________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६०
श्री सिद्धचक्र महापूजन विधि
કરીને કેટલાક ઉચિત સુધારા-વધારા કરાવ્યા. તે પ્રમાણે સાંગોપાંગ સંશોધિત થયેલ આ ‘શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્વાર પૂજનવિધિ' ની પ્રતિ છે.
આ યંત્રોદ્ધારનું મૂળ વિધાન તો વિદ્યાપ્રવાદ નામના દશમાં પૂર્વમાં હતું પણ પૂર્વોનો વિચ્છેદ થયો ત્યારે તેમાંથી આ વિધાન મહાઉપકારી પૂર્વ મહાપુરુષોએ ઉદ્ધરી લીધું ત્યારબાદ તેનું વ્યવસ્થિત લેખન પૂજ્યપાદ આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે કર્યું હતું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે ‘શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધાર’ નામનું પુસ્તક બનાવ્યાનો ઉલ્લેખ છે. (જુઓ પૃ. ૪૪૧ પારા ૬૪૮) ચાલુ વિધાન પણ તે જ હોવાનું સંભવિત છે.
આ પછી સંવત્ ૨૦૦૮ માં આ પૂજનવિધિ શ્રી ફતાસાપોળ નવપદ આરાધક મંડળની પ્રેરણાથી ‘શ્રીનેમિઅમૃતખાન્તિ નિરંજન ગ્રન્થમાળા' એ મુદ્રિત કરાવીને પ્રકાશિત કરી. આમ છેલ્લા પન્દર વર્ષ દરમિયાન સેંકડો સ્થળે આ પૂજન ઉત્સાહ પૂર્વક ભણાવાય છે. અને તે પ્રતિની માંગ આવ્યા જ કરે છે.
આ પૂજનવિધિમાં મૂળપ્રતિનું પ્રથમ પત્ર પ્રાપ્ત થયું ન હતું તે કારણે પ્રારંભમાં પ્રથમ ચોવીશીના ૧૩॥ શ્લોકો ત્રુટક હતા તે પૂર્તિ કરીને આમાં મૂકવામાં આવ્યા છે. અન્ય પણ યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે છતાં પ્રચલિત વિધાનની એકવાક્યતા જળવાય એ માટે ખાસ લક્ષ્ય રાખ્યું છે.
આવા અનુપમ વિધાનનો વ્યામોહ વગર યથાવિધિ ઉપયોગ કરી અનેક ભવ્યાત્માઓ પુણ્યાનુબંધી પુણ્યમાં અભિવૃદ્ધિ કરવા સાથે ભવસાગરના પાર પામનારા થાઓ. એજ અભિલાષા. શુભં ભવતુ શ્રી શ્રમણસડ્વી
IIૐ હ્રીં શ્રી સિદ્ધચક્રાય નમઃ।। ॥શ્રી ગૌતમ સ્વામિને નમઃ।
For Private And Personal Use Only