Page #1
--------------------------------------------------------------------------
________________
થતા જલધિ પછી બાવા
લેખકે ૩ આ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ
: પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ-૧૪
Page #2
--------------------------------------------------------------------------
________________
થત જક્ષણ પ્રવેશે ઝાલા
(ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ રચિત
કેટલાંક ગ્રન્થોનો સામાન્ય પરિચય).
પરિચય લેખક: શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય
આ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ
:પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા
અમદાવાદ-૧૪ વસંત પંચમી, વિ.સં. ૨૦૬૨.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ
મૂલ્ય : ત્રીસ રૂપિયા
પ્રતિ : ૫૦૦
પ્રકાશક | પ્રાપ્તિસ્થાન : - જિતેન્દ્ર કાપડિયા
અજંતા પ્રિન્ટર્સ ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પો. નવજીવન, અમદાવાદ-૧૪. શરદભાઇ શાહ ૨/૧, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર. નિશીથ સુબોધચન્દ્ર શાહ ૧, મૌલિક એપાર્ટમેન્ટ,
ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ-૭.
મુદ્રકઃ કિરીટ ગ્રાફીક્સ
૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫૨૬૦૨
Page #4
--------------------------------------------------------------------------
________________
તાવાતી પૂર્વભૂમિકા
| વિ.સં. ૨૦૩૨/૩૩ની વાત છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના વચનોનો અનુરાગ ઉત્તરોત્તર વધતો હતો તે દિવસોમાં તેઓના પ્રભુવાણીના વિસ્તાર રૂપ વચનોમાં થોડાં ઊંડા ઉતરવાની ઈચ્છા થઈ. છબછબીયાં તો કર્યા જ હતા હવે થોડાં મોતી મેળવવા મન થયું. અને તે તો ત્યારે જ બને કે તે લેખનના રૂપે મઢવામાં આવે અને એમ કરવામાં બરાબર જોવું પડે, વિચારવું પડે, ભલે સ્થૂલથી પરિચય લખવા મન હોય તો પણ.
અને તેમાં કલ્યાણ માસિક (વઢવાણ)નું આમંત્રણ મળ્યું અને આ ઉપાધ્યાયજી મહારાજે પોતાના ગ્રંથો માટે પ્રયોજાયેલી “શ્રુત જલધિ પ્રવેશે નાવા' એ પંક્તિને શીર્ષક બનાવીને તેઓશ્રીના ગ્રન્થોનો પરિચય કરાવતી લેખમાળા શરુ થઈ થોડાં લેખ થયા અને વળી એ બંધ પડી. વહેણ બદલાયું. લેખમાળા વિસારે પડી.
મનમાં જે રૂચે છે તે બધું કાંઈ લખાતું નથી જે કાંઈ લખાય છે તે બધું છપાતું નથી જે છપાય છે તે બધાનું પુસ્તક થતું નથી પુસ્તક થાય તે ટકે તેવું હોતું નથી ક્યારેક તો આ બધી નમાની ખણજ હોય છે. અહંકાર મનની નીપજ હોય છે.
છતાં વેરવિખેર પડેલા લેખોની ચોપડી થાય તો કો'કને લાભ થશે એવી લાહ્યમાં આ પ્રકાશિત થવા જાય છે.
નાવામાં દ્વાંગિંશદ્ધાત્રિંશિકા ગ્રન્થનો પૂર્ણ પરિચય અપાયો નથી. અમુક બત્રીશી રહી ગઈ છે. પણ તે એમ જ રહેવા દીધી છે. થાગડ થીગડ કરી પૂર્ણ કરવાની લાલસા જતી કરી છે આમે ય શું પૂર્ણ થઇ શકે છે! જેનું સ્વરૂપ જ અપૂર્ણ છે ત્યાં!
તેથી જેટલાં લેખ લખાયાં તેટલાં જ અહીં મૂક્યા છે. પુસ્તક કરતી વેળાએ તેનું “પુનર્લેખન થાય તો સારું” આવું સૂચન મળ્યું પણ તેનો અમલ પુસ્તકના પ્રકાશનને વિલંબિત કરશે તેવું લાગ્યું તેથી તે પણ ટાળ્યું છે.
લેખની અવસ્થા કરતાં થોડાં વધુ વર્ષો સુધી ટકે તેવી ગણતરીથી પ્રકાશિત થાય છે. શેષ વાચકોને ભળાવું છું.
વિ.સં. ૨૦૬૨, | શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ માગસર પૂનમ
શિષ્ય પ્ર0 સેરીસા તીર્થ
Page #5
--------------------------------------------------------------------------
________________
યુત જુથ પ્રવેશે ઝાલા
(ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ રચિત
કેટલાંક ગ્રન્થોનો સામાન્ય પરિચય)
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રવેશક
આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે જ્ઞાનના અજવાળામાં એ તારકે સમસ્ત ચૌદ રાજલોકના અનંત દ્રવ્યો અને તેના અનંત પર્યાયોને જોયા અને જાણ્યા, તેમાં જીવને જોયા, ઘન, રૂઢ અને દૃઢ કર્મથી આવરાયેલા જીવને જોયા, અનેકવિધ દુઃખથી ઘેરાયેલા તરફડતા જીવો જોયા, સમસ્ત જગતને જોયું; અનંત સિદ્ધ ભગવંતોને જોયા, મોક્ષ જોયો, મોક્ષનો માર્ગ જોયો, પરમકરુણાથી પરમાત્માએ એ માર્ગ પ્રરૂપ્યો. અરિહંતપરમાત્માએ મોક્ષનો માર્ગ પ્રકાશીને સમસ્ત જીવરાશિ ઉપર અનંત ઉપકાર કર્યો. એ પરમાત્માએ સકલજીવ-હિતકારિણી અર્થથી દેશના આપી. તે અર્થ-પુષ્પોને બીજબુદ્ધિના સ્વામી ગણધર ભગવંતોએ પોતાના બુદ્ધિરૂપી વસ્ત્રમાં ઝીલીને સૂત્રરૂપે તેની માળા ગૂંથી અને આગમગ્રંથોની રચના થઇ.
૧
ગણધર-ભગવંતો અસાધારણ-ક્ષયોપશમના ધણી હોવાથી માત્ર ત્રિપદીમાંથી જ ચૌદપૂર્વ અને અંગસૂત્રોની રચના અન્તર્મુહૂર્તમાં કરે છે. ગણધર ભગવંતે રચેલી અનેક ગૂઢ રહસ્યાર્થથી ભરેલી તે વાણીનો અર્થાવબોધ કાળબળે ઘટતી જતી મતિના કારણે સહેલાઇથી ન થવા માંડ્યો, તેથી શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે તે આગમોના નિગૂઢ 卍
Page #7
--------------------------------------------------------------------------
________________
ભાવોને પ્રકટ કરવા નિર્યુક્તિની રચના કરી. આગળ જતાં એ નિર્યુક્તિમાં નિબદ્ધ ભાવો પણ દુર્બોધ લાગ્યા, ત્યારે ભાષ્ય-ચૂર્ણાની રચના થઈ. જ્યારે જીવોના ક્ષયોપશમમાં એવી મંદતા આવી કે એ ચૂર્ણકથિત પદાર્થોનો બોધ પણ દુર્બોધ થયો, ત્યારે એ ગ્રંથો ઉપર વિસ્તૃત ટીકાઓ લખવામાં આવી, તેમાં પરંપરાપ્રાપ્ત અર્થપ્રવાહોની યે સબહુમાન નોંધ લેવામાં આવી. આ સૂત્રો અને એ અર્થોને જાળવવા માટે પ્રાણની પરવા કર્યા વિના મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો છે. આ આગમગ્રંથોની રક્ષા એટલે માર્ગની રક્ષા. માર્ગ છે તો અનંત સુખભંડાર સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ શક્ય છે. અને આગમ છે તો માર્ગ છે. અને માર્ગ છે તો મોક્ષ છે.
આ માર્ગનો અભાવ કલ્પી શકાતો નથી, હવા વિનાની વિશ્વની કલ્પના થઈ શકે ખરી? તેથી તો મહાપુરુષોએ એમ લખ્યું છે કે-હા! માહી દં તા ન ના દુઃો નિપITનો –જો આ જિનાગમ અમને ન મળ્યું હોત, તો અમારી શી દશા થાત ! આગમગ્રંથો તો શ્રી સંઘની ધોરી નસ જેવી જીવાદોરી સમાન ચીજ છે. એ આગમગ્રંથોની વૃત્તિટીકામાં પથરાયેલા ભિન્ન-ભિન્ન ભાવોને સમજાવવા માટે પ્રાચીન ઉપકારી મહાપુરુષોએ તેને સરળ ભાષામાં સ્વતંત્ર પ્રકરણોની રચના કરી અને એને બુદ્ધિગમ્ય અનેક યુક્તિપ્રયુક્તિઓથી સુગમ બનાવવા માટે એવા સુગમ ગ્રંથો પણ લખ્યા. જે ગ્રંથોનો અર્થબોધ થાય, તો આગમ કથિત ભાવોનો અવબોધ બહુ સરળતાથી થાય અને તેમાં પ્રવેશ થઈ શકે. આગમગ્રંથોના ભાવો અને તેના સૂક્ષ્મ પદાર્થોનો અર્થવિસ્તાર તો સમુદ્ર જેવો વિશાળ અને ગંભીર છે ! તેના ઊંડાણનું માપ નથી, તેના વિસ્તારની કોઈ સીમામર્યાદા નથી ! સમુદ્રના વિપુલ જલરાશિનાં બિંદુ કેટલાં! તેથીય વધારે ભાવો અને અર્થો આગમસૂત્રોમાં ગૂંથાયેલા-છુપાયેલા છે. એક શબ્દોના સંવાદી અર્થો પણ અગણિત થાય છે. ભિન્ન ભિન્ન સાત નયની અપેક્ષાએ, ચાર અનુયોગની દૃષ્ટિએ,
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #8
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગીની દૃષ્ટિએ અને ચાર નિક્ષેપાની દૃષ્ટિએ વળી તેના જુદા જુદા અર્થો થાય! શબ્દોની પોતાની પાંખમાં સંગ્રહીત અનેકવિધ અર્થને કરવાની શક્તિનું દર્શન થવું તે આપણા ગજા બહારની વાત છે. તેથી એ સમુદ્ર રૂપ આગમ પાસે પહોંચવા માટે, તેમાં પ્રવેશવા માટે આપણી પાસે કંઈક માધ્યમ હોવું જોઈએ, કોઇક નાવ હોવી જોઇએ. નાવનો સહારો લઇએ તો સમુદ્રમાં પ્રવેશ સહેલાઇથી થઈ શકે.
આગમગ્રંથોના ભાવોને અનુસરતા પોતાના ગ્રંથો માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે જ આ કલ્પના અને ઉપમા આપી છે. (સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ઢા. ૪ ગા. ૧૨, દ્વા. ધો. ત્રિશિંકા, ૩૨) અને એ ઉપમા બહુ તર્કસંગત પણ છે. સદ્ભાગ્યે એવા નાવ સ્વરૂપ ગ્રંથો આપણે ત્યાં વિપુલ પ્રમાણમાં લખાયેલા છે, તે ગ્રંથોનો-પ્રકરણોનો પરિચય આપવાનો અહીં નમ્ર પ્રયત પ્રારંભાય છે. ક્યાંક પરિચય આપીશું, જ્યાં જરૂર જણાશે ત્યાં તે ગ્રંથનો કે તે પ્રકરણનો સારસંક્ષેપ આપીશું. વિશેષ મહત્ત્વની બાબતનો રસાસ્વાદ પણ કરાવીશું. અને તે તે ગ્રંથોને લાગતી-વળગતી સામગ્રીની માહિતી પણ આપીશું. તેના ઉપર થયેલા ટીકા-અનુવાદ અને પ્રકાશન વગેરેની પ્રાપ્ત વિગતો આપવાનોય પ્રયત્ન કરીશું. એમાં પહેલાં તો પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે યોગ-અધ્યાત્મધ્યાન વિષયક બધા પદાર્થોનો સંગ્રહ જેમાં કર્યો છે, તેવા ગ્રંથો લઈશું. અધ્યાત્મ-યોગ-ધ્યાન અને સમતા જેવા વિષયો અંગે જેટલું ભિન્ન ભિન્ન સ્થળે મળે છે, તે બધું અહીં એકી સાથે મળે છે. જે અહીં નથી તે ક્યાંય નથી. અને જે બીજે છે, તે સઘળું અહીં છે જ. એમ કોઇ પણ સહૃદય વાચક સજ્જન કહેશે.
જો કે ઉપર-ઉપરથી વાંચનારને આમાં અતિશયોક્તિ લાગશે. પણ તે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનાં વચનોને ફરી-ફરીને વાગોળશે, અર્થ-મર્મ-રહસ્ય અને ઐદપપર્યાર્થ સુધી પહોંચશે, તે તો
૩
卍
Page #9
--------------------------------------------------------------------------
________________
જરૂર આ વાત સાચી છે તેમ કબૂલ કરશે. પહેલાં “અધ્યાત્મસાર” લઈએ. આ એક જ ગ્રંથના સમ્યગૂ પરિશીલનપૂર્વકના અધ્યયનથી સાધકને વીતરાગના માર્ગનું જ્ઞાન થઈ જાય છે, દૃષ્ટિ ખૂલી જાય છે, પોતાને માટે કલ્યાણકારી માર્ગ ક્યો છે-તેનું સ્પષ્ટ ભાન થઈ જાય છે. એ માર્ગમાં આવતાં વિઘ્નો કેમ દૂર કરવાં, તેના ઉપાયો પણ આપમેળે સૂઝી આવે છે અને તેને દૂર કરવાનું બળ પણ મળે છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ બહુ મોટા ગજાના સર્જક હતા. તેમની પછી આટલા બધા વિષયો ઉપર વિસ્તાર અને ઊંડાણ સાધનાર કોઈ સાધક સર્જક થયા હોય તેવું લાગતું નથી. તે પછીના ઇતિહાસને જોઇને આપણે અતિશયોક્તિના રણકાર વિના કહી શકીએ. અરે! કોઈ પણ નિષ્પક્ષ-સહૃદય વિદ્વાન પણ તેઓના અતિ ગંભીર નવ્ય ન્યાયની શૈલીના નય, નિક્ષેપા આદિના સૂક્ષ્મ વિચારોથી ઉભરાતા ગ્રંથો જોઈને, અનેક ગ્રંથોનો સમુચિત સાર-સંક્ષેપ રજૂ કરતા અથવા અનેક ગંભીર વિષયોને પી-પચાવીને નવા સ્વરૂપમાં રચાયેલા પ્રકરણો-ગ્રંથો અવગાહીને કે ગુજરાતી જેવી સરળ ભાષામાં વિપુલ સંખ્યામાં લખાયેલાં, તત્ત્વરસથી તરબોળ સ્તવનો, સઝાયો, રાસ, પદો, ગીતો વગેરેને જુવે તો તેમાં તેને કૂર્ચાલ સરસ્વતી સિદ્ધપુરુષની લેખિનીનાં દર્શન થવાનાં ! પછી તે સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, ગુજરાતી ભાષામાં, કે વ્રજભાષામાં લખાયેલા સાદા સરળ દુહાઓ, અલંકારરસમંડિત પદ્યો કે અત્યંત ગૂઢ મર્યવાહી અને ગંભીર ગ્રંથો હોય તે બધામાં અકુતો-ભય રીતે અત્રતત્ર સર્વત્ર નિર્વિઘ્ન વિહરતી એ સરસ્વતીમાં તમને નગાધિરાજ હિમાલય પર્વતની ઉત્તુંગ-ઊંચાઈનાં અને આભ-ઊંચા તરંગોથી ઊછળતા ગંભીર રસાકરની અગાધતાનાં એકી સાથે દર્શન થશે. વાચકને ક્યાંય છીછરાપણું નહીં દેખાય, લખવા ખાતર લખેલું કશુંય નહીં મળે, કચાશ ક્યાંય નજરઅંદાજ નહીં થાય, પદપૂર્તિ માટેના બિનજરૂરી ટેકા જેવાં નિરર્થક વાક્યો શોધવા વીણવા જશો તો પણ આંખે નહીં ચઢે. તેમનું સંખ્યામાં સીમિત ન કરી શકાય
શુતજલીય પ્રવરી નીવા
Page #10
--------------------------------------------------------------------------
________________
તેવું સાહિત્યસર્જન અને શાસ્ત્રખેડાણ જોઇને આફરીન-આફરીન પોકારી જવાય છે. કદી કલ્પના નથી થઈ શકતી કે તેઓએ કેટલું લખ્યું ! કેવી રીતે લખ્યું ! કેટલા સમયમાં લખ્યું ! કેટલા વિષયો ઉપર લખ્યું ! એ બધા પ્રશ્નો પ્રશ્નો જ રહે છે ! આકાશની વિશાળતાનું માપ વર્ણવવા માટે આપણી જીભ જેમ “અનંત-અનંત’ એમ વદીને વિરમી જાય છે, તેમ તેઓના જ્ઞાન-સર્જનની વિપુલતા, શ્રુતભક્તિની વિશાળતા, ઊંચાઈ અને અગાધતા જોઇને “અદ્ભુતઅદ્ભુત બોલીને છેવટે મૌન થઈ જવું પડે છે. તેને વર્ણવવા જે શબ્દ વાપરીએ તે શબ્દ ઊણો લાગે છે. તેનું અદ્ભુતપણું જ અનુભવી શકાય છે. તે અનુભવને વ્યક્ત કરવાની શક્તિ કોઈ શબ્દમાં જણાતી નથી. આપણી શક્તિની જ એ મર્યાદા છે-એમ કહેવામાં જ વધારે તથ્ય છે. તેમના રચેલા બધા ગ્રંથો ઉકેલી શકાતા નથી, વાંચી શકાતા નથી, પણ દર્શનથી તો જરૂર પાવન થવાય છે. અત્તર મોંઘું હોય તો તેને ખરીદવાની શક્તિ ન હોય તો તે ખરીદી ન શકાય, પણ તેની સુગંધ તો માણી શકાય ને? મનને તર કરી શકાય તેવી રીતે એ ગ્રંથો જોતાં તેમાં વિસ્તરેલા તેમના મતિવૈભવને જોઇને અપાર બહુમાન અને અત્યંત અહોભાવની લાગણી તો જન્મે જ છે. તેમના અવિહડ શાસન પ્રેમને જોઈને તો “ધન્ય-ધન્ય'ના ઉદ્ગારો મુખમાંથી આપમેળે સરી જ પડે છે. આગમ-ગ્રંથો અને અનેક પ્રાચીન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન સ્થળે વિસ્તારથી વર્ણવેલા જે ભાવો મળે છે, તેને સમુચિત સ્થળે યોગ્ય શબ્દોમાં ગૂંથીને સળંગ અને નવા સ્વરૂપે સર્જવાનું વિરલ વરદાન તેઓને વર્યું હતું. મર્મને પામવાની અને એને રજૂ કરવાની આગવી અને વિરલ કળા તો તેમને હસ્તગત હતી જ. જોઈને નાચી ઉઠાય છે. બધી અદ્ભુતતાનાં દર્શન કરવાં હોય, તો જો જો તેમની તત્ત્વાર્થની પ્રથમ અધ્યાયની ટીકા! વધુ માટે જો જો સ્યાદ્વાદ કલ્પલતા, અષ્ટ સહસી વિવરણ, ન્યાયખંડન ખંડખાદ્ય, બત્રીશ બત્રીશી અને માર્ગપરિશુદ્ધિ. આ ગ્રંથો જોઈને ઝૂમી ઊઠશો. વાંચીને ડોલવા લાગશો.
Page #11
--------------------------------------------------------------------------
________________
અર્થ પામીને કૃતાર્થ થઈ જશો. તે અર્થબોધના આનંદની પાસે તુચ્છ લાગશે સંસારના ભોગવિલાસ, ફિક્કા લાગશે ષટ્રસ ઝરતાં મધ-મીઠાં ભોજનો, ક્લેશરૂપ ભાસશે, નાચગાન ! અને તે ભાવોને લૂંટવાથી તૃપ્તિની એવી મસ્તી આવશે, શાસનપ્રાપ્તિનો ગૌરવોન્નત આનંદ અને પ્રવચનપ્રીતિની એવી ખુમારી પ્રગટશે કે તમે પણ ગાવા માંડશો કેતવ્ય બન્મત્ત તો મવમવ: પ્રાણાતિશાત્મન (જન્મનું ફળ મળી ગયું, ભવનો ભવ ચાલ્યો ગયો એમ આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ !) વીતરાગપ્રણીત આગમો આવાં સૂક્ષ્મ રહસ્યોના દરિયા સમાન છે. તે આ રીતે સર્વાગશુદ્ધ અને સંપૂર્ણ છે અને સર્વોપરિ તત્ત્વની ખાણ છેતેનો ખ્યાલ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોથી જ પામી શકાય.
O
:
"]
~ RF
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #12
--------------------------------------------------------------------------
________________
(૧)
અધ્યાત્મસાર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે આ ગ્રંથની રચના કરીને સાધક જિજ્ઞાસુ વર્ગ ઉપર અવર્ણનીય ઉપકાર કર્યો છે. યોગ, અધ્યાત્મ, ધ્યાન વગેરે વિષયોનું સુંદર નિરૂપણ આમાં કર્યું છે. આ ગ્રંથના સાત પ્રબંધ છે અને તેમાં અનુક્રમે ચાર, ત્રણ, ચાર, ત્રણ, ત્રણ, બે અને બે એમ કુલ એકવીસ અધિકાર છે. બધા થઈને કુલ ૯૪૯ પદ્ય છે. છંદોનું વૈવિધ્ય અને પદલાલિત્યથી શોભતી | ૭ કોમલ પદાવલી, અધ્યાત્મ જેવા શુષ્ક મનાતા વિષયના આ ગ્રંથને ઠીક રસિક બનાવે છે.
એ એકવીસ અધિકારનાં નામ આ પ્રમાણે છે.(૧) અધ્યાત્મ શાસ્ત્રનું માહાભ્ય, (૨) અધ્યાત્મનું સ્વરૂપ, (૩) દંભનો ત્યાગ, (૪) ભવનું સ્વરૂપ, (૫) વૈરાગ્યની ઉત્પત્તિ, (૬) વૈરાગ્યભેદ (૭) વૈરાગ્ય વિષય (૮) મમતાત્યાગ, (૯) સમતા, (૧૦) સદનુષ્ઠાન, (૧૧) મનશુદ્ધિ, (૧૨) સમ્યક્ત, (૧૩) મિથ્યાત્વત્યાગ, (૧૪) અસત્યાગ, (૧૫) યોગ, (૧૬) ધ્યાન, (૧૭) ધ્યાનસ્તુતિ, (૧૮) આત્માનો નિશ્ચય, (૧૯) જિનમતસ્તુતિ, (૨૦) અનુભવસ્વરૂપ અને (૨૧) સજ્જનસ્તુતિ.
Page #13
--------------------------------------------------------------------------
________________
卍
થોડા શબ્દોમાં ઘણી ગંભીર વાતો આમાં લખી છે. એ સૂત્રશૈલીએ લખાયેલા શબ્દોના અર્થને સમજવા માટે તો અનેક શાસ્ત્રવાચનથી જેની બુદ્ધિ પરિકર્મિત થઈ હોય તે જ સાચા અર્થને પામી શકે.
ઉદાહરણ માટે એક સ્થળ જોઈએ.
પહેલાં પ્રબંધના બીજા અધ્યાત્મ સ્વરૂપાધિકારમાં ‘ઓગણીસમા શ્લોકમાં ‘સિધ્ધસિદ્ધિ પરાહતઃ' એ પદ ગ્રન્થિ સ્થળ છે. અહીં એ પ્રકરણ ચાલે છે કે જેને સંસા૨ નિર્ગુણ લાગ્યો હોય અને મહાવ્રત પાળવામાં જે અડગ હોય તે દીક્ષા માટે યોગ્ય ગણાય. પરંતુ એના આત્મામાં છઠ્ઠા ગુણસ્થાનકનો ભાવ આવ્યો છે કે નહીં તે જોવાનું
નથી. કેમ નહીં ! એના ઉત્તરમાં
'नो चेद् भावापरिज्ञानाद् सिध्यसिद्धिपराहतः ।
दीक्षा दानेन भव्यानां तीर्थोच्छेदः प्रसज्यते ॥'
'
એ શ્લોક કહ્યો છે આમાં સિધ્યસિદ્ધિ પરાહતઃ ' એ સામાસિક પદનો અર્થ એ થાય છે કે ‘નહીંતર તો અંતરના પરિણામની ખબર નહીં પડવાથી સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત હોવાથી દીક્ષા નહીં આપવાને લઈને તીર્થના ઉચ્છેદનો પ્રસંગ આવે' આમાં ‘સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત હોવાથી’ એ દીક્ષા નહીં આપવામાં હેતુ છે. તાત્પર્ય એ છે કે અંતરમાં ગુણઠાણાના ભાવ હોય તો જ દીક્ષા આપવી એવો સામાનો મત હોય તો પછી દીક્ષા અપાશે જ નહીં. કેમ કે દીક્ષાનું દાન સિદ્ધિઅસિદ્ધિથી પરાહત છે અર્થાત્ જો છઠ્ઠા ગુણઠાણાના ભાવથી એ આત્મામાં દીક્ષાની સિદ્ધિ-પ્રાપ્તિ છે જ. તો હવે દીક્ષા આપવાથી કાંઇ વિશેષ નથી તેમ જો આત્મામાં છઠ્ઠા ગુણઠાણાના અભાવથી એ આત્મામાં દીક્ષાની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે. અર્થાત્ ભાવ પ્રાપ્ત નથી થયા તો તમારા મત મુજબ દીક્ષા આપી શકાય નહીં, તેથી આપવી વ્યર્થ થાય એમ અંતરમાં છટ્ઠા ગુણઠાણાના પરિણામરૂપ ભાવની સિદ્ધિ હો કે અસિદ્ધિ – ઉભય દશામાં દીક્ષા આપવી નિરર્થક છે. તેથી તો જગતમાં
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #14
--------------------------------------------------------------------------
________________
દીક્ષા-માર્ગની પરંપરા જ નહીં રહે એટલે શાસન કે તીર્થ જેવું કાંઇ નહીં રહે અને એમ થતાં તીર્થનો ઉચ્છેદ આવીને ઊભો રહેશે.’
આમ વિવેકથી અર્થ કરવાથી ગ્રન્થકારના અભિપ્રેત અર્થને પામી શકાય છે. આ ગ્રન્થમાં આવાં તો અનેક સ્થળ છે.
પહેલા પ્રબંધના ચોથા ભવસ્વરૂપ ચિંતાધિકારના ૨૭ શિખરિણી શ્લોકો બહુ ૨મણીય અર્થથી સભર છે. અવનવી કલ્પનાઓ, પ્રાસની ઝડઝમક એવી છે કે, આ શ્લોકો સુગમતાથી કંઠે થઈ જાય છે. આ ૨૭ શ્લોકનો જયેન્દ્રભાઇ શાહે રચેલો મુક્ત પદ્યાનુવાદ પ્રસિદ્ધ થયો છે. ખૂબ સફળ પ્રયત્ન થયો છે. તેના સ્વાદરૂપ બે પદ્ય જોઇએ. જ્યાં જનક જનની બંધુઓ, સૌ સ્વાર્થ સરતાં વેગળા, ગુણને નથી જે જાણતા, ધનવાન ધનદાતા ખરા, શુભ આચરણ બહુલા જનોનું, સ્વાર્થ વૃદ્ધિ કાજ છે, સુખ ભવ તણું વિખ્યાત છે, જે સમકિતીને ત્યાજ્ય છે. (૧૪) બહુ સ્વાર્થ સંબંધે જનો, પ્રિય પ્રાણથી અધિકા ગણે, પણ નજર ના કરતા ગરજ, સરતા તણખલા શા ગણે. મનમાં હલાહલ ઝેર ને, મુખથી મધુર વાણી વદે, વિશ્વાસઘાતક ભવ વિષે કહું, કેટલું દુઃખ બહુ વધે. (૧૫)
ભવને – સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઈખાનું, નિશાચર, અટવી, કેદખાનું, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ લલિત ઉપમાઓ આપી છે, સમ્યક્ત્વાધિકારમાં હિંસા અને અહિંસાનું જે સૂક્ષ્મ યુક્તિ ભરપૂર નિરૂપણ કર્યું છે તેવું નિરૂપણ ભાગ્યે જ અન્યત્ર મળે છે હેતુ, સ્વરૂપ અને અનુબંધથી તેનો વિચાર કરીને હિંસાનુબંધી હિંસા, હિંસાનુબંધી અહિંસા, અહિંસાનુબંધી હિંસા અને અહિંસાનુબંધી અહિંસા એ ચતુર્થંગીનું બહુ જ અલ્પ શબ્દોમાં અકાટ્ય તર્કોથી નિરૂપણ યાદ રાખવા જેવું છે, તે સમજવાથી લોકોત્તર પ્રભુશાસન પ્રત્યેનો રાગ દૃઢ થાય એમ છે. મિથ્યાત્વ ત્યાગાધિકારમાં
અઘ્યાત્મસાર
૯
卍
Page #15
--------------------------------------------------------------------------
________________
ષટ્રસ્થાનનો અધિકાર નોંધપાત્ર છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે આ ષસ્થાનોમાં ષદર્શનનો વિચાર અનુક્રમે ચાર્વાક, બૌદ્ધ, સાંખ્ય, વગેરે દર્શનોની માન્યતાને પડકારતા પક્ષ-પ્રતિપક્ષના પ્રશ્નો અને ઉત્તરો મનનીય છે.
યોગાધિકારમાં યોગના કેટલાય પારિભાષિક શબ્દોની વ્યાખ્યા સુંદર આપી છે, જેમકે ઇન્દ્રિયાર્થોન્મનીભાવ, અભિસમન્વાગત, યોગારૂઢ-વગેરે શબ્દોના ભાવને સ્પષ્ટ કર્યા છે. આચારાંગ સૂત્રના ઘણા સૂત્રોના ભાવને આમાં તેઓએ યથાનુરૂપ ગોઠવ્યા છે અને તેથી ભાવચારિત્ર અને તેના ફળની પ્રાપ્તિનો માર્ગ પ્રરૂપ્યો છે. બાર માસના પર્યાયે અનુત્તર વિમાનવાસી દેવોથી અધિક તેજઘુતિ અને સુખ આનંદનો અનુભવ કેવા પ્રકારના મુનિને થાય, તેનાં લક્ષણો થોડા શ્લોકમાં વર્ણવ્યા છે. ભગવદ્ ગીતા, યોગવાશિષ્ઠ, વગેરે ગ્રંથોની સાથે સાધકનાં લક્ષણોની સમુચિત તુલના કરી વિશાળ દૃષ્ટિવાળા જૈન દર્શનમાં સમુચિત રીતે બધાં દર્શનનો સમવતાર દર્શાવ્યો છે.
અંતે ઉપાસકોના ચાર પ્રકાર વર્ણવ્યા છે. તેમાં ૧. આર્ત (દુઃખી) | ૨. તત્ત્વજિજ્ઞાસુ ૩. ધનાર્થી ૪. જ્ઞાની. આમાં પ્રથમના ત્રણને ધન્ય કહ્યા છે. તે વાત મધ્યસ્થ થઈ ને વિચારવા જેવી છે. વળી તે પછી કર્મયોગની સાધના કરી જ્ઞાનયોગ સંપન્ન બનેલો સાધક ધ્યાન યોગનું આરોહણ કરે, તો તે ધ્યાન કેવી રીતે ધરે તે વાત બે જ શ્લોકમાં સુંદર રીતે કહી છે.
પાંચમા પ્રબંધના સોળમા ધ્યાનાધિકારના નિરૂપણમાં તો પૂજ્યપાદશ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ રચિત ધ્યાનશતકનો જ સાર-સંક્ષેપ આવ્યો છે. આર્ત-રૌદ્ર અને ધર્મ-શુક્લ આ ચાર ધ્યાનનાં લક્ષણો અને સ્વરૂપ બહુ મહત્ત્વના શબ્દોમાં, પક્વ અને પ્રૌઢ શૈલીથી, એક અધિકારી શાસ્ત્રકાર મહર્ષિની કલમે અહીં માત્ર ૮૬ શ્લોકમાં મળે છે. તેમાં પણ શુક્લ ધ્યાનનું સ્વરૂપ અભ્યાસીને વધુ ઉપયોગી છે.
બ્રુતજલધિ પ્રવેશે નાવા
(૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા પ્રબંધમાં પહેલો આત્મનિશ્ચયાધિકાર ખૂબ જ મનનીય અને આત્મનિશ્ચયનયને સમજવામાં ચાવીરૂપ છે. અન્તર્મુખ જીવન જીવવા ઇચ્છતા સાધકને માટે આ અધિકાર નિત્ય-નવીન પ્રેરણાના સ્ત્રોત સમો છે. દિગમ્બર પરંપરામાં સમયસાર અને પ્રવચનસાર ગ્રંથોમાં જે વિષય નિરૂપાયો છે, તે જ વિષય વધુ સુંદર યુક્તિ-પ્રયુક્તિથી અર્થઘન પદાવલીથી અહીં નિરૂપાયો છે. ૧૯૬ શ્લોકમાં ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ આત્મદ્રવ્યની અને ઉપલક્ષણથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એમ પદ્રવ્યનું નિરૂપણ થયું છે. વળી જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વ સ્પષ્ટ રીતે દ્રવ્ય અને ભાવ એમ બે વિભાગમાં સુંદર નિરૂપ્યા છે. વળી તૈગમ-વ્યવહાર-સંગ્રહ-ઋજુસૂત્ર-એવંભૂતસમભિરૂઢ અને શબ્દનયથી પણ તત્ત્વોની વિચારણા મનનીય છે.
