SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત શ્રી સંઘની સામે આ પ્રશ્ન છે. તેનો ઉકેલ આવી શકે તેમ છે. જો બધા શાસનને પોતાનું માની આ વિચારે તો ! અત્યારે તો લગભગ મોટે ભાગે “મને અને તાનમેં સર્વ મસ્તાન હૈ” જેવી સ્થિતિ પ્રવર્તે છે. જે ભાવી માટે નુકસાનકારક છે. એ રીતે જિનમંદિર નિર્માણ થઈ રહે, ત્યારે તેમાં બહુમાનપૂર્વક વર્ધમાન ચિત્તોત્સાહથી બિંબ પધરાવવાં જોઈએ. તે પણ વિધિપુરસ્સર. આઠ દિવસના મહોત્સવ સાથે આ બધામાં વપરાતું ધન ન્યાયથી ઉપાર્જન કરેલું હોવું અત્યંત જરૂરી છે. આ બાબત ઉપર અહીં બહુ ભાર દેવાયો છે. પ્રતિષ્ઠિત પરમાત્માની પૂજા કેવી રીતે, કયા પ્રકારે કરવી જોઈએ, તેનું પણ હૃદયંગમ વર્ણન છે. તેમાં પરમાત્માના લોકોત્તર ગુણોનું કીર્તન, અને ભક્તનાં પાપોની ગર્તા આવવી જોઈએ. એ સ્તવના ભાવોત્પાદક હોય છે. પછી દ્રવ્યપૂજા શ્રમણોને કેમ નહીં? તેની ચર્ચા કરી છે. શ્રમણોને ભાવપૂજાનો અધિકાર હોય છે, ગૃહસ્થોને દ્રવ્યપૂજાનો ! અહીં દ્રવ્ય શબ્દ કારણવાચી છે, ભાવ કાર્ય છે. તેથી દ્રવ્યપૂજા કરીને અવશ્ય ભાવપૂજા કરવી જોઈએ. ભાવપૂજા-ચૈત્યવંદનાદિ ન કરે અને માત્ર દ્રવ્યપૂજા કરે તે ઉચિત નથી. હવે સંસારના બીજા પણ આરંભ-સમારંભના પ્રસંગે હોંશે હોંશે પ્રવૃત્તિ કરે અને આ પરમાત્માની પૂજા વગેરેના પ્રસંગે આરંભ સમારંભને આગળ કરીને તેનાથી આઘો રહે, તેની ધર્મની સમજણ અધૂરી છે. છેલ્લા શ્લોકમાં એક બહુ સુંદર મુદાને સ્પર્શવામાં આવ્યો છે કે – ભગવાનની પૂજા પરમાનંદ કેવી રીતે આપી શકે. તેઓ તો વીતરાગ છે તેના ઉત્તરમાં તેમણે જ અન્યત્ર સ્તવનમાં જણાવ્યું છે. તે જ ઉત્તર અહીં છે : છે નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું, છે ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું...૨ - શ્રી ધર્મજિન સ્તવન શ્રુતજલધિ પ્રવેશે નાવા ૬૨.
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy