Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५८ श्री सिद्धचक्र महापूजन विधि તેને ખેસ બાંધવામાં આવેલ છે. બન્ને બાજુ તેનું સુંદર ગ્રંથન મહાકલશની અભિવ્યક્તિ કરે છે. ચારે બાજુ ચા૨ દેરીઓ છે. પ્રાચીન પટોમાં તે મળે છે. જો કે વલયમાં ક્ષેત્રપાલ સિવાય બાકી બેના નામ આવી જાય છે. વલયમાં આ બન્નેને સ્થાપન કરવામાં આવે તો દેરીઓ ની વિશેષ અગત્ય રહે નહીં. પણ એ પ્રમાણે ન કરતાં પ્રાચીન પટો સાથે એકવાક્યતા જળવાઇ રહે માટે આહીં ચાર દેરીઓ રાખી છે. અહીં ક્ષેત્રપાલનું જે આલેખન કર્યું છે તે આચાર દિનકરને અનુસારે કરવામાં આવેલ છે. આ યંત્ર વર્તમાનમાં પ્રાપ્ત અને પ્રચલિત પૂજનવિધિને અનુલક્ષીને આલેખવામાં આવેલ છે. અને તેનો મુખ્ય આધાર સિરિસિરિવાલ કહા છે. તાજેતરમાં મુનિ શ્રી યશોવિજયજીએ એક યંત્ર આલેખીને પ્રકટ કરાવ્યો છે. આ પ્રસ્તુત યંત્ર સાથે તેની સરખામણી ક૨વાથી જણાશે કે દ્વિરંગી સુશોભન અને નજીવી સુધારણા સિવાય તેમાં અન્ય કાંઇ પણ વિશેષતા આવી નથી. એ રીતે એકવાક્યતા જળવાઇ રહે છે અને એ ઇષ્ટ છે. તે યંત્રમાં કેટલોક ફેરફાર કરવાં જતાં સિરિસિ૨િવાલકહાના મૂળભૂત ઉલ્લેખો ત૨ફ દુર્લક્ષ્ય કરાયું છે. તે તરફ લક્ષ્ય દોરવું અહીં આવશ્યક છે. ૧ ગર્દ ની કણિકામાં અનુસ્વાર ઉપર જે અનાહત મૂકવામાં આવ્યો છે તે અનાહતનું વેષ્ટન આવે છે એટલે દ્વિરુક્ત થાય છે. મૂકવાની જરૂર નથી. ૨. આઠ વર્ગના અક્ષરો આપ્યા છે, ત્યાં વર્ગોનું લેખન પણ કરવું જરૂરી હતું. એથી પૂજનવિધિ સાથે મેળ પણ જળવાત. ૩. લબ્ધિપદોના નિભેળ તિત્તિ તિગાહિઁ જ્ઞાપુજ્ઞ નદ્ધિપà૧૯૯।। એ ઉલ્લેખથી ત્રણ પંક્તિમાં લખવા જોઇએ. પંક્તિની રેખા નહિં મૂકવાથી સ્પષ્ટતા થતી નથી. ૪.જયાદિ દેવીને તે તે દિશામાં સ્થાપન કરેલ છે છતાં તે અમૃતમંડલની અન્તર્ગત આવી ગઇ હોય એવું જણાય છે અને તે રેખાક્રયના વેષ્ટનની બહાર હોવી જોઇએ તેને બદલે અન્દર સ્થાપન થઇ ગઇ છે. ૫. અધિષ્ઠાયકના વલયમાં દેવોને દક્ષિણ બાજુમાં અને દેવીઓને ડાબી બાજુમાં લાવવામાં આવ્યા છે, પણ તે પૂરેપુરું જળવાયું નથી. દેવીઓ ડાબી બાજુથી શરૂ થઇ ને દક્ષિણ તરફ પણ આવી ગઇ છે. પૂજનવિધિ અનુસાર પૂજન કરવામાં આ યંત્ર અનુસાર પ્રથમ યંત્ર સાથે એકવાક્યતા જળવાતી નથી. આ સિવાય સામાન્ય રીતે કોઇ કોઇ સ્થળે નામોનો ફેરફાર કર્યો છે-તે નામો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125