________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक महापूजन विधि
९
वृ :- घृतैरित्यस्योपलक्षणत्वात् सर्व नैवेद्यैः नित्यं प्रत्यहं - पानीयपूर्णैश्च भाजनैः निर्मलोदकभृतशंखादिपात्रैरिति सूत्र द्वयार्थः । ।
એજ પ્રમાણે આચારોપદેશ નામના ગ્રન્થમાં જલ પૂજા આઠમી પૂજા છે. શ્લોક આ પ્રમાણે છે.
तीर्थोदकैर्युतमलैरमलास्वभावं शश्वन्नदीनदसरोवर सागरोत्थैः
दुर्वारमारमदमोहमहाहितार्क्ष्यं संसार ताप शमनाय जिनं यजामि ||२२||
ચંદનાદિ સાત પૂજા થયા પછી એટલે કે નૈવેદ્ય અને ફળ પૂજા પછી નિર્મલ જળની જરૂર પડે છે કોઇક ગ્રંથમાં તો ના નવા વોન આવા સુરભિપદાર્થના જળની વાત આવે છે અને આ જળપૂજા એ અગ્રપૂજા સ્વરૂપે છે.
નિર્મળ સુગંધી જળથી ભરેલો કળશ સ્વસ્તિક અથવા અષ્ટમંગલની રચના કરી છે તે પાટલા ઉપર જ પધરાવવાનો છે. સ્થાપવાનો છે અને તેનો ક્રમ તે તે ગ્રંથોમાં આઠમો છે. અહીં સિદ્ધચક્રપૂજનમાં કોઇ પણ કારણવશ તે પહેલા સ્થાને છે. પ્રારંભના શ્લોકમાં જે આઠ પ્રકારની પૂજાની વાત છે તે ક્રમબદ્ધ નથી ત્યાં તો પહેલાં જળનો ઉલ્લેખ કર્યા પછી તુર્ત પુષ્પનો ઉલ્લેખ આવે છે.“નીરૈ નિર્મલતાં સુમેઃ સુભગતાં” એટલે મારી હજુ તીવ્ર શોધ છે કે આ સિદ્ધચક્રપૂજનની હસ્તપ્રત જેના ઉપરથી-આ વર્તમાન પ્રચલિત સિદ્ધચક્રપૂજન વિધિ પ્રકાશિત કરવામાં આવી છે તે મૂળપ્રત મને એકવાર જોવા મળે અને તેમાં અષ્ટપ્રકારી પૂજાના શ્લોકો ક્યા ક્રમે છે? તે જોવું છે. સંકલનકાર સંપાદન કરતી વખતે વર્તમાનમાં પ્રચલિત અષ્ટપ્રકારી પૂજાના ક્રમ પ્રમાણે પ્રથમ જળપૂજા લઇ લીધી હોય એવું પણ બને.
આ માત્ર નિરાધાર અનુમાન છે પણ મારી તો તમામ પૂજનકા૨કો અને આ વિષયમાં વિચારી શકનાર પૂજ્ય વિદ્વાન સાધુગણ ને નમ્ર વિનંતી છે કે આપ, રૂપયામિ અને અર્ચયામિનો ભેદ વિચારશો તો આમાં કાંઇક ફેરફાર કરવા જેવું જણાશે. અને તે પ્રમાણે બધાને જણાય તો મૂળવિધિ પ્રચલિત કરવા સકલશ્રી સંઘને અભ્યર્થના સાથે વિરમું છું.
પ્રસ્તુત પ્રકાશન અંગે બે શબ્દ
સિદ્ધચક્ર પૂજન હવે ઠેરઠેર ગામોગામ ભણાવાય છે. કેટલાંય ભાગ્યશાળી ભક્તો તો રોજ શ્રી સિદ્ધચક્ર ભગવાનનું પૂજન ભણાવી ને પછી જ જળ ગ્રહણ કરે છે.
એટલે સ્વાભાવિક જ છે કે સિદ્ધચક્રપૂજનના પ્રકાશનની માંગ રહ્યા જ કરે. અમદાવાદ માં એક વિધિકારકોની પરંપરા રહી છે તેમાં છેલ્લે શ્રી ભાઈલાલભાઈ
For Private And Personal Use Only