________________
Shri Mahavir Jain Aradhana Kendra
८
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि
શ્રી સિદ્ધચક્રપૂજન અંગે થોડી વિચારણા...
સિદ્ધચક્રપૂજન એ સાત્ત્વિક મંત્રોથી ભરેલું તંત્રવિદ્યાથી ગુંથાયેલું પૂજન છે. આના સંકલનકાર પ્રાયઃ આચાર્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજ સંભવે છે. તેઓશ્રી શ્રીમંત્રબીજના ઉપાસક જણાય છે. આ પૂજન પ્રસંગે પ્રસંગે આવતા પ્રાયઃ તમામ શ્લોકમાં શ્રી પદનો વિન્યાસ જોવા મળે છે. તેઓએ શ્રીમંત્રબીજને સિદ્ધ કર્યો હોય તેવું તેના પ્રભાવ પરથી અનુમાની શકાય છે. અન્યત્ર જોવા ન મળે તેવા સ્વરવર્ગ પૂજન અને અનાહત નાદ પૂજન એ આ પૂજનની આગવી વિશિષ્ટતા છે. મંત્રો સ્વરમય છે. માટે તેના અક્ષરો (સ્વર, વ્યંજન) પણ પૂજ્ય છે. તે દર્શાવે છે. આપણે ત્યાં તો જે લિપિમાં લેખન થાય છે તે લિપિને પણ નમસ્કાર કરવામાં આવ્યાં છે.
લબ્ધિપદ પૂજનમાં સૂરિમંત્રમાં આવતા લબ્ધિપદો અહીં દર્શાવ્યા છે. તેથી જાણી શકાય છે કે આ પૂજન ઉત્તમ વિધિપૂર્વક પવિત્રતા જાળવીને શુભ અને શુદ્ધ આશયથી જ ભણાવવું જોઇએ અને તો જ તે ફળદાયી નીવડી શકે.
ઘણી શ્રેષ્ઠવિધિના પ્રાચીન સગડ આમાં સચવાયેલા મળે છે. દા.ત. સિદ્ધચક્રપૂજનમાં મહત્વની વિધિ અભિષેકની વિધિ છે. તે પછી અલગ અલગ દ્રવ્યોના અભિષેક આવે છે. તેમાં શુદ્ધ જળનો પણ અભિષેક આવે છે. આ બધા અભિષેક થઇ ગયા પછી અષ્ટપ્રકારી પૂજા આવે છે. અને તે પૂજાના શ્લોક અને મંત્ર આવે છે. જો તમે સ્ટેજ બારીકાઇથી જોશો તો ક્ષી૨સ, દધિરસ, ધૃતરસ, ઇક્ષુરસ, શુદ્ધ જળના અભિષેકના મંત્રોમાં ક્ષીરરસ કળશેન રૂપયામીતિ સ્વાહા આવા અક્ષરો મળે છે. જ્યારે અષ્ટપ્રકારી પૂજા શ્લોકના અંતે જે મંત્ર આવે છે તેમાં જલપૂજાનો જે મંત્ર છે તેમાં જલેન અર્ચયામીતિ સ્વાહા આવા અક્ષરો છે. અભિષેક અને પૂજા બન્ને સ્વતંત્ર વસ્તુ છે. તે દર્શાવવા માટે આ બન્ને પ્રયોગ અલગ છે. તો ત્યાં સ્નપયામિ એટલે સ્નાનનો અર્થ થાય છે. અને તે પ્રમાણે આપણે અભિષેક જ કરીયે છીએ તે બરાબર છે પણ જ્યારે પૂજાની વાત આવી ત્યારે જ જલપૂજા છે. હું ાન નથી. સ્નાન તો વિસ્તારથી હમણાજ થયું છે માટે આ જલપૂજા શું છે તેવી જજ્ઞાસા થાય છે. થવી જોઇએ. થાય તે સહજ છે.
For Private And Personal Use Only
તો પ્રાચીન શ્રાદ્ધ દિનકૃત્ય વગેરે ઘણા ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ આવે જ છે કે મૂ. (૧) રાંધોવÇા પદ્માવિત્તા, નિળે તેનો બંધવે ।। गोसीस चंदणाइहिं, विलिंपित्ता य पूयए ।। २५ ।। पुप्फेहिं गंधेहिं सुगंध हिं, धूवेहिं दीवेहिं य अक्खएहिं । नाणाफलेहिं च धणेहि निच्चं, पाणीय पुन्नेहि य भायणेहिं । । २६ । ।