SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ 是 બત્રીશી ૨૦-૨૧ ૧૯મી યોગવિવેક બત્રીશીમાં યોગનો વિચાર કર્યા પછી યોગાવતાર બત્રીશીમાં, સ્વશાસ્ત્રથી યોગવિચાર રજૂ કર્યા બાદ હવે પરદર્શનાનુસારે યોગનો વિચાર અહી રજૂ કર્યો છે. તેમાં પતંજલિ ઋષિએ પતંજલ યોગદર્શનમાં જે વિષય નિરૂપ્યો છે તેને રજૂ કરેલ છે : પતંજલિના મતે યોગ બે પ્રકારનો છે : ૧. સંપ્રજ્ઞાત, ૨. અસંપ્રજ્ઞાત. સંશય, વિપર્યય, અનધ્યવસાયથી રહિતપણે જગતના પદાર્થોને જાણી શકાય તો સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. હવે સંપ્રજ્ઞાન ચાર પ્રકારે છે : ૧. સવિકલ્પ, ૨. સવિચાર., ૩. સાનંદ, ૪. સાસ્મિત અહીં જે અસ્મિત છે તે જ અહંકાર છે. સમાપતિનું લક્ષણ અહીં સ્પષ્ટ મળે છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે અનેક સ્થળે આ સમાપત્તિ શબ્દ પ્રયોજ્યો છે. મહાવીર સ્તવ નામના ગ્રંથમાં અંતે જે લખ્યું છે કે ‘મુળ: પર્યાયર્વાતવ નિન! સમાપતિ ઘટના સૌત્વદ્ રૂપી સ્થાનિતિવિશદ્ સિદ્ધાંત સળિઃ' આમાં પણ જે સમાપત્તિ શબ્દ આવે છે, તે પણ આ જ અર્થમાં છે. નિર્મળ મણિમાં નિર્મળ સ્ફટિકમાં જેમ નજીકમાં રહેલા પદાર્થનું પ્રતિબિંબ યથાતથ ઝીલાય છે, તેમ ચિત્ત જ્યારે મલરહિત બને છે, ત્યારે શુદ્ધ ચૈતન્યનું પ્રતિબિંબ તેમાં સંક્રાન્ત થાય છે. આ સમાપત્તિ કહેવાય છે. શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy