Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सिद्धचक्र महापूजन विधि : આશીવચનો : . પરમ પ્રભાવક શ્રી સિદ્ધચક્ર ભગવંતનો મહિમા આ કલિકાલમાં પણ અભૂત જણાઇ રહ્યો છે. અનેક જીવો આ નવપદજીનાં આલંબનને કરી આત્મશ્રેયના માર્ગે આગળ વધી રહ્યા છે. વર્તમાનમાં રોજ નવાનવા અનેક પૂજનો ભણાતા હશે છતાં એક સર્વેક્ષણ મુજબ વધુમાં વધુ શ્રી નવપદજીનાં પૂજનો જ ભણાય છે. તે જ આ નવપદની પ્રભાવક્તાને સિદ્ધ કરે છે. મન્ત્રોનું હાર્દ છે...માનસિક શાંતિની પ્રાપ્તિ. આ નવપદ પૂજન પરમ મંત્રોનો અદ્વિતીય સંગ્રહ છે. તે આપણા આત્માને શાંતિ-સમાધિ નો અનુભવ કરાવે છે. સિદ્ધચક્ર યંત્રની આરાધના કરતા. આપણે સહુ આ અનુભવને અનુભવી પરમાત્મ ભક્તિનાં આલંબને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરીએ તે જ અભ્યર્થના. રામસૂરિ (ડહેલાવાળા) ભાવનગર શ્રાવણી પૂનમ. શ્રી સંજયભાઈ, યોગ્ય ધર્મલાભ તમે સિદ્ધચક્ર પૂજન વગેરે અનેક પૂજનો અને વિધિ વિધાનો કરાવો છો. તેમાં સિદ્ધચક્ર પૂજન વિધિનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છો તે જાણ્યું. આવા વિધિવિધાનો હવે શુદ્ધિ પૂર્વક થવા અત્યંત જરૂરી છે તે વિષે વિશેષ લક્ષ્ય આપશો. એજ આ. વિજયહેમચંદ્રસૂરિ, આ. વિજયદેવસૂરિ દેવાધિદેવ પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપન કરેલ ત્રિકાલાબાધિત શ્રી જિનશાસનમાં મોશૈકલક્ષી આરાધના અને ઉપાસનાનું સર્વોત્તમ સાધન શ્રી સિદ્ધચક્ર ભગવંત છે. અનંતાનંત આત્માઓએ શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધના અને ઉપાસના કરી પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 125