________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આના સાતમા જ્ઞાનપદને આરાધીને શીલમતી મહાબુદ્ધિ રૂપી ધનવાળી થઇ.
આના આઠમા ચારિત્રપદને શિવકુમારના ભવમાં આદરપૂર્વક આરાધીને શ્રી જંબૂકુમારે સહેલાઇથી મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
આના નવમા તાપદને ઉલ્લાસપૂર્વક આરાધીને મહાસતી વીરમતીએ સર્વોત્તમમોક્ષ-ફળને પ્રાપ્ત કર્યું.
હે ભવ્યજીવો! વધારે કહેવાથી શું
આની જ આરાધના કરનારા આરાધકો શ્રી તીર્થંકર નામકર્મ પણ સહેલાઈથી ઉપાર્જન કરે છે.
ત્રીજી ચોવીશી સમાપ્ત
શ્રી નવપદજીનું વર્ણન. આ પદોનું માહાભ્ય એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટથી નવમા ભવે અવશ્ય સિદ્ધિપદ પામે છે. અને જ્યાં સુધી સિદ્ધિપદને પામે ત્યાં સુધી ઉત્તમ સામગ્રી યુક્ત દેવ અને મનુષ્યના ભવો પામે છે. તેમજ જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિ પામે છે.
એ નવપદમાં દેવ-ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનો સમાવેશ થયેલો છે. અરિહંત. અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુતત્ત્વ છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ધર્મતત્ત્વ છે. એ ત્રણ તત્ત્વોની પરીક્ષાપૂર્વક જે સહણા-શ્રદ્ધા જાગે છે. તે જ જૈન ધર્મ રૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય છે. આ શ્રી નવપદો એ પરમતત્ત્વ રૂપ છે. પરમ રહસ્ય રૂ૫ છે. પરમ મંત્ર રૂપ છે. પરમ અર્થ રૂપ છે અને પરમપદ રૂપ છે.
શ્રી અરિહંત રૂપી મૂળભૂત દઢ પીઠિકાથી પ્રતિષ્ઠિત થયેલું સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ રૂપી ચાર શાખાઓથી શોભતું, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપરૂપ પ્રતિશાખાઓથી દીપતું, અક્ષરો, સ્વરો, વર્ગો, લબ્ધિપદો અને ગુરૂ પાદુકાઓ રૂપી પત્રોનાં આડંબરવાળું, નવગ્રહ, દશ દિપાલ, ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણી, પ્રમુખ દિવ્ય પુષ્પોથી મઘમઘતું એવું એ સિદ્ધચક્ર-નવપદજી મહારાજ રૂપી ઘટાદાર મહાન સુરતરૂ-કલ્પવૃક્ષ અમોને મનોવાંછિત ફળ આપો-અમારા મનની ઇચ્છાઓને પરિપૂર્ણ કરો. શ્રી નવપદજી મહારાજના પુન્ય પ્રભાવથી આરાધક ભવ્યાત્મા સકલ કર્મનો ક્ષય કરી મોક્ષના શાશ્વત સુખોને પામે છે.
For Private And Personal Use Only