________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि આ વેદનની પરિધિ પર આઠ ગુરુપાદુકાની સ્થાપના કરવી. તે ચોથા વલયમાં ગણાય છે. અહીં સુધી યંત્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ પરિપૂર્ણ થાય છે. આને આરાધ્ય વિભાગ રૂપે ઓળખવામાં આવે છે. તેમજ આ અમૃત મંડળ કે અમૃતકુંભ પણ કહેવાય છે.
આના પછી અધિષ્ઠાયકાદિ દેવતાઓનો વિભાગ શરુ થાય છે. તેમાં પૂર્વાદિ ચાર દિશામાં ચાર જયાદિ દેવીઓ તથા ચાર વિદિશામાં ચાર જંભાદિ દેવીઓ સ્થાપન કરવી.વિમલવાહન વિગેરે દેવતાઓ શ્રી સિદ્ધચક્રજીનું રક્ષણ કરનારા છે. ત્યાર પછી સાતમાં વલયનાં રોહિણી વગેરે સોળ વિદ્યાદેવીઓ અને આઠમાં વલયમાં જમણી બાજુનાં ભાગમાં શ્રી ગૌમુખ યક્ષ વગેરે ૨૪ યક્ષો અને ડાબી બાજુના ભાગમાં ચક્રેશ્વરી વગેરે ૨૪ યક્ષિણીઓ સ્થાપન કરવી.
ત્યાર પછી ચાર દિશાઓમાં મંગળ કરનારા ચાર દ્વારપાળ જેઓ વીર કહેવાય છે તેમને નવમાં વલયમાં સ્થાપવા. ત્યાર પછી દશે દિશાઓમાં ઇન્દ્ર વિગેરે દશદિક્યાલો અને યંત્રના મૂળભાગમાં સૂર્ય વગેરે નવ ગ્રહો સ્થાપિત કરવા.
નૈસર્ષિક વગેરે નવ નિધિઓ કંઠસ્થાનમાં સ્થાપવા.
આ રીતે બીજ સહિત પૃથ્વી મંડળ ઉપર આલેખન કરી શ્રી સિદ્ધચક્રજીનું જે આત્માઓ આરાધના કરે છે, તેઓના વંશમાં સર્વ જાતની ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ થાય છે. આ જ પરમતત્ત્વ છે.
આજ શ્રેષ્ઠ પદ છે. આજ આરાધ્ય એટલે આરાધના કરવા લાયક છે. અને શ્રી જિનશાસનમાં રહસ્યભૂત છે.
સગંધી પુષ્પોથી અથવા શાલિ-તંદલોથી અને સાધનારા પવિત્ર શીલવાળા, આત્માઓ લક્ષજાપથી નક્કી સિદ્ધિ મેળવે છે. આ મહામંત્ર સિદ્ધ થયે છતે આના અધિષ્ઠાયક શ્રી વિમળવાહન દેવ આરાધકનું સર્વ વાંછિત પૂર્ણ કરે છે. સાધકોએ શાંતિઅને પૌષ્ટિક કાર્યમાં શુક્લ, વશીકરણ અને આકર્ષણ માટે લાલ, સ્તંભન માટે પીળો અને ષ માટે કાળા રંગનું ધ્યાન ધરવું.
ૐ રૂપી અગ્નિથી શુદ્ધ થયેલા હોંકાર રૂપી અમૃતથી ભીંજાયેલા અમૃતના કુંભમાં રહેલા આત્મસ્વરૂપ “અહમ્'નું શાન્તિ કાર્યમાં ધ્યાન કરવું. “અહમ્'એ મંત્રનો આત્મા છે. “ૐ” એ અગ્નિબીજ છે. “હીં' તે માયાબીજ છે. અમૃત થી ભરેલો કુંભ પોતાનો દેહ છે. આલ્વાન, સ્થાપન, સંનિધાન, સન્નિરોધ અને પૂજન કરીને વિસર્જન કરવું.
કુંભકથી (શ્વાસ રુંધવાથી) લેખન-પૂજન કરવું, પૂરકથી (શ્વાસ અંદર લેવાથી)
For Private And Personal Use Only