જૈનદર્શનની માન્યતાનુસાર આત્મદ્રવ્ય શું છે? વ્યવહારનય શું છે? નિશ્ચયનય અને તેમાં પણ બે ભેદ-શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય શું છે ? તેનું મર્મસ્પર્શી ખ્યાન આ અધિકારમાં મળે છે. છેલ્લે છેલ્લે દિગમ્બરોની માન્યતા કે વસ્ત્રપરિધાન કેવળજ્ઞાનમાં બાધક છે, તેનો પણ યોગ્ય તર્કસંગત ઉત્તર આપ્યો છે. આખો અધિકાર બહુ મહત્ત્વપૂર્ણ વિષયોનો ખજાનો છે. શબ્દાવલી પક્વપ્રૌઢ અને સારગર્ભ છે. ચર્વણાથી નવીન અર્થની પ્રાપ્તિ થાય છે. તે પછી જિનમતસ્તુતિ અધિકાર પણ આત્માનિશ્ચયાધિકારની ગંભીર પદાર્થ ચર્ચા વાંચીને થાક અનુભવતા વાચકને રસિકતામાં તરબોળ કરનારું રસાળ પ્રકરણ છે. તે પછીનું અનુભવ સ્વરૂપાધિકાર બહુ મહત્ત્વનું પ્રકરણ છે.
અધ્યાત્મના વિષયને જાણવા માટે આ રસપૂર્ણ ૪૫ શ્લોકો વાંચતા જાવ અને તેના અર્થો તમારી બુદ્ધિમાં તેમજ તેના શબ્દો તમારી જીભમાં વસવા લાગશે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ઘણી પોતાની અંગત વાતો આમાં લખી છે. પોતાના વિકાસ માર્ગનો નકશો પણ દોરી દીધો
અગ્રાત્મસાર
Page #17
--------------------------------------------------------------------------
________________
છે. તો પરમાત્મા, બાહ્યાત્મા અને અંતરાત્માના પણ મુદાસરના શબ્દોમાં લક્ષણો અને શ્રી આનંદઘનજી મ.ના શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં જે લક્ષણો આવે છે તેની સાથે આ લક્ષણોની તુલના કરવા જેવી છે.
સ્વ-અનુભવને મિતભાષામાં ગાયો છે અને છેલ્લે સાધકોને હિતશિક્ષાનાં વત્સલ વચનો કહ્યાં છે. તે (૩૮થી ૪૫) અષ્ટક ખાસ કંઠે કરવા લાયક છે.
અહીં મૂળ સાથે તેના અનુવાદ સ્વરૂપ પદ્યો આપ્યા છે. निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या, धार्यो रागो गुणलवेऽपि ॥ १॥
(પ્રાભાતિક રાગ) નિંદ્ય ના આતમા કોઈ આ જગવિષે, ભવસ્થિતિ ભાવવી પાપીને પણ વિષે; જે ગુણવત્ત તેને સદા પૂજવા, રાગ ધરવો ભલે હોય ગુણ જૂજવા. ૧ निश्चित्यागमत्त्वं, तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं, यतितव्यं योगिना नित्यम् ॥ २ ॥ આગમ તત્ત્વનો નિશ્ચય વળી કરી, લોકસંજ્ઞા તથા દૂરથી પરિહરી; સાર શ્રદ્ધા વિવેકાદિ છે જેહમાં, યોગીએ યત્ન કરવો સદા તેહમાં. ૨ ग्राह्यं हितमपि बाला-दालापैर्दुर्जनस्य न द्वेष्यम् । त्यक्तव्या च पराशा, पाशा इव सङ्गमा ज्ञेयाः ॥ ३ ॥ ગ્રહણ કરવા વચન હિતકર બાલથી, દ્વેષ ધરવો નહિ ખલ તણાં વાક્યથી;
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #18
--------------------------------------------------------------------------
________________
રાખવી ના કદી પરતણી આશને, સંગમો જાણવા પાશ જિમ ખાસ તે. ૩ स्तुत्या स्मयो न कार्यः, कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्या-स्तत्त्वं जिज्ञासनीयं च ॥ ४ ॥ સ્તુતિ થકી કોઈની હર્ષ નવિ આણવો, કોપ પણ તિમ ન નિન્દા થકી લાવવો; ધર્મના જેઠ આચાર્ય તે સેવવા, તત્ત્વના જ્ઞાનની કરવી નિત ખેવાના. ૪ शौचं स्थैर्यमदम्भो, वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या भगवतदोषा-श्चिन्त्यं देहादिवैरुप्यम् ॥ ५ ॥ શૌર્ય ને ધૈર્ય ધરી, દંભને ત્યજી કરી, રાખી વૈરાગ્ય તિમ આત્મનિગ્રહ કરી; દોષ સંસારના નિત નિત દેખવા, દેહ વૈરૂણ્ય તમિ મન સદા ભાવવા. ૫ भक्तिर्भगवति धार्या, सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे, विश्वस्यो न प्रमादरिपुः ॥६॥ ભક્તિ ભગવત્તમાં દઢમને ધારવી, દેશ એકાન્ત નિત સેવવો ભાવથી; સ્થિર સદા રહેવું સમ્યકત્વમાં મેરુ જિમ, પ્રમાદ રિપુનો ન વિશ્વાસ કરવો તિમ. ૬ ध्येयात्मबोधनिष्ठा, सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पताः, स्थेयं वृद्धानुवृत्त्या च ॥७॥ ધાવવી આત્મ તણી બોધનિષ્ઠા સદા, કાર્ય કરતાં સવિ આગમ માનવા; કરવો કુત્સિત વિકલ્પો તણો ત્યાગ વળી,
રહેવું સુખ શાન્તિમાં વૃદ્ધજન અનુસરી. ૭. અધ્યાત્મસાર,
[9]
^
+
Page #19
--------------------------------------------------------------------------
________________
साक्षात्कार्यं तत्त्वं, चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवता, मनुभववेद्यः प्रकारोऽयम् ॥ ८ ॥
કરવું ઈમ આતમ તત્ત્વશુભ દર્શન,
જ્ઞાન આનન્દ ભરપૂર થવું સંતત; હિતકર જ્ઞાનીને અનુભવવેદ્ય આ, પ્રકાર આપે યશોવિજય સુખ સંપાદ. ૮
(અધ્યાત્મસાર-આત્માનુભવાધિકા૨ (૨૦)ના શ્લોકો ૩૮ થી ૪૫નો પદ્યાનુવાદ પૂજ્યાચાર્યશ્રી વિજય દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજય હેમચંદ્રસૂરિ મહારાજ.)
પછી એકવીસમા અધિકારમાં સજ્જનસ્તુતિના કુલ ૧૬ શ્લોક છે, તેમા શાર્દૂલ અને સ્રગ્ધરા છંદમાં જે શ્લોક છે તે તો શ્રી હર્ષના નૈષધ મહાકાવ્યને અને પંડિતરાજ જગન્નાથના ભામિની વિલાસના શ્લોકોને યાદ કરાવે તેવી ઊંચી શૈલીના છે.
આમ આ એકવીસ અધિકા૨માં દંભત્યાગ, ભવસ્વરૂપચિંતા, સમ્યક્ત્વ, આત્મનિશ્ચય અને આત્માનુભવ આ પાંચ અધિકારો તો ૧૪ બહુ અર્થસમૃદ્ધ છે. આ એવી ક્ષમતા ધરાવતો ગ્રંથ છે કે જેની ઉપર
વિવિધ દૃષ્ટિકોણથી ઘણાં વિવેચનો લખી શકાય. જેમ વૈદિક પરંપરામાં ભગવદ્ ગીતા ઉપર ઘણા બુદ્ધિશાળી વિદ્વાનો, વિચારકો ચિંતકોએ પોતાની આગવી દૃષ્ટિથી તેનાં અર્થઘટન કર્યાં છે, તેવી રીતે આ ગ્રંથ ઉપર ઘણું ઊંડું વિચારી શકાય, લખી શકાય તેમ છે. પણ આપણે ત્યાં આવા ગંભીર ગ્રંથો ઉપર એવું પ્રવાહી તાજું સ્વચ્છ વિવેચન હજી ખાસ લખાયું નથી એ એક હકીકત છે. આટલા વખતમાં આ ગ્રંથ ઉપર શું શું કામ થયું છે ? તેની ટૂંકી નોંધ જોઇએ.
(૧) આ ગ્રંથ ઉપર શ્રી શુભવીરવિજયજીએ ટબો લખ્યો છે અને તે ટબાસહિત આ ગ્રંથ પ્રકરણ રતાકર ભાગ-૧માં(પૃ૦ ૪૧૫ થી ૫૫૭) ઇ. સ. ૧૯૦૩ માં પ્રસિદ્ધ થયેલ છે.
શ્રુતજલઘિ પ્રવેશે નાવા
Page #20
--------------------------------------------------------------------------
________________
(૨) ઈ.સ. ૧૯૧૫માં આ ગ્રંથ પૂ.પં.શ્રી ગંભીરવિજયજી મહારાજની ટીકા સહિત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રતાકારે પ્રગટ થયો છે.
(૩) ઈ. સ. ૧૯૧૬માં આ ગ્રંથ મૂળ ટીકા અને ગુજરાતી અનુવાદ સહિત નરોત્તમ ભાણજીએ (ભાવનગર) પ્રસિદ્ધ કર્યો છે.
(૪) વિ. સ. ૨૦૨૩માં એક ભાવાનુવાદ મુનિ શ્રી ચન્દ્રશેખરવિજયજીએ પ્રસિદ્ધ કર્યો છે. તેમાં લેખનની શૈલી નવતર રાખી છે. છતાં તે ગ્રંથ પણ હાલ દુપ્રાપ્ય છે. નવી આવૃત્તિની જરૂર છે. (હવે બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.)
(૫) પૂજ્ય આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિજી મહારાજે આ ગ્રંથના એકવીસ અધિકારના અર્થને અનુસરતાં એકવીસ અષ્ટકો રચ્યાં છે. એ ગ્રંથનું નામ “આધ્યાત્મસારાનુગમ' રાખ્યું છે. નાનો પણ નોંધપાત્ર ગ્રંથ સર્જાયો છે. વર્તમાન શ્રમણસંઘમાં નવીન સંસ્કૃત ભાષાનું સાહિત્યસર્જન વિરલ - અતિ વિરલ બનતું જાય છે. તે સંયોગોમાં આ નવી કૃતિ માણવાનું બહુ ગમે તેવું છે. આ ગ્રંથ સત્વર પ્રકાશિત થાય તે ઇચ્છનીય છે. (આ ગ્રન્થ પણ નન્દન વનસ્પતિમાં પ્રકાશિત થયો છે.)
(૬) આ ગ્રંથના ચોથા ભવસ્વરૂપ ચિંતાધિકારનો યુક્ત પદ્યાનુવાદ પ્રો. જયેન્દ્રભાઈ મા. શાહે કર્યો છે. અને તે વિ.સં. ૨૦૨૫માં મગનલાલ વાડીલાલ તરફથી પ્રકાશિત થયો છે. આવા આવા પ્રયત્નો અધિકારી અને પ્રતિભાશીલ વિદ્વાનો દ્વારા થાય તો આ ગ્રંથનું ખેડાણ અને પ્રસરણ વિસ્તૃત બને તે બહુ ઇચ્છવા જોગ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે આ અધ્યાત્મસાર ગ્રંથ લખીને આપણાં સહુ ઉપર મહા ઉપકાર કર્યો છે. -
प्रथम प्रबन्धः अधिकार - ४. अधि. नाम पत्र वृत्त श्रीक संख्या १ माहात्म्याधिकार १-४ अनुष्टुप ૨૪ २ अध्यात्मस्वरूपाधिकार ५-८ अनुष्टुप २९
અધ્યાત્મસાર
Page #21
--------------------------------------------------------------------------
________________
३ दम्भत्यागाधिकार ९-११ अनुष्टुप
२२ ४ भवस्वरूपचिन्ताधिकार १२-१८ शिखरिणी २७
द्वितीय प्रबन्धः अधिकार - ३ अधि. नाम पत्र वृत्त थोक संख्या ५ वैराग्यसंभव . १९-२२ अनुष्टुप ३६ ६ वैराग्यभेद २४-२९ अनुष्टुप ७ वैराग्यविषय ३०-३५ वैतालीय २६
तृतीय प्रबन्धः अधिकार - ४ अधि. नाम पत्र वृत्त लोक संख्या ८ ममतात्याग
३६-३९ अनुष्टुप २७ ९ समता
३९-४३ अनुष्टुप १० सदनुष्ठान
४३-४८ अनुष्टुप ३९ ११ मनःशुद्धिः ४८-५१ द्रुतविलंबित २२
चतुर्थ प्रबन्धः अधिकार - ३ अधि. नाम पत्र वृत्त थोक संख्या १२ सम्यक्त्व
५१-५९ अनुष्टुप ५८ १३ मिथ्यात्वत्याग ५९-७० अनुष्टुप ८९ १४ असद् ग्रहत्याग ७०-७४ उपजाति
पञ्चम प्रबन्धः अधिकार - ३ अधि. नाम पत्र वृत्त श्रीक संख्या
७४-८४ अनुष्टुप ८३ १६ ध्यान
८४-९४ अनुष्टुप ८६ ९५-९८ रथोद्धता १४
શ્રુતજલધિ પ્રવેશે નાવા
૧૬
२२
१५ योग
। १७ ध्यानस्तुति
Page #22
--------------------------------------------------------------------------
________________
पत्र
षष्ठः प्रबन्धः अधिकार - २ अधि. नाम पत्र वृत्त शोक संख्या १८ आत्मनिश्चयाधिकार ९८-१२२ अनुष्टुप १९६ १९ जिनमतस्तुतिः १२२-१२६ शार्दूलविक्रीडितम्१५
सप्तम प्रबन्धः अधिकार - २ अधि. नाम
वृत्त श्रीक संख्या २० अनुभवस्वरूप १२७-१३२ आर्या ४५ २१ सज्जनस्तुतिः १३७-१३६ ७-शार्दूल
८-स्रग्धरा
१-आर्या १६ प्रबन्धः कुल श्लोक संख्या १ १०२
१८३ २ १०६ ३ ११७ ४ १६९
39
२११
७६२ - अनुष्टुप, २७ - शिखरिणी, २२ - उपजाति,
२२ - शार्दूल, २६-वैता०, १४ - रथोद्धता,
४६ - आर्या, २२ - द्रुत०, ८ - स्रग्धरा.
mmmmmmmmmma
A
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
(2) અધ્યાત્મોપનિષદ્
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજનો અધ્યાત્મસાર ગ્રંથ અધ્યાત્મરસિક સાહિત્યપ્રિય વિદ્વાનને આનંદ આપે તેવો ગ્રંથ છે, તે આપણે જોયું. જ્યારે આ ગ્રન્થ માટે વાચકને વધુ સજ્જ હોવું જરૂરી છે. સ્વ-પર દર્શનનો અભ્યાસ કર્યો હોય, તેના મુખ્ય સિદ્ધાંતોનું પરિશીલન કર્યું હોય તો જ આ ગ્રંથમાં ગતિ થઈ શકે. સ્વદર્શનમાં સાત નયોનું, ચાર નિક્ષેપાનું પરિપક્વ જ્ઞાન હોય, અને પરદર્શનમાં સાંખ્યદર્શન, બૌદ્ધદર્શન, વૈશેષિકદર્શન, મીમાંસાદર્શન, વેદાન્તદર્શન, અને ચાર્વાક આ છ દાર્શનિક પરંપરાથી ચિર-પરિચિત થયેલ હોય તે વિદ્વાન જ આ ગ્રંથના મર્મને અને સ્વાદને પામી શકે.
અધિકારી શાસ્ત્રકાર મહર્ષિની કલમ કેવી હોય? તેનું એક સુંદર ઉદાહરણ આ ગ્રંથ પૂરું પાડે છે. આ ગ્રંથ ચાર અધિકારમાં રચાયેલો છે.
(૧) શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગ શુદ્ધિ અધિકાર
(૩) ક્રિયાયોગ શુદ્ધિ અધિકાર (૪) સામ્યયોગ શુદ્ધિ અધિકાર.
આ ચારે અધિકારમાં અનુક્રમે ૭૭, ૬૫, ૪૪, ૨૩ શ્લોક છે. કુલ ૨૦૯ શ્લોક છે. ૨૦૯ એ શ્લોકપ્રમાણ બહુ મોટું ન કહેવાય. 是
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #24
--------------------------------------------------------------------------
________________
પણ શ્લોકમાં જે અર્થ ભર્યા છે તે અદ્ભુત છે અને બહુ છે. આજના તે કોઈ સર્જકને આ ૨૦૯ શ્લોકમાં કહેલા ભાવોવાળો ગ્રંથ રચવાનું
કહેવામાં આવે તો તેને એક હજાર શ્લોક રચવા પડે. એટલી મિતાક્ષરી ને ગંભીર પદાવલીવાળી આની શૈલી છે. અને એટલા બધા અર્થો અને ગૂઢ ભાવો આ ગ્રંથમાં છુપાયા છે. વળી છંદોવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. તેની સારણિ આ રીતે આપી શકાય : અનુષ્ટુપ ૧૭૪, ઉપજાતિ ૨૨, માલિની ૪, વસન્તતિલકા ૨, ભુજંગી પ્રયાત ૨, વંશસ્થ ૧, હરિણી ૧, શિખરિણી ૨, રથોદ્ધતા ૧.
આપણા આગમગ્રંથોની ટીકાનો આરંભ જેવી રીતે નિક્ષેપાની વિચારણાથી થાય છે, તેમ આ ગ્રંથની શરૂઆત સાત નયોની વિચારણાથી થાય છે. અધ્યાત્મ શબ્દનો અર્થ વિભિન્ન નયોની દૃષ્ટિએ શું થાય તે જણાવ્યું છે, તે ગ્રંથનું નામ અધ્યાત્મોપનિષદ્ છે. અધ્યાત્મના વિષયને શાસ્ત્રયોગ શુદ્ધિથી શરૂ કરીને સામ્યયોગ શુદ્ધિ દ્વારા પર્યવસિત કરે છે, તે બહુ સૂચક છે. પહેલા અધિકારનું નામ શાસ્ત્રયોગ શુદ્ધિ, અને બીજા અધિકારનું નામ જ્ઞાનયોગ શુદ્ધિ છે. આમ શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગ એ બેમાં શું તફાવત છે, તે વિચારવું આનંદદાયક છે. આપણે સામાન્ય અર્થમાં શાસ્ત્ર અને જ્ઞાન એ બેને પર્યાયવાચક શબ્દ માનીએ છીએ. પણ અહીં તેમ નથી. જ્ઞાનયોગ શબ્દ અધ્યાત્મસારમાં સારી રીતે વપરાયો છે, તો શાસ્ત્રયોગ શબ્દ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સારી રીતે વિચારાયો છે.
૧૯
આમ, એક રીતે વિચારતાં ચારે અધિકારમાં ‘યોગશુદ્ધિ’ શબ્દ અનુચૂત રહે છે. આપણે આપણા ચાલુ વ્યવહારમાં વપરાતા યોગશુદ્ધિ શબ્દનો અર્થ મન-વચન અને કાયાના યોગની શુદ્ધિ-એમ કરીએ છીએ. પણ અહીં યોગ શબ્દ, શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય શબ્દ સાથે જોડાઈને યોગ શબ્દના અર્થને નવું જ પરિમાણ આપે છે. વળી જ્ઞાન, ક્રિયા અને સામ્ય(સમતા)ને યોગરૂપે અન્ય આધ્યાત્મિક ગ્રંથોમાં 卍 અધ્યાત્મોપનિષદ્
Page #25
--------------------------------------------------------------------------
________________
નિરૂપાયેલા જોઈએ છીએ. પણ શાસ્ત્રયોગનું અહીં જે અર્થમાં નિરૂપણ થયું છે તે અહીં જ જોવા મળે છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં “શાસ્ત્રયોગ એક સાધકની ભૂમિકા સૂચવનાર શબ્દ છે. જ્યારે અહીં શાસ્ત્ર શબ્દ તેના યૌગિક “શાશનનું ટાળશોશ યુ શસ્ત્રનિદ્યતે” એ અર્થમાં વિસ્તાર પામી ને સુજ્ઞ અભ્યાસી પાસે રજૂ થાય છે.
સુવર્ણની જેમ શાસ્ત્રની પણ ત્રણ રીતે પરીક્ષા કરવાનું બતાવીને કયાં શાસ્ત્રો માનવાલાયક છે, આત્માનું કલ્યાણ કેવા શાસ્ત્રો માનવાથી થાય, તે બહુ ઉચિત રીતે નિરૂપ્યું છે. સુવર્ણ - સોનાની કષશુદ્ધિ, છેદશુદ્ધિ, અને તાપશુદ્ધિ જોવામાં આવે છે અને તે ઉત્તરોત્તર મહત્ત્વની ગણાય છે. તેવી રીતે શાસ્ત્રની પણ કષ, છેદ અને તાપ એ ત્રણ પ્રકારે શુદ્ધિ કરવાની કહી છે.
(૧) કષશુદ્ધિ એટલે શું ? જે શાસ્ત્રમાં બતાવેલા બધા વિધિનિષેધોનો હેતુ એક જ હોય એટલે કે ધ્યાન, સ્વાધ્યાય, તપ, ક્રિયા જે કાંઈનું વિધાન કર્યું હોય કે હિંસા, મૃષા વગેરેનો નિષેધ કર્યો હોય, તે
સઘળા વિધિનિષેધો માત્ર એક જ હેતુ મોક્ષપ્રાપ્તિ અર્થે નિરૂપ્યા હોય ૨૦/તે શાસ્ત્રને કષશુદ્ધિવાળું કહેવાય છે.
(૨) છેદશુદ્ધિ એટલે શું? જે શાસ્ત્રોમાં વિધિ અને નિષેધ આત્મસુખના યોગક્ષેમકર હોય, એટલે કે જે આત્મસુખ આવિર્ભાવ નથી પામ્યું તે સુખ પ્રકટ કરી આપે અને જે પ્રગટ થયું છે તેને સ્થિર રાખે તેવા વિધિનિષેધો જે શાસ્ત્રમાં છે તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય.
(૩) તાપશુદ્ધિ એટલે શું? જે શાસ્ત્ર સુવર્ણને સર્વનયાશ્રિત વિચારના પ્રબળ અગ્નિથી પણ તાત્પર્યમાં લગીર પણ કાળાશ નથી લાગતી, તે શાસ્ત્ર તાપશુદ્ધિવાળું કહેવાય.
આ ત્રણે શુદ્ધિના અન્વય અને વ્યતિરેક બન્ને લક્ષણો બતાવીને સાપેક્ષવાદ સ્યાદ્વાદને સુંદર તર્ક-પ્રતિતર્કથી સમજાવે છે. સ્યાદ્વાદ એ - એવી અકાઢ્ય વિચારસરણિ છે કે બધી જ દાર્શનિક પરંપરાએ તેને
શ્રુતજલધિ પ્રવેરો નાવા
Page #26
--------------------------------------------------------------------------
________________
સીધી રીતે કે આડકતરી રીતે માન્ય કરે છે. એ વાતને નાનેાાં પ્રતિક્ષિપેત ’ એ પદનો વારંવાર પ્રયોગ કરીને છએ દર્શન કેવી રીતે સ્યાદ્વાદને સ્વીકારે છે, તે રજૂ કર્યું છે. આ વાતને મુક્ત કલમે સમજાવીને આવા વિભિન્ન નયોના પ્રરૂપક શાસ્ત્રો વિષે પણ મધ્યસ્થ દૃષ્ટિ કેળવવાનું કહીને અને એકેક નયોમાંથી એકેક દર્શન કેવી રીતે જન્મે છે, તે તરફ ઇશારો કરીને તે ત્રણ પ્રકારના જ્ઞાનનું નિરૂપણ છે. તે ત્રણ પ્રકાર એટલેકે શ્રુત, ચિન્તા, અને ભાવના. આ ત્રણે ઉત્તરોત્તર મહત્ત્વનાં છે. તે વાત તે ત્રણેનાં લક્ષણો બતાવવા સાથે જણાવી છે. જોકે આ ત્રણનું સ્વરૂપ પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજે ષોડશક પ્રકરણમાં દર્શાવ્યું છે છતાં અહીં અલ્પ શબ્દમાં યાદગાર લક્ષણો આપ્યાં છે. માધ્યસ્થ સહિત જ્ઞાનનો મહિમા ગાઈને છેલ્લે ચિલાતી પુત્રનું ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદોના ચિંતન દ્વારા કેવું આત્મકલ્યાણ થયું તે જણાવ્યું છે.
આમ બધાં શાસ્ત્રોને નિરૂપીને એ સર્વનો સમાવેશ જેમાં થાય છે. તે અને સર્વ શાસ્ત્રો જેનાં અંશભૂત છે તે સ્યાદ્વાદ અનેકાન્તનો પ્રભાવ વર્ણવ્યો છે, અને તેની સફળતા સમાધિભાવની પ્રાપ્તિમાં છે. તેવું કથન કરીને પ્રથમ અધિકારના ૭૭ શ્લોક પૂર્ણ થાય છે.
બીજો અધિકાર છે જ્ઞાનયોગ શુદ્ધિ. જ્ઞાનયોગ એ યોગાધિરાજ છે. જ્ઞાનયોગ શબ્દમાં તિરોહિત છુપાયેલા ભાવને પ્રકટ કરીને જાણવો હોય તો આગળ આત્મ શબ્દ જોડવાથી તે સ્પષ્ટ થઇ જશે. જ્ઞાનતિ એ કેવી દેવદુર્લભ તપઃસાધ્ય અને યોગસિદ્ધ પુરુષોને પણ સ્પૃહણીય વસ્તુ છે, તે બતાવ્યું છે.
સુખની બહુ માર્મિક વ્યાખ્યા અહીં મળે છે. ‘સુવુંસ્વરૂપ વિશ્રાન્તિઃ' સ્વ-રૂપમાં સ્થિર રહેવું તે સુખ અને તે પછી સ્વવશ તે સુખ, પરવશ પુદ્ગલવશ તે દુઃખ એમ કહ્યું છે. વળી ઉત્તમ જ્ઞાન કયું? તે માટે ભેદજ્ઞાન તે ઉત્તમ જ્ઞાન. ભેદ-જ્ઞાન પણ કોનાથી ભેદ! પુદ્ગલ અઘ્યાત્મોપનિષદ્
૨૧
R
Page #27
--------------------------------------------------------------------------
________________
માત્રથી આત્મા જુદો છે, તે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. સવિકલ્પ સમાધિ તે શુભપયોગરૂપ છે. અને નિર્વિકલ્પ સમાધિ તે શુદ્ધોપયોગરૂપ છે. પહેલી સાલંબન અવસ્થા છે. બીજી નિરાલંબન અવસ્થા છે. આત્મજ્ઞાન થાય કેવી રીતે તે સમજાવ્યું છે. એ જ વિષયમાં શ્રી આચારાંગસૂત્ર કથિત “મપથ પર્વ નિOિ” “પ્રથમ અંગે વધુ અપદને પદ નથી' ઉપાધિમાત્રથી મુક્ત, સ્વર, તર્ક અને મનની પેલે પારનો પ્રદેશ જ્યાં મનની પણ ગતિ નથી, તે સ્થળ આત્મદ્રવ્ય છે. અને તે સમજાવવા શાસ્ત્રો પૂરાં કારગત નીવડતાં નથી, માત્ર અનુભવ જ કામ લાગે છે. આ વિષયને સવાસો ગાથાના સ્તવનમાં સરસ નિરૂપ્યો છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મદ્રવ્યની વિચારણા કરી છે. સંગ્રહાયની દૃષ્ટિએ પણ સત્ ચિત્ અને આનંદ કેવી રીતે આત્મામાં રહે છે તેમ બતાવ્યું છે.
પહેલાં તો વ્યવહાર-નયથી જ શમદમ વડે ચિત્તશુદ્ધિ કરવી, પછી આ વિચારોથી આત્માની વિચારણા કરવી. નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારથી જ થાય છે, તે બહુ ભારપૂર્વક જણાવ્યું છે. છેલ્લે નિશ્ચયનયને સિંહની ઉપમા અને તેનાથી બીજા નયોને હાથીની ઉપમા આપી છે. અને તે પોતાનો સ્વયંભૂસ્વાધીન નિજાનંદ ખુમારીપૂર્વક ગાયો છે, અને એ રીતે ૬૫ શ્લોકમાં બીજો અધિકાર પૂર્ણ થાય છે. તે પછી ત્રીજા ક્રિયાયોગ અધિકારમાં માત્ર શુષ્ક, કોરું જ્ઞાન મહત્ત્વનું નથી, તેની સાથે એ જ્ઞાનપૂર્વકની ક્રિયા અતિ અગત્યની વસ્તુ છે. એક ગામથી બીજે ગામ પહોંચવા માટે તે બે ગામ વચ્ચેનું અંતર જાણવું જ પર્યાપ્ત નથી પણ ચાલવું જ અગત્યનું છે. એમ શાસ્ત્રથી માર્ગ જાણ્યા પછી તેને ક્રિયામાં પરિણમાવવો પડે. તેમજ ક્રિયા અને જ્ઞાન અન્યોન્ય પૂરક છે.
‘ભાવ નવો કિરિયાથી આવે આવ્યો તે વળી વાવે, નવિ પડે ચડે ગુણઠાણે તિમ મુનિ કિરિયા સાથે.”
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #28
--------------------------------------------------------------------------
________________
આ રીતે આ વાત કહીને ક્રિયાયોગને પુષ્ટ કર્યો છે. યાવત્ કેવળજ્ઞાન પામેલા જિનેશ્વરોને પણ અંતે યોગ-નિરોધ નામની ક્રિયા કરવી પડે છે, એમ કહીને ક્રિયાની અતિ ઉપયોગિતા દર્શાવી છે. ક્રિયાનો લોપ કરીને માત્ર જ્ઞાનને જ માર્ગ તરીકે કહેનારાઓને લોકોને ઠગનારા નાસ્તિક કહ્યા છે. છેલ્લે ચાર પ્રકારનાં અનુષ્ઠાનો પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે : પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાન માટે તેના ભેદ-પ્રભેદ સાથેનું વર્ણન જ્ઞાનસાર, ષોડશક, સંબોધ પ્રકરણ આદિ ગ્રંથોમાં વિસ્તારથી મળે છે. અને છેલ્લે ક્રિયા, જ્ઞાન, તપ એ બધાને વિધેય દૃષ્ટિએ અને ભય, ક્રોધ, માયા, મદ, અજ્ઞાન, પ્રમાદ ને નિદ્રા વગેરેને હેય દૃષ્ટિએ નિરૂપ્યા છે. એ રીતે ૪૪ શ્લોકમાં ત્રીજો અધિકાર પૂર્ણ થાય છે.
૨૩
ચોથા સામ્યયોગ શુદ્ધિ અધિકારમાં તો ગ્રંથકાર બહુ ઠરેલ મરમી સાધકની ઢબે વૈખરીને વહાવે છે. છંદ પણ એવો જ ઠંડો ને મીઠો. જેવો વિષય ગંભીર છે તેવા જ શબ્દો ગોઠવ્યા છે. એ શબ્દોની નીચે એક સળંગસૂત્ર-અર્થગુચ્છની મનોરમ રચના થતી આવે છે. વાચકને ધીરે ધીરે શાંત રસમાં તરબોળ કરીને જ તે પદાવલી વિરમે છે. આ ત્રેવીસે શ્લોક રમણીય છે. સકલ સમતાની સુધાના પ્યાલા જેવા આ શ્લોકો કંઠે કરીને સવારના શાંત અને પ્રસન્ન સમયે મંદસ્વરે જો તેનો પાઠ કરવામાં આવે તો તે સ્વરોથી સાધકના ચિત્તમાં એક અવ્યાખ્ય શાંતિનો સંચાર થતો અનુભવાશે. શરત એટલી કે તે શબ્દોને જીભ ઉ૫૨થી સરકાવી નહીં દેવાના, પણ ચગળવાના, વાગોળવાના અને ચૂસવાના! તે પછી તેમાંથી જે સુમધુર સુધાના સ્વાદનો આનંદ અનુભવાશે તે માત્ર સ્વાનુભવગમ્ય જ હશે. તેને વ્યક્ત રીતે વર્ણવવા માટે શબ્દો સાવ વામણા તુચ્છ અને નિઃસાર લાગશે.
આ અધિકારમાં સમતાયોગને બહુ ઊંચા શબ્દોથી બિરદાવ્યો છે. સાધિરાજ શાંતરસ એક કેવી અદ્ભુત સ્વાધીન સંપત્તિ છે, તે તો અધ્યાત્મોપનિષદ્
卍
Page #29
--------------------------------------------------------------------------
________________
તેના દર્શન પછી જ જાણી શકાય છે! એ સમતાને વધુ સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારે અહીં જે નવ સ્વનામ ધન્ય પુણ્ય-પુરુષોનાં નામ આપ્યાં છે તે પુરુષોનાં ચરિત્ર, સમત્વભાવ લાવવામાં સારા મદદગાર નીવડે તેમ છે. તે નામ આ પ્રમાણે છે.
(૧) ચક્રવર્તી ભરત (૨) દમદત્ત ઋષિ (૩) નમિ રાજર્ષિ (૪) સ્કંધકસૂરિના શિષ્યો (૫) મેતાર્ય અણગાર (૬) ગજસુકુમાલ મુનિ (૭) અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ (૮) દઢપ્રહારી અને (૯) ભાગવતી માતા મરુદેવા.
આ નવેના નામસ્મરણની સાથે જ તે તે પુણ્યાત્માઓને સિદ્ધ થયેલો સમત્વ-યોગ આપણને પ્રણામ કરવાની ફરજ પાડે એવો છે.
આ અધિકારમાં શબ્દોનું લાલિત્ય, ભાષામાધુર્ય અને અદ્ભુત અર્થચ્છાયાથી ઓપતી મંજુલ પદાવલી આપણાં ચિત્તને પાવન અને મૃદુ બનાવ્યા વિના રહેતી નથી. આપણે તેની શ્રુતિ-સુખદ શબ્દાવલી ગાતા ગાતા ભાવવિભોર થઈ જઈએ છીએ. આમ ૨૩ શ્લોકમાં નિર્ભેળ સામ્ય યોગની સ્તુતિ અહીં થઈ છે.
આ અધ્યાત્મોપનિષદ્ધાં આવતા કેટલાક શ્લોકો જ્ઞાનસાર અને વૈરાગ્ય કલ્પલતામાં આવે છે, વળી પહેલા અધિકારના ૪૫,૪૭,૪૯ અને પર મો શ્લોકો તે વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશમાં ૧૦, ૮, ૯ અને ૧૧ છે.
હેવ તેની પ્રકાશન વગેરેની માહિતી જોઈએ : આ ગ્રંથ મૂળમાત્ર વિ.સં. ૧૯૬૫માં ભાવનગર-જૈનધર્મ પ્ર. સભા તરફથી, વિ.સં. ૧૯૯૪માં શ્રી નગીનદાસ કરમચંદ તરફથી “અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનસાર પ્રકરણ રત્નત્રયી” એ નામથી અને .સ. ૧૯૩૬માં શ્રી શ્રુતજ્ઞાન અમીધારામાં પ્રકટ થઈ છે.
આ ગ્રંથ ઉપર આજ સુધી એકે ટીકા વિવરણ કે વૃત્તિ રચાયાનું - જાણ્યું નથી એ ખૂંચે છે? ઘણા વખતથી વિદ્વાન મુનિવરોમાં આ ગ્રંથ
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૨૪
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપર વિવેચન લખવાની વાતો થતી રહી છે. આશા સેવીએ કે નજીકના ભવિષ્યમાં આવા દુર્બોધ ને ગંભીર ગ્રન્થ ઉપર કોઈ અધિકારી વિદ્વાન પોતાની કલમ ઉપાડે અને ગુજરાતી ભાષામાં વિવેચન લખીને ઘણા મંદષયોપશમી જીવો ઉપર ઉપકાર કરે ! હવે પછી જ્ઞાનસારને જોઈશું.
૨૫
છે છેલ્લા વર્ષોમાં ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થોના ગુજરાતી અનુવાદો અને તે વિવેચનો પ્રકાશિત થયા છે. તે સુખદ સમાચાર છે. અધ્યાત્મોપનિષદ્
Page #31
--------------------------------------------------------------------------
________________
(૩)
જ્ઞાનસાર
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ ગ્રંથથી જિજ્ઞાસુ તત્ત્વવિચારક વર્ગ ખૂબ જ મશહૂર છે. ગ્રંથનું નામ યથાર્થ છે. સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા, તેનું મૂળ જ્ઞાન અને તેનો સાર આમાં ભર્યો છે. તેઓએ પોતાના સંયમજીવનના સુકાની તરીકે શ્રી નયવિજયજી મહારાજને સ્થાપ્યા હતા, તે રીતે જ્ઞાનના ક્ષેત્રે ૨૬ પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને આદર્શ પુરુષ તરીકે સ્થાપ્યા હતા. તેમની વિચારસરણીનો જે પિંડ રચાયો, તે તેમનો આગવો છે. છતાં તેના સગડ આપણને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથોમાં મળે છે. તે પ્રમાણે આ જ્ઞાનસાર અષ્ટકની સામે પૂજ્ય શ્રી હરિભદ્રજી મહારાજા રચિત અષ્ટક પ્રકરણ ગ્રંથ છે. તેમાં પણ ૩૨ અષ્ટકો છે. બધાય શ્લોક અનુષ્ટુપ છંદમાં રચાયા છે. બંન્નેમાં વિષય ભિન્ન ભિન્ન છે. જ્ઞાનસારના બત્રીસ અષ્ટકોની વિષયચૂંટણી બહુ ઉપયોગી અને ઉપકારક છે. નિશ્ચય અને વ્યવહાર
બંને ઉપર સરખો ભાર દેવાની, પૂ. ઉપાધ્યાયજીની જ આગવી
શૈલી છે, તેનાં અહીં પણ દર્શન થાય છે. આપણે ત્યાં આ ગ્રંથ સારો પ્રચલિત છે.
是
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #32
--------------------------------------------------------------------------
________________
એક શ્લોક પણ “જ્ઞાનસાર”માં વિષયની દૃષ્ટિએ બેવડાતો નથી. તેઓશ્રીએ આ ગ્રંથ તેઓના ઉત્તર જીવનકાળમાં લખ્યો છે. તેથી આ પૂર્વે રચેલા આવા અધ્યાત્મ, યોગ અને તત્ત્વ વિષયક સંખ્યાબંધ ગ્રંથોમાં પ્રસંગે પ્રસંગે લખાયેલા મહત્વના વિષયના શ્લોકોને વીણીવીણીને અને તે વિષયના ખૂટતા શ્લોકો રચીને એક સુંદર સંગ્રહરૂપે અહીં ગ્રંથસ્થ કરવાનો બહુમૂલ્ય પ્રયાસ કર્યો છે. ક્રમ પણ બહુ બંધબેસતો છે. અને એકબીજા અષ્ટકના વિષયને ઉત્તરોત્તર કાર્યકારણ સંબંધ છે. એક મોટા વિષયને સેંકડો શ્લોકમાં વિસ્તારીને ચર્ચવો-નિરૂપવો તે અપેક્ષાએ સરળ કામ છે. પણ એવા લાંબાપહોળા વિષયને તેના એકેક મર્મને સમાવવા સાથે માત્ર આઠ શ્લોકમાં જ સારી રીતે ઉતારવો તે સાચે જ વિકટ કાર્ય છે. એક પરીક્ષા છે કસોટી છે, વક્તાને પણ. સાચા વક્તાને જેમ એક વિષય ઉપર એકબે કલાક બોલવાનું કહીએ તો તે તરત બોલે, તેને બહુ તૈયારી ન કરવી પડે, પણ અડધો કલાક બોલવા બે દિવસ તૈયારી કરવી પડે. એને પાંચ મિનિટમાં એ વિષયને રજૂ કરવો હોય તો અઠવાડિયાની મહેનત કરવી પડે. તેમ આઠ જ શ્લોકમાં વિષયને તેના પૂર્ણ રૂપમાં સમાવવામાં બહુ કૌશલ જોઈએ. વિષયો કેટલા અને કેવા પસંદ કર્યા છે એ નીચેની સૂચિ પરથી જણાઈ આવશે.
(૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિયજય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મ શંસા, (૧૯) તત્ત્વ દૃષ્ટિ, (૨૦) સર્વ સમૃદ્ધિ, (૨૧) કર્મવિપાક ચિન્તન, (૨૨) ભવોલ્વેગ, (૨૩) લોકસંજ્ઞા, (૨૪) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ, (૩૨) સર્વ નાયાશ્રયણ.
આ ગ્રંથમાં ઉપસંહારમાં પહેલા ચાર શ્લોકમાં આ બત્રીસ
૨9
જ્ઞાનસાણ
Page #33
--------------------------------------------------------------------------
________________
અષ્ટકોનાં નામ ગૂંથી લીધાં છે. આ ગ્રંથ એક શાસ્ત્ર છે. શિષ્યને બહુજ વત્સલ ભાવે પ્રેમાળ શબ્દોમાં ઉપદેશ દીધો છે, આના એક શ્લોકના પણ હાર્દને પામવું હોય તો તે શબ્દોની પાછળ છુપાયેલા ભાવને – ગંભીર ભાવને, ચિંતન અનુપ્રેક્ષાથી જ પામી શકાય.
એક એક અષ્ટકમાં એક-એક ગ્રંથનો મસાલો ભરેલો છે. પ્રત્યેક અષ્ટકનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક તેને કોઇક ચોક્કસ સંબંધ છે. આ ગંભીર શાસ્ત્રકાર મહર્ષિની વિલક્ષણતા છે. ‘૩૧મો સંહારયોરીમ્' ઉપક્રમ અને ઉપસંહારમાં એકતા હોય છે. જેમકે પૂ. ઉમાસ્વાતિજી મહારાજ રચિત તત્ત્વાર્થાધિગમસૂત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં મોક્ષની વ્યાખ્યા છે, તો તેના દશમા અધ્યાયના છેલ્લા સૂત્રમાં મોક્ષની વ્યાખ્યા છે, આમ અષ્ટકોમાં પણ આપણે સૂક્ષ્મ બુદ્ધિથી શોધીએ તો એકસૂત્રતા મળી આવે. આ ગ્રંથના પાઠથી, રટણથી, મનનથી અને ચિંતનથી અનેક આત્માઓને અલૌકિક આનંદનો અનુભવ થયાનાં દૃષ્ટાંતો છે. એક પ્રસંગે ભાવનગરના શ્રાદ્ધવર્ય શ્રી કુંવરજી આણંદજીએ કહ્યું હતું કે આ અમૃત છે, સંજીવની છે. તમે શાંત ચિત્તે એકાંતમાં અષ્ટકનો કોઈ પણ શ્લોક લઈને તેનું ચર્વણ કરો તમને એક ઊંડી તૃપ્તિનો અનુભવ થશે. તમારા રોગ-શોક-દીનતા, સૂર્ય ઊગે ને અંધારું, ઠંડી તેમજ જડતા જેમ દૂર થઈ જાય અને ચેતના, પ્રકાશ ને ઉષ્માનો અનુભવ થાય, તેવો જ અનુભવ આ ગ્રંથના સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે.
રસિક શૈલીમાં તત્ત્વનિરૂપણના ઉત્તમ ઉદાહરણ સમો આ ગ્રંથ તો ભૂખ્યાનું ભોજન છે, તરસ્યાનું પાણી છે અને મરતાનું અમૃત છે. આ ગ્રંથ માટે ગમે તેટલાં વર્ણનો લખીએ, પણ જ્યારે તેનો અનુભવ કરવામાં આવે, ત્યારે આ વર્ણન-શબ્દોમાં અતિશયોક્તિ નહીં, પણ અલ્પોકિત લાગશે. અહીં એકેક અષ્ટક ઉપર લખવાનું મન થાય છે. કેટલાંક અષ્ટકોમાં તો જે વિપુલ ચિંતનસામગ્રી છે, તેને જો પ્રકટ કરવા જઈએ તો રૂને પીંજતાં-પીંજતાં જેમ તે વિશાળ
શ્રુતજલધિ પ્રવેશ નાવા
Page #34
--------------------------------------------------------------------------
________________
બને છે, તેવો વિચારવૈભવ તેમાં જણાય છે. અહીં સ્થળની મર્યાદા છે, તેથી વાચકોને માત્ર જ્ઞાનસારનો સ્વાદ ચાખવાની ફરીફરીને પૂરા જીગરથી પ્રેરણા કરવાનું જ મુનાસીબ માન્યું છે અને વર્તમાન શ્રી સંઘના પુણ્યોદયથી આ કાળમાં આ મનગમતા ગ્રંથ ઉપર સારા પ્રમાણમાં લખાયેલું સાહિત્ય મળે છે.
(૧) આ ગ્રંથનાં વિવરણોમાં સૌથી પહેલો નંબર તો પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે જાતે લખેલા ટબાનો છે. તેમણે આ ગ્રંથની ઘણી સુંદર વાતો ટબામાં અલ્પ શબ્દમાં ખોલી બતાવી છે. તેમની ગુજરાતી બાની પણ કોમળ પદાવલીથી મંડિત છે. મૂળ ગ્રંથ સિદ્ધપુર (પાટણ)માં દિવાળીના શુભ દિવસે પૂર્ણ કર્યો છે. અને તેનો ટબો તેઓશ્રીએ સુશ્રાવક સૂરજીના પુત્ર શાંતિદાસની પ્રેરણાથી રચ્યો છે. તત્ત્વજિજ્ઞાસુ સ્વાધ્યાય પ્રેમી ઉદારદિલ શ્રાવકો પ્રત્યે પૂજ્યપાદ ઉપાધ્યાયજીના હૈયામાં સારું વાત્સલ્ય વહેતું હતું.
ટબાની પ્રશસ્તિનાં પદ્યો તો ત્રણ જ છે, પણ તે ત્રણમાં તેઓની અકૃત્રિમ લાક્ષણિકતાનાં દર્શન થાય છે. પહેલાં બે પદ્ય શાલિની છંદમાં છે, અંતિમ પદ્ય આર્યામાં છે. ગમે તે ભાષામાં પોતાના વિચારોને રમત માત્રમાં રજૂ કરી શક્યા છે. ભાષાનો ભેદ તેમને | ખેદનું કારણ બનતો નથી.
આ ટબાની મૂળ ભાષા જૂની ગુજરાતી છે. પણ તેનું આધુનિકીકરણ કરીને “સ્વોપજ્ઞ ભાષાર્થના અનુવાદને પંડિત શ્રી ભગવાનદાસ હરખચંદે પ્રકટ કર્યો છે. વિ.સં. ૨૦૦૭માં આની બીજી આવૃત્તિ પ્રકટ થઈ હતી. તે બહુ લોકાદરને પામી હતી તેથી તે દુર્લભ બની જવાથી મુનિરાજ શ્રી રાજશેખરવિજયજીએ પ્રયત કરીને સુલભ કરી છે. જ્ઞાનસારના હાર્દને પામવા માટે આ બહુ કિંમતી સાધન છે. હવે મૂળ ભાષામાં ટબો પ્રકાશિત થયો છે.
(૨) દીપિકા : નામની જ્ઞાનસાર ઉપર કર્તાએ પોતે ટીકા રચી છે. તેનું પરિમાણ ૩૮૦૦ શ્લોકોનું છે. હાલ તો તે ટીકા
જ્ઞાનસાણ
Page #35
--------------------------------------------------------------------------
________________
સંશોધનનો વિષય છે. ત્રુટક સ્વરૂપે તેની હાથપોથીઓ ભંડારોમાં મળે છે. આ પ્રમાણેનો ઉલ્લેખ જિન રતકોશમાં છે.
(૩) જ્ઞાનમંજરી : જ્ઞાનસાર ઉપરની આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૭૯૬માં ખરતરગચ્છના શ્રી દીપચંદ્રજીના શિષ્ય શ્રી દેવચંદ્રજીએ રચી છે અને તે ટીકા ઈ.સ. ૧૯૧૮માં જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
વળી આ જ જ્ઞાનસાર ઉપર પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ એક સંસ્કૃત ટીકા લખી છે અને તે જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ.સં. ૧૯૬૯માં પ્રકટ થઈ છે. જો કે આ ટીકાની રચના વિ. ૧૯૫૪માં કરાઈ હતી. તેનું ગુજરાતી ભાષાંતર વિ. સં. ૧૯૫૫માં શ્રી દીપચંદ છગનલાલે કરીને પ્રસિદ્ધ કર્યું હતું. વળી એ ગુજરાતી ભાષાંતર ઉપરથી બાલચંદ હીરાચંદ ચાંદવડકરે મરાઠી ભાષાંતર પણ કર્યું અને તે વિ. સં. ૧૯૫૬માં આનંદવિજય જૈન શાળા, માલેગાંવ તરફથી પ્રકાશિત થયેલ છે. સ્વપજ્ઞ ટબાને જ સંસ્કૃત ભષામાં - ગદ્યરૂપે તૈયાર કરીને પણ આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજે પ્રકટ કરેલ છે.
આ જ્ઞાનસારના ગુજરાતી પદ્યાનુવાદો પણ સારી સંખ્યામાં થયેલા મળે છે.
(૧) વિ. સ. ૧૯૭૫માં આત્માનંદ સભા (ભાવનગર) તરફથી શ્રી વેલચંદ ધનજીભાઈ સંઘવીએ આનો એક એક અષ્ટકનો એક એક પદમાં અનુવાદ કર્યો છે. કુલ ૩૩ પદો છે. બત્રીસ અષ્ટકના બત્રીસ અને ઉપસંહારના પાંચ પદ્યો માટે પણ એક પદ અને પ્રશસ્તિ માટેના સાત પદ્યો હરિગીતમાં અને પાંચ “સોમણી ગઝલ'માં રચ્યા છે. અને તેને “જ્ઞાનામૃત કાવ્યકુંજ' નામ આપ્યું છે. પદો ગેય છે, પણ તેમાં સહજતા અલ્પ છે, તેથી પ્રસારને પામેલાં નથી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨) જ્ઞાનગીતાઃ આ પણ જ્ઞાનસારનો મનહર છંદમાં મુક્ત પદ્યાનુવાદ છે. તેનાં ૧૦૦ પદ્ય છે. અમરચંદ માવજીએ આ રચનામાં જ્ઞાનસારના ભાવોને સુપેરે ગૂંથ્યા છે.
(૩) સમશ્લોકીઃ જ્ઞાનસારનો આ એક જૈનેતર વિદ્વાન ભાઇશ્રી ઉષાકાન્ત અમૃતલાલ શુક્લ (સુરેન્દ્રનગર) એમ.એ.એ કરેલો સમશ્લોકી પદ્યાનુવાદ છે. તે “કલ્યાણ' માસિકમાં ડિસે.૧૯૭પથી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલો છે. મહેનત દાદ માંગી લે તેવી છે. સંસ્કૃતમાં જે ભાવ એક શ્લોક બત્રીસ અક્ષરમાં નિરૂપ્યો હોય, તે જ ભાવ ગુજરાતી ભાષાના બત્રીસ અક્ષરોમાં નિરૂપવો તે દુષ્કર કાર્ય છે, છતાં આ પ્રયત્ન પ્રશસ્ય છે. છતાં પરિમાર્જનની હજી અપેક્ષા છે. ક્યાંક શિથિલતા જણાય છે, જો કે તે નિર્વાહ્ય છે, પણ લોકજીભે વસાવવા માટે સરળતા ને સરસતાનો સુભગ મેળ જરૂરી છે. પ્રશસ્તિમાં સારી છટા આવી છે. તેને ઉદાહરણ રૂપે રાખીને બીજાં સ્થળોમાં જ્યાં નર્યા સંસ્કૃત શબ્દોને વિભક્તિ વિના જોડી દીધા છે, ત્યાં મઠારી શકાય. છતાં પ્રયત્ન અવશ્ય આવકારદાયક છે.
જ્ઞાનસાર : શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલે એક આ પુસ્તક બહુ જ મનનીય લખ્યું છે. એમાં જ્ઞાનસારના અષ્ટકો (બધા જ નહીં) ઉપર ચિંતનાત્મક મનનીય નિરૂપણ કરીને પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કેટલું ઊંડાણ અને રહસ્ય ભર્યું છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. તેઓએ પ્રત્યેક અષ્ટક વિશે જો લખ્યું હોત, તો આપણા ચિંતન-ધનમાં ગણનાપાત્ર મૂડીની થાપણ જમા થાત.
જ્ઞાનસાર-વિવેચન : પ્રસિદ્ધ વક્તા-લેખક આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજે સુંદર-રોચક શૈલીમાં આ ગ્રંથનું રમણીય વિવરણ લખ્યું છે. તે સર્વત્ર આદરને પામ્યું છે. વિસ્તાર તો છે જ, પણ તે અરુચિકર નથી. પણ વાચકને તે વિષય મન-મગજમાં કાયમી ? રીતે વસાવવામાં સહાયક અને મદદગાર થાય તેવો છે.
જ્ઞાનસાણ
Page #37
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના વિષયનાં વ્યાપ અને ઊંડાણ એટલાં બધાં વિશાલ અને અગાધ છે કે હજી ઘણુંક લખાયા પછી પણ આપણા વર્તમાન શ્રી સંઘના ચિંતકની કલમના સ્પર્શને તો પૂરેપૂરો અવકાશ છે. | ગીતા ઉપરનાં વિવેચનોની જેમ જ્ઞાનસાર ઉપર નાની-મોટી આવૃત્તિઓ જો સુલભ બને તો જૈન શ્રાવક સંઘની વિચારશુદ્ધિ માટે બહુ જરૂરી એક સાધનની પૂર્તિ થઈ ગણાય. આ બધો તો જ્ઞાનસાર કૃતિની આગળ-પાછળનો વૈભવ વિચાર્યો. મૂળ કૃતિનો રસાસ્વાદ હજી બાકી રહે છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #38
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર રસાસ્વાદ બત્રીસ અષ્ટકના આ ગ્રંથમાં સર્વ પ્રથમ અષ્ટક પૂર્ણાષ્ટક છે. જ્ઞાની પુરુષો કશું પણ નિર્દેશ કરતા નથી. જ્ઞાન પણ શેના માટે ? જ્ઞાન પણ એક સાધન છે ને ! જ્ઞાન પૂર્ણ થવા માટે છે. શેનાથી પૂર્ણ થવાનું ! બાહ્ય પૌદ્ગલિક સામગ્રીથી ? ના, તેથી પૂર્ણ થવાનું નથી, પણ તેનાથી પૂર્ણ થઈએ છીએ એમ જેમ જેમ માનતા જઈએ, તેમ તેમ ખાલી થતા જઈએ છીએ. તો સચ્ચિદાનંદથી પૂર્ણ થઈએ. આત્મા તો સચ્ચિદાનંદથી પૂર્ણ છે જ. માત્ર તેવી અનુભૂતિની જ [૩૩] ખામી છે, તે ખામી એવી પૂર્ણદષ્ટિ ખીલવવાથી દૂર થાય છે. એ દૃષ્ટિ લાધે તો જે આ જીવનની શોધ છે તેને સફળતા મળે, અને આપણી સાધનાનો કેન્દ્રવર્તી સનાતન પ્રશ્ન : હું કોણ ? એ પ્રશ્નનો : પણ ઉત્તર મળે અને તેથી આપણી રિકતતા, રંકતા નિઃશંક દૂર થઈ જાય.
સાચે જ પૂ. ઉપાધ્યાયજીએ પૂર્ણાષ્ટક પ્રથમ લખીને સાધકને પોતાની સાધનાનું હૃદય શું? ધ્યેય શું ? તેનો ખ્યાલ આપ્યો છે. પરાયા પુદ્ગલથી પૂર્ણતા તે ભ્રમણા છે, છેતરપીંડી છે. સાચી પૂર્ણતા સાવ અલગ વસ્તુ છે. જ્યાં ભ્રામક પૂર્ણતા હોય ત્યાં તૃષ્ણાવેલડી ઉદિતોદિત વધતી રહે છે. અને તેની સાથે જ દીનતા-વીંછીના ડંખ
Page #39
--------------------------------------------------------------------------
________________
અને તેની વેદના પણ વધતાં જ રહે છે. આ એક વિષચક્ર છે. તૃષ્ણાની પૂર્તિ એ જ તૃષ્ણાની વૃદ્ધિનું જળ છે, ખાતર છે. એ તૃષ્ણા જ દુઃખનું મૂળ છે, હેતુ છે અને સ્વરૂપ છે. બહિર્મુખ દૃષ્ટિ ઊણપ દેખે છે, અન્તર્મુખ દૃષ્ટિ પૂર્ણ દેખે છે. વિકલ્પ એ કલ્લોલ છે, તેની શાંતિમાં જે છે તે જ પૂર્ણ આત્મા છે. એ પૂર્ણ આત્માને પામવાને માર્ગ કયો? તેના ઉત્તરમાં બીજું અષ્ટક છે : જ્ઞાનમગ્ન બનો : આત્મમગ્ન બની. આત્મમગ્ન થવા માટે મનને જીતવું પડે. મનોજય કરવા માટે પહેલાં ઇન્દ્રિયજય કરવો પડે. આ ક્રમ છે. ઈન્દ્રિયજય માટે યોગની પરિભાષામાં પ્રત્યાહાર શબ્દ વપરાય છે. ‘વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહારો રે, ઇન્દ્રિયોનું સંવરણ કરવું, તે પછી મનને જીતવું સહેલું છે. મનને પરિભ્રમણ કરવા માટેની સામગ્રી ઇન્દ્રિયો પૂરી પાડે છે, પુરવઠો બંધ થઈ જાય, એટલે આપોઆપ મન ઠેકાણે આવે અને ઠેકાણે આવેલું મન ચિત્માત્રને જ વળગીને રહે તે જ મગ્નતા છે. પૌદ્ગલિક ભોગોમાં આવતી મગ્નતા પરિતાપમાં પરિણામ પામનારી હોય છે, જ્યારે
આ મગ્નતા પરિતૃપ્તિ પરિણામિની હોય છે. | શ્રી ભગવતી સૂત્રમાં શ્રમણજીવનના તેજોવૃદ્ધિની, સુખવૃદ્ધિની જે વાત આવે છે, તે વાત અહીં આપણે સરળતાથી સમજી શકીએ એવી ભાષામાં મળે છે. બીજા અષ્ટકના પહેલા ચાર શ્લોકમાં જે લક્ષણ આપ્યાં છે, તે લક્ષણધારી મુનિને સંયમપર્યાયની વૃદ્ધિની સાથોસાથ તેના તેજ અને સુખની વૃદ્ધિનો અનુભવ થાય એ મગ્નતાને કોઈ પણ બાહ્ય પદાર્થો કે દુન્યવી સુખોની સાથે ન સરખાવી શકાય. એ તો માત્ર અનુભવગમ્ય પ્રકાર છે. મગ્નતા પ્રાપ્ત કરવા માટે સ્થિરતાની જરૂર છે. સ્થિરતા આવે, તો પાસે જ રહેલી સ્વાધીન વસ્તુ દેખાય. આ અષ્ટકની શરૂઆત જ કેટલા મીઠા સંબોધનથી કરી છે! બહુ પ્રેમાળ શબ્દથી આપણને ગ્રંથકાર સ્વસંમુખ કરે છે. વત્સ ! વિરું વંવન – સ્વાન્તો..'
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૩૪
Page #40
--------------------------------------------------------------------------
________________
અહીં અસ્થિરતાને કેવી કેવી ઉપમા આપી છે ! એ ખૂબ જ શાંતિથી વાંચવા-વિચારવા જેવી છે. અસ્થિરતા એ ખટાશ છે. જ્ઞાન એ દૂધ છે. અસ્થિરતા એ તો શલ્ય જ નહીં, પણ મહાશલ્ય છે. તેને દૂર કરો તો જ આ ક્રિયારૂપ ઔષધો ગુણ કરશે. સ્વ-સ્થિરતા આવી એટલે તેની સહચરી સમતા આવશે જ. એટલું જ નહીં પણ સ્થિરતાની હાજરી હશે, ત્યાં સુધી વિકલ્પનો ધૂમાડો નહીં આવે. ક્યાંથી આવે? સ્થિરતા તો રતનો દીવો છે ને !
સહુથી ચંચળ કોણ ? પંચભૂતમાં તો પવન. પવન એટલે જ જાણે મુર્તિમંત અસ્થિરતા. એ અસ્થિરતાનો પવન જો ફૂંકાશે, તો મેઘના, હા, ધર્મમેઘના શા હાલ ! તે તો પળવારમાં વિખરાઇ જવાના. તેથી જો ધર્મ ઇચ્છતા હો, તો આ અસ્થિરતાને લગીર પણ સ્થાન ન આપશો. આ સ્થિરતા છે શું! સ્થિરતા એટલે ચારિત્ર. ચારિત્ર! હા. ચારિત્ર, આપણે સામાન્ય રીતે સર્વવિરતિ અને દેશવિરતિને ચારિત્રના પ્રકારરૂપે જાણીએ છીએ, પણ તે વ્યવહાર નયથી. નિશ્ચયનયથી સ્થિરતા એ જ ચારિત્ર. સિદ્ધભગવંતોમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર છે ને! તો ત્યાં અનંત ચારિત્ર એટલે શું! આ સ્થિરતા ઃ આ સ્થિરતા લાવવામાં સૌથી મોટું વિઘ્ન શું છે ? જ્ઞાનસાર કહે છે મોહ. એ મોહનો ત્યાગ જરૂરી છે. પણ એ મોહનું સ્વરૂપ શું ! તેનો ઉપાય શો ! વગેરે વાતો અહીં બહુ ટૂંકાણમાં છતાં સચોટ શબ્દોમાં જણાવી છે. મોહના સ્વરૂપમાં, અહં અને મમ એ બે સ્વરૂપ છે. એની જ આ બધી લીલા છે. સમસ્ત સંસાર આ મોહની પેદાશ છે. જગત આખું આ મોહનો અંધાપો વેઠે છે. એ મોહનાં પડળ આંખે બાઝ્યાં હોય ત્યારે મઝા તો એ થાય છે કે-જે પદાર્થ જે રૂપે નથી તે પદાર્થ તેને તેનાથી બીજા જ રૂપે દેખાય છે. જાતિ અંધને તો જે કાંઈ હોય, તે ન દેખાય; આ તો એથી વિપરીત દેખે છે.
આ મહારોગનું ઔષધ
ાનસાર રસાસ્વાદ
૩૫
卍
Page #41
--------------------------------------------------------------------------
________________
એક જ “નાë ન મમ' આ મંત્ર છે. હું છું તો શું છું? શુદ્ધાત્મદ્રવ્ય હું છું અને શુદ્ધજ્ઞાન મારો ગુણ છે. આ જ્ઞાનગુણ ખીલે તો મોહને જતાં વાર ન લાગે. માટે મોહનાં અષ્ટક પછી જ્ઞાન અષ્ટક આવે છે. જ્ઞાનની વિચારણામાં સંખ્યાનો લોભ જરૂરી નથી! “નિર્વાણ” એટલું એક જ પદ પણ આપણા જ્ઞાનનાં દ્વાર ઉઘાડી શકે છે. જ્ઞાનના જે ત્રણ પ્રકાર વર્ણવવામાં આવે છે. તે શ્રુત, ચિંતા અને ભાવના-માં ત્રીજું ભાવના-જ્ઞાન અમૃત સમાન છે. એ જ્ઞાનને પીયૂષ, રસાયણ અને ઐશ્વર્ય રૂપ કહ્યું છે, તે બહુ મનનીય છે. જ્ઞાનઐશ્વર્ય જેની પાસે છે તે રાજાધિરાજ છે.
જ્ઞાન આવે એટલે તેનું ફળ સમ - સમતા આવે જ. કારણ કે શમને તો જ્ઞાનના પરિપાક રૂપે કહ્યો છે. યોગમાં પ્રવેશ કરનાર પહેલાં બાહ્ય ક્રિયા કરે. પણ યોગારૂઢ થયેલા તો શમથી શુદ્ધ થાય છે. શમને પ્રાપ્ત કરવા ઇન્દ્રિયોનો જય પ્રાપ્ત કરવો પડે. ઇન્દ્રિયો પ્રત્યેની વાસનાનો ત્યાગ થાય તો જ એ જય સાચો જય ગણાય. સંસારનો ત્યાગ કરીને સંયમની ક્રિયામાં રત બનવું જોઈએ. એ ક્રિયા અષ્ટકના પહેલા શ્લોકમાં જે વિશેષણો છે : જ્ઞાની, ક્રિયાપર, શાંત – એ વિશેષણોને પદકૃત્ય પદ્ધતિએ વિચારવાથી એકેક પદની સાર્થકતા અને વિશેષતા સમજાય છે. તેથી બહુ આનંદ આવે છે. જેમ કે ક્રિયાશીલ છે, શાંત છે, ભાવનાથી ભાવિતાત્મા છે, વળી જિતેન્દ્રિય છે. પણ જ્ઞાની નથી, તો તે સ્વયં તરીકે તારી નહીં શકે. હવે તે જ્ઞાની છે, શાંત છે, ભાવિતાત્મા છે, જિતેન્દ્રિય છે, પણ ક્રિયાશીલ નથી. તે જ રીતે બધું હોય પણ શાંત ન હોય, પછી ભાવિતાત્મા ન હોય. પછી બધું જ હોય પણ જિતેન્દ્રિય ન હોય, તો તે પણ ભવસાગર તરવામાં કે અન્યને તારવામાં સમર્થ બનતો નથી. એ જ રીતે અષ્ટકના છેલ્લા શ્લોકમાં બે પ્રકારના અનુષ્ઠાનો (૧) વચન અનુષ્ઠાન (૨) અસંગ અનુષ્ઠાન તીર્થકરોને હોય તે માર્મિક વાત જણાવી છે. જ્ઞાન અને ક્રિયા બે આવે એટલે આત્મતૃપ્તિ
બ્રુતજલધિ પ્રવેશે નાવા.
Page #42
--------------------------------------------------------------------------
________________
મળે. એ તૃપ્તિ જ અવિનાશ્વરી છે. વિષયોની તૃપ્તિ બહુ જ ક્ષણિક છે. જેઓ બાહ્ય તૃપ્તિમાં જ લીન છે, તેઓને આત્યંતર તૃપ્તિની કલ્પના પણ ન આવે. “તુમ તે સુખી.” આ બહુ ઉપયોગી સૂત્ર આ અષ્ટકમાંથી સાંપડે છે. જેટલી અતૃપ્તિ એટલું દુઃખ. હવે જે બાહ્ય તૃપ્તિનો અનુભવ થાય છે, તે કેટલી જલ્દીથી અતૃપ્તિમાં ફેરવાઈ જાય છે ! ક્યારેક તો એવો અનુભવ થાય છે કે પુગલોથી મનને ભરવાનો, તૃપ્ત કરવાનો જેમ જેમ પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ એની માંગ, ભૂખ અને અતૃપ્તિ વધતી જ જાય છે. આત્મતૃપ્ત જ તૃપ્ત છે, ત્યાં તૃષ્ણાનું પૂર્ણવિરામ આવી જાય છે. તૃષ્ણા એ મનની નીપજ છે, જ્યારે આત્મા તો મનની પેલે પારનો પ્રદેશ છે. તૃપ્તિ આવે એટલે નિર્લેપતા આવે જ. સ્વાર્થ એ નિર્લેપતાનો વિરોધી ભાવ છે. તૃપ્ત આત્માનું સ્વનું વર્તુળ બહુ મોટું થઈ જાય છે. ભાવજ્ઞાનની બલિહારી છે. તેના પ્રભાવે નિર્લેપતા પ્રકટે છે. બધાય અષ્ટકોમાં એક સૂર સતત સંભળાયા કરે છે. જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ, તો જ આત્માનું સંવાદી સંગીત રેલાય છે. બેમાંથી એક પણ ખામી ભરેલું હોય, તો એ સંગીત બેસૂરું થઈ જાય છે. નિર્લેપતા અને નિસ્પૃહતા તો એકબીજાની છાયા રૂપ છે. બે પરસ્પર પ્રીતિવાળી બહેનો જ જાણે હોય, તેમ નિર્લેપતા જ્યાં રહે ત્યાં નિસ્પૃહતા રહેવાની જ ! સ્પૃહાવાન રૂથી પણ હલકો હોય છે. છતાં તે સંસાર સાગરના તળિયે જઈને બેસે છે, એટલો ભાર સ્પૃહાનો છે. નિસ્પૃહી આત્મા હળવો હોય છે, તે ઉપર ને ઉપર ગતિ કરે છે. સ્પૃહાને ઝેરી વેલ કહી છે. દીનતા તેનું ફળ છે, બહુ સાચી વાત છે. સ્પૃહા હોય અને તે ન ફળે તો દુઃખ થાય છે. પેલા ગુજરાતી કવિએ બહુ સુંદર લખ્યું છે :
ન રાખ આશા કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ.”
સ્પૃહાવાના ચક્રવર્તી કરતાં નિસ્પૃહી-અકિંચન મુનિ વધારે સુખી હોય છે. મુનિ એટલે જ મૌન ધારે તે. મૌન એટલે પુદ્ગલમાં કોઈ જ્ઞાનસાર સાસ્વાદ
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ જ નહીં. શરીરે સોજો આવે તેથી શરીર પુષ્ટ થયું છે, એવું કોણ માને ? કલાક પછી જેને વધસ્તંભ ઉપર લઇ જવાનો છે, તેને લાખો રૂપિયાના અલંકારો કયાંથી સારા લાગે ? આ સંસારનો ઉન્માદ એના જેવો છે. તેમાં ઉદાસીન રહેવું તે જ કર્તવ્ય છે. મૌનનો અર્થ ન બોલવું એટલો જ કરીએ, તો એકેન્દ્રિય જીવોમાં તે પૂર્ણપણે છે. તો શું તેઓ મૌનધારી મુનિ છે તેમ કહેવાય ? ના, વાસ્તવિક મૌન એટલે આત્માથી ઇતરમાં કયાંય રસપૂર્વક પ્રવૃત્તિ ન કરવી એ અર્થ સંગત છે. તેને એ પ્રવૃત્તિ અનિત્ય જ લાગે. મુનિ અવિદ્યાને ઓળંગીને વિદ્યામાં સ્થિર થાય. જેને આપણે ચાલુ પરિભાષામાં મિથ્યાત્વ કહીએ છીએ, તે જ અહીં અવિદ્યા છે. જે જેવું નથી તેને તેવું માનવું. પુદ્ગલ માત્ર અનિત્ય છે, અશુચિપૂર્ણ છે અને આત્મતર છે. તેને નિત્ય શુચિ ને આત્મા માનવું તે અવિદ્યા
છે.
‘તત્ત્વ’ એ વિદ્યા છે. જે આત્માને નિત્ય માને અને તે સિવાયનું સઘળું અનિત્ય છે, ક્ષણભંગુર છે, એમ નિશ્ચયથી માને, તેને મોહ નડતો નથી. મોહ જાય એટલે વિવેકનાં અજવાળાં પથરાય છે. ૩૮ દેહાત્મવિવેક ક્રોડભવે પણ દુર્લભ છે. એ વિવેક પ્રકટે પછી માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે. બહુ જ મહત્ત્વનો આ ગુણ છે. તેમાં પણ શાસ્ત્રવચનનો અર્થ કરવામાં આ ગુણ અતિ આવશ્યક છે. નહીંતર ક્યાંય આગ્રહવશ વિચારીએ તો આ ગુણ ચાલી જાય છે. માધ્યસ્થ્ય એટલે સમતોલ વૃત્તિ. ન રાગ, ન દ્વેષ. મધ્યસ્થ વ્યક્તિ ક્યારે પણ કુતર્ક નથી કરતી, તેની સત્યશોધક દૃષ્ટિ નિરાકુલપણે વસ્તુના તાત્પર્યને પામી જાય છે.
આ રીતે સોળ અષ્ટકનું કંઇક વિહંગાવલોકન કર્યું. હવે પછી પછીના ૧૬ અષ્ટકનું અવલોકન જોઇએ. આ જ્ઞાનસાર ગ્રંથ ફરી ફરીને જુદા જુદા દૃષ્ટિકોણથી વારંવાર વિચારવા જેવો ને વાગોળવા જેવો છે. જેથી દર વખતે નવા અર્થની પ્રાપ્તિ થશે.
મ
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #44
--------------------------------------------------------------------------
________________
જે વ્યક્તિ માધ્યચ્ચ ગુણધારી હોય છે, તે નિર્ભય હોય છે. મુનિને કયાંય ભય ન લાગે. તેની પાસે જ્ઞાનદૃષ્ટિ છે ને ! આ જ્ઞાનદૃષ્ટિને મયૂરી કહી છે અને ભયને સર્પ કહ્યા છે. આત્મા તો ચંદન છે જ. આ સર્પ-મયૂરી અને ચંદનનું રૂપક સર્વ પ્રથમ આપણને કલ્યાણ મંદિર (ગાથા ૭)માં મળે છે. તેનો જ એક સુભગ અનુવાદ
શ્યામજી માસ્તરે કર્યો છે તે અહીં વિષયાંતરનો દોષ વહોરીને પણ નોંધવાની લાલચ રોકી શકતો નથી.
આત્મચંદન પર કર્મસર્પનું, નાથ અતિશય જોર, તે દુષ્ટોને દૂર કરવાને, આપ પધારો મોર.”
એ જ રૂપક અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પ્રયોજ્યું છે. જ્ઞાનદૃષ્ટિ આવે એટલે ભય રહે જ નહીં.
જેને પરાપેક્ષા છે, જેને રાગદ્વેષ છે. તેને જ ભય છે. અરે ! ભવ-સુખોની છાયા પણ ભયભરેલી છે. અખંડ જ્ઞાન રાજ્યના રાજા પણ જ્યારે ચારિત્રને ધારે છે. ત્યારે તે નિર્ભય બને છે. કવિ યોગી શ્રી ભર્તુહરિએ “વૈરાગ્યમેવાભયં” લખ્યું. ઉપાધ્યાયજી તેમાં જ્ઞાન પદ ઉમેરે છે. વાત સાચી છે. રજુમાં સર્પની બ્રાન્તિ, અજ્ઞાન તે [૩૯ જ ભયનું કારણ છે. જ્ઞાન થાય કે આ તો દોરડું જ છે પછી ભય કયાં રહે છે !
વળી જે ઉપમા નિસ્પૃહાષ્ટકમાં સ્પૃહાવંત માટે વાપરી હતી તે જ ઉપમા અહીં ભયમુક્ત માટે વાપરી છે. મૂઢ જીવો ભય પવનથી રૂની જેમ ઘૂજે છે, ભમે છે. જ્ઞાનયુક્ત જ તે વેળાએ અભય રહે છે. કહો કે અચલ રહે છે. નિર્ભયતા એક મહાગુણ છે, તે આવે પછી સ્વપ્રશંસાની સંભાવના છે. આ સ્વાત્મપ્રશંસા એ સાધક માટે અવશ્ય નિવારણીય ભયસ્થાન છે. તેથી અઢારમા અષ્ટકમાં “અનાત્મશંસા'નું નિરૂપણ છે. આ અષ્ટકમાં આઠે શ્લોકમાં આત્મપ્રશંસા - નિરોધ વિચારો-યુક્તિસંગત અને અસરકારક રીતે
જ્ઞાનસાહ જ્ઞાસ્વાદ
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૦
卍
ઠાંસીને ભર્યા છે. આજે આ અષ્ટકના અર્થ પરિભાવનની અતિ આવશ્યકતા છે. જ્યાં ત્યાં તમને કાં પરનિંદા કાં સ્વપ્રશંસા જ સાંભળવા મળશે.
બીજા અને ત્રીજા શ્લોકમાં જે વાત છે તે તો આપણને ચૂપ જ કરી દે તેવી છે. કરેલા સુકૃતને સ-ફળ બનાવવું છે, તો તેના મૂળને બહાર કેમ કાઢો છો ? એ સુકૃતની સ્વમુખે પ્રશંસા કરી કે મૂળ બહાર આવ્યું. પછી તો વૃક્ષ જ ધરાશાયી બન્યું. ફળ કયાંથી જોવા મળશે ! તમારા ગુણનો અનુભવ અનહદ છે અને ભૂખ તેનાથી ભાંગે છે. શાસ્ત્ર રીત બતાવે, તેના લાભો વર્ણવે, તેની અલૌકિકતા શબ્દગોચર કરે, પણ ભૂખ ભાંગે તે પદાર્થ તો આ જ અનુભવે મળે. એ સ્વાદ સેંકડો મુનિઓથી કે શતાધિક શાસ્ત્રોથી પણ ન મળે. તેના માટે તો જોઇએ તીવ્ર આત્મ, સંવેદનભર્યો અનુભવ.
આહારથી ક્ષુધાનિવૃત્તિનો અનુભવ છે, તેવો અનુભવ એ અનુભવને સ્થિર કરવા માટે યોગની આવશ્યકતા છે. આજકાલ આ યોગ-અધ્યાયન ધ્યાન વગેરે શબ્દોનું નકલી નાણું ધર્મ અને તત્-સંબંધી બજારમાં બહુ ઉભરાયું છે : યોગ યોગ કહેતાં સહુ ફિરે, પણ યોગ ન જાણે હો કોઇ' એમ કહેવાનું મન થાય છે. જ્યારે યોગ-માર્ગની ભ્રમણામાં અટકી જતા, અટવાઇ જતા અનેક ચિરભ્રાન્ત સાધકોને જોઇએ છીએ ત્યારે એ યોગ માર્ગ સંબંધી વાત માત્ર આઠ જ શ્લોકમાં સમાવીને અદ્ભુત કૌશલ દર્શાવ્યું છે ઉપાધ્યાયજીએ !
તેઓની સામે યોગ માર્ગને પ્રરૂપતા કેટલા બધા ગ્રંથો, કેટલી બધી પરંપરાઓ અને કેટકેટલા પ્રવાહો તેમની આસપાસના રસ્તામાં છે. તે બધા જાળામાંથી એક સુંદર સુરેખ માર્ગ આપણને આંકી આપે છે. એક મજાની સ્વચ્છ કેડી કંડારી આપે છે. મોક્ષની સાથે જોડી આપે તેવો આચાર માત્ર યોગ.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #46
--------------------------------------------------------------------------
________________
હવે એ યોગના પ્રકાર ત્રણ : કર્મયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ. અને તેના પરિણામે મળતો મોક્ષયોગ. આ આઠ શ્લોકમાં બીજ માત્ર રીતે વર્તમાનકાળમાં ફલીફૂલી ને પથરાયેલી યોગ વિષયને લાગતી-વળગતી તમામ બાબતો અહીં નિહિત છે. યોગ પછી છે અઠ્ઠાવીસમું નિયાગ અષ્ટક. યોગ એટલે યજ્ઞ-બ્રહ્મયજ્ઞ અહીં ઈષ્ટ છે. સાવદ્ય યજ્ઞની વાત તો આવકાર્ય નથી જ. આખું અષ્ટક એક સાથે વાંચતાં કોઈ વેદની ઋચાઓ જેવો ધ્વનિ કર્ણપટને સ્પર્શી છે. ગૃહસ્થને આ એટલે વીતરાગની પૂજાનો અધિકાર છે. તો સાધુઓને ભાવપૂજાનો અધિકાર છે. અહીં સ્નાનથી લઈ ઘટવાદન સુધી પૂજાની સામગ્રીમાં ભાવ પૂરવાની વાત ભરી છે. તેમાં એક વાત વર્તમાનકાળે બહુ વિચારવા જોગ છે. અંગપૂજા થયા બાદ અંગપૂજામાં અષ્ટમંગલ આલેખવાની વાત છે. આજકાલ જિનમંદિરોમાં અષ્ટમંગલની પાટલીની પૂજા થાય છે. આ અંગે કેમ કોઈ સમજાવતું નથી કે – પછી સમજીને જ કોઇ આ સમજતું નથી ! દ્રવ્ય પૂજા એટલે ભેદોપાસના અને ભાવપૂજા એટલે અભેદોપાસના. કેટલું સુંદર પૃથક્કરણ. અભેદ ઉપાસના કરનાર ધ્યાન ધરે. ધ્યાનનો વિષય લખતાં તેમણે રૂઢ અર્થના ધર્માદિ અને . ૪૧ આર્તાદિ બંને દ્વિકની વાત નથી કરી. સામાન્ય રીતે આજે પ્રસિદ્ધ છે તે જ ધ્યાનની વાત છે. ધ્યાન ધરનારમાં એક પ્રકારની યોગ્યતા અપેક્ષિત છે. તે જ જિતેન્દ્રિય ધીર, પ્રશાંત અને સ્થિર હોવો જોઈએ તો તે ધ્યાન, ધારણાનો હેતુ બની શકે અને પછી સમાધિ મેળવી
શકે.
પરંપરાએ પણ સમાધિ મેળવી આપનાર ધ્યાનને તપ કહેવાશે. તે તપ બાહ્ય અને આંતર એમ બે ભેદ. આ તપમાં પાછા સામે પૂરે તરવાની વાત આવે છે. આ રીતે એકત્રીશ અષ્ટક સુધી આ વિષયો વર્ણવીને અંતે સર્વ નયનો આશ્રય કરનાર સાદ્વાદ તત્ત્વને પામી શકે છે, તે જણાવ્યું છે જ્ઞાનનય કે ક્રિયાનય એકબીજા વિના જ્ઞાનસાર રસાસ્વાદ
રૂ
Page #47
--------------------------------------------------------------------------
________________
અધૂરા રહે છે. આ બત્રીસમા અષ્ટકના અંતે “પરમાનંદ' શબ્દનો પ્રયોગ પૂ. ઉપાધ્યાયજી મહારાજ કરે છે. બત્રીસ-બત્રીસીના અંતે તમામ શ્લોકમાં આ જ પરમાનંદ પદને મૂક્યું છે. ત્યાં યશ શ્રી નથી. તે પછીના તેત્રીસમા અષ્ટકમાં એક બહુ સુંદર અષ્ટકોની અનુક્રમણિકા આપી દીધી છે. પ્રશસ્તિ પણ આનંદ જન્માવે તેવી છે. સમગ્ર ગ્રંથ “સહજ’ સર્જાયો છે. અમૂલ્ય ભેટયું છે. આજના કાળમાં આ ગ્રંથનું મહત્ત્વ અનેરું છે. ગૌરવ ઝાઝેરું છે. જે આને કંઠે ધરે છે, ચિંતનમાં ઉતારે છે, તે કલ્પવૃક્ષને સેવે છે. વધુ તો બીજું કહીએ શું ! બીજા ગાન કરે તો તેને લાભ. તમે ગાન કરશો તો તમને લાભ ! તમારે ગુણ જ ગાવા છે, તો વિશ્વમાં ઠેર ઠેર સુકૃતોનો પારાવાર છલકે છે. પંચ પરમેષ્ઠિથી લઈને માર્ગાનુસારીની ભૂમિકા સુધીના અનેક જીવોના ગુણોનું ગાન કરો.
તમને તમારી સ્થિતિ ઊંચી લાગે તે પૂર્વના પુરુષ તરફ નજર લંબાવો. તમને તમારી અકિંચનતા જણાશે. કદાચ તમારો ઉત્કર્ષ લાગે તો તે તમારો છે? કે પર્યાયનો-પુદ્ગલને ? તે શાંત ચિત્તે વિચારજો. તેવી વિચારણા કરવાથી તમારામાં તત્ત્વદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થશે. તત્ત્વદૃષ્ટિ એટલે જૈન દષ્ટિ-પારિણામિકી દૃષ્ટિ. શરીર જ લો : બહારથી કેવું રૂડું-રૂપાળું સુંવાળું અને સુંદર. પણ અંદર તો કેવુ છે! આ અંદર જ જોવું તે તત્ત્વદૃષ્ટિ. એ તત્ત્વદૃષ્ટિએ જોતાં શરીર લોહી, હાડ, માંસ, મૂત્ર, વિષ્ટાની કોથળી લાગે છે. તેવી જ રીતે ઉપરથી કેશલોચ કરેલો હોય, શરીર ઉપર મેલના થથેરા હોય, તેને બાહ્યદૃષ્ટિ જીવો મહાન કહે છે. જ્યારે જ્ઞાની પુરુષને મહાત્મા કહેનારા તત્ત્વદૃષ્ટિવાળા હોય છે. આવી દૃષ્ટિવાળા જ્યાં નજર નાખું, ત્યાં સર્વ સમૃદ્ધિ જ દેખાતી હોય છે. સમૃદ્ધિની ટોચે ઇન્દ્ર હોય છે, તેની સમૃદ્ધિ મુનિ પાસે છે. સમતા ઈન્દ્રાણી, ધર્ય વજ, સમાધિ તે નન્દનવન અને રહેવા માટે મહાવિમાન એટલે જ્ઞાન. આ સમૃદ્ધિ છે મુનીન્દ્રની.
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૪૨
Page #48
--------------------------------------------------------------------------
________________
મુનિ નવ બ્રહ્મસુધા કુંડનો અધિષ્ઠાયક નાગલોક પતિ છે. મુનિ અધ્યાત્મ કૈલાસવાસી શિવ છે. મુનિની સૃષ્ટિ પરાજવલંબી છે. આવી અનન્ય ઐશ્વર્યસભર સમૃદ્ધિ છતાં મુનિ તેનાથી વિસ્મિત થતા નથી. અને આવતાં શારીરિક કષ્ટોથી દીન બનતા નથી. કેમકે આમાં સમત્વ સ્થાપનાર કર્મવિપાકને મુનિ બરાબર સમજે છે અને કર્મની લીલાને પણ બરાબર જાણે છે. કર્મથી જાતિચાતુર્યહીન પણ રાજા બને. રાજા પણ ભીખ માંગે છતાં ભૂખ્યો રહે. આવી સમ-વિષમ, ચિત્ર-વિચિત્ર ગતિ આ કર્મની છે. આ કર્મની ચરમા રેખા જોવી છે ? શ્રુતકેવળી પણ પ્રશમ શ્રેણિએ ચઢેલા છતાં અનંત સંસાર ભમે છે, તે આ કર્મના પ્રભાવે. તેને કોઇની શરમ નથી. કર્મવિપાકનું ચિંતન કરો, એટલે તેનું ફળ જે ભવસંસાર તે પણ નજર સામે આવે જ. અને આ ભવને જોઇને ઉગ ન આવે તો જ નવાઈ. ભયાનક ભવને જોઈને તેને તેના જેવી ઉપમાઓ અહીં આપી છે. વિશેષાર્થીએ તો અધ્યાત્મસાર'નો ભવસ્વરૂપ ચિંતાધિકાર જોઈ લેવો. અહીં તો ભવને સમુદ્રની પૂર્ણોપમાં આપી છે. આ ભવથી ભય જાગે છે અને ભયથી સ્થિરતા આવે છે. કહ્યું છે ને ! ભય વિના પ્રીત નહીં. ભવથી ભય પામીને ધર્મમાં સ્થિર થાવ, પણ ત્યાં સ્થિર થયા પછી પણ લોકસંજ્ઞા'નો ત્યાગ અતિદુષ્કર ગણાય છે. કારણ કે આ પ્રતિસ્રોત તરણ છે. તેવું વિરલ કાર્ય કરનારા કેટલા! એના ઉત્તર રૂપ અહીંના
તો દિ રત્ન વળિગ:” એ શબ્દ પ્રસિદ્ધ છે. પછી “લોકયાત્રા” માટે ભરત ચક્રવર્તિ અને પ્રસન્નચન્દ્રનાં દૃષ્ટાંતો ટાંક્યાં છે. અને એવી દૃષ્ટિનું પ્રદાન કરનાર તો શાસ્ત્રો છે. સાધુને શાસ્ત્ર વિના કદી ન ચાલે. શાસ્ત્ર તો વીતરાગપ્રણીત જ હોઈ શકે, અને આચારે હીણો પણ શાસ્ત્રા-પક્ષ ધરનારો મુનિ નિયમા સર્વ સિદ્ધિને વરે છે. શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ થઈને ભલે શુદ્ધ અન્નપાનનો જ ખપ કરે, પણ તે હિતકારી નથી. મુનિ મહાયોગી શાસ્ત્રદેશક જ હોય છે. શાસ્ત્રજ્ઞ પણ નિર્ગસ્થ હોય. પરિગ્રહમુક્ત હોય.
૪૩
જ્ઞાનસાણ રસાસ્વાદ
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૪
卍
પરિગ્રહ પણ બાહ્ય અને અત્યંતર બે પ્રકારના છે. તે બન્ને જે તજે, તેને ત્રણ જગત પૂજે. આંતરિક નિર્પ્રન્થતા જ ધ્યેય છે. તે વિના માત્ર બહારની નિર્પ્રન્થતા વૃથા છે. મૂર્છા જ વિદ્ઘ છે. શુદ્ધાનુભવમાં બધી ક્રિયાનું સાધ્ય આ જ શુદ્ધાનુભવ છે. શ્રુતજ્ઞાન તે બેની વચ્ચેની કાંઈક ઝાંખી છે. સૂર્યોદય પહેલાંનો અરુણોદય છે. શાસ્ત્રોની - ગુરુની તો એક મર્યાદા, એક હદ છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #50
--------------------------------------------------------------------------
________________
જપ
પરમજ્યોતિ પંચવિંશતિકા
પરમાત્મ પંચવિંશતિકા પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે શ્લોક સંખ્યાનો નિર્દેશ કરતા શીર્ષકવાળા પુસ્તક – ગ્રન્થોની જે રચના કરી છે, તેમાં અષ્ટક ગ્રન્થ જે જ્ઞાનસાર અષ્ટક તરીકે પ્રસિદ્ધ છે. તથા બત્રીસ બત્રીસી, જેમાં એક વિષય પરત્વે બત્રીસ શ્લોક રચાયા હોય અને તેના બત્રીસ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, તે ગ્રન્થ દ્વાત્રિશત્કાવિંશિકા કહેવાય છે. એ જ પ્રમાણે જેમાં પચ્ચીસ શ્લોક એક વિષયને નિરૂપતા હોય તેને પચ્ચીસી કહેવાય અને એવા ગ્રન્થ રચનાની પ્રણાલિકા આપણે ત્યાં બહુ જૂની છે. ધનપાલ કવિની ઋષભપંચાસિકા (૫૦) ગાથાની મળે છે. તો શ્રી રત્નાકરસૂરિજી મહારાજે રચેલી રત્નાકર પચ્ચીસી પણ અતિ પ્રચલિત છે. આ રીતે પચ્ચીસી રૂપે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે રચેલી બે પચ્ચીસી મળે છે. (૧) પરમ જ્યોતિઃ પંચવિંશતિકા જેનું અપર નામ આત્મજ્યોતિ સ્વરૂપ પંચવિંશતિકા છે. (૨) અને બીજી પચ્ચીસીનું નામ પરમાત્મ પંચવિંશતિકા છે. બન્ને પચ્ચીસીનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. અને તે છપાઈ ગયો છે. પહેલી પચ્ચીસીમાં તેના નામ પ્રમાણે પરમજ્યોતિનું જ બહુ અલ્પ શબ્દોમાં ઠોસભાવો રજૂ કર્યા છે. પરમજ્યોતિ પંચવિંશતિકાળ
Page #51
--------------------------------------------------------------------------
________________
આ પચ્ચીસીનો આરંભ “એંદ્ર' પદથી કર્યો છે. બીજી પચ્ચીસીમાં તેમ નથી, પણ પરમાત્મા પરંજ્યોતિઃ એવી શરૂઆત છે. પરમજ્યોતિ સ્વરૂપ ઉપાધિ રહિત જે શુદ્ધ ચૈતન્ય છે તેની સ્વરૂપ દર્શનપૂર્વકની સ્તુતિ કરી છે. આ શ્લોકોનો પાઠ કરતી વેળાએ પૂજયપાદ ઉપાધ્યાયજીની વાણીમાં પરાવાણી અંશોનો અણસાર મળે છે. “જ્યોતિની વાત છે, એટલે જેટલા પ્રકાશવાળી ચન્દ્ર-સૂર્ય-નક્ષત્ર વગેરેની જે પ્રભા છે, તેનાથી પણ વધુ પ્રકાશવાળી આ પરમાત્મ
જ્યોતિઃ છે પેલા પદાર્થોનો પ્રકાશ સીમિત ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. આ પરમજ્યોતિ અસીમક્ષેત્ર લોકાલોકને પ્રકાશથી ભરી દે છે. વળી દીપક વગેરેની જે જ્યોતિ છે તે સમલ છે, જ્યારે આ આત્મજ્યોતિઃ પરમ નિર્મળ છે. જે પુદ્ગલ સાપેક્ષ જ્યોતિ છે, તેનો પ્રકાશ હીયમાન હોય છે, વળી વારંવાર તેમાં તૈલપૂર્તિ વગેરેની અપેક્ષા પણ રહે છે. અને આ પરમ જ્યોતિઃ અંધકારથી જ પર નથી પણ પ્રકાશથી પણ પર છે. એટલે કે લૌકિક પ્રકાશથી પર છે. આ પ્રકાશનું ઉત્પત્તિ સ્થળ કયું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને વીર્ય, તેમાંથી જ આ પરમ જ્યોતિ પ્રકટે છે. અહીં એક વાત યાદ આવે છે કે શ્રી ભગવતી સૂત્રમાં જે તેજોલેશ્યાની વૃદ્ધિનું વર્ણન શ્રમણ જીવનના પયાર્યવૃદ્ધિ સાથે વર્ણવ્યું છે. અને ઉપમા તરીકે અનુત્તર વિમાનવાસી દેવતાની વાત આવે ત્યાં “તેજોલેશ્યા' શબ્દનો અર્થ ચિત્તપ્રસન્નતા કરવામાં આવ્યો છે. તે બહુ સૂચક છે. તે પ્રમાણે અહીં પણ જ્યોતિની જે વાત છે તેને પણ ચિત્તની અકારણ પ્રસન્નતાની સાથે સંબંધ છે. આત્મા-તેજની કળા જ સર્વશ્રેષ્ઠ કળા છે. ચક્રવર્તિના નવનિધાનને ચૌદ રતના તેજ કરતાં પણ ઘણું વધારે તેજ આત્મામાં છે. અધ્યાત્મપૂર્ણ અન્તર્મુખવૃત્તિથી એ તેજ પ્રાપ્ત કરી શકાય છે. આત્માની આવી અદ્ભુત જ્યોતિ છે જ પણ તે અજ્ઞાનરૂપી ભસ્મથી આવરાયેલ છે. જો ધ્યાનરૂપી પવન આવે તો ક્ષણમાં તે ઝળહળી ઊઠે. સ્વનિમજ્જન જરૂરી છે. પર-મુખદષ્ટિ વિષદાયિની છે. સ્વગુણોનો અનુભવ અને તેનો પ્રકાશ એનાથી
બ્રુતજલધિ પ્રવેશે નાવા
૪૬
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રકાશિત જે દૃષ્ટિ તે પીયૂષવર્ષિણી છે. સ્વમાં સ્થિર થવું અને પરમાંથી વિરમવું તે જ વિજ્ઞાન છે. અર્થાત્ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં તે બન્નેથી પર એવી ઔદાસી ભરી જે મનોવૃત્તિ એ અન્તર્ગત તેજને જન્માવે છે.
પહેલી પચ્ચીસીમાં જેમ પરમ જ્યોતિનું વર્ણન છે, તો આ બીજી પચ્ચીસીમાં પહેલાની જેમ પચ્ચીસ અનુષુપ છે. અને તેમાં પરમાત્માનું નિર્મળ સ્વરૂપ વર્ણવાયું છે. સિદ્ધ અવસ્થામાં સિદ્ધભગવંતોનું રૂ૫ વર્ણનનો વિષય નથી, અને સિદ્ધાનાં ગુણો કે તેનું સ્વરૂપ-બન્ને નયોની વિચારણાથી અસ્પષ્ટ રહે છે. નયો જ્યાં વિરમી જાય અને સહજ અનુભવ પ્રાપ્ત થાય ત્યારે તેના બળે તે રૂપ જાણી શકાય છે. પછી તે વ્યક્તિ ગમે તે પંથ, મત કે સંપ્રદાયની હોય પણ જો તે કષાય અને વિષયને જીતનાર હોય, આત્મદમન કરનાર હોય, તો તે અનુભવને પામે છે. નામ-વેશને જ વળગી રહેનાર અભિમાની અને જ્ઞાનમાર્ગથી દૂર થઈ ગયેલા આવા માણસો પરમાત્માને જોઈ શકતા નથી. શાસ્ત્ર માટે કરેલો બધો શ્રમ અનુભવયુક્ત જ્ઞાનને પામવાથી સફળ થાય છે.
સિદ્ધભગવંતો અઢાર દોષથી રહિત હોય છે. આમાં તે અઢાર દોષનાં નામ વર્ણવ્યાં છે. સિદ્ધમાં તે દોષનો અભાવ છે. અને એ રીતે તમામ દોષનો અભાવ કહેતા જવું અને પછી જે રહે તે તેમનું સ્વરૂપ છે. વેદાન્તમાં જેને “નેતિ-નેતિ' કહીને વર્ણવવામાં આવે છે તે રીતે અહીં વર્ણવ્યું છે.
પ્લેચ્છ જે રીતે નગરીને જોઈને જાણીને આવ્યો હોય છે, છતાં તે વર્ણવી શકતો નથી, તેમ સિદ્ધ ભગવંતોનું સુખ છે પણ તેની ઉપમા નથી. દેવ-દાનવ ને માનવનાં તમામ સુખોને એકઠાં કરવામાં આવે, તો પણ સિદ્ધ ભગવંતના સુખનો એક અંશ નથી બનતો. દર્શન જ્ઞાનના જ ઉપયોગવાળા સિદ્ધભગવંતો અનંત કાળ સુધી શાશ્વત સુખને વરેલા રહેશે. લોકાગ્ર રહેલા, સ્વભાવમાં જ સ્થિત પરમજ્યોતિ પંચવિણતિકા)
૪૭
Page #53
--------------------------------------------------------------------------
________________
અને આ સમગ્ર ભવપ્રપંચથી મુક્ત એવા અનંત હોય છે. ઇયળ જેમ ભ્રમરીના ધ્યાનથી ભ્રમરપણાને પામે છે તેમ સિદ્ધભગવંતના ધ્યાનથી એ અવસ્થા પામી શકાય છે. તે સિદ્ધભગવંતો મિથ્યાત્વઅવિદ્યાથી જન્મતા તમામ વિકારોથી રહિત હોય છે. વ્યક્તિથી સિદ્ધશિલા ઉપર છે. અને શકિતથી સર્વત્ર છે. ગુણોનું માધુર્ય એટલું સાતિશાયી છે તે વર્ણવી શકાતું પણ નથી. એનાં નામ ગમે તે ગાઓ, મૂળ અર્થમાં કંઈ ભેદ નથી પડતો. આ સિદ્ધભગવંતોનું પરમાત્માના ગુણોનું જે ધ્યાન કરે છે. તે અકથ્ય અવર્ય આનંદ પામે છે.
આ રીતે પચ્ચીસીમાં બહુ રોચક શૈલીમાં પરમજ્યોતિ અને પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે.
બન્ને ગ્રંથો મૂળ, પ્રતિમાસ્થાપન ન્યાય ગ્રન્થની સાથે વીર સંવત ૨૪૪૬માં પ્રસિદ્ધ થયેલ છે. વળી એ બન્ને ગ્રંથ મૂળ માત્ર ઐદ્રસ્તુતિ-ચતુર્વિશતિકા' સ્વોપજ્ઞ વિવરણયુક્ત જે આત્માનંદ સભા પ્ર. વર્ષ. વિ.સં. ૧૯૮૪ (ભાવનગરથી પ્રકટ થઈ છે તેમાં અંતે આપવામાં આવેલ છે. અને ગુજરાતી અનુવાદ પંડિત લાલને કર્યો છે તે પ્રસિદ્ધ થયો છે. છતાં આનો પ્રચાર જ્ઞાનસાર તથા અધ્યાત્મસાર જેવો નથી. આના પ્રારંભના શ્લોકો ચૈત્યવંદનમાં પણ બોલી શકાય તેમ છે. અને અર્થવિચાર કરવાથી લાભ થાય તેમ
૪૮
બ્રુતજલધિ પ્રવેશે નાવા.
Page #54
--------------------------------------------------------------------------
________________
દ્વાન્નિશ દ્વાત્રિશિકા
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે આવા પ્રકારના ગ્રંથો લખીને આપણા ઉપર મહા ઉપકાર કર્યો છે. આ યુગની તાસીર આ જ છે. “થોડામાં ઘણું “એકમાં અનેક જેવા આ ગ્રન્થો છે. આમાં તો આ એક જ ગ્રંથ છે, પણ કેટલાય ગ્રંથોનું દોહન આમાં તેમણે આપ્યું છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથો યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ, ષોડશક વગેરે તથા પતંજલિના ગ્રન્યો ભાષ્ય, યોગસૂત્ર વગેરેને આમાં સારવીને અપાયા છે. પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજને માટે જેમ “સંગ્રાહકોમાં સર્વશ્રેષ્ઠ' એવું કહેવાય છે, તેમ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ માટે “સંક્ષેપકારોમાં સર્વશ્રેષ્ઠ' એવું નિઃસંશય કહી શકાય. વળી આપણા પરમ પવિત્ર આગમગ્રંથોને આપણા સુધી પહોંચાડવામાં જેમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે તથા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજી મહારાજે પરમ ઉપકાર કર્યો છે, તેમ ઉપાધ્યાયજી મહારાજે પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રન્થોના ભાવને આપણા સુધી હળવી રીતે રજૂ કર્યા છે. કેટલીકવાર નવીન ગ્રન્થ રચનાની અપેક્ષાએ એક વિશાળકાય ગ્રન્થના સારભાગને વધુ વિશદ શૈલીમાં રજૂ કરવામાં વધારે કૌશલ જોઇએ. આ ગ્રન્થમાં રે ઘણી બધી અગત્યની વાતો સમાવી દીધી છે. દ્વાઝિશદ્ દ્વાઝિશિકા
Page #55
--------------------------------------------------------------------------
________________
આ ગ્રન્થ સ્વોપજ્ઞવૃત્તિ સાથે સર્વ પ્રથમ જૈનધર્મ પ્રચારક સભા તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત થયો છે. મૂળ ગ્રન્થમાં બત્રીસ બત્રીસીઓ છે. એકત્રીસ બત્રીસીમાં અનુષ્ટુપ છંદ છે. અને એકમાં રથોદ્ધતા છંદ છે. તેના ઉપર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની જ સ્વોપજ્ઞ તત્ત્વાર્થદીપિકા નામની વૃત્તિ છે. વૃત્તિની રચનાશૈલીમાં નવ્યન્યાયની શૈલીનાં દર્શન થાય છે. આ જ ગ્રન્થની બીજી આવૃત્તિ આ જ વર્ષે વિ. સં ૨૦૩૭માં રતલામ, મ.પ્ર.ના આરાધના ભવન ટ્રસ્ટ દ્વારા પૂ. પં.શ્રી વિચક્ષણવિજયજી મ. ની પ્રેરણાથી પ્રકટ થઈ છે. તેમાં પ્રથમ આવૃત્તિની જ આ પુનરાવૃત્તિ માત્ર છે. તેમાં જે પ્રસ્તાવના છે તે મૂળ અથવા તેનો ગુજરાતી અનુવાદ આપી શકાયો હોત તો ગ્રન્થ વધુ ઉપકારક થાત. તે પ્રસ્તાવનામાં ઘણી માર્મિક વાતો તેઓએ નોંધી છે, જે ગ્રન્થને ઓળખવામાં બહુ સહાયક છે.
