Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 87
________________ આવે તો શુભ ભાવ આવે છે. તત્ત્વની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. મોક્ષની નિકટતા હોય તો જ અંતરંગ પ્રમોદભાવ ઊપજે છે ચરમાવર્ત કાળમાં રહેતા જીવના મળ ક્રમશઃ ઘટતા જાય છે. મલઘટે એટલે પ્રસન્નતા - ચિત્તની પ્રસન્નતા વધે છે. પ્રસન્ન થયેલું ચિત્ત સહજ રીતે સ્થિર થાય છે. સ્થિર થયેલું ચિત્ત સમાધિમાં લીન બને છે અને આ અધિકાર અપુનબંધક અવસ્થામાં આવેલા જીવને મળે છે. એથી હવે ચૌદમી બત્રીશીમાં અપુનબંધકની વાત કરે છે. કર્મઆચરે છે. એ શુદ્ધ કર્મના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ, આત્માશુદ્ધ અને અનુબંધ શુદ્ધા. વિષયશુદ્ધ એટલે મારો મોક્ષ થાઓ આવી ઇચ્છાથી થયેલું કર્મ. બીજું આત્માશુદ્ધ અર્થાત્ સ્વરૂપ શુદ્ધ યમ-નિયમનું પાલન પૂરણ તાપસની જેમ કરે, જીવાજીવાદિ તત્ત્વને જાણે નહીં અને કરે તે સ્વરૂપ શુદ્ધ. જ્યારે ત્રીજું અનુબંધશુદ્ધ. તેમાં કષાયાદિ વિકારના નિરોધરૂપ તત્ત્વ સંવેદનને અનુસરતું અને જીવાદિ તત્ત્વના સમ્યક્ પરિજ્ઞાનથી સહિત આ આચરણા હોય છે. આમ ભિન્ન ભિન્ન કર્મને કરનારા જીવો અપુનબંધક અવસ્થામાં હોય છે. અચાન્ય ગ્રંથોમાં પંથમાં કથિત બધું ય તે તે અસદ્ગતના ત્યાગથી અને સદ્ગહની પ્રવૃત્તિથી પરંપરાએ પણ મોક્ષના પરમાનંદના કારણભૂત બની શકે છે. અપુનબંધકની અવસ્થા પછી સમ્યગદર્શનની ભૂમિકા અવે છે. અતિતીવ્ર રાગ-દ્વેષના પરિણામોના નાશથી, ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલો સમ્યગૂ દર્શનરૂપ આત્મપરિણામ એ ત્રણ ચિન્હોદ્વારા જાણી શકાય છે. શુશ્રુષા, ધર્મનો રાગ અને ગુરુદેવાદિનું પૂજન. ૧૫ મી બત્રીશીમાં આ ત્રણે ચિન્હ-લિંગના સામાન્ય લક્ષણ સહિતના પરિચયપૂર્વક સમ્યકત્વનું મનોરમ વર્ણન કર્યું છે. અહીં શુશ્રષા વિશાળ અર્થમાં સમજવાની છે. કેવળીભાષિત વીતરાગવચનને સાંભળવાની ઇચ્છા, એટલું જ નહીં, પણ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત થઈને સાંભળવાની ઇચ્છા એ સુશ્રુષા ! એ જ પ્રમાણે ધર્મનો રાગ એટલે ધર્મ શબ્દથી ચારિત્ર ધર્મ એ સંવરતત્ત્વ સમજવાનું છે, તેનો રાગ તેના હૈયામાં તજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106