________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્ર મહાપૂજનવિધિ (વિવેચન)
જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે, સાત અંગવાળુ રાજ્ય મળે છે, અને સૌભાગ્યનો લાભ થાય છે. તેમજ પરભવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તિપણું મળે છે. તે શ્રી સિદ્ધચક્ર ભગવંત અમને સિદ્ધિ આપો.
ચોવીશી પહેલી
६१
શ્રી અરિહંતના મૂળમંત્રરૂપ ‘ૐૐ હ્રીં અર્જુ નમઃ' નું સ્મરણ કરીને શ્રી સિદ્ધચક્ર યંત્રોદ્ધારનો વિધિ હું કહીશ.
શ્રીસિદ્ધચક્ર મહાપૂજનના પ્રારંભમાં-તેની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે.
આઠ દળવાળા કમળની રચના કરી કેન્દ્રમાં ‘અર્હ‘ ની કણિકા સ્થાપવામાં આવે છે. તેમાં ય અહઁ ના ને અવગ્રહ રૂપે સ્થાપન કરવામાં આવે છે. અને તે પણ હ્રીં અને અનાહત નાદથી વેષ્ટિત કરવામાં આવે છે.
પૂર્વદળમાં સિદ્ધપદ-દક્ષિણ દળમાં આચાર્ય પદ-પશ્ચિમ દળમાં ઉપાધ્યાયપદ અને ઉત્તર દળમાં સાધુ પદને સ્થાપી અગ્નિખૂણાનાં દળમાં દર્શનપદ, નૈઋત્ય ખૂણાનાં દળમાં-જ્ઞાનપદ, વાયવ્યખૂણાનાં દળમાં ચારિત્રપદ અને ઇશાનખૂણાનાં દળમાં તપ પદને સ્થાપન કરવાં.
આ રીતે તૈયાર થયેલ આઠ પાંખડીવાળું નવપદ કમળ ત્રણે જગતમાં અદ્વિતીય છે. આને ફરતું સોળ પાંખડીનું કમળ છે,તેમાં એકાન્તરિત એટલે એક પછીના બીજાપત્રમાં આ વર્ગ વગેરે આઠ વર્ગ છે.-કારણ કે મંત્રમાત્ર વર્ણમય છે. અને આઠ વર્ગ એ વર્ણમાતૃકા છે.-તેનું પૂજન એ મંત્ર આરાધનામાં ઘણું અગત્યનું છે.-અક્ષરમાંથી અનક્ષર અનાહતમાં જવાનું છે. એટલે આ આઠવર્ગોને અનાહતનું વેષ્ટન ક૨વું આવશ્યક છે.
આ આઠ વર્ગના વચ્ચેના પત્રોમાં ‘નમો અરિહંતાણં' એ સોળ અક્ષરનો મંત્ર લખવાનો છે.
ત્રીજા વલયમાં ૪૮ લબ્ધિઓનું પૂજન આવે છે. તેમાં વચ્ચે વચ્ચે આઠ અનાહતો સ્થાપન કરવામાં આવેલા છે.
આ મહત્ત્વના આલેખનના સંરક્ષણ માટે તેને હ્રીં ઊર્ધ્વભાગે આલેખીને આંટાથી વેષ્ટિત કરીને નીચે ક્રૌં નું બન્ધન કરવું જોઇએ.
For Private And Personal Use Only