________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
५६
તે જરૂરી નથી. તેથી યંત્રના અક્ષરમય વિધાનને હાનિ પહોંચે છે. અક્ષરથી સૂક્ષ્મ તરફ વળેલું ધ્યાન આકૃતિથી સ્થૂળ તરફ ખેંચાઇ જાય છે.
આને ફરતું સોળ પાંખડીનું કમળ છે. તેમાં એકાન્તરિત પત્રોમાં આઠ વર્ગ છે. મંત્રમાત્ર વર્ણમય છે. આઠ વર્ગ એ વર્ણમાતૃકા છે. તેનું પૂજન એ મંત્ર આરાધનમાં અતિ અગત્યનું છે. અક્ષરમાંથી અન્નક્ષર અનાહતમાં જવાનું છે એટલે આ આઠે વર્ગોને અનાહતનું વેષ્ટન કરવું આવશ્યક છે.
આઠ વર્ગોની વચ્ચેના પત્રોમાં નમો અરિહંતાનું એ સપ્તાક્ષરી મંત્ર લખવાનો છે. યંત્રમાં ઊર્ધ્વ મૂકેલ ‘ૐ' એ ગણત્રીમાં લેવાનો નથી. પ્રાચીન યંત્રોમાં ‘ૐ’ જોવામાં આવે છે. મંત્ર આમ્નાયોમાં ઘણી વખત ‘ૐ’ યુક્ત મંત્ર હોય છે છતાં તેની ગણત્રી કર્યા વગર બાકી વર્ણો જેટલા હોય તેટલા અક્ષરનો એ મંત્ર છે એ પ્રમાણે જણાવાય છે. અહીં એ રીતે ૐ હોવા છતાં સાત અક્ષરના મંત્રને બાધક થતો નથી. અહીં સુધી જે આત્મા આગળ વધે છે તેને લબ્ધિઓ સ્વયં આવી ને વરે છે. લબ્ધિઓ અનેક પ્રકારે છે. અહિં ૪૮ લબ્ધિઓ છે. એ ૪૮ માં સર્વ લબ્ધિઓનો સમાવેશ કરી શકાય છે.
આ લબ્ધિપદો એ સ્તુતિપદો છે, મંત્રમય છે. સૂરિમંત્ર, વર્ધમાન વિદ્યા વગેરેમાં તે પદોનો ઊપયોગ છે આ લબ્ધિપદો આઠ ભાગે અને બબ્બેના જોડલા કરીને ત્રણ પંક્તિમાં યંત્રમાં લખવાનાં છે.
આઠ અનાહતોથી આઠ ભાગ પડી જાય છે. આ અનાહતોૐ ઘટિત,ર્ત્તિ ઘટિત, શુદ્ધ ગોળાકાર રેખાય, લંબગોળાકાર રેખાય, ચતુષ્કાકાર રેખાદ્યય, અનેક રેખારૂપ, એમ અનેક પ્રકારના પ્રાપ્ત થાય છે. તેમાં આ યંત્રમાં આપેલી આકૃતિ સુંદર અને બહુ સમ્મત છે. આ અનાહત નાદ એ આત્માના વિશુદ્ધ સ્વરૂપનો અભિભંજક છે. એ જાગૃત થાય એટલે બસ. એથી આત્મા દિવ્ય બની જાય છે, માટે જ અનાહતને દેવસ્વરૂપે ઓળખાવવામાં આવે છે. લબ્ધિપદોમાં મૂકેલા આઠ અનાહતો પણ લબ્ધિઓની પ્રાપ્તિ થયા છતાં જાગૃત થયેલો અનાહત નાદ કાયમ રહે છે એમ સૂચવે છે.
અહીં આત્માનું આન્તર કાર્ય પૂર્ણ થાય છે. આ મહત્ત્વના આલેખનના સંરક્ષણ માટે તેનેદ ઊર્ધ્વભાગે આલેખીને ૩ આંટાથી વેષ્ટન કરવામાં આવે છે અને નીચે ૌનું બન્ધન કરવામાં આવે છે. વિશિષ્ટ યંત્રોમાં આ વેષ્ટન અવશ્ય જોવામાં આવે
છે.
આ વેષ્ટનની પરિધિ પર આઠ ગુરુપાદુકાની સ્થાપના છે. તે અનુક્રમે અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એમ પંચપરમેષ્ટિ ભગવંતોની છે ને પછી જે ગુરુઓ
For Private And Personal Use Only