Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ પહેલી નજરે ભિન્ન અર્થને કહેનારા વાક્યમાં પણ તાત્પર્યની એકતા શોધી કાઢે. અને પોતે સર્વત્ર અજ્ઞાને જ આગળ કરે અને તેથી આજ્ઞાકારકને આગળ કર્યા કહેવાય અને એ રીતે હૃદયમાં પરમાત્મા વસવાથી સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. અને આ ભાવના-જ્ઞાન વિનાનું બધુંય શૂન્ય છે. એમ કહીને પેલું પ્રસિદ્ધ દષ્ટાંત આવે છે કે એક ગામમાં એક શ્રાવકે અભિગ્રહ રાખ્યો હતો કે, આ ચોમાસામાં જે સાધુ મહારાજ ગ્લાન થાય તેના ઔષધનો લાભ હું લઈશ. અને આખા ચોમાસામાં કોઇ બિમાર ન થયું તો પેલા શ્રાવકને ખેદ થયો કે મને લાભ ન મળ્યો! આ ખેદ નિરર્થક છે. ભાવના ભાવિત ચિત્તમાં આ ખેદને અવકાશ નથી. આ બત્રીસીમાં નિરૂપિત વિષયો મુખ્યત્વે ઉપદેશ પદમાં, ઉપદેશ રહસ્યમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યા છે. ક્યાંક એવું સાંભળવા મળ્યું હતુ કે વ્યાખ્યાન આપવાનું શરૂ કરતાં પહેલાં ઉપદેશ રહસ્ય, ઉપદેશ પદ, ઉપમિતિ ભવપ્રપંચા કથા, અને ઉપદેશ રવાકર આ ચાર ગ્રંથનું અવશ્ય વાચન કરવું જરૂરી છે. તેનાથી પ્રરૂપણામાં નિર્દોષતા આવે છે, માર્ગનો સમ્યક બોધ થાય છે. અને આગમ અવિરુદ્ધ વિચારસરણિ ઘડાય છે. પ૪ કલિકાલમાં પણ જો ધર્મનો પ્રભાવ વધારવો હોય તો ગીતાર્થ પુરુષોએ જ આ દેશનું કાર્ય કરવું જોઈએ. આ બત્રીસીમાં જે છેલ્લો શ્લોક છે, તે વ્યાખ્યાનના મંગલાચરણમાં બોલવા જવો છે : गीतार्थाय जगजंतु परमानंददायिने । मुनये भगवद् धर्म-देशकाय नमो नमः ॥ તેઓનું જ એક સ્થળનું વચન છે કે-“શુદ્ધ ક્રિયા ન કરી શકે તો તું શુધ્ધ ભાખ, શુદ્ધ પ્રરૂપક હુંએ કરી, જિનશાસન સ્થિતિ રાખ” તેઓએ પોતાના ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ ઠામઠામ શુદ્ધ માર્ગપ્રરૂપકની બલિહારી વર્ણવી છે. એ શુદ્ધ માર્ગ કેવો હોય તે અંગેની ત્રીજી બત્રીસી હવે કહે છે. ) શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106