________________
અધૂરા રહે છે. આ બત્રીસમા અષ્ટકના અંતે “પરમાનંદ' શબ્દનો પ્રયોગ પૂ. ઉપાધ્યાયજી મહારાજ કરે છે. બત્રીસ-બત્રીસીના અંતે તમામ શ્લોકમાં આ જ પરમાનંદ પદને મૂક્યું છે. ત્યાં યશ શ્રી નથી. તે પછીના તેત્રીસમા અષ્ટકમાં એક બહુ સુંદર અષ્ટકોની અનુક્રમણિકા આપી દીધી છે. પ્રશસ્તિ પણ આનંદ જન્માવે તેવી છે. સમગ્ર ગ્રંથ “સહજ’ સર્જાયો છે. અમૂલ્ય ભેટયું છે. આજના કાળમાં આ ગ્રંથનું મહત્ત્વ અનેરું છે. ગૌરવ ઝાઝેરું છે. જે આને કંઠે ધરે છે, ચિંતનમાં ઉતારે છે, તે કલ્પવૃક્ષને સેવે છે. વધુ તો બીજું કહીએ શું ! બીજા ગાન કરે તો તેને લાભ. તમે ગાન કરશો તો તમને લાભ ! તમારે ગુણ જ ગાવા છે, તો વિશ્વમાં ઠેર ઠેર સુકૃતોનો પારાવાર છલકે છે. પંચ પરમેષ્ઠિથી લઈને માર્ગાનુસારીની ભૂમિકા સુધીના અનેક જીવોના ગુણોનું ગાન કરો.
તમને તમારી સ્થિતિ ઊંચી લાગે તે પૂર્વના પુરુષ તરફ નજર લંબાવો. તમને તમારી અકિંચનતા જણાશે. કદાચ તમારો ઉત્કર્ષ લાગે તો તે તમારો છે? કે પર્યાયનો-પુદ્ગલને ? તે શાંત ચિત્તે વિચારજો. તેવી વિચારણા કરવાથી તમારામાં તત્ત્વદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થશે. તત્ત્વદૃષ્ટિ એટલે જૈન દષ્ટિ-પારિણામિકી દૃષ્ટિ. શરીર જ લો : બહારથી કેવું રૂડું-રૂપાળું સુંવાળું અને સુંદર. પણ અંદર તો કેવુ છે! આ અંદર જ જોવું તે તત્ત્વદૃષ્ટિ. એ તત્ત્વદૃષ્ટિએ જોતાં શરીર લોહી, હાડ, માંસ, મૂત્ર, વિષ્ટાની કોથળી લાગે છે. તેવી જ રીતે ઉપરથી કેશલોચ કરેલો હોય, શરીર ઉપર મેલના થથેરા હોય, તેને બાહ્યદૃષ્ટિ જીવો મહાન કહે છે. જ્યારે જ્ઞાની પુરુષને મહાત્મા કહેનારા તત્ત્વદૃષ્ટિવાળા હોય છે. આવી દૃષ્ટિવાળા જ્યાં નજર નાખું, ત્યાં સર્વ સમૃદ્ધિ જ દેખાતી હોય છે. સમૃદ્ધિની ટોચે ઇન્દ્ર હોય છે, તેની સમૃદ્ધિ મુનિ પાસે છે. સમતા ઈન્દ્રાણી, ધર્ય વજ, સમાધિ તે નન્દનવન અને રહેવા માટે મહાવિમાન એટલે જ્ઞાન. આ સમૃદ્ધિ છે મુનીન્દ્રની.
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૪૨