________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
આહ્વાન કરવું. અને રેચકથી (શ્વાસ બહાર કાઢવાથી) વિસર્જન ક૨વું.
શ્રી સિદ્ધચક્રજીના મંત્ર જાપમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ અસિઆઉસાદજ્ઞાચાતેભ્યો નમઃ। એ ૧૩ અક્ષરનો મંત્ર ૧૦૮ વાર, અસિઆઉસાદજ્ઞાચાતેભ્યો નમઃ। એ ૧૧ અક્ષર નો મંત્ર ૨૦૮ વાર, અસિઆઉસા. એ પાંચ અક્ષરનો મંત્ર ૩૦૮ વાર, અર્હ-એ બે અક્ષરનો મંત્ર ૪૦૮ વાર, અને અ એ એક અક્ષરના મંત્રનો ૫૦૮ વાર જાપ કરવો.
II પ્રથમ ચોવીસી સમાપ્તી ચોવીશી બીજી
६३
દિશા કાળ-આસન અને મુદ્રા વગેરે વિધિરૂપી અમૃતના સિંચનથી સિંચાયેલ શ્રીસિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષ નક્કી ઇચ્છિત ફળને આપે છે.
શ્રી સિદ્ધચક્ર મંત્રના આદ્ય બીજરૂપ ‘અર્જુ’ ને નમસ્કાર કરીને તેની પૂર્વ સેવાની તપોવિધિનું આલેખન કરું છું. આસો સુદ ૮ (૭) થી રોજ આયંબિલ તપ કરવું.ત્યાર પછી અષ્ટાહ્નિકા ઉત્સવ કરીને નવમે દિવસે યંત્રનું પંચામૃતથી સ્નાત્ર કરવું. ચૈત્રી ઓળીમાં પણ નવ આયંબિલ કરવાં. એ રીતે લગાતાર સાડા ચાર વરસે તપ પૂર્ણ થાય છે. ૮૧ આયંબિલ કરવાની શક્તિ ન હોય તો ૮૧ એકાસણાં કરવાં. આવી રીતે તપની પૂર્ણાહુતિ કરી વિવેકી એવા આરાધકોએ પોતાની શક્તિ મુજબ ઉજમણું કરવું. મન્દિર વગેરે શુભ સ્થાનમાં શુદ્ધ ભૂમિ ઉપર મંત્રથી મંત્રિત એવા પાંચ પ્રકારના ધાન્યોથી મંડલનું આલેખન કરવું.
તેમાં સ્થાપન કરેલા પ્રતિમાની આગળ ‘અર્હ’ એ બીજને સ્થાપન ક૨વું અને તેના ઉપર ખાંડ-ઘીથી યુક્ત નાળિયેરનો ગોળો સ્થાપન કરવો. તેમજ સિદ્ધ વગેરે આઠ દળોની શ્રેણીને પણ નાળિયેરના ગોળા વડે પૂજવી.
For Private And Personal Use Only
૧૬ અનાહતોની શર્કરાલિંગ-સાકરના મેરુથી પૂજા કરવી. આઠ વર્ગના અક્ષરો ઉપર ૪૮ દ્રાક્ષાથી અને સપ્તાક્ષર (નમો અરિહંતાણં) મંત્રની આઠ બીજોરાથી પૂજા કરવી. ૪૮ ખારેકથી ૪૮ લબ્ધિપદની પૂજા કરવી. જયાદિ દેવીની આઠ નારંગીથી પૂજા કરવી. આઠ ગુરુપાદુકાની ૮ દાડમથી પૂજા કરવી. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવની ઉત્તમ કોળાથી પૂજા કરવી. ૨૪ યક્ષની અને ૨૪ યક્ષિણીની સોપારીથી પૂજા ક૨વી. નવ અખરોટથી નવિધિની પૂજા કરવી. દશદિક્પાલ અને નવગ્રહોની વર્ણ પ્રમાણે ફળ અને નૈવેદ્ય વડે (અષ્ટપ્રકારી) પૂજા કરવી. ચાર