ધાર આપણી પાસે પૂર્વાપર ૫રં૫રાથી ચાલ્યો આવે છે. પણ તેનું પૂજન કઇ રીતે કરવું તેનું વ્યવસ્થિત સાધન-લખાણ કાંઇ ઉપલબ્ધ ન હતું. જે હમણાં હમણાં બહાર આવ્યું છે. તેની એક પ્રાચીન (હસ્તલિખિત) મૂળ પ્રતિ શ્રી વિજયનીતિસૂરિજી જ્ઞાનભંડારમાંથી મળી આવી તેમાં લખાણ ક્રમબદ્ધ નહિં હોવાથી અને કેટલુંક આગળ, કેટલુંક પાછળ ને વચમાં કાંઇક એમ અસ્તવ્યસ્ત સ્થિતિમાં હોવાથી તે પૂજન કઇ રીતે કરવું તે સમજાય તેમ ન હતું. તે વ્યવસ્થિત કરવા માટે પૂજ્યપાદ ગીતાર્થ આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ પાસે શ્રીફતાસા પોળ નવપદ આરાધક મંડળનાં ઉત્સાહી આરાધકોએ સંવત ૨૦૦૧ માં તે અભ્યાસ કરી સંશોધન કરાવ્યું ને વ્યવસ્થાક્રમ ગોઠવીને પૂજન ભણાવ્યું, આરાધકોને તેમાં ઉત્સાહ અને રસ પડ્યો જે ઉત્તરોત્તર વધતો ગયો. પૂજનમાં ભાગ લેનારાઓની અને આરાધકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આજ પાંચ વર્ષથી દરેક ઓળીમાં એ પૂજન રાજનગર (અમદાવાદ) ફતાસાની પોળમાં ભણાવવામાં આવે છે.
For Private And Personal Use Only
આરાધકોને આ યંત્રોદ્વારપૂજનને અંગે અને તેને આગળ કરી ક૨વામાં આવતા દરેક શુભ કાર્યોમાં સફળતાસાંપડતી હોવાથી આની પ્રભાવશીલતા માટે તેમના હૃદયમાં સચોટ શ્રદ્ધા-વિશ્વાસ જાગૃત થયો છે. ને તેથી જ તેઓ આ પૂજનનાં રહસ્યોઅર્થો વિશેષે કરીને જાણવા માટે રસવૃત્તિ રાખે છે. ગીતાર્થ ગુરુમહારાજાઓ પાસેથી નવું ઘણું આ અંગે જાણવા મળે છે ને પૂજનમાં વ્યવસ્થા અને સમજણ વધતી જાય છે. સંવત ૨૦૦૬ ના ચાતુર્માસમાં શાસન સમ્રાટ્ બાલબ્રહ્મચારી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પટ્ટધર શાસ્ત્રવિશારદ-કવિરત્ન પૂજ્ય પાદ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ધુરન્ધરવિજયજી મહારાજ પાસે શ્રી ફતાસા પોળ-નવપદ આરાધક મંડળના આરાધકોએ તેનો વ્યવસ્થિત અભ્યાસ