હવે પહેલી બત્રીસી જોઈએ. તેનું નામ દાન બત્રીસી છે. પ્રારંભમાં જ દાનના મુખ્ય બે ભેદનું વિવરણ છે. સુપાત્રદાન અને અનુકંપાદાન. બન્નેની વ્યાખ્યા બહુ મિતાક્ષરમાં આપી છે. અનુકંપાદાનની ફળ દેવાની મર્યાદા બતાવી છે. અનુકંપાદાન સ્વર્ગાદિ ૫૦ અપાવે, જ્યારે સુપાત્રદાન સર્વકર્મક્ષયજન્ય મોક્ષ અપાવે. અર્થાત્ ઇતરોક્તિથી એવું પણ ધ્વનિત થાય છે કે જો સુપાત્રદાન યાવત મોક્ષ આપે તેમ છે, તો સુપાત્રદાન મોક્ષના હેતુથી આપવું જોઇએ. સુપાત્રમાં દાન ભક્તિપૂર્વક કરવું જોઇએ. એ ભક્તિ એટલે શું? ભવનિસ્તારની વાંછાપૂર્વક જે થાય તે ભક્તિ અને અનુકંપાને લાયકમાં જે કરવામાં આવે તે અનુકંપા કહેવાય. અનુકંપ્યત્વના લક્ષણની ચર્ચા બીજા શ્લોકની ટીકામાં બહુ સુંદર કરી છે. આજકાલ અનુકંપાદાન અથવા ઉચિત દાનના નામે જે પ્રવૃત્તિ થઈ રહી છે, તે આ બત્રીસીના પ્રકાશમાં પુનઃવિચારણા માંગે છે. અહીં ૨૪મા શ્લોકમાં એક બહુ સૂક્ષ્મ વિષયની ચર્ચા કરવામાં આવી છે. આ જ વિષય વિસ્તારથી શ્રી ભગવતી સૂત્રમાં, શ્રી ઠાણાંગ સૂત્રમાં સવિસ્તર
શ્રુતજલઘિ પ્રવેશે નાવા
卍
Page #56
--------------------------------------------------------------------------
________________
ચર્ચાયો છે. સંયતને અશુદ્ધ દાન દેવાથી શુભ આયુષ્યનો દીર્ઘ બંધ! એ વિચાર સૂક્ષ્મબુદ્ધિ ગીતાર્થગમ્ય છે. પાત્ર-પરીક્ષા કરવાનુ બહુ કડક શબ્દોમાં કહ્યું છે. અને છેલ્લે એકત્રીસમા શ્લોકની વૃત્તિમાં ખૂબ જ ગણત્રીના શબ્દોમાં તેઓએ એક નવ્ય ન્યાયના અભ્યાસીઓની પરીક્ષા થાય તેવા વિષયને ચર્ચો છે, મૂળ તો તેમની સામે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજરચિત સર્વજ્ઞશતકનો વિવાદાસ્પદ પ્રશ્ન છે. અને તેનો તર્કસંગત પ્રમાણપુરસ્કર ઉત્તર આપ્યો છે. બુદ્ધિનો વ્યાયામ કરવો ગમે તેવો એ વિષય છે. અને એ વિષય તેમણે સહજ સરળ રીતે ધર્મપરીક્ષા નામના ગ્રન્થમાં લખેલ છે. વિષય સૂક્ષ્મ છે. પણ બહુ મહત્ત્વનો છે. ઉપ૨ ઉપ૨થી જે જણાય તે અલગ છે. અને વાસ્તવિકતા અલગ છે. વાત એ છે કે, સૂત્રોક્તવિધિથી યુક્ત અધ્યાત્મ વિશુદ્ધિવાળી વ્યક્તિ યતનાપૂર્વક પ્રવૃત્તિ કરતી હોય એ દરમ્યાન જે વિરાધના થાય - થઈ જાય તો તે નિર્જરાનું કારણ બને. આ વાતને નવ્ય ન્યાયની શૈલી વાપરીને સરસ રીતે રજૂ કરી છે. અને ઉપા. શ્રી ધર્મસાગરજીના મતનુ યોગ્ય ખંડન કર્યું છે. પહેલી બત્રીસી સિવાય નવ્ય ન્યાયની શૈલી વાપરી છે, તેઓશ્રીની સ્યાદ્વાદ કલ્પલતા ને સૌથી વધુ યાદ કરાવે |૫૧ તેવી પંક્તિઓ આ પહેલી બત્રીસીમાં છે. બીજી બત્રીસીમાં દેશના સંબંધનું વિવરણ છે,
દ્વાત્રિશદ્દ્વાત્રિશિકા
卍
Page #57
--------------------------------------------------------------------------
________________
બત્રીસી બીજી
દેશના તાત્રિશિકા પ્રથમ બત્રીસીમાં દાન-ધર્મને લગતા વિચારોનું નિરૂપણ કર્યા બાદ તેઓ દેશનાની પદ્ધતિ, તેના અધિકારી કોણ વગેરે વિષયમાં બહુ જ મિતાક્ષરમાં નિરૂપણ કરે છે. સુવૈદ્ય જેમ દરદીનો રોગ, વય, ઋતુ, પ્રકૃતિ આ બધાનો સુપેરે વિચાર કરીને પછી ઔષધ આપે છે તે રીતે દેશના પણ શ્રોતાનો અધિકાર, રુચિ, બોધ વગેરેનો વિચાર કરીને આપવી જોઈએ. દેશના આપવાનો અધિકાર માત્ર ગીતાર્થને જ છે, તત્ત્વાર્થસૂત્રની કારિકામાં જે વાત છે કે અનુગ્રહબુદ્ધિથી જે બોલે છે તેને એકાંતે લાભ છે. શ્રોતાને તો લાભ થયો ખરો અને ન પણ ન થાય. ત્યાં જે વક્તાને એકાંતે લાભ થાય એ વચનમાં જે વક્તા પદ છે તે દેશકાળ વગેરે અને પુરુષની લાયકાત વગેરેના વિચાર કરનાર ગીતાર્થને આશ્રીને લખેલી છે. તેવું આમાં ત્રીજા શ્લોકમાં કહ્યું છે. વળી આ બત્રીસ શ્લોકમાં તેઓએ પૂજ્ય આચાર્ય મ. શ્રી હરિભદ્રસૂરિજી મ. રચિત ષોડશક ગ્રંથના પહેલા બે ષોડશકની બત્રીસ આર્યામાં જે અધિકાર છે, તે અહી સુંદર શૈલીમાં નિરૂપી દીધા છે. ત્યાં જેમ છે તેમ અહીં પણ શ્રોતાના ભેદનું નિરૂપણ કરતાં, બાલ, મધ્યમ અને પંડિત એમ
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #58
--------------------------------------------------------------------------
________________
ત્રણ અને તે ત્રણેની વ્યાખ્યા પણ આપી છે. મૂળમાં અપૂર્ણ લાગે તે વાતની પુરવણી ટીકામાં તેમણે કરી છે દેશના એટલે દેશના જ. આખા બત્રીસ શ્લોકમાં દેશનાના વિષયથી દૂર ગયા જ નથી. આથી તેમને શાસ્ત્રસર્જનાધિકાર સિદ્ધ થાય છે. વાગ્વિવેકવિકળ અને પંડિતત્વના અભિમાનીની જીભમાં તો જે વાણી છે તે વાણી નથી પણ વિષ છે અને વિષની ભયાનકતા સર્પના મુખના વિષથી પણ ચઢિયાતી છે. વર્તમાન કાળે આ દેશના-બત્રીસી આપણા માટે ઘણી નવી વિચારસામગ્રી પૂરી પાડે છે. દેશના કેવી દેવી, ભલે શરૂઆતમાં તમે આક્ષેપિણી કથા અર્થાત શ્રોતાનું ચિત્ત આકર્ષાય તેવી કથા કરો શ્રોતાને યથારુચિ સંભળાવો, પણ તેમાં બન્નેને વક્તાશ્રોતાને રાચાવાનું નહીં, ત્યાથી આગળ જવાનું, અન્યનયે માર્ગની પ્રરૂપણા કરવાની. બાલ જીવો જે માત્ર બાહ્યચિહ્નોમાં જ ધર્મ માને છે તેને તેમાં સ્થિર કરીને આગળ વૃત્તિગત ધર્મમાં લઈ જવાનો અને તે પછી ઉત્તરોત્તર આમયોગ વચનની આરાધનામાં ધર્મ છે તેમ સમજાવી સર્વજ્ઞનાં વચનો કેવા પૂર્વાપર દોષ રહિત, અવિસંવાદી, ત્રિકાળાબાધિત હોય છે, તે કહીને શાસ્ત્રતત્ત્વ પ્રત્યે રાગ ઉત્પન કરાવવો, ઉત્સર્ગ અને અપવાદનું પણ જ્ઞાન આપવું ૫૩ અને એ કહેનારમાં પણ ભાવના જ્ઞાન હોવું ઘટે. આપણે ત્યાં જ્ઞાન અપેક્ષાએ પાંચ પ્રકારનું કહ્યુ છે.પણ જ્ઞાની ત્રણ પ્રકારના કહ્યા છે : શ્રુત, ચિન્તા અને ભાવના એમાં શ્રુત એટલે સર્વ શાસ્ત્રમાં અવિરોધી અર્થનો નિર્ણય કરનાર, અને એ નિર્ણય કરવા માટે પ્રમાણ નયનો આશ્રય ન લેનાર જ્યારે ચિન્તા જ્ઞાન માટે શાસ્ત્ર વાંચન-તેનો સામાન્ય શબ્દાર્થ જ કરનારની તે ઉપરની ભૂમિકામાં રહેલો હોય અને તેની બુદ્ધિ ‘કથં, કથં,’ એ આકાક્ષાવાળી હોવાના કારણે નિર્ણીત પદાર્થને ચિન્તનથી સમભંગી દ્વારા સ્યાદ્વાદથી સંગત કરે, સૂક્ષ્મ યુક્તિથી તેના હાર્દને પામી જાય. તે પછીની ભૂમિકા ભાવના જ્ઞાનીની આવે. તેમા તે તાત્પર્યને પામનારો બને અને
દેશના દ્વાત્રિંશિકા
卍
Page #59
--------------------------------------------------------------------------
________________
પહેલી નજરે ભિન્ન અર્થને કહેનારા વાક્યમાં પણ તાત્પર્યની એકતા શોધી કાઢે. અને પોતે સર્વત્ર અજ્ઞાને જ આગળ કરે અને તેથી આજ્ઞાકારકને આગળ કર્યા કહેવાય અને એ રીતે હૃદયમાં પરમાત્મા વસવાથી સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. અને આ ભાવના-જ્ઞાન વિનાનું બધુંય શૂન્ય છે. એમ કહીને પેલું પ્રસિદ્ધ દષ્ટાંત આવે છે કે એક ગામમાં એક શ્રાવકે અભિગ્રહ રાખ્યો હતો કે, આ ચોમાસામાં જે સાધુ મહારાજ ગ્લાન થાય તેના ઔષધનો લાભ હું લઈશ. અને આખા ચોમાસામાં કોઇ બિમાર ન થયું તો પેલા શ્રાવકને ખેદ થયો કે મને લાભ ન મળ્યો! આ ખેદ નિરર્થક છે. ભાવના ભાવિત ચિત્તમાં આ ખેદને અવકાશ નથી. આ બત્રીસીમાં નિરૂપિત વિષયો મુખ્યત્વે ઉપદેશ પદમાં, ઉપદેશ રહસ્યમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યા છે. ક્યાંક એવું સાંભળવા મળ્યું હતુ કે વ્યાખ્યાન આપવાનું શરૂ કરતાં પહેલાં ઉપદેશ રહસ્ય, ઉપદેશ પદ, ઉપમિતિ ભવપ્રપંચા કથા, અને ઉપદેશ રવાકર આ ચાર ગ્રંથનું અવશ્ય વાચન કરવું જરૂરી છે. તેનાથી પ્રરૂપણામાં નિર્દોષતા આવે છે, માર્ગનો સમ્યક
બોધ થાય છે. અને આગમ અવિરુદ્ધ વિચારસરણિ ઘડાય છે. પ૪ કલિકાલમાં પણ જો ધર્મનો પ્રભાવ વધારવો હોય તો ગીતાર્થ
પુરુષોએ જ આ દેશનું કાર્ય કરવું જોઈએ. આ બત્રીસીમાં જે છેલ્લો શ્લોક છે, તે વ્યાખ્યાનના મંગલાચરણમાં બોલવા જવો છે :
गीतार्थाय जगजंतु परमानंददायिने । मुनये भगवद् धर्म-देशकाय नमो नमः ॥
તેઓનું જ એક સ્થળનું વચન છે કે-“શુદ્ધ ક્રિયા ન કરી શકે તો તું શુધ્ધ ભાખ, શુદ્ધ પ્રરૂપક હુંએ કરી, જિનશાસન સ્થિતિ રાખ” તેઓએ પોતાના ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ ઠામઠામ શુદ્ધ માર્ગપ્રરૂપકની બલિહારી વર્ણવી છે. એ શુદ્ધ માર્ગ કેવો હોય તે અંગેની ત્રીજી બત્રીસી હવે કહે છે.
)
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #60
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ત્રીજી
માર્ગ બત્રીશી દેશના આપવાથી માર્ગની વ્યવસ્થા થાય છે. માટે માર્ગની વિચારણા જરૂરી છે. એ માર્મની વિચારણા આજે ઘણી અગત્યની છે. માર્ગના પ્રકાર બે : શાસ્ત્ર અને પરંપરા. ભગવાને કહેલાં વચનો એ માર્ગ છે. સંવિગ્ન-ગીતાર્થ પુરુષોએ આચરેલા આચારો - પરંપરાએ માર્ગ છે. જે ગીતાર્થ પુરુષોએ આચરણા કરી છે તેનુ મૂળ પણ આગળ હોઈ શકે, એવું અનુમાન કરીને એ પંરપરાને પણ આગળની [૫૫ જેટલી જ માન્યતા આપવી જોઈએ. સૂત્રમાં જ માર્ગને ઉત્સર્ગ માર્ગ કહ્યો હોય તે માર્ગને પુષ્ટાલંબનના કારણે ક્યારેક કારણ વિશેષ અપવાદ માર્ગ આચરે તો તે પણ માન્ય જ બને છે. જે બાબતનો આગમગ્રંથોમાં સર્વથા નિષેધ નથી દર્શાવ્યો. અને ગીતાર્થ પુરુષ દ્વારા તેનું આચરણ દેખાતું હોય તો પંડિતપુરુષો તેને સ્વમતિ વિકલ્પનાથી દૂષિત કરતા નથી. એ અસત્ ઠેરવતા નથી.
માર્ગની રક્ષાને કાજે પ્રસંગે પ્રસંગે સાધ્વાચારનું જ્ઞાન શ્રાવકોને આપવું જ જોઈએ. શ્રાવકોને માટે જ વિશેષણો આવે છે : લદ્ધ8ા, ગહિયકા, પુચ્છિયા, અર્થાત્ સૂત્રના અર્થો જેણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, પૂછીને નિશ્ચિત કર્યા છે. એટલે યોગ્ય શ્રાવકોને આ સૂત્રોનો
Page #61
--------------------------------------------------------------------------
________________
અર્થ જાણવાથી માર્ગનું શેધન-બોધન ચાલુ રહે. માર્ગ અંગેની સમજણ પણ સ્પષ્ટ હોવી જરૂરી છે. આ અંગે છૂટુંછવાયું આપણને મળે છે. ઉપદેશમાળામાં, પૂ. હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથોમાં પણ મળે છે પણ અહીં સંક્ષેપમાં એક જ સ્થળે જ મળે છે તે ઘણું મહત્ત્વનું છે. જોકે આ જ વિષય તેઓશ્રીના સવાસો ગાથાના સ્તવનમાં સાતમી ઢાળમાં રમણીય શબ્દોમાં નિરૂપાયો છે. ત્યાં ત્રણ માર્ગનું નિરૂપણ છે અને તેનો ક્રમ બહુ ગંભીર છે. જોકે તેમની સામે ઉપદેશમાળાની ગાથાઓ છે જ. તેઓ મૂળ વિના અક્ષર પણ પાડતા નથી. ત્રણ માર્ગમાં પહેલો સાધુનો માર્ગ. બીજો વરશ્રાવકનો માર્ગ અને ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ. આ ત્રણને શિવ-મોક્ષના માર્ગ કહ્યા છે તો બાકીના ત્રણને ભવના સંસારવૃદ્ધિના કારણ કહ્યા છે. તે ત્રણમાં પ્રથમ ગૃહસ્થ, બીજો યતિલિંગ અને ત્રીજો કુલિંગ. આ ત્રણે ભવના માર્ગ છે. હવે પહેલા જે શિવના ત્રણ માર્ગ છે તેની વાત વિચારીએ : પ્રથમ સાધુ એ માર્ગ છે. એટલે કે પંચ મહાવ્રતોનું તેની પચીસ ભાવના સાથેનું નિર્મળ પાલન, નવાકોટી શુદ્ધ બ્રહ્મચર્ય અને પિંડવિશુદ્ધિનો આગ્રહ, અપ્રમત્ત સદા રહે તે વગેરે જે મુનિપણું શ્રી આચારાંગ સૂત્રમાં પ્રરૂપ્યું છે કે જેમાં હોય. સાડા ત્રણસો ગાથાના સ્તવનની પંદરમી ઢાળમાં જે નિરૂપણ છે, લક્ષણોનું વર્ણન છે તે સાધુપણું આરાધક ભાવના નિત્ય ચઢતા પરિણામે સંયમ સ્થાનકની શ્રેણિએ વર્ધમાન પરિણામ ધારાએ વર્તે, પ્રશમ-સવેગમાં ઝીલે તે સાધુ શીઘ કર્મોની નિર્જરા કરે અને તે માર્ગ શ્રેષ્ઠ છે, આદર્શ છે. હવે આ કોટીએ જે પહોંચી શકેલ નથી અને શકે તેમ નથી. એ માર્ગનું આચરણ કરવામાં જોઈતા બળપરાક્રમ-વીર્યને ફોરવવાનું તેનું ગજુ નથી. હા, તેને એવા શુદ્ધ માર્ગની પ્રીતિ છે. તે માર્ગી પ્રત્યે ભક્તિ છે, તેને શું કરવું ? આ એક વિકટ પ્રશ્ન છે.તેનો ઉત્તર સંવિન પક્ષિ: ચાત્ નિમ: સાધુ સેવ: સાધુ સેવકઃ એ હવે પછી વિચારીશું : પહેલાં
બ્રુતજલધિ પ્રવેશે નાવા
પ૬|
Page #62
--------------------------------------------------------------------------
________________
શિવમાર્ગમાં જેનું બીજું સ્થાન છે, તે વર શ્રાવક માર્ગનો વિચાર કરીએ. આ સાધુ માર્ગ તો શ્રેષ્ઠ છે. ક્ષમા-માર્દવ-આર્જવાદિ દશવિધ યતિધર્મનું વિશુદ્ધ પાલન કરનાર નિત્ય મોક્ષની વધુ ને વધુ નજીક પહોંચતો હોય છે. પણ તેના તેના જીવનના મનોરથોમાં મહાલનાર સમ્યકત્વ સાથેના પ્રાણાતિપાતાદિક બાર વ્રતોનું નિરતિચાર પાલન કરનાર અને જે ભાવશ્રાવકનાં લક્ષણો ધર્મરત્ન પ્રકરણમાં વર્ણવ્યાં છે અને તેના આધારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં તેરમી ઢાળમાં જે ભાવ શ્રાવકનાં લક્ષણો વર્ણવ્યાં છે, તે શ્રાવકપણું દેશવિરતિ રૂપ છે છતાં નિશ્ચયથી તેનું લક્ષ્ય સર્વવિરતિપણાનું છે. એ દેશવિરતિ ધર્મને એ રીતે પાળે, એ માટે પાળે કે તેને વહેલી તકે સર્વવિરતિ મળે, તેને સર્વવિરતિ જ લેવા જેવી લાગે. પણ તેની શક્તિ નથી. તેથી તેના વિકલ્પમાં જ આ દેશવિરતિનો સ્વીકાર કર્યો છે. એથી એ પરિણામે પરમ દુઃખદાયી ગૃહસ્થાવાસમાં મમત્વરહિત ભાવે રહેતો વર શ્રાવક શિવ માર્ગમાં બીજું સ્થાન પામે છે. કારણ કે સમ્યકત્વથી તો એ રંગાયો જ છે. વળી એ સંવેગથી ઊભરતા હૈયે સંવરભાવની ક્રિયાને કરનારો છે. તેથી તેનું સ્થાન બીજું છે. હવે આવે છે સંવિગ્ન પાક્ષિક. તેની સ્થિતિ એવી છે કે હૃદયથી બરાબર સમજે છે કે-આવી શ્રેષ્ઠ સાધુતાની મારામાં યોગ્યતા નથી. એ ધીર પુરુષોના માર્ગે ડગ ભરવાનું શૂરાતન નથી. બીજી બાજુ મુનિપણા પ્રત્યે, ભગવાનના શાસન પ્રત્યે પ્રીતિ પણ અપાર છે. આ માર્ગ જ સાચો છે. મોક્ષ સિવાય સુખ નથી અને તે મેળવવા સાધુતા સિવાય માર્ગ નથી. આ નિશ્ચયમાં તે નિઃશંક છે. તો હવે કરવું શું? એવી મૂંઝવણનો ઉકેલ આ ત્રીજો માર્ગ દર્શાવીને આપ્યો છે. તેવા જીવોને તરવાનું એક જ પરમ આલંબન શુદ્ધ પ્રરૂપણા છે. મૃષાવાદને ભવ-સંસાર વૃદ્ધિનું કારણ માને. તેથી માર્ગ ક્યો એ પૂછે તો સાચું સાધુપણું વર્ણવે. પોતે તે રીતે વર્તવાની ઈચ્છા રાખે. પણ પ્રમાદના કારણે માર્ગ બત્રીશી
Page #63
--------------------------------------------------------------------------
________________
વર્તી ન શકે. જેને યોગદષ્ટિ સમુચ્ચયમાં ઇચ્છાયોગ કહ્યો છે. તે રીતે જે ઉચ્ચ સાધુતાયુક્ત હોય તેને વંદન કરે. પણ તેના વંદન લે નહીં. પણ અવસરે યોગ્ય વ્યક્તિ પાસે પોતાની લાચાર સ્થિતિ વર્ણવે. મુનિગણના પૂરા અનુરાગી હોય. જયણાપૂર્વક સંયમ પાળતા પોતાનાં કર્મ ખપાવે. લોક સમક્ષ પોતાની હીનતા કહેવી તે કંઈ ઓછી નમ્રતા નથી ! એને દુધેરવ્રત કહ્યું છે. પ્રારંભમાં જે દ્રવ્યક્રિયા કરે છે, તે પણ ધીરે ધીરે ઉત્તર ગુણસ્થાનકની સ્પર્શના કરનાર બને છે. જેમ બીજનો ચંદ્ર દિવસે દિવસે એક એક કળાની વૃદ્ધિ પામતો પૂર્ણ બને છે, તે પ્રમાણે આ સંવિગ્ન પાક્ષિક પણ ઉત્તરોત્તર શુદ્ધ પરિણામી બને છે. તેનામાં મોટો ગુણ નિર્દભતા હોવો જોઈએ. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે લજ્જાદિકથી પણ જે વ્રત પાળે છે તે કૃતપુણ્ય છે, કૃતાર્થ છે. જો નિર્દભ છે તો પૂ. ઉપાધ્યાયજી મહારાજે પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ માટે પણ આ જ શબ્દ વાપર્યા છે. પોતાને પણ તેઓ સંવિગ્ન પાક્ષિક તરીકે જ ઓળખાવે છે. ઇચ્છા-યોગના સાધક તરીકે જ ગણે છે. આ સામાન્ય ઘટના નથી. નમ્રતાની સીમા છે. આપણે પણ આપણા જીવનને જોઈએ અને આ ત્રણ માર્ગમાં આપણું સ્થાન કયાં છે તે વિચારીએ. ભવના જે ત્રણ માર્ગ છે તે તો સમજાય તેવા છે. ગૃહસ્થ, યતિલિંગ અને કુલિંગ – એ ત્રણે સંસારવૃદ્ધિનું કારણ છે, તેના વિવેચનની આવશ્યકતા નથી જણાતી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #64
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ચોથી જિનમહત્ત્વ બત્રીશી
માર્ગનું નિરૂપણ કર્યા પછી માર્ચના દેશક ભગવાનનું માહાત્મ્ય સમજાવવું જોઈએ. આ ક્રમથી આ બત્રીસીનું નિરૂપણ કરવામાં આવેલ છે. પરમાત્મા તીર્થંકરનું તીર્થંકરત્વ શેને આભારી છે ? આ પ્રશ્ન ભક્તિમાર્ગની વિચારણાનાં નવા દ્વાર ખોલે છે. અધ્યાત્મસારના આત્મનિશ્ચયાધિકારમાં એક પ્રસંગે કહ્યું ઃ નગર-રાજ્ય વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ એ ઉપચાર સ્તુતિ છે, જ્યારે રાજાના ધૈર્ય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ગુણની સ્તુતિ તે તેની વાસ્તવિક સ્તુતિ છે. તે પ્રમાણે અહીં શરૂઆતના જ શ્લોકમાં સમવસરણ, છત્ર, ચામરાદિ દ્વારા જે સ્તુતિ તે વાસ્તવિક સ્તુતિ નથી, તેવું તો ક્યારેક માયાવીઇન્દ્રજાલિકાદિમાં પણ દેખાય છે. શ્રી સામંતભદ્રાચાર્યે એક સ્તોત્ર રચ્યું છે. દેવાગમનભોયાન એ પદથી શરૂ થતું એ સ્તોત્ર પ્રસિદ્ધ છે. તેમાં પણ આ વાત છે. વિભુનું વિભુત્વ શું ? તો જવાબ છે કે - સ્વામીનાં જે ન્યાય-સંગત અને સંવાદી વચનો છે, તે તેનું વિભુત્વ તે અને અનન્ય સંપત્તિ છે. કયા દેવને માનવા-પૂજવા ? એ પ્રશ્નના જવાબમાં આ નિર્ણાયક જવાબ છે. જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો. પણ જેની બાહ્ય ઐશ્વર્ય-સંપત્તિ ઘણી હોય,
૫૯
卍
Page #65
--------------------------------------------------------------------------
________________
§O
દેખીતી ઝાકઝમાળ ઘણી હોય તે મહાન એમ નહીં, અને તેવાનાં વચન માનવાં એમ પણ નહીં. વચનો તો યુક્તિસંગત હોય તે જ માનવાં. બાહ્ય-અત્યંતર વૈભવ તો પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. અન્તર્ગત જે ગુણ છે, તે જ બાહ્ય પ્રકટે છે. મણિ કપડાથી આવૃત હોય ત્યારે પણ તેનું તેજ દેખાય છે તેમ.
આ બત્રીશીમાં જઞત્કર્તૃત્વ વિચાર પણ નવ્યન્યાયની શૈલીમાં અનુમાન સહિત નિરૂપ્યો છે. ભિન્ન ભિન્ન મતોનું યુક્તિથી ખંડન કર્યું છે. કોઈ જિનનું મહત્ત્વ તેઓ સંખ્યાબદ્ધ દાન આપે છે તે હેતુથી કહે છે. કોઈ કહે કે ઈશ્વર જગતનું સર્જન કરે છે, માટે તેનું મહત્ત્વ છે. પણ આ રીતે તેનું મહત્ત્વ નથી. એવું ઘણી યુક્તિઓથી પ્રતિપાદન કર્યું છે.
છેલ્લા પાંચ શ્લોકમાં તો પાંચમી ભક્તિ બત્રીસીની પૂર્વ ભૂમિકારૂપે બહુ સુંદર શબ્દોમાં પરમાત્માનું મહત્ત્વ દર્શાવ્યું છે. અર્હ એ બે અક્ષરનો મહિમા બહુ ભાવપૂર્ણ શબ્દોમાં વર્ણવ્યો છે. અર્જુને સેવ્યા વિના હજારો વર્ષ સુધી અન્ય યોગ વગેરે સાધના કરો, તો પણ તમારો ઉદ્ધાર શકય નથી. આત્મા અર્હતના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે. તમારામાં ચૈતન્ય હોય તો આ અર્હત એ જ પૂજ્ય છે, તે જ સ્મરણ કરવા લાયક છે. તે જ આદરપૂર્વક સેવનીય છે. આની જ ભક્તિ કરવી જોઈએ. છેલ્લો શ્લોક તો આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત અને વારંવાર વ્યાખ્યાન આદિમાં સાંભળવા મળે છે.
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥
શ્રી ઉપાધ્યાયજી મહારાજ ફ૨માવે છે કે અદ્યાવધિ જે શ્રુતસમુદ્રનું અવગાહન કર્યું, તેનો સાર મેં આ તારવ્યો છે કે અરિહંત પરમાત્માની ભક્તિ એ સકળ - પરમાનંદ સંપત્તિનું બીજ છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
-
Page #66
--------------------------------------------------------------------------
________________
બત્રીશી પાંચમી ભક્તિ બત્રીસી
ચોથી બત્રીસીમાં છેલ્લે ભક્તિ અંગેની ભૂમિકા બાંધીને પાંચમી બત્રીસીનો આરંભ કર્યો છે. ભક્તિના પ્રકાર બે છે, દ્રવ્ય અને ભાવ. ભાવપૂજા સાધુ મહારાજને હોય છે.
સૂત્રકથિત આચારનું પાલન તે ભગવાનની ભાવપૂજા છે. ગૃહસ્થોને તો દ્રવ્યપૂજા હોય છે, તેનો વિધિ અહીં દર્શાવ્યો છે.
૬૧
આ બત્રીશીમાં ષોડશક પ્રકરણના છઠ્ઠા ષોડશકમાં જે જિનભવન-નિર્માણ વિધિ દર્શાવ્યો છે, તેની જ સીધી છાપ અહીં ઝીલાઈ છે. છતાં નિરૂપણમાં સરળતા વધારે આવી છે. જ્યારે આજે ચારે બાજુ નવીન જિનમંદિરોનું મોટા પ્રમાણમાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે તે અંગેની સાચી વિધિ જો જાણવા-જણાવવામાં આવે તો તે બહુ અવસરોચિત લેખાશે. પરમાત્માના જિનમંદિરના નિર્માણમાં જે કોઈ ચીજ વપરાય, તે તો શ્રેષ્ઠ કોટિની સુંદર હોય જ. પણ તેમાં જે સચેતન વ્યક્તિઓ આવે તે સર્વેને પૂર્ણ સંતોષવા. નોકર-મજૂર-સોમપુરાથી લઈ આજુબાજુ રહેનાર પાડોશી વર્ગ સુધ્ધાંને પ્રીતિ ઊપજે-વધે તે રીતે તેનો વ્યવહાર કરવા લક્ષ્ય રાખવું જોઈએ. વળી તે તે મંદિરના નિભાવ અંગેનું ધ્યાન પણ તેના નિર્માણ વખતે જ રાખવું જોઈએ.
卍
Page #67
--------------------------------------------------------------------------
________________
સમસ્ત શ્રી સંઘની સામે આ પ્રશ્ન છે. તેનો ઉકેલ આવી શકે તેમ છે. જો બધા શાસનને પોતાનું માની આ વિચારે તો ! અત્યારે તો લગભગ મોટે ભાગે “મને અને તાનમેં સર્વ મસ્તાન હૈ” જેવી સ્થિતિ પ્રવર્તે છે. જે ભાવી માટે નુકસાનકારક છે. એ રીતે જિનમંદિર નિર્માણ થઈ રહે, ત્યારે તેમાં બહુમાનપૂર્વક વર્ધમાન ચિત્તોત્સાહથી બિંબ પધરાવવાં જોઈએ. તે પણ વિધિપુરસ્સર. આઠ દિવસના મહોત્સવ સાથે આ બધામાં વપરાતું ધન ન્યાયથી ઉપાર્જન કરેલું હોવું અત્યંત જરૂરી છે. આ બાબત ઉપર અહીં બહુ ભાર દેવાયો છે. પ્રતિષ્ઠિત પરમાત્માની પૂજા કેવી રીતે, કયા પ્રકારે કરવી જોઈએ, તેનું પણ હૃદયંગમ વર્ણન છે. તેમાં પરમાત્માના લોકોત્તર ગુણોનું કીર્તન, અને ભક્તનાં પાપોની ગર્તા આવવી જોઈએ. એ સ્તવના ભાવોત્પાદક હોય છે. પછી દ્રવ્યપૂજા શ્રમણોને કેમ નહીં? તેની ચર્ચા કરી છે. શ્રમણોને ભાવપૂજાનો અધિકાર હોય છે, ગૃહસ્થોને દ્રવ્યપૂજાનો ! અહીં દ્રવ્ય શબ્દ કારણવાચી છે, ભાવ કાર્ય છે. તેથી દ્રવ્યપૂજા કરીને અવશ્ય ભાવપૂજા કરવી જોઈએ. ભાવપૂજા-ચૈત્યવંદનાદિ ન કરે અને માત્ર દ્રવ્યપૂજા કરે તે ઉચિત નથી.
