________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८
श्री सिद्धचक्र महापूजन विधि અરિહંતપદની આરાધના કરે છે. અરિહંત પદ ધ્યાતો થકો દબૃહ ગુણ પજાય ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રાઉll
અર્થ-દ્રવ્ય ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આતમા ભેદનો છેદ કરી, અરિહંત રૂપે થાય છે. પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમો નમો શ્રીજિન ભાણીરા મહા ગોપ મહા માહણ કહીએ, નિર્ધામક સથ્યવાહી ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રાણા
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોથી પંચ પરમેષ્ઠીમાં પ્રથમ એવા પરમેશ્વરનું ધ્યાન ધરવું જોઇએ. જેઓને મહાગોપ-મહામાહણ-મહાનિર્ધામક અને મહાસાર્થ વાહ એવી ઉપમા શોભે છે તે અરિહંત પ્રભુને ઉત્સાહથી નમસ્કાર કરીયે.
અરિહંત પદની આરાધનાથી દેવપાલ રાજા રાજ્યના સ્વામી થયા અને કાર્તિક શ્રેષ્ઠી ઇંદ્ર થયા.
મહોપાધ્યાય યશોવિજયજી:- હું ની પામરતા અને પ્રભુની પ્રભુતા એ ભેદ-જે બે વચ્ચે અખાત જેવો ભેદ છે. તે તત્ત્વમસિ' એ સ્વરૂપનું ચિંતન કરવાથી અને તે દ્વારા પ્રભુના જીવનનું અનુકરણ કરવાથી ક્રમે ક્રમે ભૂલાઈ જાય છે. અને અભેદપણું અનુભવાય છે. પરિણામે અરિહંત રૂપ બની જવાય છે.
મુક્તિના સર્વ યોગ માર્ગો એ યોગના વિસ્તાર પદો છે. માર્ગ છે એક માત્ર આત્મપદાર્થના શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયમાં લય થવાનો, શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા સાધનાની ગમે તે ભૂમિકામાંથી શુદ્ધ દ્રવ્ય ગુણપર્યાયમાં લય સાહજિક ઉલ્લાસથી શક્ય બની રહે છે. વિનયવિજયજી મહારાજ આરાધનના સ્તવનમાં કહે છેજન્માંતર જતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરખો, મંત્ર ન કોઇ સાર, આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર.
નમસ્કાર વાધ્યાય) જેને અલ્પપણ ચારિત્ર નથી. અલ્પપણ જ્ઞાન પરિણમ્યું નથી, તેને પણ શ્રી નવકારના ફળ રૂપે અવશ્ય દેવપણું મળે છે.
(શ્રી પુંડરીક ચારિત્ર)
For Private And Personal Use Only