________________
બત્રીશી પાંચમી ભક્તિ બત્રીસી
ચોથી બત્રીસીમાં છેલ્લે ભક્તિ અંગેની ભૂમિકા બાંધીને પાંચમી બત્રીસીનો આરંભ કર્યો છે. ભક્તિના પ્રકાર બે છે, દ્રવ્ય અને ભાવ. ભાવપૂજા સાધુ મહારાજને હોય છે.
સૂત્રકથિત આચારનું પાલન તે ભગવાનની ભાવપૂજા છે. ગૃહસ્થોને તો દ્રવ્યપૂજા હોય છે, તેનો વિધિ અહીં દર્શાવ્યો છે.
૬૧
આ બત્રીશીમાં ષોડશક પ્રકરણના છઠ્ઠા ષોડશકમાં જે જિનભવન-નિર્માણ વિધિ દર્શાવ્યો છે, તેની જ સીધી છાપ અહીં ઝીલાઈ છે. છતાં નિરૂપણમાં સરળતા વધારે આવી છે. જ્યારે આજે ચારે બાજુ નવીન જિનમંદિરોનું મોટા પ્રમાણમાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે તે અંગેની સાચી વિધિ જો જાણવા-જણાવવામાં આવે તો તે બહુ અવસરોચિત લેખાશે. પરમાત્માના જિનમંદિરના નિર્માણમાં જે કોઈ ચીજ વપરાય, તે તો શ્રેષ્ઠ કોટિની સુંદર હોય જ. પણ તેમાં જે સચેતન વ્યક્તિઓ આવે તે સર્વેને પૂર્ણ સંતોષવા. નોકર-મજૂર-સોમપુરાથી લઈ આજુબાજુ રહેનાર પાડોશી વર્ગ સુધ્ધાંને પ્રીતિ ઊપજે-વધે તે રીતે તેનો વ્યવહાર કરવા લક્ષ્ય રાખવું જોઈએ. વળી તે તે મંદિરના નિભાવ અંગેનું ધ્યાન પણ તેના નિર્માણ વખતે જ રાખવું જોઈએ.
卍