________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४
श्री सिद्धचक्र महापूजन विधि દ્વારપાળની પીળા રંગથી પૂજા કરવી માણિભદ્ર વગેરે ચાર વીરોની અષ્ટપ્રકારી થી પૂજા કરવી.
હીં? કારથી અલંકત કળશનો આકાર વિશદ્ધ તે તે વર્ણના ધ્યાનથી જમીન ઉપર કરવો, ત્યાર પછી શ્રી સિદ્ધચક્રના પટમાં રહેલી પ્રતિમા ઉપર પંચામૃત સ્નાત્ર કરીને સવિસ્તાર પૂજા કરવી. બૃહદ્ધાના પાઠ પૂર્વક મંડળ (યંત્ર) ની પૂજા કર્યા પછી તપ કરનારાઓની ઉપબૃહણા-અનુમોદના કરી, મુખ્ય ઇન્દ્ર પણ નવ માળાઓ લાવી તપ કરનાર ભાવુકોની આગળ ઉભો રહી હાથ જોડી, આ પ્રમાણે કહે* “હે મહાનુભાવો! તમે ધન્ય છો. અને કૃતપુણ્ય છો જે તમોએ આ મહાન તપનું આરાધન કર્યું છે તે આ તપના પ્રભાવથી તમને વાંછિત ફળ પ્રાપ્ત થાવ.” આ પ્રમાણે મોટેથી બોલી, તપ કરનાર ભાગ્યવંતોના હાથમાં તે માળાઓ આપે છે. અને તેઓ અરિહંત પરમાત્માને નમસ્કાર કરી આનન્દ પૂર્વક પોતાના હાથથી પોતપોતાના સંબંધીના ગળામાં તે માળા પહેરાવે.
ત્યાર પછી પીઠના આગળના ભાગમાં ઇન્દ્ર મહારાજ મંગળદીપ કરે. શક્રસ્તવ (નમુત્થણ) કહે. ત્યાર બાદ સૌ ગુરુમહારાજની દેશના સાંભળે.
ગીત નૃત્ય વિગેરે કરીને શક્તિ પ્રમાણે દાન આપીને ઉત્સવ પૂર્વક વાજતે ગાજતે ઘેર જઈ સંઘ પૂજા વિગેરે કરે.
Tબીજી ચોવીશી સમાપ્ત
||ચોવીશી ત્રીજી આ પ્રમાણે મહામંત્ર યંત્રમય શ્રી સિદ્ધચક્રજીની વિધિપૂર્વક આરાધના કરનાર આરાધક આત્માને વાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આની જ પ્રસન્નતાથી ધનના અર્થીને ધન મળે છે. પદના અર્થીને પદ મળે છે. સ્ત્રીના અર્થીને સ્ત્રી મળે છે. પુત્રના અર્થીને પુત્ર મળે છે. સૌભાગ્યના અર્થીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ગૌરવની ઇચ્છાવાળાને ગૌરવ મળે છે. રાજ્યની ઇચ્છાવાળાને મહારાજ્ય મળે છે. આ તપને કરનારા મનુષ્યો મોટી ઋદ્ધિ વાળા રૂપ સૌભાગ્યથી શોભતા દેવતા-વિદ્યાધર કે રાજાઓ થાય છે.
આના પ્રભાવથી ભયંકર ઝેર, વિષમ જ્વર (કાળો તાવ) નાશ પામે છે. દુષ્ટ કોઢ જેવો રોગ તથા ક્ષયરોગ પણ શાંત થાય છે. તેમાં શંકાનું કાંઇ કારણ નથી. જ્યાં સુધી સિદ્ધચક્રજીની કૃપા રૂપી વિશદ નાવ નથી મેળવાતી ત્યાં સુધી જ પ્રાણીઓને વિપત્તિરૂપી ભયંકર નદી દસ્તર બને છે. બંધાયેલા-રૂંધાયેલા અને ક્લેશમાં પડેલા
For Private And Personal Use Only