Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सिद्धचक्र महापूजन विधि શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા અપરંપાર અનંત છે. સર્વજ્ઞ તીર્થકર ભગવંતો પણ શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા સંપૂર્ણ પણે વર્ણવી શકતા નથી. આવા અપરંપાર મહિમાવંત શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધના અને ઉપાસના કરી સર્વ જીવો શાશ્વતપદ પામો એજ શુભાશિષ. સુબોધસાગરસૂરિ નેમિસાગર ઉપાશ્રય આંબલીપોળ, ઝવેરીવાડ અમદાવાદ. કપડવંજ શ્રાવણ શૂ. ૧૧ સુશ્રાવક વિધિકારક શ્રી સંજયભાઈ (પાઇપવાળા) ધર્મલાભ પત્ર મળ્યો, સિદ્ધચક્રપૂજન નૂતન આવૃત્તિ છપાવો છો તે પર હાર્દિક મંગલ આશિષ. સહુ આ પુસ્તકના માધ્યમે સારો લાભ લે એજ શુભેચ્છા. ધર્મસ્નેહમાં વૃદ્ધિ કરશો. સૂર્યોદયસાગરસૂરિ સિદ્ધચક્રનો મહિમા ન્યારો... વર્તમાનકાળમાં ભણાવાતાં સિદ્ધચક્ર પૂજનનો મુખ્ય આધારગ્રંથ છે. સિરિ સિરિવાલ કહા. આ ગ્રંથના આધારે શ્રીસિદ્ધચક્રમંત્રનું આલેખન કરવામાં આવ્યું છે. સિદ્ધચક્રના કેન્દ્રસ્થાને છે નવપદ, નવે નવપદની આરાધનાથી આત્મા સિદ્ધપદને પામી શકે છે. માટે આ યંત્રને સિદ્ધચક્ર યંત્ર કહેવાય છે. જગતના તમામ પદો કર્મના ઉદયથી મળે છે જ્યારે એક માત્ર સિદ્ધપદ એવું છે જે કર્મના વિનાશથી પ્રાપ્ત થાય છે. આ એક ખૂબી છે, કર્મના ઉદયથી મળતા પદો વિનાશી હોય છે જ્યારે કર્મના સંપૂર્ણ ક્ષયથી મળતું પદ શાશ્વત હોય છે. શાશ્વત પદદાયક અનંત લબ્ધિભંડાર શ્રી સિદ્ધચક્ર મહાપૂજનને ભણાવવા દ્વારા, પૂજા દ્વારા તેમ જ ધ્યાનથી શ્રવણ કરવાથી સહુ આત્મા અષ્ટકર્મનો શીઘ ક્ષય કરી સિદ્ધપદને પ્રાપ્ત કરો એવી શુભાભિલાષા. આ. વિ. જયઘોષસૂરીશ્વરજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 125