________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
७१
દેવાધિદેવની ભક્તિ, પૂજા, સ્તવના, સ્તુતિ, ઉપાસના કે ગુણગાનથી આત્મા જન્મ-જન્માંતર-સંચિત અનંતાનંત કર્મ વેર વિખેર કરી નાખે છે.
જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ આ ત્રણ યોગમાં ભક્તિયોગ સહેલો અને સુગમ છે. અન્ય દર્શનકારો પણ ભક્તિયોગનો આશ્રય લઇને ભક્તિરસથી અનેરો આનંદ મેળવે છે. અને કર્મ નિર્જરા પણ કરે છે.
॥ ૐૐ હ્રીં નમો સિદ્ધાણં।। એ પદનો જાપ.
શ્રીઆચાર્યપદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ-૩૭ (ગોમેદક રત્ન)- ચણાની દાળ, સુવર્ણ ફૂલથી આરાધના.
આચાર્ય મહારાજ છત્રીસ ગુણોએ યુક્ત પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિઓ પાસે પાલન કરાવનાર જિનોકત દયામય સત્ય ધર્મનો શુદ્ધ ઉપદેશ કરનાર નિરંતર અપ્રમત્ત દશામાં વર્તનાર, ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનને ધ્યાનાર, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર એ પાંચ આચારોમાં વિશ્વભરના સઘળા સદાચારોનો સમાવેશ થઇ જાય છે.
૧૨ પ્રકારની પડિમા ધારણ કરે, ૧૨ પ્રકારનું તપ આરાધે, ૧૨ ભાવના ભાવે.
આચાર્ય પદનું ધ્યાન ધરનાર વ્યક્તિ પંચપ્રસ્થાન મય જે સૂરિમંત્ર તેનાં ધ્યાનમાં આસક્ત મનવાળો તથા પાંચ પ્રકારના આચારરૂપ એવો જે આત્મા. તેજ આચાર્ય રૂપ થાય છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે। પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે છત્રીસ છત્રીસી ગુણે, યુગ પ્રધાન મુણીંદા જિનમત પરમત જાણતાં, નમો નમો તેહ સૂરીંદ ડિમા વર્ષે વલી તપ કરે, ભાવના ભાવે બારા નમીએ તે આચાર્યને, પાળે પંચાચા૨।।
‘પંચિક્રિય સંવરણો’પાંચ ઇંદ્રિયોનો સંવર કરે, નવ પ્રકારની શિયળ વ્રતની વાડને ધારણ કરે, ચાર કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતને પાળે, પાંચ આચારને પાળે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ને ધારણ કરનાર આચાર્ય મહારાજ છે.
For Private And Personal Use Only