હવે સંસારના બીજા પણ આરંભ-સમારંભના પ્રસંગે હોંશે હોંશે પ્રવૃત્તિ કરે અને આ પરમાત્માની પૂજા વગેરેના પ્રસંગે આરંભ સમારંભને આગળ કરીને તેનાથી આઘો રહે, તેની ધર્મની સમજણ અધૂરી છે.
છેલ્લા શ્લોકમાં એક બહુ સુંદર મુદાને સ્પર્શવામાં આવ્યો છે કે – ભગવાનની પૂજા પરમાનંદ કેવી રીતે આપી શકે. તેઓ તો વીતરાગ છે તેના ઉત્તરમાં તેમણે જ અન્યત્ર સ્તવનમાં જણાવ્યું
છે. તે જ ઉત્તર અહીં છે : છે નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું, છે ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું...૨
- શ્રી ધર્મજિન સ્તવન શ્રુતજલધિ પ્રવેશે નાવા
૬૨.
Page #68
--------------------------------------------------------------------------
________________
બત્રીશી છઠ્ઠી સાધુ સામગ્રય બત્રીશી પાંચમી બત્રીશીમાં જિનભક્તિનું સ્વરૂપ વર્ણવ્યા પછી જિનભક્તિ દ્વારા જે મેળવવાનું છે, તે સાધુ સામગ્રય બત્રીશીનું નિરૂપણ કરે છે. પ્રારંભમાં જ તેઓ ભૂમિકા બાંધે છે : જ્ઞાનથી જ્ઞાની ભાવ પ્રકટે છે, ભિક્ષાથી ભિક્ષુભાવ અને વૈરાગ્યથી વિરક્તતા આવે છે. આ ત્રણનું જે નિરૂપણ કર્યું છે જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય. આ ત્રણેના ત્રણ ત્રણ ભેદ વર્ણવ્યા છે. (૧) જ્ઞાનના ત્રણ પ્રકાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે : શ્રુત, ચિંતા અને ભાવના. અહીં વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત અને ત્રીજું તત્ત્વસંવેદન. એ ત્રણ પ્રકારનું જ્ઞાન અથવા તો જ્ઞાની વર્ણવ્યા છે. ભિક્ષાના ત્રણ પ્રકારમાં પહેલી સર્વસંપકી, બીજી પૌરુષપ્ની, અને ત્રીજી વૃત્તિભિક્ષા. એ જ રીતે વૈરાગ્ય પણ ત્રણ પ્રકારનો છે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને ત્રીજો જ્ઞાનગર્ભિત. આ ત્રણે વસ્તુ ત્રણ ત્રણ ભેદે ક્રમશઃ વર્ણવી છે.
પહેલાં જ્ઞાનની વાત છે. વિષયપ્રતિભાસ જ્ઞાન મિથ્યાદષ્ટિને હોય છે. આત્મ પરિણામવત્ જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે અને ત્રીજું તત્ત્વસંવેદન જ્ઞાન સર્વવિરતિધર સાધુને હોય છે. અર્થાત્ શાસ્ત્રગ્રંથો એના એ, પણ જીવનું ઉપાદાન બદલાય, તે મુજબ તેમાં
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રતિબિંબ પડે છે અને એ અંતર્ગત ઉપાદાનવશ ક્રિયામાં પણ પ્રતિફલિત થતો ભાવ પણ બદલાય છે. એ વાત અહીં કહી છે. મિથ્યાત્વયુક્ત જીવનું વિષય પ્રતિભાસ જ્ઞાન હોય છે. તેની પાપપ્રવૃત્તિ નિર્દય હોય છે અને દૃઢ હોય છે. જ્યારે સમ્યક્ત્વવાસિત જીવને આત્મપરિણામવત્ જ્ઞાન હોય છે, તેથી એ જીવની પાપપ્રવૃત્તિ સદય-અર્થાત્ દયાયુક્ત હોય છે. જે જીવોનું તત્ત્વસંવેદન જ્ઞાન હોય છે, તેથી તેવા જીવોની પ્રવૃત્તિ તો નિરવદ્ય હોય છે. પ્રવૃત્તિ દ્વારા વૃત્તિનું અનુમાન થઈ શકે છે. તત્ત્વસંવેદનની પ્રાપ્તિમાં જ સાધુતાની પૂર્ણતા છે. તત્ત્વજ્ઞાનના સંસ્કારની ગેરહાજરીમાં શંકાકાંક્ષાદિની શકયતા રહે છે. ભિક્ષામાં પણ પ્રથમ જે સર્વસંપત્કરી ભિક્ષા છે, તે અનારંભી મુનિને હોય છે. ગુરુઆજ્ઞામાં રહેનારા ધ્યાનાદિ ગુણધારી, સાધુની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે. આના પણ બે ભેદ પડે છે : દ્રવ્યથી સર્વસંપકરી અને ભાવથી સર્વસંપત્ કરી, તેમાં સંવિગ્નપાક્ષિકાદિને દ્રવ્યથી હોય છે. બીજી પૌરુષની ભિક્ષા છે. તે જેઓએ દીક્ષા લીધી છે, પણ જે પૃથ્વી આદિ ષટ્કાયની વિરાધના કરનાર છે અને શુદ્ધ આહારની ગવેષણા કરનારની પણ નિંદા કરનાર છે, તેમની ભિક્ષા પૌરુષની હોય છે. તેનાથી ધર્મની લઘુતા થાય છે. ત્રીજી વૃત્તિ ભિક્ષા એટલે કે આજીવિકા ભિક્ષા, તે તો કોઈક કામધંધો ન કરી શકે, તેવા અશકત, દીન, ગરીબ, અંધ જીવો જે ભિક્ષા માંગે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. તે અનુકંપા નિમિત્ત કહેવાય છે. કેટલાક સિદ્ધપુત્રો પણ આ ભિક્ષાથી જીવનારા હોય છે. આપણે ત્યાં સાધુ-સંસ્થા અને શ્રાવક સંઘની વચ્ચે કડીભૂત એક આ સિદ્ધપુત્રોની સંસ્થા હતી. તે અંગેનું વર્ણન વ્યવહારચૂણી વગેરે ગ્રંથોમાં આવે છે. ઉત્પ્રવ્રુજિત જીવો સિદ્ધપુત્ર બનતાં તેઓ પણ આ ભિક્ષાથી જીવતા હતા. શ્રી હારિભદ્રીય અષ્ટક પ્રકરણ-વૃત્તિમાં આ
૬૪
અંગેનો વિષય વિશદતાથી નિરૂપ્યો છે.
卍
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #70
--------------------------------------------------------------------------
________________
સાધુ મહારાજની ભિક્ષા અકૃત-અકારિત અને અકલ્પિત હોવી જોઈએ, ‘માધુકરી’ તે તેનું ગુણદર્શક અથવા તો સ્વરૂપ દર્શક નામ છે. એ જ રીતે વૈરાગ્યના ત્રણ પ્રકારમાં પહેલો દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એ આર્તધ્યાન સ્વરૂપ છે. વળી એ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો શક્તિ અનુસાર પણ મોક્ષના ઉપાયભૂત ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી, જ્યારે તાત્ત્વિક વૈરાગ્ય પ્રકટે છે, ત્યારે શક્તિ અતિક્રમીને પણ મોક્ષના ઉપાયભૂત ધર્મને સેવવાનો યત્ન કરે છે. દુઃખગર્ભિત વૈરાગ્યનું કારણ ઇષ્ટની અપ્રાપ્તિ હોય છે. જ્યારે જ્ઞાનગર્ભિતમાં તે કારણ નથી. મોહગર્ભિત વૈરાગ્યમાં સંસારમાં નિર્ગુણતાનાં દર્શન થવાથી ચિત્તમાં વિરાગ પ્રકટે છે. જ્યારે સંસારનો સહજ ભય લાગે છે અને તેમાં સ્યાદ્વાદ-વિદ્યાના જ્ઞાનથી તે વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. માટે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. સ્વકર્તૃત્વનો ભાવ ન રહે, તે માટે દીક્ષાદિ પ્રસંગોમાં ‘ક્ષમાશ્રમણના હાથે' આ થઈ રહ્યું છે એમ કહેવામાં આવે છે. આ છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા ત્રણ શ્લોકમાં શાસનની મિલનતા ન થાય તે પ્રમાણે વર્તવું જોઈએ, અન્યથા મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાય છે. આ શાસનમાં સ્વેચ્છયા કશો જ વ્યવહાર ન કરવો જોઈએ. ઇત્યાદિ વાતો ખૂબ જ સુંદર કહેવાઈ ૬૫ છે. હવે સાતમી ધર્મવ્યવસ્થા વિચારીશું.
સાધુ સામગ્ય બન્નીથી
是
Page #71
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ૭મી ધર્મવ્યવસ્થા બત્રીશી
સાતમી બત્રીશીમાં ધર્મની વ્યવસ્થામાં પાયાનાં ત્રણ તત્ત્વોની વિચારણા કરી છે :
૧. ભક્ષ્યાભક્ષ્ય વિવેક. ૨. ગમ્યાગમ્ય વિવેક. અને ૩. તપોદયા વિવેક, ગ્રન્થકારની શૈલી પ્રૌઢ, પરિપકવ અને પરિપૂર્ણ છે. પહેલા શ્લોકમાં જ તેઓએ બીજનિક્ષેપ કર્યો છે અને તે રીતે જ સમગ્ર બત્રીશ શ્લોકમાં તેઓએ આ ત્રણે બાબતોને સાંગોપાંગ નિરૂપી છે.
પહેલી વાત ભક્ષ્યાભક્ષ્ય વિવેકની છે. અહીં ભક્ષ્યાભક્ષ્ય એ આપણે ત્યાં જે અર્થમાં પ્રસિદ્ધ છે, તેનાથી એ જુદી દૃષ્ટિ છે. અહીં તેમાં માંસ-મદ્ય-એ બે અંગે વિચારણા કરી છે. માંસ અભક્ષ્ય છે, જીવ સંસક્ત હોવાથી. માંસની પેશીઓમાં નિરન્તર નિગોદના જીવોની ઉત્પત્તિ-વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે માટે નિન્દ કહેવાય છે. અહીં છેદ ગ્રન્થોની પણ અતિસૂક્ષ્મ ને ભગવદ્ બહુમાન પક્ષપાતી બુદ્ધિથી ગમ્ય એવી કેટલીક વાતો આલેખી છે. ઇતર દર્શનોમાં
પણ આ માંસભક્ષણને નિષિદ્ધ ગણાવાયું છે, એમ કહીને મનુસ્મૃતિમાં
જે આવે છે તે, માંસ શબ્દની વ્યુત્પત્તિ માં એટલે મને, સ એટલે તે અર્થાત જે મને અહીં ખાય છે, તેને હું ખાઇશ. આ બાબતમાં
卍
જ સોળ શ્લોકમાં માંસભક્ષણ તે તે ભિન્ન ભિન્ન રીતે અભક્ષ્ય છે, શ્રુતજલઘિ પ્રવેશે નાવા
૬૬
Page #72
--------------------------------------------------------------------------
________________
તે દર્શાવ્યું છે. અર્થાત્ ધર્મમાં કોઈ પણ રીતે માંસને ભક્ષ્ય ન કહી શકાય. વર્તમાન કાળમાં જ્યારે માછલી-ઠંડાં અને માંસના ભક્ષણનો પ્રચાર સરિયામ વધી રહ્યો છે, ત્યારે આપણને એક ચિંતા થઈ આવે છે કે આજના વિકૃત-કુત્સિત અનાજ, દવા અને કુમિશ્રિત ખાદ્યપદાર્થોથી બચવું કેટલું કપરું છે. બીજી બાજુ જો તે માટેની સાવચેતી કે પૂર્ણ સાવધાની ન રાખવામાં આવે તો આપણી મતિની સાત્ત્વિકતા જે રહીસહી બચી છે, તે પણ નષ્ટપ્રાય થઈ જાય અને જો એ રીતે બુદ્ધિ જ વિપરીત બની જાય તો વિનાશ નજીક સરકતો આવે. તેથી હવે તો ભક્ષ્યાભક્ષ્યમાં અતિશય જાગૃતિ આણવી પડે તેવો કાળ આવી લાગ્યો છે. પછી મદ્યત્યાગની વાત અહીં નિરૂપી છે. પહેલાં તો શાસ્ત્રપ્રમાણથી આ વાત સાબિત કરી છે, પછી તેમાં જ વ્યવહારથી પણ કેવા અને કેટલા દોષો આવે, તે બતાવ્યું છે. શ્રીનો નાશ, ડ્રી-લજ્જાનો નાશ. આ ભવમાં નિરંતર જીવોત્પત્તિવાળા આ પીણાંને પીવાથી ભવાંતરમાં દુર્ગતિનો ગેરલાભ વર્ણવ્યો છે. પછી ગમ્યાગમ્યની વાત લખી છે, સાત શ્લોકમાં મૈથુનની હેયતા વર્ણવી છે, આમાં પણ તેમનું લક્ષ્ય સ્થાન પરદર્શનોની માન્યતા છે.
૬૭
જેઓ જાણે-અજાણે પણ ‘ઞપુત્રસ્ય તિર્નાસ્તિ’ વગેરે સિદ્ધાંતને આગળ કરે છે અથવા તો વામમાર્ગીઓ આને ધર્મ તરીકે ઠરાવે છે, તેની સામે તેમનો આક્રોશ છે. તેમને તેમના જ ગ્રન્થોના આધાર આપીને તેની હેયતા દર્શાવી છે. પછી તપની ઉપાદેયતા બતાવી છે. બે શ્લોકમાં તપ જરૂરી છે, ‘તપમાં તો આર્તધ્યાન થાય, તપનું અજીર્ણ ક્રોધ છે, માટે તપ ન ક૨વો' એવું જે કહેતા હોય કિંવા માનતા હોય, તેના માટે સારો ઉત્તર અહીં આપ્યો છે. તપથી વિશિષ્ટ ક્ષયોપશમ ખીલે છે. જો તપનું અજીર્ણ ક્રોધ છે એમ કહો છો, તો જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે. તો જ્ઞાન પણ તપની જેમ અનુપાદેય થઈ જશે ? ના. તેમ નથી. વિવેકીને જ્ઞાન અહંનું કારણ ન બને. 租 ઘર્મવ્યવસ્થા બગીથી
Page #73
--------------------------------------------------------------------------
________________
તે રીતે વિવેકી જીવને તપ પણ ક્રોધનું કારણ નથી બનતો. તપ તો નિતાન્ત ઉપાદેય છે. તપની જેમ દયાનો પણ વિચાર સૂક્ષ્મ રીતે નિરૂપ્યો છે. અહીં જે દયાને વર્ણવતા છ શ્લોક છે, તેના ભાવના અને તે જ વિષયને નિરૂપતા શ્લોકો અધ્યાત્મસારમાં, અને ૧૫૦ ગાથાના સ્તવનમાં તેઓએ વિસ્તારથી વિશદતાથી નિરૂપ્યા છે. હિંસાઅહિંસાનું સૂક્ષ્મ નયાશ્રિત વિશ્લેષણ અહીં મળે છે. પહેલાં બે ભેદ પાડ્યા. લૌકિકી દયા અને લોકોત્તર દયા. તેમાં લૌકિકી દયા ઈષ્ટ નથી, કારણકે તેઓને પકાયનો બોધ નથી. વળી તેઓની દયા એકાન્તિકી નથી હોતી, કારણ કે નિશ્ચય નય અને વ્યવહાર નયનું જ્ઞાન તેઓને હોતું નથી. ષજીવનિકાયનું જ જ્ઞાન નથી, ત્યાં તેની દયા કયાંથી પાળી શકે ? શ્રી સિદ્ધસેન દિવાકરજીએ લખ્યું છે કે :__ य एष षट्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः ॥
(આપે જે આ ષજીવનિકાયનું નિરૂપણ કર્યું છે, તે અન્ય કોઈ પણ દર્શનકારે કર્યું નથી. એ રસ્તે કોઈ પણ ગયા જ નથી.)
વ્યવહાર દયા અને નિશ્ચય દયા એવા બે ભેદ બતાવ્યા. તેમાં સવાસો ગાથાના સ્તવનની ચોથી ઢાળમાં જે “જે રાખે પર પ્રાણને દયા તાસ વ્યવહારે તેમાં વ્યવહાર નિશ્ચય દયાનું જે લક્ષણ છે, તે અહીં છે. વળી આ શ્લોકની ટીકામાં સાતે નયે હિંસા-અહિંસાનું અલ્પ શબ્દોમાં પણ સુંદર સરળ નિરૂપણ છે. પછી યતનાથી - દયાના પરિણામથી વર્તનાર દ્વારા જે પર પ્રાણપીડા થાય, થઈ જાય, તે પણ દોષ રૂપ નથી.
વળી આ યતનાપૂર્વક જીવવા માટે હિંસાયતનનો ત્યાગ આવશ્યક બતાવ્યો છે, તે જણાવ્યું છે. સ્વેચ્છાચારનો ત્યાગ અને સંવિગ્ન ગીતાર્થોચીર્ણ પરંપરાનો આદર તે આમાં દર્શાવવામાં આવેલ છે.
६८
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૯
બત્રીસી ૮, ૯ આઠમી બત્રીસીમાં વાદનું સ્વરૂપ વર્ણવ્યું છે. વાદ ત્રણ પ્રકારના છે : (૧) શુષ્કવાદ. (૨) વિવાદ અને (૩) ધર્મવાદ. આમાં પહેલાં બે હોય છે. જ્યારે ત્રીજો ધર્મવાદ ઉપાદેય છે. ત્રણે વાદનું લક્ષણ અને સ્વરૂપ દર્શાવીને વિસ્તારથી ધર્મવાદ અને તેના વિષય રૂપે હિંસા, આત્મા વગેરે વિષયોને સૂક્ષ્મ રીતે નિરૂપ્યા છે. પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. પહેલો છે શુષ્કવાદ. આ શુષ્ક શબ્દના બે અર્થ થઈ શકે. શુષ્ક એટલે જે વાદમાં ચર્ચામાં વાદી-પ્રતિવાદી બન્નેનાં ગળાં તાનમાં બોલી બોલીને શુષ્ક થઈ જાય. સૂકાઈ જાય અને વાદના અંતે કોઈ પણ યોગ્ય બાબતનો નિર્ણય ન નીપજે. એક રીતે જે વાદ નિષ્ફળ વાદ પુરવાર થાય તે શુષ્કવાદ. આમાં ફળ રૂપે શું મળે ? બેમાંથી એકને પરાભવ. લઘુતા અને અનર્થની પરંપરા. અનર્થ એટલે કે મરણ, ચિત્તભ્રમ, અને વૈરાનુબંધ ઇત્યાદિ મળે છે. બીજો આવે છે વિવાદ-વાદ. તેની વ્યુત્પત્તિ કરી છે કે વિરુદ્ધ જે વાદ (?) તે વિવાદ. તેમાં છળ જાતિ વગેરેનો પ્રયોગ કરવામાં આવે. છળનો અર્થ થાય છે કે વાદીએ એક વાક્ય જે અભિપ્રાયથી ઉચ્ચાર્યું હોય, તે વાક્યને તે અભિપ્રાયથી સાવ જુદા જ અભિપ્રાયથી દૂષિત કરીને ખોટું ઠરાવવાનો પ્રયત્ન કરવો. અને જાતિ એટલે ખોટો જ ઉત્તર આપવો. આવા વિવાદ-વાદમાં કોઈને
Page #75
--------------------------------------------------------------------------
________________
લાભ થતો નથી. પહેલામાં માત્ર ઘૂંક ઉડાડવાનું આવે, જ્યારે બીજામાં તર્ક-યુક્તિ-દલીલ આવે, પણ તેનો આશય મલિન હોવાથી તે પણ આદરવા લાયક ન ગણાય.
હવે ત્રીજો ધર્મવાદ, તેમાં વિજય વરનારને અને પરાભવ પામનારને બન્નેને લાભ છે. વિજય પામે તેને ધર્મબોધ થાય અને પરાભવ પામે તેનો મોહ નાશ પામે. તે પણ લાભ જ કહેવાય. અહીં ધર્મવાદને ધર્મોપદેશની નજીકમાં મૂકી દીધો છે. તેનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે, ધર્મવાદ કરનારમાં ત્રણ વાત હોવી જરૂરી છે : (૧) સ્વશાસ્ત્ર તત્ત્વનું અસંદિગ્ધ જ્ઞાન, (૨) માધ્યથ્ય અને (૩) પાપભીરુપણું. વળી તેનો આશય પણ તત્ત્વબુદ્ધિ હોવી જોઈએ. તેને શાસ્ત્ર તત્ત્વનું સમ્યક્ જ્ઞાન છે, એટલે સ્વદર્શન દૂષિત છે કે અદૂષિત છે તે જાણી શકે. મધ્યસ્થ છે તેથી સ્વદર્શનના આત્મત્તિક રાગની સાથે પેદા થનાર દ્વેષથી મુક્ત છે. તેથી જે તત્ત્વનું પ્રતિપાદન કરશે તે સુપ્રતિપાદિત કરશે. વળી તે પાપભીરૂ છે. તેથી યા તદ્દા નહીં બોલે. આવો વક્તા ધર્મવાદ કરે. આ ધર્મવાદ કરનારે દેશ એટલે કે ગ્રામ-નગર-રાજ્ય વગેરેને તતા કાળ વગેરે અને દોષ તેમ ગુણની વિચારણા કરવાપૂર્વક દેશના-ધર્મવાદ કરવો. એનું સોદાહરણ સ્પષ્ટીકરણ કર્યું છે. જેમ કે સ્વદર્શનમાં અહિંસા વગેરે પાંચને મહા વ્રત શબ્દથી પ્રરૂપ્યા છે. જ્યારે ભાગવતમાં આ અહિંસા, સત્ય, અચૌર્ય, અબ્રહ્મ અને અપરિગ્રહને વ્રત કહ્યા છે. પાશુપત મતમાં આ પાંચને ધર્મ શબ્દથી વર્ણવ્યા છે. ત્યાં એ પાંચ સિવાય બીજા પાંચ અક્રોધ, ઋજુતા, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા એમ કુલ દશ ધર્મનું નિરૂપણ કર્યું છે. સાંખ્યમતમાં આ પાંચને યમ કહ્યા છે. બીજા પાંચને નિયમ કહ્યા છે. પાંચ નિયમ આ છે : અક્રોધ, ગુરુશુશ્રુષા, શૌચ, આહારલાઘવ અને પાંચમો અપ્રમાદ. બૌદ્ધ દર્શનમાં કુશલ શબ્દથી રજૂ કર્યા છે. દશ અકુશલ છે. વૈદિકો આ જ બાબતને દશ બ્રહ્મ કહે છે. હવે એ આ બધાનો વિચાર કરે છે,
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #76
--------------------------------------------------------------------------
________________
ક્યાં આ ઘટી શકે, ક્યાં જુદા પડે છે, તે બરાબર વિચારે. વળી તે પ્રત્યક્ષ-અનુમાન, વગેરે પ્રમાણોથી પણ ભિન્ન ભિન્ન દર્શનોની માન્યતાને ચકાસે. જે દર્શન આત્માને એકાન્ત નિત્ય જ માને છે, તેના મતે હિંસા વગેરે કેવી રીતે ઘટી શકે. જ્યારે વીતરાગ પ્રણીત દર્શનમાં આત્માનું કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્યપણું અને એ જ રીતે આત્માથી દેહનું ભિન્નત્વ અને અભિન્નત્વ પણ વર્ણવ્યું છે. જે અનેક રીતે સુસંગત છે. તે પ્રમાણે મૂર્તામૂર્તત્વ પણ તેમાં ઘટી શકે છે અને એ રીતે હિંસા અને તેનો અભાવ તે અહિંસા. તેને જે રીતે વિચારવાની હોય છે તે રીતે સ્યાદ્વાર દર્શનથી જ વિચારી શકાય. અહિંસાને મોક્ષવૃક્ષનું બીજ કહ્યું છે અને અન્ય વ્રતોને પલ્લવો કહ્યા છે.
આ પછી નવમી બત્રીશી કથાબત્રીસી છે. કથા ચાર પ્રકારની છે : અર્થકથા, કામ કથા, ધર્મકથા અને મિશ્રકથા. અર્થકથામાં અર્થના ઉપાર્જનના ઉપાયો, વિદ્યા-શિલ્પ ઉપાય, અને અનિર્વેદ. વળી દક્ષતા, સામ, દંડ, દાન અને ભેદ એ ચારે નીતિના અંગોનું પણ કથન તેમાં આવે, કામકથામાં રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય જોયેલું, સાંભળેલું અથવા અનુભવેલું જે હોય તે આવે. ત્રીજી ધર્મકથા. તેના આક્ષેપણી, વિક્ષેપણી સંવેદની અને ચોથી નિર્વેદની એવા ચાર ભેદો છે. પછી એ ચારના ચાર ભેદ પડે છે. પહેલી આક્ષેપણી કથાના ચાર ભેદ પડે છે. આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ. એ જ પ્રમાણે વિક્ષેપણી કથાના ચાર ભેદ પડે છે : સ્વસમય અને પરસમય, મિથ્યાવાદ અને સમ્યગુવાદ, આ ચારને સંક્રમ-ઉત્ક્રમ, પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એ ચાર રીતે પ્રતિપાદન કરે તે વિક્ષેપણી કથા. એ જ પ્રમાણે સંવેદની કથા પણ ચાર પ્રકારે છે. સ્વદેહ વિષયક, પરશરીર વિષયક, ઈહલોક-વિષયક, પરલોક વિષયક. એમ તેનું ચાર પ્રકારે પ્રતિપાદન થાય, ચોથી નિર્વેદની કથા. પરલોક ફલ ? આશ્રિત, ઈહલોક ફલ આશ્રિત, ઈહલોકભોગ આશ્રિત અને બઝીણી ૮-૯
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
卍
પરલોકભોગ આશ્રિત એમ ચાર ભાંગાથી તેનો વિચાર થઈ શકે.
આ ચારે કથાનું સપ્રભેદ નિરૂપણ કયા પછી વિકથા, મિશ્રવિકથાનું નિરૂપણ લક્ષણ વગેરે બતાવ્યા છે અને છેલ્લે આઠ શ્લોકમાં જે વાતો કહી છે, તે તમામ વ્યાખ્યાન વાંચનારા મહાનુભાવોને ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે ઃ શૃંગારને ઉદ્દીપત કરે તેવી કથા ન કહેવી. પણ જે સાંભળીને સંવેગ અથવા નિર્વેદ ઉત્પન્ન થાય તેવી કથા કહેવી. એકાન્તવાદના આધારે કથા ન કરવી પણ સ્યાદવાદ શૈલીથી કથા કરવી. પ્રરૂપણામાં સત્ય કથન કરવું, ભલે પોતે તે પ્રમાણે સંયોગવશ કદાચ આચરી ન શકે, પણ પ્રરૂપણા તો શુદ્ધ કરવી. વ્યાખ્યાતા સ્યાદવાદશૈલીનો જ્ઞાતા હોવો જોઈએ. હવે દશમી યોગલક્ષણ બત્રીશી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #78
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ૧૦-૧૧-૧ ર દશમી યોગલક્ષણ બત્રીશીમાં પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજે થોડામાં ઘણું આપી દીધું છે. યોગ કોને કહેવાય ? તેનું લક્ષણ શું ? લક્ષણ તો આપણે ત્યાં જે પ્રસિદ્ધ છે તે જ. મોક્ષની સાથે જે જોડી આપે તે યોગ. આ યોગ જીવ ચરમાવર્તિમાં આવે ત્યારે જ સંભવે છે. ચરમાવર્તવર્તી જીવને મોક્ષાભિલાષ ઊપજે છે. ચરમાવર્ત પૂર્વે, મિથ્યાત્વદૃષ્ટિ આવૃત હોવાથી સન્માર્ગે ડગલાં ભરવાની ઈચ્છા જ થતી નથી, એટલું જ નહીં ભવાભિનંદીપણાના કારણે એ અવસ્થામાં પણ કોઈ જીવ પ્રવજ્યા-દીક્ષા પણ સ્વીકારે. છતાં નિતાંત અસાર એવા આ સંસારને પણ તે મનથી સારરૂપ માને. તે એવું માને અને મનાવે કે, આ સંસાર તો કેટલો મઝાનો છે ! કેવું સુંદર ખાવા-પીવાનું અહીં છે ! ભોગ-ઉપભોગની સામગ્રી પણ અહીં કેવી રમણીય છે ! આવી રીતે સંસારને અભિનંદે, સંસારમાં આનંદે. જેવી રીતે અધ્યાત્મ માર્ગમાં ભવાભિનંદીપણું વિઘ્ન કરે છે, તેવી જ રીતે “લોકપંકિત' પણ વિષ્નકારક છે. કીર્તિ-પ્રતિષ્ઠા વગેરે ઈહલૌકિક એવા અતિતુચ્છ હેતુથી, ઈરાદાથી લોકને રાજી કરવા માટે જે ક્રિયા કરાય તે લોક પંકિત કહેવાય અને આવી ક્રિયા સંસારની પરંપરા સર્જે છે. આ ઉપરાંત આ કીર્તિ, પ્રશંસા માટે કરાતો ધર્મ, શુભને માટે બનતો નથી, પણ ધર્મને માટે કરાતી તે
Page #79
--------------------------------------------------------------------------
________________
ધર્મક્રિયા શુભને માટે થાય છે. દાખલા તરીકે ધન માટે કલેશ કરનાર ઘણા મળે, પણ કલેશ માટે ધન કોણ ઇચ્છે ? એટલે ધર્મક્રિયામાં ભવાભિનંદીપણું, લોકપંક્તિ, એ બે દોષની જેમ ત્રીજો દોષ છે “અનાભોગ” ! અર્થાત ધર્મના યથાર્થ મહત્ત્વના અજ્ઞાનના કારણે ધર્મનો જે ઉત્કટ ઉલ્લાસ જોઈએ, તેનો અભાવ અર્થાત નિરાદરપણે કરવું તે. આ ત્રણ દોષ ન જોઈએ અને પ્રણિધાન વગેરે પાંચ આશય હોવા જોઈએ. આ આશય-પંચક બહુ ધ્યાનથી સમજવા જેવા છે. મૂળ તો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ષોડશક પ્રકરણમાં ત્રીજો ષોડશકમાં વર્ણવ્યા છે, તે જ અહીં સરળ અને સુગમ શબ્દોમાં બતાવ્યા છે. પહેલું છે પ્રણિધાન. પ્રણિધાન શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. આપણે ત્યાં જયવીરરાય સૂત્ર માટે પ્રાર્થનાસૂત્ર અથવા પ્રણિધાનસૂત્ર એમ કહેવાય છે. ચારિત્રાતિચારની ગાથામાં પણ પ્રણિધાન યોગ યુક્ત” પ્રયોગ આવે છે. ત્યાં પ્રણિધાનનો અર્થ એકાગ્રતા કરવામાં આવે છે. પણ અહીં પ્રણિધાન શબ્દ એક અવસ્થાને સૂચવનારો છે. બહુ મહત્ત્વની આ અવસ્થા છે. તેમાં ચાર વસ્તુ આવે છે : ૧. પોતે જે ભૂમિકામાં હોય તેમાં અચલ સ્વરૂપે દૃઢતાપૂર્વક તે ટકેલો રહે. ૨. પોતે જે ભૂમિકામાં હોય તેનાથી નીચી ભૂમિકામાં જે હોય, તે સર્વ પ્રત્યે તે કૃપાળુ હોય. ૩. સામાન્ય રીતે પરોપકારમાં રસિક હોય. ૪. અને તેનું જે ધ્યેય હોય તે પાપથી રહિત હોય. હવે આ ચાર બાબત જે એક ઉદાહરણથી સ્પષ્ટ સમજીએ. જેમ કે એક વ્યક્તિ તપ બહુ કરે છે, માસખમણ, અઠ્ઠાઈ વગેરે રમત-રમતમાં કરે છે. હવે તે વ્યક્તિ પોતાની જે ચાલુ આરાધના છે તેમાં અડગ રહે, પૂર્ણ શ્રદ્ધાવાળી રહે, ચંચળતા ન હોવી જોઈએ, બીજી વાત એ કે, જે જીવો તપ ન કરતા હોય, ન કરી શકતા હોય, તેના પ્રત્યે તે કૃપાળુ હોય, પણ ધૃણા કે તિરસ્કાર ન ધારે. વળી પોતાનાથી બની શકે તેવું અન્ય ઔચિત્ય પણ જાળવે, અને એ તપ માત્ર નિષ્પાપ-સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ અર્થે કરે, આમ તેનું પ્રણિધાન આશય શુદ્ધ કહેવાય. આવી
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #80
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા પછીની વાત આવે છે પ્રવૃત્તિ-આશયની. આમાં એ તપની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રયત્નશીલ રહે. અન્ય કાર્યમાં અભિલાષા ન રાખે અને એ જ અનુષ્ઠાનમાં સ્થિર પરિણતિ ધારીને આગળ ધપતો રહે. હવે એ રીતે આગળ ધપતાં ધપતાં જે વિઘ્ન આવે તેનો જય કરે, તેને જીતે, આ વિઘ્ન પણ ત્રણ પ્રકારના છે હીન-મધ્યમ ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં વિઘ્ન વળી અહીં રૂપકથી સમજાવ્યા છે : મુસાફરીએ નીકળેલા મુસાફરને વિઘ્ન કર્યાં ! તો કહે છે કે, રસ્તામાં કાંટા હોય તો ધાર્યું ન જવાય. હવે રસ્તો નિષ્કંટક છે પણ જનારને જ જ્વર-તાવ અને ઉપલક્ષણથી વ્યાધિ છે, તો તે જઈ નહીં શકે. પછી ત્રીજી કહે છે માની લો. કે માર્ગ નિષ્કંટક છે, મુસાફર વ્યાધિ મુક્ત છે, પણ તેને દિશાનો વ્યામોહ થઈ ગયો છે. તો પણ તે ઇષ્ટ સ્થળે નહીં પહોંચી શકે, આ ત્રણે વિઘ્નોને તેણે ઓળંગવાં પડે છે. તે રીતે તપ તો કરવો છે, તેના આગળ તો વધવું છે, પણ ગરમી બહુ પડે છે, આ બાહ્ય પ્રતિકૂળતા. પછી બહારની મોસમ તો અનુકૂળ છે, પણ તાવ વગેરે વ્યાધિ છે, આ અંતરંગ પ્રતિકૂળતા. આ બંને નથી, પણ ભગવંતના વચન ઉપર જ શ્રદ્ધા નથી. ‘તપ કરવો જોઈએ અને તપ મોક્ષ અપાવે’૭૫ વગેરે વચનો ઉપર શ્રદ્ધા નથી. એ ત્રણ વિઘ્ન છે, તેથી ગતિપ્રગતિ બન્ને અટકે છે. એટલે આ વિઘ્નોનો જય મેળવવો જોઇએ. આવો જય પામ્યા પછી જ સિદ્ધિ સાંપડે છે. આ સિદ્ધિ શું છે ? તો કહે છે કે, તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ છે. વળી અનુભવ રૂપ છે, અર્થા આત્માને આત્મા વડે આત્મામાં જાણવાનો અનુભવ અને પોતાને જે સિદ્ધિ લાધી છે, તેને જેના પ્રભાવથી મળી, તેનો વિનય કરે, જે મધ્યમ છે તેના પ્રત્યે ઉપકાર કરે, અને જે હીણાં છે તેના પ્રત્યે કૃપા રાખે, અને આ સિદ્ધિ પછી આવે છે.
