________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
श्री सिद्धचक्र महापूजन विधि ૐહીંઅઈનમઃ
-:પરિચયઃવિશ્વમાં સર્વકાર્યસાધક પરમપવિત્ર પરિબળ કોઇ હોય તો તે શ્રી સિદ્ધચક્ર છે. જૈન શાસનમાં શ્રી સિદ્ધચક્ર એ સર્વસ્વ છે. તેનું આરાધન ભિન્ન ભિન્ન પ્રકારે આરાધક આત્માઓ કર્યા જ કરે છે. આરાધનાના બે પ્રકાર છે, એક સામાન્ય અને બીજી વિશિષ્ટ, વિશિષ્ટ પ્રકારની આરાધના કેવી રીતે કરાય તેનું સુંદર સ્વરૂપ સિરિસિરિવાલકહા” માં છે. શ્રી શ્રીપાળરાજાએ અને મયણાસુન્દરીએ એ પ્રકારે આરાધના કરીને વિશિષ્ટ ફળ પ્રાપ્ત કર્યું છે. જે આરાધના યથાર્થ ફળવતી થાય છે તે જ આરાધના વિશિષ્ટ છે. શ્રી સિદ્ધચક્રજીની વિશિષ્ટ આરાધનામાં યત્ર અને તેના પૂજન-વિધાનનું અતિશય મહત્ત્વ છે. અનેક સંખ્યાબંધ પ્રાચીન અને અર્વાચીન યંત્રો ઉપલબ્ધ થાય છે. જો કે તે સર્વમંત્રોમાં પ્રધાન હકીકત સમાન હોવા છતાં કેટલાક સામાન્ય ફેરફારો છે પણ તેથી મૂળ હકીકતમાં ખાસ અત્તર રહેતું નથી. આશયશુદ્ધિપૂર્વક કરાતાં અનુષ્ઠાનોં લાભપ્રદ હોય છે. એટલે તેમાં વ્યામોહ કરવો કે મતભેદ કરવો એ હિતકર નથી. એથી શુદ્ધિની વૃદ્ધિ થવાને બદલે ડોળાણની વૃદ્ધિ થાય છે. * એ સંબંધી થોડો સંક્ષિપ્ત પરામર્શ કરવો અહીં આવશ્યક છે. વર્તમાનમાં જે શ્રી સિદ્ધચક્ર યંત્રનું આલેખન પ્રચલિત અને બહુમાન્ય છે તેનો મુખ્ય આધાર સિરિસિરિવાલકહા' છે. યંત્રમાં મધ્યવર્તિ અહની કર્ણિકા છે. સંપૂર્ણ યંત્રમાં તેનું મહત્ત્વ સર્વથી વિશેષ છે. કેન્દ્રમાં તેની સ્થાપના છે. તેમાં અહંના અને અવગ્રહરૂપેવક્રરેખારૂપે સ્થાપન કરવાનું જે વિધાન છે તે ખૂબ જ મનનીય છે. કેટલીક વિચારણાઓની આપલેને અંતે એ વક્રરેખા કુંડલિની-જ્યોતિર્મયી શક્તિનું ઉદ્ધોધન કરનાર છે એમ કહેવામાં-સમજવામાં કે સમજાવવામાં કાંઇ બાધ નથી એટલું જ નહિ પરંતુ સંગત પણ છે. કુંડલિની એ અધોમુખે કુંડળું વળીને રહેલી સર્પિણીની આકૃતિરૂપે નાભિ નીચે રહેલી છે. તેને જાગૃત કરવી એ યોગની ભૂમિકામાં ખૂબ જ મહત્ત્વનું છતાં કપરું કામ છે. એ જાગૃત થાય છે. ત્યારે અદ્ભુત સિદ્ધિઓ સ્વયં થાય છે, કેટલીક વખત શ્રી સિદ્ધચક્રજીની આરાધનાનું ફળ દર્શન અત્યુક્તિભર્યું લાગે છે તે આ મહાશક્તિની જાગૃતિ અંગે જાણ્યા પછી એ સહજ છે એમ જણાય છે. તેની વાસ્તવિકતા માટે અંશ પણ સંદેહ થતો નથી. યોગગ્રન્થોમાં કુંડલિની જે સ્થળે છે તે સ્થળે જૈન-દર્શનને અનુસાર આત્માના શુદ્ધ આઠ પ્રદેશો રહે છે. અહીંની વક્રરેખા આ જાગૃતિ પ્રત્યે આત્માને પ્રથમથી તૈયાર થવા પ્રેરે છે. આ વિચારણામાં આગળ વધીએ ત્યારે ૐ હ્રીં નું વેષ્ટન પણ સંગત રીતે સમજી શકાય છે. ૐ અગ્નિરૂપ છે
For Private And Personal Use Only