Book Title: Siddhachakra Mmahapujan Vidhi Author(s): Arvindsagar Publisher: Arunoday Foundation View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सिद्धचक्र महापूजन विधि ૐ શ્રી અહં નમઃ ગ્રંથ પ્રકાશન અંગે. અનાદિકાળથી રખડતા અને સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માઓ માટે ભવચક્રને અટકાવવાનું સર્વશ્રેષ્ઠ સાધન હોય તો તે પરમ પવિત્ર નવપદજી મહારાજા છે. અને તેનું આલંબન જ સર્વ શ્રેષ્ઠ છે. અનેક આત્માઓ તેની આરાધના કરીને જ મોક્ષે ગયા છે, જાય છે અને જશે. તેવા નવપદજીની આરાધનામય શ્રી બૃહદ્ર સિદ્ધચક્ર પૂજન ગુજરાતી અનુવાદ સહિતની પુસ્તિકા પૂર્વે વિધિકારક શ્રી જશભાઈ લાલભાઈ દ્વારા છપાયેલ હતી. તે પુસ્તિકા અપ્રાપ્ય થવાથી નવી પુસ્તિકા છપાવવાનો વિચાર આવતા, શાસન પ્રભાવક પપૂ.આ. શ્રી પતાસાગરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય ગણિવર્ય શ્રી અરૂણોદયસાગરજી મ.સા.ના શિષ્ય મુનિરાજ શ્રી અરવિંદસાગરજી મ.સા. નું ૨૦૫રનું ચાતુર્માસ ભીનીબારી વીરવિજયજીના ઉપાશ્રયે થતાં તેમને પુસ્તિકા બાબતે વાત કરતા તેમણે સારો એવો રસ દાખવીને પ્રકાશનની જવાબદારી લીધી. પ્રકાશનના ખર્ચને પહોંચી વળવા સ્નેહી મિત્રોને વાત કરતા રૂ. ૧૧૧૧/- ની યોજનામાં સહર્ષ લાભ લઇને અનુમોદનીય ઉત્સાહ દાખવ્યો. જેઓની નામાવલી અન્યત્ર આપવામાં આવી છે. . પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા) પ.પૂ. આચાર્ય દેવશ્રી દેવસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ. ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થયો. ૫.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને વાત કરતા તેમને આપેલા સૂચનોનું ધ્યાન રાખી પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ, અને પ.પૂ. મુનિરાજ શ્રી અરવિંદસાગરજી મ.સા. નો હું ખૂબ જ ઋણી છું. કોબા સ્થિત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના કંપ્યુટર વિભાગમાં શ્રી સુદેશ ડી. શાહે ઉત્સાહ પૂર્વક કંપોઝ કરી આપેલ છે. આ પુસ્તક દ્વારા અનેક આત્માઓ શ્રી સિદ્ધચક્રની આરાધના કરી સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર ની પ્રાપ્તિ કરી પરંપરાએ મુક્તિપદના ભોક્તા બનો એજ અભ્યર્થના... લિ. વિધિકારક શાહ સંજયભાઈ પાઇપવાળાના પ્રણામ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 125