પાંચમો આશય વિનિયોગ. એટલે જે ગુણની સિદ્ધિ થઈ હોય, તેનો અન્યમાં વિનિયોગ કરે. એટલે બીજાને ધર્મમાં જોડે અને તેથી બન્નીથી ૧૦-૧૧-૧૭
卍
Page #81
--------------------------------------------------------------------------
________________
ગુણની પરંપરા સર્જાય. આ આશય-પંચકપૂર્વકની ધર્મક્રિયા જ યથાર્થ ફળને આપવામાં સમર્થ બને છે. અચરમાં વર્તમાં જ્યારે જીવ આવે છે, ત્યારે જ આ પ્રણિધાનાદિ આશય-પંચકને પામે છે. ચરમાવર્તકાળમાં જ જીવને વિમલ ભાવની પરિણતિ થાય છે. કારણ કે ત્યારે જ જીવનું ભવાભિનંદીપણું મંદ બને છે, યાવત્ એનો અભાવ થાય છે. અરે ! તત્ત્વ માર્ગની જિજ્ઞાસા પણ આ ચરમાવર્તનું લક્ષણ છે. જેમ રોગની પ્રબળ અસર પ્રવતઈતી હોય છે, ત્યારે પથ્યની ઇચ્છા નથી થતી તેમ. મોલમાં મુખ્ય હેતુ ભાવ છે, આન્તર પરિણતિ છે. આ આન્તર પરિણતિ તે જ યોગ છે. કારણ જીવનું મોક્ષની સાથે જોડાણ કરી આપે તે જ યોગ કહેવાય છે અને આ વિમલ પરિણતિ તે કાર્ય કરે છે. આવી વિમલ પરિણતિની ક્રિયાનો યોગ શરમાવર્તકાળમાં લાવે છે. ક્રિયાઓને સમ્યકત્વ વાસિત કરનાર પણ આ ભાવ ધર્મ છે. તાંબુ જે રસ વેધાયું, તે હમ - સુવર્ણ બની જાય છે. પછી ક્યારે પણ તે ફરી તાંબુ બનતું નથી. તેમ ક્રિયાઓ પણ ભાવસંપર્કથી મોક્ષફલ પ્રાપક બને છે. પાતળમાં વહેતા પાણીના ઝરા જેવો ભાવ છે અને કૂવાને ખોદવા જેવી ક્રિયા છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લોક પ૩) શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અને યોગદષ્ટિ સ્વાધ્યાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ભાવ સુંદર ગૂંચ્યો છે. ભાવરહિત ક્રિયા અને ભાવસહિત ક્રિયા બન્ને વચ્ચેનું અંતર સૂરજ અને આગિયા જેટલું છે. આ જ વાતને બીજા ઉદાહરણથી સ્પષ્ટ કરે છે : મંડૂકચૂર્ણ અને મંડૂક ભસ્મચૂર્ણમાં તફાવત છે. ક્રિયાથી જે પ્રાપ્તિ થાય છે, તેની અપેક્ષાએ ભાવથી થતી પ્રાપ્તિ અનેક ગુણ ચઢિયાતી છે. જેમ કે ક્રિયા નય અને જ્ઞાન નયની પણ આ જ ફલશ્રુતિ છે. પછી તે જ વાત વ્યવહારનય અને નિશ્ચયનય શબ્દ દ્વારા પણ વિચારી શકાય છે. જીવના પર્યાયોમાં પરિવર્તન આવે
છે. ચૌદ ગુણસ્થાનક અને ગતિ-ઇન્દ્રિય વગેરે માર્ગણા પરિણામ ર પર્યાયના છે. જ્યારે જીવ તો શુદ્ધ જ્ઞાયક સ્વભાવવાળો છે. આ આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : ઉપાધિ કર્મથી થાય છે, શુદ્ધનયથી
શ્રુતજલધિ પ્રવેશ નાવા
Page #82
--------------------------------------------------------------------------
________________
તો તે આ સર્વપર્યાયથી ભિન્ન-અખંડ અને અકલંક છે. આ બધું સ્વરૂપ બરાબર સમજાઈ જાય તે પછી નયમૂલક વિચારણાના પ્રભાવે જીવને પરદર્શનમાં કથિત એવું યોગ સ્વરૂપ પણ યથાસ્થિત સમજાય. આ રીતે યોગલક્ષણ બત્રીશીમાં યોગસ્વરૂપ સમજાવી પાતંજલયોગને સંક્ષેપમાં સમજાવે છે. દશમી બત્રીશીમાં યોગનું જૈન દર્શનની દૃષ્ટિએ નિરૂપણ કર્યા પછી અન્ય દર્શનો પાતંજલ વગેરેની દૃષ્ટિએ યોગ એ શું છે, તે જાણવું જોઈએ, એટલે આ ૧૧મી બત્રીશીમાં પાતંજલયોગ લક્ષણ વિચા૨ ૨જૂ ક૨વામાં આવ્યો છે. આનાથી એક સૂચિતાર્થ એ પણ તારવી શકાય કે, સ્વદર્શનનો અભ્યાસ કર્યા પછી જ પરદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. અન્યથા વિપરીત મતિ થઈ જવાની સંભાવના રહે છે. જ્યારે સ્વસમયના અભ્યાસ પછી પરસમયના અભ્યાસ દ્વારા સ્વસમયનું સ્થિરીકરણ થાય છે. પતંજલિ ઋષિ છે. તેઓનું યોગ વિષયક લક્ષણ છે કે, ચિત્તવૃત્તિઓનો નિરોધ તેનું નામ યોગ ! પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પાતંજલિકૃત યોગદર્શન ઉ૫૨ નાની પણ માર્મિક વૃત્તિ લખી છે, તેમાં આ પ્રથમ સૂત્ર ઉપર ટિપ્પણ કરતાં લખ્યું છે કે, અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ તે યોગ એવું લક્ષણ હોવું ઘટે.
આ ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની છે. માન, ભ્રમ, વિંકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચની વ્યાખ્યા આપવામાં આવી છે. આ વિવેચનમાં સાંખ્ય દર્શનની પૂરી છાયા છે. આ પાંચે ચિત્તવૃત્તિઓના નિરોધ માટેનાં સાધન છે : અભ્યાસ અને વૈરાગ્ય ! ભગવદ્ગીતામાં પણ આ જ સાધનો કહ્યાં છે અને આની પ્રાપ્તિ માટેનો અભ્યાસ દીર્ઘકાળ સુધી, નિરન્તર, અને સત્કારપૂર્વક કરવામાં આવે, તો ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટની એટલે શેની ? પરમાનન્દ નિષ્યન્ત એટલે કે અતિશય સુખના સમૃદ્ધ જેવા શાન્તરસ પ્રવાહનું દર્શન-અનુભવન થાય છે, પછી ત્યાં જ એ શાન્તરસમાં જ નિમગ્ન થઈને રહે છે. અન્યત્ર કયાંય જવાની, અન્ય કાંઇ જોવા-સાંભળવા-કરવાની ઇચ્છા બીથી ૧૦-૧૧-૧૯
૭૭
是
Page #83
--------------------------------------------------------------------------
________________
રહેતી નથી. અશેષ ઇચ્છાનો વિચ્છેદ થઈ જાય છે. આ રીતે ચિત્તવૃત્તિના નિરોધ અને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિનો વિચાર વર્ણવ્યો છે. દશ શ્લોકમાં પતંજલિના મતનું નિરૂપણ કરી અગ્યારમા શ્લોકથી તેનું યુક્તિપુરસ્સર ખંડન શરૂ કર્યું છે. મોક્ષશાસ્ત્રનું નિરૂપણ સાંખ્યદર્શનનું નવ્યન્યાયની શૈલીએ ખંડન કર્યું છે અને છેલ્લે આ પતંજલિ કથિત લક્ષણ કરતાં તો મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર પરમાનંદને આપનાર નિવડે. પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજનું ઉપનામ પરમાનન્દ છે. એવું યોગનું લક્ષણ આ બત્રીશી ગ્રંથમાં બત્રીશે બત્રીશીના છેલ્લા શ્લોકમાં કર્તવાચક પદ તરીકે પરમાનંદ શબ્દ જ પ્રયોજ્યો છે. તે સૂચક અને નોંધપાત્ર છે. બારમી બત્રીશીમાં આ યોગપ્રાપ્તિના ઉપાયરૂપ પૂર્વસેવાનું નિરૂપણ છે, તે અત્યારના યોગ, અધ્યાત્મ અને ધ્યાનની પાછળ ગાંડા થનારાઓએ ધ્યાનથી વિચારવા જેવું છે. યોગની પૂર્વસેવાના ચાર અંગો છે. (૧) ગુરુદેવાદિનું પૂજન. (૨) સદાચાર. (૩) તપ અને (૪) મુક્ષ્યષ.
ગુરુદેવાદિનું પૂજન એટલે શું ? એ વિચાર કરીએ તે પહેલાં ગુરુ વર્ગ કોને કહેવાય ? માતા, પિતા, શિક્ષક, વૃદ્ધપુરુષો અને ધર્મોપદેશકો, આ થયો ગુરુવર્ગ ! આ પુરુષો-વ્યક્તિઓ પ્રત્યે ત્રિકાળપૂજન-નમન, પર્યુપાસના, તેઓની નિન્દાના શ્રવણનો ત્યાગ અને નામ શ્લાઘા-પ્રશંસા આવે ત્યારે ઊભા થવું, સામા જવું, આસન આપવું, વગેરે ઉચિત વિનય કરવો, તેઓને જે ન ગમતું હોય તેનો ત્યાગ કરવો. જે ગમતું હોય તે કરવું. પોતાને મળેલી સુંદર વસ્તુઓ તેઓને અર્પણ કરવી. તેઓના ધન વગેરેને તીર્થક્ષેત્રમાં વાપરવું અને તેઓ જે આસન-પાત્ર વગેરે વાપરતા હોય, તે આપણે ઉપયોગમાં ન લેવાં, અને તેઓ પરમ ઉપકારી છે, એવો ભાવ લાવવો અને તેઓના અનુગ્રહને પાત્ર બનવા પ્રયત્ન કરવો. દેવોનું પૂજન, પવિત્ર થઈને શ્રદ્ધાપૂર્વક સુંદર પુષ્પો, વિલેપન, ધૂપ અને નૈવેદ્ય વડે અને સુંદર ભાવભર્યા સ્તવનો, સ્તોત્રો વડે કરવું જોઈએ.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
૭૮
Page #84
--------------------------------------------------------------------------
________________
દેવોની પૂજા કરવાની સાથે પાત્રમાં દીનાદિવર્ગમાં પોષ્યવર્ગમાં, યથાશક્તિ દાન દેવું જોઈએ. યાચક, રોગી, નિર્ધન વગેરેને પણ આપવું જોઈએ.
સદાચારના પણ પાંચ પ્રકાર બતાવ્યા છે ઃ સુદાક્ષિણ્ય, દયાળુતા, દીન જીવો પ્રત્યે ઉત્કટ અનુકંપા, કૃતજ્ઞતા, પોતાના ઉપકારીના ઉપકારને યાદ કરવા તે, અને જનાપવાદ ભીરૂતા. આ પાંચ સદાચારમાં આવે. એમાં જ આગળ વધતાં જણાવે છે કે, ગુણી પુરુષોનો રાગ, સર્વત્ર સર્વની નિન્દાનો ત્યાગ, આપત્તિમાં અહીનપણું, સત્પ્રતિજ્ઞામાં અચલપણું અને સંપત્તિમાં નમ્રતા, કુલાચારનું અવિરુદ્ધ પાલન, અલ્પભાષિતા અને નિંદ્યપ્રવૃત્તિમાં પ્રાણાન્તે પણ પ્રવૃત્તિ ન કરવી. ઉત્તમ કાર્યો કરવાનો આગ્રહ, ચાર પુરુષાર્થ-ઉપયોગી કાર્યોમાં અર્થ વ્યય કરવો, અસદ્યયનો ત્યાગ અને પ્રમાદનો-મદ્યપાન વગેરેનો ત્યાગ, આ સદાચાર છે. આવા સદ્ આચારથી યુક્ત બનવું જોઈએ. તચપનો વિચાર કરવામાં ચાન્દ્રાયણ તપ, માસોપવાસ રૂપ મૃત્યુંજય તપ, પાપસૂદન તપ, વગેરે મંત્ર-જાપપૂર્વક કરે, પછી આવે છે મુક્ત્યદ્વેષ મોક્ષ એટલે કર્મક્ષય, ભોગ અને સંકલેશ રહિત એવા મોક્ષ માટે મોક્ષ પ્રત્યે દ્વેષ (અરુચિ) કરવો તે દૃઢઅજ્ઞાન અને અનિષ્ટની પ્રીતિના કારણે જ સંભવી શકે, ભવાભિનંદી જીવોને સંસાર સુખની ગાઢ આસક્તિના કારણે મોક્ષની રુચિ પ્રકટતી જ નથી. જ્યારે સહજ મલની અલ્પતા, થાય છે, ત્યારે મુકત્યદ્વેષ પ્રકટે છે. અદ્વેષશબ્દનો અર્થ રાગ-થાય છે. મુક્તિનો રાગ પ્રકટે, તો જ ક્રમશઃ પરમાનન્દની સંભાવના ઊપજે છે.
પછી તેરમી બત્રીશી મુકદ્વેષ પ્રાધાન્ય બત્રીશી છે. આમાં વિષ-ગરલ-વગે પાંચ અનુષ્ઠાનનું વિગતે સ્વરૂપ વર્ણવ્યું છે.
બીથી ૧૦-૧૧-૧૯
R
Page #85
--------------------------------------------------------------------------
________________
બત્રીશી : ૧૩-૧૪-૧૫ મુક્તિ - મોક્ષ તેના પ્રત્યે અદ્વેષ એની પ્રધાનતા છે જેમાં એવા વિષયનું નિરૂપણ આ ૧૩મી બત્રીશીમાં કર્યું છે. ગુર્નાદિનું જે પૂજન વગેરે કરે તે મુક્યષ પૂર્વક કરે, અર્થાત્ જે કોઈ અનુષ્ઠાન કરે તેની પાછળનો ઉદેશ મોક્ષનો હોવો જોઈએ. કર્તાને ભેદે અનુષ્ઠાનના ભેદ પડે છે, એ અનુષ્ઠાનના પાંચ પ્રકાર છે તેમાં બે અનુષ્ઠાન ગ્રહણ કરવા લાયક આદરવા લાયક છે. જ્યારે ત્રણ
અનુષ્ઠાન પરિહરવા લાયક છે. નામ આ પ્રમાણે છે : અમૃત 11 અનુષ્ઠાન, તદહેતુ અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન અને
અનનુષ્ઠાન. આમાં અમૃત અને તદહેતનું ફળ મોક્ષ હોઈ શકે,
જ્યારે બાકીના ત્રણનું ફળ સંસાર હોય છે. આ અનુષ્ઠાનોમાં ભેદ ક્રિયા ઉપરથી નથી પડતા પણ કર્તાની મનોવૃત્તિના કારણે આ ભેદ પડ્યા છે. એની વ્યાખ્યા-લક્ષણ આ પ્રમાણે છે. અમૃત અનુષ્ઠાન માટેની વ્યાખ્યા ઘણા ગ્રંથમાં મળે છે. અહીં પણ ટીકામાં તેની ટૂંકી વ્યાખ્યા આપી છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે, તેમ માનીને કરે, ભવનો ભય પામીને કરે, મોક્ષને માટે કરે, યાદ રાખવું ફાવે તેવું લક્ષણ શ્રીપાળ રાસ ખંડ ૪માં આ પ્રમાણે છે. તદ્ગતચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણોજી વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #86
--------------------------------------------------------------------------
________________
ભવાભિનંદીપણાનાં લક્ષણો જાય, તો પછી ધીરે ધીરે અજવાળિયા પક્ષના ચન્દ્રની જેમ ગુણો વૃદ્ધિને પામે છે. ઔદાર્યદાક્ષિણ્ય વગેરે એ ગુણોની હાજરી અપુનબંધકપણાને સૂચવે છે. અપુનબંધકપણાનાં લક્ષણો બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પાપ તીવ્રભાવે ન કરે, ભવનો રાગ ન ધારે (?) અને જે જે કાળ-સ્થળે જે જે રુચિત હોય તે સેવે આ લક્ષણ છે. કર્મનો ભાર હળવો ન થાય ત્યાં સુધી પાપ પ્રત્યેની તીવ્રતા ઘટતી નથી. પૂર્વ સેવાની જે વાત આગળ કરી આવ્યા, તે વાત આ અપુનબંધકપણાને અવસ્થાવાળા જીવને અંગે જ ઘટે છે. અપુનબંધકપણાનો બીજો એક શબ્દાર્થ એ છે કે, આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ જે ન પાડે, તેવી એક અવસ્થા. વિશેષ દુઃખથી ભરેલા આ અનાદિ સંસારથી આપણો વિયોગ ક્યારે થશે, એવી વિચારણા કયારેક તેને આવે, અને જો તે ભિન્ન ગ્રન્થિ હોય, અર્થાત તે જીવનો ગ્રંથિભેદ થઈ ગયો હોય, તો તેની અવસ્થા મોક્ષમાં ચિત્ત અને સંસારમાં શરીર જેવી હોય છે. એવો સમ્યકદૃષ્ટિ જીવ સંસારનાં કાર્યો કરે, તો પણ તેમાં ન લેપાય કારણ કે નિર્ધ્વસ પરિણામ તેના હોતા નથી. તેનો રસ -આસક્તિ સંસારના પદાર્થમાં નથી રહેતા બલ્ક તેને શાસ્ત્ર શ્રવણની તીવ્ર ઇચ્છા રહે છે અને તેના અનુસાર તે શુદ્ધ તદનું અનુષ્ઠાન. સદનુષ્ઠાન રાગથી તાત્વિક દેવ ગુરુની પૂજા આદિ આચાર પ્રત્યે બહુમાન વગેરે. તથા ધાર્મિક કાલે કરવાના અનુષ્ઠાન કરવાના-તે તદેહતુ. વિષ અનુષ્ઠાન એ વિશિષ્ઠ લબ્ધિકીર્તિ વગેરેની સ્પૃહાથી થાય તે ગરલ-એ એક જાતનું ઝેર જ છે. પણ તે કાળા નીરે મારે છે. એટલે દિવ્યભવ-દેવ લોકને માટે જે અનુષ્ઠાન કરવા. તે ગરલ અનનુષ્ઠાન કહેવાય છે. અનનુષ્ઠાનનો અર્થ થાય છે કે એનું ચિત્ત અન્યત્ર ભમતું હોય તેવી જે ક્રિયા તેઅનનુષ્ઠાન કહેવાય છે. તદહેતું અનુષ્ઠાન ચરમાવર્ત કાળમાં આવેલા જીવને પ્રાયઃ હોઈ શકે છે. મુફ્તદૂષથી જ અનુષ્ઠાનનો આરંભ થાય છે. મુક્તદ્વેષનું બીજ ગુણરાગ છે. ગુણરાગ બઝીણી ૧૩-૧૪-૧૫
Page #87
--------------------------------------------------------------------------
________________
આવે તો શુભ ભાવ આવે છે. તત્ત્વની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. મોક્ષની નિકટતા હોય તો જ અંતરંગ પ્રમોદભાવ ઊપજે છે ચરમાવર્ત કાળમાં રહેતા જીવના મળ ક્રમશઃ ઘટતા જાય છે. મલઘટે એટલે પ્રસન્નતા - ચિત્તની પ્રસન્નતા વધે છે. પ્રસન્ન થયેલું ચિત્ત સહજ રીતે સ્થિર થાય છે. સ્થિર થયેલું ચિત્ત સમાધિમાં લીન બને છે અને આ અધિકાર અપુનબંધક અવસ્થામાં આવેલા જીવને મળે છે. એથી હવે ચૌદમી બત્રીશીમાં અપુનબંધકની વાત કરે છે. કર્મઆચરે છે. એ શુદ્ધ કર્મના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ, આત્માશુદ્ધ અને અનુબંધ શુદ્ધા. વિષયશુદ્ધ એટલે મારો મોક્ષ થાઓ આવી ઇચ્છાથી થયેલું કર્મ. બીજું આત્માશુદ્ધ અર્થાત્ સ્વરૂપ શુદ્ધ યમ-નિયમનું પાલન પૂરણ તાપસની જેમ કરે, જીવાજીવાદિ તત્ત્વને જાણે નહીં અને કરે તે સ્વરૂપ શુદ્ધ. જ્યારે ત્રીજું અનુબંધશુદ્ધ. તેમાં કષાયાદિ વિકારના નિરોધરૂપ તત્ત્વ સંવેદનને અનુસરતું અને જીવાદિ તત્ત્વના સમ્યક્ પરિજ્ઞાનથી સહિત આ આચરણા હોય છે. આમ ભિન્ન ભિન્ન કર્મને કરનારા જીવો અપુનબંધક અવસ્થામાં હોય છે. અચાન્ય ગ્રંથોમાં પંથમાં કથિત બધું ય તે તે અસદ્ગતના ત્યાગથી અને સદ્ગહની પ્રવૃત્તિથી પરંપરાએ પણ મોક્ષના પરમાનંદના કારણભૂત બની શકે છે. અપુનબંધકની અવસ્થા પછી સમ્યગદર્શનની ભૂમિકા અવે છે. અતિતીવ્ર રાગ-દ્વેષના પરિણામોના નાશથી, ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલો સમ્યગૂ દર્શનરૂપ આત્મપરિણામ એ ત્રણ ચિન્હોદ્વારા જાણી શકાય છે. શુશ્રુષા, ધર્મનો રાગ અને ગુરુદેવાદિનું પૂજન. ૧૫ મી બત્રીશીમાં આ ત્રણે ચિન્હ-લિંગના સામાન્ય લક્ષણ સહિતના પરિચયપૂર્વક સમ્યકત્વનું મનોરમ વર્ણન કર્યું છે. અહીં શુશ્રષા વિશાળ અર્થમાં સમજવાની છે. કેવળીભાષિત વીતરાગવચનને સાંભળવાની ઇચ્છા, એટલું જ નહીં, પણ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત થઈને સાંભળવાની ઇચ્છા એ સુશ્રુષા ! એ જ પ્રમાણે ધર્મનો રાગ એટલે ધર્મ શબ્દથી ચારિત્ર ધર્મ એ સંવરતત્ત્વ સમજવાનું છે, તેનો રાગ તેના હૈયામાં
તજલધિ પ્રવેશે નાવા
Page #88
--------------------------------------------------------------------------
________________
હોય. એ ચારિત્ર ન મળે ત્યાં સુધી જે રીતે બ્રાહ્મણ ઘેબરની ઇચ્છા રાખે, પણ ન મળે ત્યાં સુધી જે રીતે પૂરી વગેરેની ભૂખ દૂર કરે, પણ ઇચ્છા તો એ જ રાખે. વળી ગુરુદેવાદિની વૈયાવચ્ચ પણ બહુમાનપૂર્વક કરે. સ્વશક્તિને ગોપવ્યા વનિ કરે, ઍન્થિની નજીક આવેલામાં પહેલું ચિન્હ જણાય. ગ્રંથિ ઓળગતા જીવમાં બીજું લક્ષણ અને ગ્રંથિ ભેદાઈ ગયા પછી ત્રીજું લક્ષણ પ્રકટ જણાય છે.
બોધિસત્ત્વનું લક્ષણ અન્ય ધર્મમાં જે કહ્યું છે, તે પણ અહીં સમ્યગદષ્ટિના લક્ષણમાં ઘટે છે. સમ્યગદષ્ટિ જીવનો સાંસારિક વ્યવહાર-તપાવેલા લોઢાના પતરા ઉપર ચાલવા જેવો કમને અને જરૂર હોય તેટલો જ કરવાની વૃત્તિવાળો હોય છે, તેવો વ્યવહાર સમ્યગુદૃષ્ટિ જીવનો હોય છે.
બોધિસત્ત્વની વ્યાખ્યામાં એ જણાવ્યું છે કે, એ પરાર્થરસિક હોય, બુદ્ધિમાન હોય, કલ્યાણકારી માર્ગના યાત્રિક હોય અને ગુણરાગી હોય. એ બધું અહીં સમ્યત્વત્ત્વયુક્ત જીવમાં પણ બરાબર ઘટે છે. અર્થથી પણ બોધિસત્ત્વ શબ્દ આ સમ્યગુદર્શન શબ્દથી અભિન્ન છે. બોધિપ્રધાન જે સત્ત્વ, અથવા સદબોધિ જે આપણે ત્યાં વરબોધિ શબ્દથી એ પ્રસિદ્ધ છે જ. તીર્થકરોના સમ્યકત્વને વરબોધિ કહેવાય છે. તે પછી વેદાંત દર્શન કથિત લક્ષણ કેવી રીતે દોષયુક્ત છે તે દર્શાવ્યું છે. વિસ્તારથી યુક્તિ પૂર્વક ખંડન ક્યું છે. વેદનું પ્રામાણ્ય કેવી રીતે પ્રમાણભૂત નથી તે દર્શાવ્યું છે. મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યકુશ્રુત પણ મિથ્યાશ્રુત છે, જ્યારે સમ્યદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત પણ સમ્યકશ્રુત છે. સિદ્ધાંતોપજીવીપણું અને યુકયુપજીવીપણું બન્ને સાપેક્ષ છે, હેતવાદનું હેતુવાદમાં સ્થાપન કરે, સિદ્ધાંતનું સિદ્ધાંતમાં સ્થાપન કરે એ માર્ગ છે. વિપરીતતા મિથ્યાત્વ
છે. આ સમ્યદૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી તેને ટકાવનાર, તેનો નિર્વાહ કરનાર ઈશાનુગ્રનો વિચાર ૧૬મી બત્રીશીમાં દર્શાવ્યો છે. બગીથી ૧૩-૧૪-૧૫
Page #89
--------------------------------------------------------------------------
________________
આ અનુષ્ઠાનો દ્વારા યોગસિદ્ધિ ભાગ્યથી પ્રાપ્ત થાય છે કે પુરુષાર્થ થી પ્રાપ્ત થાય છે, તેની ચર્ચા સત્તરમી બત્રીસીમાં વિશદતાથી કરી છે. બન્ને નો સમતોલ વિચાર કર્યો છે. અમુક અપેક્ષાએ એક ગૌણ છે તો બીજો મુખ્ય છે. પણ બંનેથી કાર્ય થાય છે, એકને માનીને કાર્ય થતું નથી. આ ભવમાં જો અલ્પ શ્રમથી કાર્ય સિદ્ધ થાય, તો તો પૂર્વ ભવનો શ્રમ જે આ ભવમાં ભાગ્ય કહેવાય છે, તે કારણ રૂપ છે. '
આ ભાગ્ય - પ્રારબ્ધ અને પુરુષાર્થનું નિરૂપણ કરતાં કરતાં છેલ્લે એક વિષય સુંદર નિરૂપ્યો છે. ચરમાવર્ત કાળમાં આવેલા જીવની કારણીમાં ભાગ્ય કરતાં પુરુષાર્થ.બળવાન બને છે. ચરમાવર્ત પૂર્વે પ્રારબ્ધ બળવાન છે. તેવું જણાય, પણ ચરમાવર્તકાળમાં પુરુષાર્થની પ્રબળતા રહે છે. સમ્યકત્વ ગુણના પ્રાદુર્ભાવ પૂર્વે જે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ-ગાંઠનો ભેદ થાય છે, તેમાં પણ પુરુષાર્થની જ પ્રધાનતા છે અને આ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઔચિત્યપાલનના બળે પુરુષાર્થથી ચારિત્ર મોહનીયકર્મની સ્થિતિ બે પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીની થાય, ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ | થાય છે અને ઘણાં બધાં સાગરોપમ ખપાવે તો સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે, મોહનીય કર્મની જે કુલ સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હતી તેમાંથી ઓગણસિત્તેર કોડાકોડી સાગરોપમ તો તેને ખપાવ્યા છે, હવે રહ્યા એક કોડાકોડી સાગરોપમ! તેમાંથી બે પલ્યોપમથી લઈ નવ પલ્યોપમના ક્ષયે દેશવિરતિ અને ઘણાં બધાં સાગરોપમના ક્ષયે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. પણ તે માટે પુરુષાર્થ તો કરવો જ પડે છે. આ દેશવિરતિ પ્રાપ્ત થવાથી આત્યંત ગુણસંપદાની દૃષ્ટિએ પાંચ ચિહ્નો પ્રકટે છે. (૧) માર્ગાનુસારિતા (૨) શ્રદ્ધા (૩) અર્થ વિશેષ દેશનારતિ (૪) ગુણાનુરાગ (૫) શકય ધર્મનો આરંભ. આ પાંચ ચિહ્નો પ્રકટ થયેલાં દેખાય છે. આ પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે ભેદે
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૮૪
Page #90
--------------------------------------------------------------------------
________________
યોગ પ્રવૃત્તિ થાય છે.
આ યોગની પ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. એ યોગનો પાંચ ભેદે વિચાર, અઢારમી બત્રીશીમાં કરવામાં આવ્યો છે. એ પાંચ ભેદ આ પ્રકારે (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય. આ પાંચ પ્રકારે યોગ છે. આ પ્રત્યેકની વ્યાખ્યા કરી છે. તેમાં પ્રથમ, અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યું છે. મન મૈત્રી આદિ ભાવોથી ભરેલું હોય, બુદ્ધિ જીવાજીવાદિ તત્ત્વોનું ચિંતન કરનારી હોય, જીવન અણુવ્રતો કે મહાવ્રતોથી રંગાયેલું હોય અને વ્યવહાર ઔચિત્યથી પૂર્ણ હોય, તેને અધ્યાત્મ કહેવાય છે. પછી ક્રમશઃ મૈત્રી આદિ ચાર ભાવનાનાં લક્ષણો વર્ણવ્યાં છે. મૈત્રીનો ચાર ભેદે વિચાર કર્યો છે. ઉપકારી મૈત્રી, સ્વકીય મૈત્રી, સ્વાશ્રિત મૈત્રી, અને સકલ જીવ વિષયક મૈત્રી - આ ચાર પ્રકાર છે. કરુણા પણ મોહથી, સંવેગથી અને સ્વભાવથી એમ ત્રણ પ્રકારે છે. આપાતરમણીય-વિષયોમાં આનંદ, સુંદર આરોગ્ય વર્તતું હોય ત્યારે અનુભવાતો આનંદ, આ ભવ પર્યંત મળતાં સુખનો આનંદ, અને ચોથો આનંદ એ છે કે, મોહના ક્ષયથી જે અવ્યાબાધ મળે તે. એય ચાર પ્રકારે મુદિતા વર્ણવી છે અને ઉપેક્ષા એટલે કે માધ્યાસ્થ્ય ભાવના પણ ચાર પ્રકારે છે : કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી, અને તત્ત્વ ચિંતનથી પછી બીજો યોગ પ્રકાર ભાવના વર્ણવ્યો છે. તેના પાંચ પ્રકાર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય. એમ પાંચ પ્રકારની ભાવના છે. પછી ધ્યાનનું પણ ટૂંકાણમાં વર્ણન કર્યું છે. એ ધ્યાનમાં બાધક આઠ દોષો છે. ખેદ, ઉર્દૂગ, ભ્રમ, ઉત્થાન, વિક્ષેપ, વગેરે આઠ દોષોને વર્જીને ધ્યાન ધરે. કલ્પિત ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં જે સમભાવ તે સમતા છે. પછી પાંચમો યોગપ્રકાર વૃત્તિસંક્ષય છે. એ તો જૈન મતે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કાળે યોગનો નિરોધ થાય છે, તે વેળાએ આ યોગ પ્રકાર વર્તતો હોય છે. આ વૃત્તિસંક્ષય યોગ પણ પાંચ પ્રકારનો છે.
બન્નીથી ૧૩-૧૪-૧૫
૮૫
卍
Page #91
--------------------------------------------------------------------------
________________
મન-વચન અને કાયા-આમાં મનના બે પ્રકાર છે. પ્રવૃત્તિ અને સ્થિરતા. આમ પાંચ પ્રકારે છે. મનો ગુપ્તિનું લક્ષણ હૈમયોગશાસ્ત્ર પ્રમાણે છે. આ પાંચ પ્રકારનો યોગ આરાધવાથી અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. હવે યોગ વિવેક ૧૯મી બત્રીશી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #92
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ૧૬, ૧૭, ૧૮ ઈશાનુગ્રહ વિચાર’ બત્રીશી એ વર્તમાન જૈન પરમ્પરામાં કંઈક નવો કહી શકાય તેવો વિચાર છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ બત્રીશીની અવતરણિકામાં જ લખે છે કે, ૧૫મી બત્રીશીમાં સમ્યદૃષ્ટિનો વિચાર રજૂ કર્યો, હવે સમ્યગ્દર્શનનો નિર્વાહ જેનાથી થાય, તે ઈશાનુગ્રહનું નિરૂપણ કરીએ છીએ. ઈશ પરમેશ્વર. એટલે કે કલેશદાયક સકળ-કર્મના વિપાકથી સંપૂર્ણ મુક્ત જે પુરુષવિશેષ તે પરમેશ્વર. આ પરમેશ્વરની કૃપાથી પણ યોગસિદ્ધિ પ્રાપ્ત થાય [૮૭ છે, આવું કેટલાંક માને છે, કેટલાંક એટલે પતંજલિ નામમતાનુયાયીઓ. આ વિચાર શરૂ કરીએ એટલે જગત્ કર્તુત્વનો વિચાર કરવો પડે. જગતના કર્તા તરીકે ઈશ્વરને જે માને છે તે તર્કથી પણ સંગત નથી. એ સમજાવવાની સાથે જૈન મતાનુસાર ઈશાનુગ્રહ વિચારની સંગતિ કેવી રીતે થઈ શકે, તે સુંદર રીતે ટૂંકાણમાં સમજાવ્યું છે કે, પરમેશ્વરની આજ્ઞા પાળવારૂપ વ્યાપારથી ઈશાનુગ્રહ પ્રાપ્ત થઈ શકે છે. એની જ પંકિત સાંભરી આવે છે: આણા પાળે સાહિબ તુસે, સકળ આપદા નાશે.”
આ પછી પતંજલિ યોગસૂત્રમાં કહેલી વાત, પ્રણવમંત્રના જાપ અને એના અર્થચિંતન વડે વિનોનો ક્ષય થાય છે, એ વ્યાજબી છે
Page #93
--------------------------------------------------------------------------
________________
તેવું કહે છે. અહીં જે પ્રયૂહ-એટલે કે વિM શબ્દ દ્વારા જે કહ્યું છે, તે યોગ માર્ગના અંતરાય રૂપ ગણાય છે. તેમાં વ્યાધિ-તાવઅતિસાર વગેરે પ્રમાદ-આલસ્ય, ભ્રમ, સંદેહ વગેરે અત્તરાયો છે. તે પ્રણવ-ઑકારના જાપથી દૂર થાય છે. સ્તોત્ર કરતાં જાપ વધારે લાભકારક છે, એનું કારણ એ છે કે સ્તોત્રમાં વાણી-વચનયોગ વપરાય છે, જ્યારે જાપમાં મનોયોગ વપરાય છે. વચનયોગ કરતાં મનોયોગ સૂક્ષ્મ છે. સ્થૂલ કરતાં સૂક્ષ્મમાં શક્તિ અનેકઘણી વધારે હોય છે. હા એ જાપ વખતે વાણીનો વ્યાપાર સંપૂર્ણ બંધ રહેવો જોઈએ. મૌનપૂર્વકનો જાપ શ્રેષ્ઠ અને પ્રશંસનીય ગણાય છે. જાપથી ધ્યાનમાં જઈ શકાય છે. આ બત્રીશીમાં ૧૬મા શ્લોકથી લઈને ૨૪ શ્લોકો અધ્યાત્મસારમાં પંદરમા યોગાધિકારમાં ૬૦થી ૭૪ શ્લોક આવે છે. વિષય પણ સમાન છે.
અહીં આ નિરૂપણમાં પૂ. યાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી જિનશાસનની અનુપમ વિશાળતાનો પરિચય કરાવે છે. રાગ-દ્વેષમોહથી સર્વથા મુક્ત જે છે, તે ઈશ્વર છે. આને ગમે તે નામે તમે ઓળખો, તેથી મૂળ સ્વરૂપમાં તફાવત પડતો નથી. એ જ પ્રમાણે જૈન મને જે ભવચક્રમાં એટલે કે જન્મ-મરણની પરંપરામાં કારણભૂત આત્માએ બાંધેલાં કર્મ છે, તે તે પણ અન્ય દર્શનોના મતે પણ સંજ્ઞાભેદે જ તે કારણોનો સ્વીકાર થયો છે. વેદાન્તીઓ અવિદ્યા કહે છે, સાંખ્યમતાનુસારી કલેશ કહે છે. બૌદ્ધમતાવલંબીઓ વાસના કહે છે. શૈવ પંથીઓ પાશ કહે છે. આ પ્રમાણે ભવના હેતુભૂત કોઈક તત્ત્વને તો સર્વ સ્વીકારે છે. આ અંકમાં સર્વને જોવાની અને સર્વમાં એકને જોવાની સ્વાદ્વાદમૂલક સમુદાર દૃષ્ટિનું દર્શન છે. પરમકૃપાળુ પરમાત્માએ જે આપવાનું હતું તે સર્વ એક જ વખતે આપી દીધું. શું આપ્યું ? તો કહે છે કે, દર્શન-જ્ઞાન- ચારિત્રમય મોક્ષમાર્ગ આપી દીધો. પોતાને પ્રાપ્ત ભૂમિકાને અનુરૂપ ધર્મ ન કરે અને પરમાત્માની પાસે યાચના કરે તો શું મળે ! ભાગ્ય વિના
- શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #94
--------------------------------------------------------------------------
________________
તો કાંઈ મળતું નથી. ધર્માચરણ વિના ભાગ્યનું નિર્માણ થતું નથી, તેથી પરમાત્માનો આપણા ઉપર ઘણો અનુગ્રહ-કૃપા છે, તેમ માનીને તેઓ પ્રત્યેના તીવ્ર ગુણાનુરાગ પૂર્વક તેઓએ કહેલા અનુષ્ઠાનો કરવા તે જ માર્ગ છે.
O
૮૯
બઝીણી ૧૬,૧૭,૧૮
Page #95
--------------------------------------------------------------------------
________________
બત્રીશી ૧૯ ઓગણીસમી બત્રીશીમાં મુખ્યત્વે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગનું જ વિવરણ કરવામાં આવ્યું છે. સત્તરમી યોગભેદ બત્રીશીમાં અધ્યાત્મ વગેરે પાંચ ભેદે યોગનું સ્વરૂપ વર્ણવ્યું. આમાં યોગના અન્તર્ગત ભેદોનું વર્ણન કર્યું છે. ઇચ્છાયોગ શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનાં લક્ષણો યોગદષ્ટિ સમુચ્ચય પ્રમાણે છે. એક વાત બહુ અગત્યની અહીં પહેલા શ્લોકમાં કહી છે કે, યોગમાર્ગમાં નિષ્કપટપણું નિર્દભપણું એ પૂર્વ શરત છે. દખ્ખસાથેનો યોગાભ્યાસ, એ યોગાભ્યાસ નથી પણ યોગાભાસ છે અને આ નિર્દમ્ભપણું એ બહુ આકરી ચીજ છે. જે ન હોય તેનો દેખાડો કરવો અને જે હોય તેનું સંગાપન કરવું તે કપટ છે, દંભ છે, માયા છે, આનાથી દૂર રહેવાનું છે.
શુદ્ધ ઇચ્છાયોગ પણ આત્માનાં ઐશ્વર્યની ઝાંખી કરાવે છે. પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજે એક સ્થળે પોતાની ઇચ્છાયોગના આધારે થયેલો સુખાનુભવ વર્ણવતાં ગાયું છે કે, રૂછી યોગાપિ वयमिमेयत्सुखं संप्रतीम: तस्याधस्तात सुरपतिपदं चक्रिणां चापि મો.' માત્ર ઇચ્છાયોગના જ આલંબનથી પણ અમે જે સુખનો આનંદનો અનુભવ કરીએ છીએ, તે સુખની સામે ચક્રવર્તિનાં સુખો છે કે ઇન્દ્રોનું ઐશ્વર્ય કશી વિસાતમાં નથી. આ ઇચ્છાયોગ એટલે
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #96
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમાં કહેલા માર્ગ પ્રમાણે ચાલવાની ઇચ્છા ખરી, તેનું કાંઈક જ્ઞાન પણ ખરું, પણ પ્રમાદી હોવાના કારણે તેને અનુષ્ઠાનો કાલ આદિ પ્રમાણે ન થાય, તે ઈચ્છાયોગ કહેવાય છે, શ્રી હરિભદ્રસૂરિજીએ યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં પ્રારંભિક મંગળ ઇચ્છાયોગથી વીરને નમસ્કાર કરીને કર્યું છે. ઈચ્છાયોગ પછી શાસ્ત્રયોગ આવે છે. અપ્રમત્ત જીવોને આ યોગ હોઈ શકે. તીવ્રબોધ અને તીવ્ર શ્રદ્ધાસંપન્ન જીવો આ યોગ દ્વારા અખંડ આરાધના કરે છે. તે પછી ત્રીજો સામર્થ્ય યોગ આવે છે. આ યોગે વર્તનાર જીવો શાસ્ત્રમાં બતાવ્યા મુજબ તો કરતાં જ હોય, બલ્ક તેનાથી આગળ આગળ વધીને પણ તેઓની આચરણા હોય છે. પ્રતિભજ્ઞાનની આ ભૂમિકા માટે પાતંજલ ઋષિએ ઋતંભરા પ્રજ્ઞા એવો શબ્દ વાપર્યો છે અને આપણી જૈન પરિપાટી મુજબ એ ભૂમિકા એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વેની ભૂમિકા છે. જેમ સૂર્યોદયની પહેલાં અરુણોદય હોય છે, તેવી એ અવસ્થા કહેવાય. જે રીતે એ અરુણોદયની વેળાએ તમે રાત્રિ પણ ન કહી શકો, તેમ દિવસ પણ ન કહી શકો. રાત સંપૂર્ણ ગઈ નથી, સૂર્ય આવી ગયો નથી, એ વેળા અરુણોદય કહેવાય છે. અર્થાત્ રાત્રિ પછીની પળે સૂર્ય પહેલાંની જે વેળા, તે અરુણોદયની વેળા. તે પ્રમાણે શ્રુતદાન પછીની અને કેવળજ્ઞાન પહેલાની અવસ્થાને આ પ્રાતિજજ્ઞાનની કહો કે સામર્થ્ય યોગની અવસ્થા છે.
પતંજલિ જેને ઋતંભરા પ્રજ્ઞા કહે છે, તેને પામવાના ઉપાયો વ્યાસે આ પ્રમાણે જણાવ્યા છે : આગમથી, અર્થાત શાસ્ત્રો વડે. બીજો ઉપાય છે અનુમાનથી અને ત્રીજો ઉપાય છે ધ્યાનાભ્યાસ. આ ત્રણથી પ્રજ્ઞાન-ઋતંભરા પ્રજ્ઞાને પામતો ઉત્તમયોગને સાધે છે.
આ સામર્થ્ય યોગ બે પ્રકારનો છે. ધર્મ સન્યાસ, અને યોગ સન્યાસ. ક્ષમા વગેરે ધર્મ જે ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે તે ધર્મ અને યોગ સંન્યાસ એટલે કાયાદિકર્મ એટલે કે કાયોત્સર્ગ વગેરે બઝીણી ૧૯
૯૧
Page #97
--------------------------------------------------------------------------
________________
કાયાદિના વ્યાપારો-ક્રિયાઓ. નિશ્ચયથી બીજા અપૂર્વકરણ વખતે આ ક્ષમાદિ ધર્મ પૂર્ણ રૂપે પ્રકટે છે, ત્યારે તાત્ત્વિક ધર્મ સંન્યાસ હોય છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ તો દીક્ષા વખતે પણ હોય છે અને દીક્ષાનો અધિકારી તેને કહેવાય કે જે ભવથી વિરાગી હોય. આ પ્રસંગે ટીકામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં પ્રવજ્યાને માટે કોણ લાયક કહેવાય ? તેનો જે અધિકાર છે, તે મૂક્યો છે. વર્તમાન કાળે થતી દીક્ષાઓમાં આ માપદંડ બહુ ઉપયોગી લાગે છે. યોગ સંન્યાસની જે વાત છે, તેની ભૂમિકા સમજાવતાં લખે છે કે, આયોજ્યકરણ પછીની અવસ્થા એટલે કે કેવળી સમુદઘાત કરે છે. ભવોપગ્રાહી કર્મ-આયુષ્ય સિવાયના ત્રણ કર્મ જો આયુષ્યકર્મ કરતાં વધારે સ્થિતિવાળા હોય, તો શૈલેશીકરણની ક્રિયા કરીને ત્રણે કર્મ આયુષ્યકર્મ જેટલી સ્થિતિવાળા કરે છે, તે વખતે અયોગી થવા માટે કાયાનો જે વ્યાપાર તે યોગ સંન્યાસ છે. વ્યવહારથી તાત્વિક આ યોગ સંન્યાસ, તો અપુનબંધક અવસ્થા, સમ્યકદષ્ટિની અવસ્થામાં ઘટી શકે છે, નિશ્ચયથી તાત્ત્વિકતો સર્વવિરતિઘરમાં ઘટી શકે છે. કારણ કે યથાયોગ્ય શુદ્ધિની અપેક્ષાએ અધ્યાત્મની ભાવના રૂપ છે અને અતાત્ત્વિક તો માત્ર વેપધરને ઘટે છે. આના જે બીજા ભેદો, સાનુબંધ, નિરનુબંધ, સાશ્રવ, નિરાશ્રવ વગેરે ભેદો દર્શાવ્યા છે. વળી કુલયોગી, અને પ્રવૃત્ત ચક્ર એનાં પણ લક્ષણો દર્શાવ્યાં છે. પછી આગળ ઉપર પ્રવૃત્તિ ચક્ર જે હોય, તે ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમવાળા હોય અને તેવો સ્થિરયમ અને સિદ્ધિયમના અભિલાષી હોય અને બુદ્ધિના જે શુશ્રુષા-શ્રવણ-ગ્રહણધારણ-વિજ્ઞાન-ઊહાપોહ વગેરે ગુણોથી યુક્ત હોય.
છેલ્લા આઠ શ્લોકમાં ત્રણ અવચંયોગનું નિરૂપણ છે. યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક આ ત્રણનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે : જેના દર્શનથી પણ પાવન થવાય એવા આ કલ્યાણ સંપન્ન પુરુષનો સંયોગ-સમાગમ ને યોગાવંચક. એ જ
કૃતજલધિ પ્રવેશે નાવા
Page #98
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષને પ્રણામાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક યોગ અને ત્રીજો ફલાવંચક યોગ એટલે કે એ જ કલ્યાણ સંપન્ન મહાપુરુષને કરેલા પ્રણામાદિથી સાનુબંધ ફલની પ્રાપ્તિ. આ બત્રીશીમાંયોગ દૃષ્ટિ સમુચ્ચયના વિષયનો વિચાર કરવામાં આવ્યો છે.
બઝીણી ૧૯
રૂ
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૪
是
બત્રીશી ૨૦-૨૧
૧૯મી યોગવિવેક બત્રીશીમાં યોગનો વિચાર કર્યા પછી યોગાવતાર બત્રીશીમાં, સ્વશાસ્ત્રથી યોગવિચાર રજૂ કર્યા બાદ હવે પરદર્શનાનુસારે યોગનો વિચાર અહી રજૂ કર્યો છે. તેમાં પતંજલિ ઋષિએ પતંજલ યોગદર્શનમાં જે વિષય નિરૂપ્યો છે તેને રજૂ કરેલ છે :
પતંજલિના મતે યોગ બે પ્રકારનો છે : ૧. સંપ્રજ્ઞાત, ૨. અસંપ્રજ્ઞાત. સંશય, વિપર્યય, અનધ્યવસાયથી રહિતપણે જગતના પદાર્થોને જાણી શકાય તો સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. હવે સંપ્રજ્ઞાન ચાર પ્રકારે છે : ૧. સવિકલ્પ, ૨. સવિચાર., ૩. સાનંદ, ૪. સાસ્મિત અહીં જે અસ્મિત છે તે જ અહંકાર છે.
સમાપતિનું લક્ષણ અહીં સ્પષ્ટ મળે છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે અનેક સ્થળે આ સમાપત્તિ શબ્દ પ્રયોજ્યો છે. મહાવીર સ્તવ નામના ગ્રંથમાં અંતે જે લખ્યું છે કે ‘મુળ: પર્યાયર્વાતવ નિન! સમાપતિ ઘટના સૌત્વદ્ રૂપી સ્થાનિતિવિશદ્ સિદ્ધાંત સળિઃ' આમાં પણ જે સમાપત્તિ શબ્દ આવે છે, તે પણ આ જ અર્થમાં છે. નિર્મળ મણિમાં
નિર્મળ સ્ફટિકમાં જેમ નજીકમાં રહેલા પદાર્થનું પ્રતિબિંબ યથાતથ
ઝીલાય છે, તેમ ચિત્ત જ્યારે મલરહિત બને છે, ત્યારે શુદ્ધ ચૈતન્યનું
પ્રતિબિંબ તેમાં સંક્રાન્ત થાય છે. આ સમાપત્તિ કહેવાય છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #100
--------------------------------------------------------------------------
________________
આ સમાપત્તિ પણ ચાર પ્રકારે છે : શબ્દ, અર્થ અને જ્ઞાન, અને એકમાં ત્રણે ભેગા સંકીર્ણ. જેમ કે ગાય એ શબ્દ છે. તેનો અર્થ અને તેનું જ્ઞાન. અહીં સમાપત્તિની વિચારણામાં બાહ્યા મા, અન્તરાત્મા અને પરમાત્માની બહુ સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. યોગશાસ્ત્ર (હૈમ) માં તથા આનંદઘનજી મહારાજે પણ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં વ્યાખ્યા આપી છે. અધ્યાત્મસારમાં પ્રબંધ ૭, અર્વિ. ૨૦ શ્લો. આ વ્યાખ્યા આપી છે : કાયાદિ તે બહિરાત્મા મન-વચન કાયામાં બળ પૂરું પાડનાર તે અંતરાત્મા, સંપૂર્ણ ઉપાધિથી રહિત તે પરમાત્મા કહેવાય છે. | ઋતુંભરા પ્રજ્ઞામાંથી અસંપ્રજ્ઞાત સમાધિ જન્મે. આ સમાપત્તિના જ નિરૂપણમાં કહે છે કે, સ્વગુણ પર્યાય વડે જે આત્માને જાણે છે, તે અહંને જાણે છે. આ વાતની પુષ્ટિ અર્થે દિગંબર મહર્ષિએ કહેલું કથન ટાંકે છે. ટીકામાં ખુલાસો કરે છે કે આ ગાથા દિગંબરની છે, માટે તે ન લેવી અથવા કહેવી એ વાત બરાબર નથી, સત્યાર્થ કથનરૂપ ગુણને કારણે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ પણ વ્યાસા મહર્ષિ કહ્યા છે.
૧૯૫ અસંપ્રજ્ઞાત સમાધિ એટલે વૃત્તિસંક્ષય. પરિભાષામાં આને આપણે સંયોગી કેવળી અયોગી કેવળી આ અવસ્થા રૂપે ઓળખી શકીએ. મનો વિકલ્પરૂપ વૃત્તિનો સંક્ષય થાય, એટલે અયોગ કેવળીની અવસ્થા આવે.
જિનેશ્વરે કહેલા યોગમાં માત્ર દૃષ્ટિભેદ પ્રવર્તે છે. ક્ષયોપશમની વિચિત્રતાના કારણે વિભિન્ન દેખાય છે. સત્ શ્રદ્ધાથી, શાસ્ત્રબાહ્ય અભિપ્રાયવિકલ પણ જે સત્તર્ક જેમાં છે તે શ્રદ્ધા વડે જે બોધ તે દૃષ્ટિ કહેવાય છે અને ઉત્તરોત્તર પ્રાપ્તિ દ્વારા સત્યવૃત્તિને તે ઉત્પન્ન કરે છે અને દૃષ્ટિ આઠ પ્રકારે છે. તેનો સમજવા માટે નીચે આ કોષ્ટક ઉપકારક અને ઉપયોગી થાય તેમ છે. બઝીણી ર૦-૧
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૬
#
૧. મિત્ર
૨. તારા
તૃણ
યમ
ગોમય નિયમ
૩. બલા કાઠ
૪. દીપ્રા દીપ
૫. સ્થિરા રત્ન
૬. કાંતા
૭. પ્રભા
ખેદ
ઉદવેગ
આસન ભ્રમ
પ્રાણાયામ ઉત્થાન
પ્રત્યાહાર ક્ષેપ
તાર
ધારણા
સૂર્ય
ધ્યાન
૮. પરા
ચન્દ્ર
સમાધિ
૯. દૃષ્ટિ બોધ યમાદિ
જિજ્ઞા
આસંગ મીમાંસા
અન્યમુદ પ્રતિપત્તિ
३४ પ્રવૃત્તિ દોષત્યાગ ગુણ
પહેલી ચોથી સુધીની મિત્રા વગેરે ચાર દૃષ્ટિ મિથ્યાત્વીને હોય અને પછીની પંચમીથી આઠમી સુધીની ચાર સમ્યકત્વવંતને હોય
છે.
મિથ્યાત્વ હોવા છતાં જો તે મંદ હોય અને મિથ્યાત્વી ગણાતો જીવ જો સ્વભાવથી જ ભદ્રિક હોય અર્થાત્ કોઈને પણ ઉપતાપ થાય તેવું બોલનાર, વિચારનાર કે કરનાર ન હોય, ક્રોધથી પ્રાયઃ રહિત હોય, વિનયત્રંત હોય, અર્થાત્ ઉદ્ધત ન હોય, મૃદુ હોય એટલે કે દંભરહિત હોય, ઉત્તમ હોય, એટલે કે સંતોષવાળો હોય, આવો મિથ્યાદૃષ્ટિ પણ નજીકના ભવિષ્યમાં અર્થાત્ અહીંથી પછીના ભવમાં નવમે વર્ષે કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. આ ૨૦ મી બત્રીશીમાં છેલ્લે છેલ્લે જે મિત્રાદિ આઠ દૃષ્ટિનો નામ માત્રથી જે ઉલ્લેખ કર્યો, તે મિત્રાદિ દૃષ્ટિનું નિરૂપણ કાંઈક વિસ્તા૨થી ૨૧મી બત્રીશીમાં કરે છે. જો કે આ જ વિષય, મૂળભૂત રીતે શ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં છે જ અને તે ગ્રંથના જ શ્લોકો અહીં ઉદ્ભુત ક૨વામાં આવ્યા છે. મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણુના અગ્નિ જેવો હોય છે. યોગનું અંગ યમ હોય છે અને અખેદ નામનો ગુણ પ્રકટે છે. અહીં યમ એટલે પાંચવ્રતો : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મવ્રત, અપરિગ્રહ ! તેમાં અહિંસાનું લક્ષણ પ્રાણીને
શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રાણથી રહિત બનાવવા તે હિંસા અને તેનો અભાવ એટલે પ્રાણીને ન હણવા તે અહિંસા. આ ક્રોધથી લોભથી અને મોહથી કરવું, કરાવવું અને અનુમોદવું અને તેમાં રસની દૃષ્ટિએ મન્દ, મધ્યમ અને તીવરસ આ નવથી ત્રણને ગુણીએ એટલે ૨૭ ભાંગા થાય. આ અહિંસાના પાલનથી નજીકમાં રહેલાં જીવોની વૈરભાવનાનો ત્યાગ થઈ જાય છે. આ યમના પાલન દરમ્યાન જ યોગબીજની પ્રાપ્તિ થાય છે. યોગબીજ એટલું શું ? જિનેશ્વર ભગવાન પ્રત્યે દૂષાદિનો અભાવ અને પ્રીતિવાળું ચિત્ત, અને એ ચિત્તથી પ્રેરિત ‘નમોસ્તુ' ‘નમોસ્તુ' એવું બોલતાં એ વાણી દ્વારા નમસ્કાર કરે અને પછી કાયા દ્વારા પંચાંગ પ્રણામ કરે. આમ મન-વચન અને કાયા દ્વારા આ જિનેશ્વર પ્રત્યેની ભક્તિ તે યોગબીજ છે. આ યોગબીજની પ્રાપ્તિ ચરમાવર્ત કાળમાં આવેલા જીવમાં સંભવી શકે.
આ મિત્રા દૃષ્ટિની જે ભૂમિકા છે, તે પણ એટલી ઊંચી લાગે છે કે, આપણા જીવનની સાથે સરખાવતાં લજજા ઊપજે છે. સંસાર પ્રત્યે સહજ ઉદાસીનતા, શુદ્ધ ઔષધનું દાન વગેરે અને વિધિપૂર્વક સિદ્ધાન્તનું લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, વિધિપૂર્વક ગ્રહણ કરવી, ગ્રહણ કર્યા પછી યોગ્ય જીવોમાં તેનું પ્રદાન, ચિંતના ભાવના આ બધાં યોગબીજ છે.
આવા પ્રકારના પ્રિયદર્શન-ભદ્રમૂર્તિ જીવને શુભનિમત્તનો સંયોગ ત્રણ પ્રકારના અવંચક યોગથી થાય છે. આ ત્રણ અવંચક યોગની વાત આ અગાઉની બત્રીશીમાં જણાવાઈ ગઈ છે.
આ યોગબીજની પ્રાપ્તિમાં અન્તરંગ હેતુ તરીકે ભાવમલની અલ્પતા જ મુખ્ય કારણ છે. કારણ કે જ્યાં સુધી તીવ્ર મલ હોય ત્યાં સુધી સત્ત્વબુદ્ધિ પ્રાપ્ત થતી નથી. પાંગળો માણસ મોટા તરૂવરની શાખાને કયાંથી સ્પર્શી શકે ?
આ અવસ્થામાં પ્રથમ ગુણસ્થાનક હોય છે. વ્યકતમિથ્યાત્વ એ પહેલું ગુણસ્થાનક છે. અનાદિકાળથી આ આત્માનું મિથ્યાત્વ પણ
બીંથી ૨૦-૨૧
62
租
Page #103
--------------------------------------------------------------------------
________________
વ્યક્ત થતું ન હતું, તે હવે પ્રકટ થયું. એ શરૂઆત થઈ. રોગનું ભાન પણ સારી વસ્તુ છે, કારણ કે રોગ જણાશે, તો રોગશમનનો ઉપાય કરી શકાશે. આ ભૂમિકાએ જે યમ છે તે સદ્યોગનું મૂલ છે. રુચિની વૃદ્ધિનું કારણ છે. આત્માના શુભ ભાવો શુકલ પક્ષના ચન્દ્રની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે. આ ભૂમિકાના ઉત્કર્ષમાં યોગ મુખ્ય કારણ છે, ઔષધિમાં અમૃત મુખ્ય છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ ગુણમાં યોગ મુખ્ય છે. યોગબીજ વિના યોગને પામવાની ઇચ્છા તે નાવ વિના દરિયો તરવા જેવી સ્પૃહા છે. આ મિત્રા દૃષ્ટિમાં રહેલા જીવો આગળના ગુણસ્થાનકને પામીને પરમાનંદને પ્રાપ્ત કરે છે. આના પછી તારા વગેરે દષ્ટિનું નિરૂપણ કરનારી બાવીસમી બત્રીશી હવે જોઈશું.
[૪]
»
બ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #104
--------------------------------------------------------------------------
________________
|| નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે વાચકજસનો પ્રસાદ સંપ્રાપ્ત થાઓ
(દ્રવ્યગુણ પર્યાયના રાસ વિષેના બે શબ્દો) વિદ્યાનુરાગી વ્યક્તિઓ માટે આ સાચે જ શુભ સમાચાર છે કે દ્રવ્ય ગુણ પર્યાયના રાસનું વિવરણ પ્રકાશિત થઈ રહ્યું છે.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજનું વિવરણ પ્રકાશિત થયા પછી કેટલાં બધાં વર્ષે આ ગ્રન્થ ઉપર ફરીથી કામ થયું.
આશા તો છે જ હવે જે નાની વયના જિજ્ઞાસુ પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને અભ્યાસ માટેની દિશા દર્શાવી હતી ત્યાં આ પ્રભુવાણીનો અમૃત કુંભળ મળે છે તેથી તેને અનેકાનેક સાધુ-સાધ્વીજી મહારાજ જરૂર અધ્યયનનો વિષય બનાવશે.
ઉપાધ્યાયજી મહારાજના ગુરુ મહારાજ પંડિત શ્રી નવિજયજી મહારાજે જ્યારે વિ.સં. ૧૭૧૧ની સાલમાં સિદ્ધપુર (ઉ.ગુજ.) માં આ ગ્રન્થ રચ્યો અને તેનો પ્રથમ િ (સૌથી પહેલી સ્વચ્છ નકલ) લખ્યો ત્યારે તેઓએ આ ગ્રન્થ માટે બે લીટી લખી છે તે આપણા માટે પથદર્શક બની રહે છે.
"सकल विबुधजन चेतश्चमत्कार कारकोऽयं रासः ॥ સન સાધુનૈષ્ણનીય "
અર્થ : “તમામ પંડિત પરુષોના ચિત્તને આશ્ચર્યચકિત કરી દે તેવો આ ગ્રન્થ છે અને તેથી જ બધાં જ સાધુઓએ આનો અભ્યાસ કરવો જોઈએ.”
સૌથી મોટો ઉપકાર તો એ કર્યો કે મૂળ રાસની રચના કરી લીધા પછી તેના ઉપર તે અર્થના સ્પષ્ટીકરણ માટે તેઓ જ જાતે તેના ઉપર ટબો-બાલાવબોધ રચીને ઉપકારનો મેરુ રચી દીધો.
ટબો એ મળગ્રન્થ જ છે. તેઓએ જે બાબત સિદ્ધહસ્ત કરી છે તેની ચાવી તે પ્રક્રિયામાં આમાં આપી દીધી છે. તેઓમાં એક અભુત અનન્ય સિદ્ધિના દર્શન થાય છે તે નય-વિવાર - આ ખૂબી છે. કોઈપણ વાક્ય તેમની પાસે આવે એટલે આ વાક્ય કયા નયનું છે તે તેઓને અસંદિગ્ધપણે સમજાઈ જાય. તેને ઉપાદેય બનાવવા માટે તેમાં શું ઉમેરવું જરૂરી છે! તે ઉમેરી દેતાં તે વાણી સ્યાદ્વાદીની વાણી બઝીણી રણ
Page #105
--------------------------------------------------------------------------
________________
બની રહે અને તેની ઉપાદેયતા વધી જાય તેવું તેઓ લીલયા કરી દેતા.
આ બાબતે એક બે દૃષ્ટાન્ત જોઈએ.
વાત ષોડશકની છે - શ્રી હરિભદ્રસૂરિ મહારાજની વાતમાં ઉમેરો કરવામાં કેટલી દૃષ્ટિ, દઢતા, સ્પષ્ટતા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નિશ્ચયનયથી એક પ્રતિપાદન કર્યું છે તેમાં ઉપાધ્યાયજી મહારાજે વ્યવહારનયની વાત મૂકી દીધી અને તે પણ પોતાની નહીં વ્યવહારભાષ્યની ગાથા મૂકીને! આ તેમની કોઈ નયે ન અધૂરી એવી પ્રતિભાનું જ પરિણામ છે. મૂળ ગાથા અને વૃત્તિ આ પ્રમાણે છે.
बिम्बं महत् सुरूपं, कनकादिमयं च यः खलु विशेषः । नास्मात् फलं विशेषं विशिष्टं भवति तदिहाशय विशेषम् ॥
षोडशक- ७/१२ ૩. યશ વિ. વિતવૃત્ત - भावविशेषाधायक तया च बाह्यविशेषोऽपि आद्रियते एव तदुक्तं व्यवहारभाष्ये - लक्खणजुत्तापडिमा, पासाईया समत्तलंकारा । पल्हायइ जह व मणं, तह णिज्जरा मो वियाणाहि ॥२६३५॥
શ્રી હરિભદ્રાચાર્ય મહારાજે એક નયથી પ્રરૂપણા કરી તો તેને બેલેન્સ કરવા માટે તુર્ત તેમાં ખૂટતી કડી ઉમેરી આપી. તે પણ એવા – ગ્રન્થની સાક્ષી આપીને કે જે સર્વને માન્ય હોય.
ઉપાધ્યાયજી મહારાજના લેખનક્ષેત્રમાં બે વસ્તુ જોવા મળે છે. પોતાના નિરૂપણમાં શકય પૂર્ણતઃ એટલે કે સાંગોપાંગ નિરૂપણ અને પરગ્રન્થોમાં ખૂટતું તત્ત્વ જોડી દઈને તેને પણ પૂર્ણ બનાવવાની કળા તેઓએ સ્યાક્ષાદદર્શનના તલસ્પર્શી અધ્યયનના પરિપાકરૂપે પ્રાપ્ત કરી છે.
આ દ્રવ્યગણ પર્યાય રાસ ગ્રન્થમાં ઠામઠામ તમને જે જ પૂર્ણતાને સિદ્ધ કરવા મથતી કલમના દર્શન થશે. ગુજરાતી ભાષામાં એક ઠોસ વિષયનું આ રૂપે નિરૂપણ એ એક પડકાર છે અને તેમાં તેઓશ્રી વિજયશ્રીને વર્યા છે તેવું નિશંક કહી શકાય તેમ છે. વળી તેમની વાણી વરદાયિની છે જે તેની ઉપાસના કરે છે તેની વાણી પણ સર્વત્ર અસ્મલિત ગામિની બને છે. વાચક/પાઠક/અધ્યાપક સર્વને એ પ્રસાદ સંપ્રાપ્ત થાઓ. દેવકીનંદન,
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ અમદાવાદ.
શિષ્ય ધૂળેટી, ૨૦૬૧
પ્રદ્યુમ્નસૂરિ શ્રુતજલધિ પ્રવેશે નાવા
Page #106
--------------------------------------------------------------------------
_