SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ નવ બ્રહ્મસુધા કુંડનો અધિષ્ઠાયક નાગલોક પતિ છે. મુનિ અધ્યાત્મ કૈલાસવાસી શિવ છે. મુનિની સૃષ્ટિ પરાજવલંબી છે. આવી અનન્ય ઐશ્વર્યસભર સમૃદ્ધિ છતાં મુનિ તેનાથી વિસ્મિત થતા નથી. અને આવતાં શારીરિક કષ્ટોથી દીન બનતા નથી. કેમકે આમાં સમત્વ સ્થાપનાર કર્મવિપાકને મુનિ બરાબર સમજે છે અને કર્મની લીલાને પણ બરાબર જાણે છે. કર્મથી જાતિચાતુર્યહીન પણ રાજા બને. રાજા પણ ભીખ માંગે છતાં ભૂખ્યો રહે. આવી સમ-વિષમ, ચિત્ર-વિચિત્ર ગતિ આ કર્મની છે. આ કર્મની ચરમા રેખા જોવી છે ? શ્રુતકેવળી પણ પ્રશમ શ્રેણિએ ચઢેલા છતાં અનંત સંસાર ભમે છે, તે આ કર્મના પ્રભાવે. તેને કોઇની શરમ નથી. કર્મવિપાકનું ચિંતન કરો, એટલે તેનું ફળ જે ભવસંસાર તે પણ નજર સામે આવે જ. અને આ ભવને જોઇને ઉગ ન આવે તો જ નવાઈ. ભયાનક ભવને જોઈને તેને તેના જેવી ઉપમાઓ અહીં આપી છે. વિશેષાર્થીએ તો અધ્યાત્મસાર'નો ભવસ્વરૂપ ચિંતાધિકાર જોઈ લેવો. અહીં તો ભવને સમુદ્રની પૂર્ણોપમાં આપી છે. આ ભવથી ભય જાગે છે અને ભયથી સ્થિરતા આવે છે. કહ્યું છે ને ! ભય વિના પ્રીત નહીં. ભવથી ભય પામીને ધર્મમાં સ્થિર થાવ, પણ ત્યાં સ્થિર થયા પછી પણ લોકસંજ્ઞા'નો ત્યાગ અતિદુષ્કર ગણાય છે. કારણ કે આ પ્રતિસ્રોત તરણ છે. તેવું વિરલ કાર્ય કરનારા કેટલા! એના ઉત્તર રૂપ અહીંના તો દિ રત્ન વળિગ:” એ શબ્દ પ્રસિદ્ધ છે. પછી “લોકયાત્રા” માટે ભરત ચક્રવર્તિ અને પ્રસન્નચન્દ્રનાં દૃષ્ટાંતો ટાંક્યાં છે. અને એવી દૃષ્ટિનું પ્રદાન કરનાર તો શાસ્ત્રો છે. સાધુને શાસ્ત્ર વિના કદી ન ચાલે. શાસ્ત્ર તો વીતરાગપ્રણીત જ હોઈ શકે, અને આચારે હીણો પણ શાસ્ત્રા-પક્ષ ધરનારો મુનિ નિયમા સર્વ સિદ્ધિને વરે છે. શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ થઈને ભલે શુદ્ધ અન્નપાનનો જ ખપ કરે, પણ તે હિતકારી નથી. મુનિ મહાયોગી શાસ્ત્રદેશક જ હોય છે. શાસ્ત્રજ્ઞ પણ નિર્ગસ્થ હોય. પરિગ્રહમુક્ત હોય. ૪૩ જ્ઞાનસાણ રસાસ્વાદ
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy