________________
(૧)
અધ્યાત્મસાર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે આ ગ્રંથની રચના કરીને સાધક જિજ્ઞાસુ વર્ગ ઉપર અવર્ણનીય ઉપકાર કર્યો છે. યોગ, અધ્યાત્મ, ધ્યાન વગેરે વિષયોનું સુંદર નિરૂપણ આમાં કર્યું છે. આ ગ્રંથના સાત પ્રબંધ છે અને તેમાં અનુક્રમે ચાર, ત્રણ, ચાર, ત્રણ, ત્રણ, બે અને બે એમ કુલ એકવીસ અધિકાર છે. બધા થઈને કુલ ૯૪૯ પદ્ય છે. છંદોનું વૈવિધ્ય અને પદલાલિત્યથી શોભતી | ૭ કોમલ પદાવલી, અધ્યાત્મ જેવા શુષ્ક મનાતા વિષયના આ ગ્રંથને ઠીક રસિક બનાવે છે.
એ એકવીસ અધિકારનાં નામ આ પ્રમાણે છે.(૧) અધ્યાત્મ શાસ્ત્રનું માહાભ્ય, (૨) અધ્યાત્મનું સ્વરૂપ, (૩) દંભનો ત્યાગ, (૪) ભવનું સ્વરૂપ, (૫) વૈરાગ્યની ઉત્પત્તિ, (૬) વૈરાગ્યભેદ (૭) વૈરાગ્ય વિષય (૮) મમતાત્યાગ, (૯) સમતા, (૧૦) સદનુષ્ઠાન, (૧૧) મનશુદ્ધિ, (૧૨) સમ્યક્ત, (૧૩) મિથ્યાત્વત્યાગ, (૧૪) અસત્યાગ, (૧૫) યોગ, (૧૬) ધ્યાન, (૧૭) ધ્યાનસ્તુતિ, (૧૮) આત્માનો નિશ્ચય, (૧૯) જિનમતસ્તુતિ, (૨૦) અનુભવસ્વરૂપ અને (૨૧) સજ્જનસ્તુતિ.